ન્યૂયોર્કના વૈષ્ણવ મંદિરમાં રજતજયંતિની તૈયારી શરુ
- ગાયક નીતિન મુકેશની ગીત સંધ્યા યોજાઈ
- ફંડ રેઇઝીંગ માટે ૧૯મેના રોજ કાર્યક્રમ યોજાયો ઃ વૈષ્ણવો ઉમટયા
ન્યુજર્સી, તા. ૨૭
અમેરિકામાં સ્થિત પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની શ્રદ્ધા અને આસ્થાને મૂર્તિમંત કરતા સર્વ પ્રથમ મંદિર હવેલીની ન્યૂયોર્ક ખાતે વૈષ્ણવ મંદિર શ્રી ગોવર્ધનનાથજી મંદિરની પ્રસ્થાપના ૧૯૮૮માં થઈ હતી. આ વર્ષે આ મંદિરનો ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવ જૂનની તા. ૧૨થી ૨૩, ૨૦૧૩ના રોજ આ મંદિર ઉજવી રહેલ છે આ માટેની જોરદાર તૈયારી, વૈવિધ્યસભર કાર્યક્રમો અને પૂજ્ય આચાર્ય ચરણોને આમંત્રણ કાર્યક્રમને અદ્વિતીય બનાવવા માટે સમાજના, ખાસ કરીને વૈષ્ણવોના સર્વાંગી સહયોગ માટે નિષ્ઠાવાન, કાબેલ અને વિચક્ષણ ડો. અરવિંદ શાહ (ચેરમેન) અને સેતુ શાહ (પ્રમુખ)ની અધ્યક્ષતામાં પ્રશસંનીય કામગીરી થઈ રહી છે.
તાજેતરમાં તા. ૧૯મે, ૨૦૧૩ને રવિવારના રોજ આ ૨૫મી જયંતિની ઉજવણી માટે ફંડ રેઇઝીંગ કાર્યક્રમ, યુનિયન ડેલ, લોંગ આઇલેન્ડ ન્યૂયોર્કની આલિશાન Marriott હોટલમાં યોજાયો હતો જેનું પ્રમુખ આકર્ષણ હતું બોલીવુડના લોકપ્રિય ગાયક શ્રી નીતિન મુકેશની ગીત- સંગીત સંધ્યા દંપતીદીઠ ૧૦૦૦ ડોલરની રકમ આપી સહુએ હોલને ભરી દીધો હતો. આમંત્રિત મહાનુભાવો અન્ય કોમ્યુનિટી લીડરો, વૈષ્ણવ ટેમ્પલના વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારો, અખબારી આલમના પ્રતિનિધિઓ તથા ઉત્સાહી આમ જનતા સાથે આશરે ૬૦૦ જણા આ ઐતિહાસિક ઉજવણીના પૂર્વાર્ધે હાજર હતા.અમેરિકાના પૂર્વ કિનારાના ત્રણ રાજ્યો ક્રમશઃ ન્યૂયોર્ક (ગોવર્ધનાથજી મંદિર), પેન્સીલ્વેનિયા વ્રજ (શ્રીનાથજી મંદિર) અને ન્યુજર્સી (શ્રી દ્વારિકાધીશ મંદિર) એ મેસેચ્યુસેટ્સએ મેરીલેન્ડ સુધીના રાજ્યોમાં વસતા વૈષ્ણવો અને અન્ય હિન્દુ ધર્મીઓ માટે પૂજન, અર્ચન, ઉપાસના તથા શ્રદ્ધા, ભક્તિના ભાવને અભિવ્યક્ત કરતા મુખ્ય સ્થાનકો છે, યાત્રાધામો છે અલબત્ત છેલ્લા પાંચેક વર્ષમાં કનેક્ટીકટમાં ઇસ્ટ હાર્ટફર્ડ અને ન્યુહેવન ખાતે પણ નૂતન દેવાલય અસ્તિત્વમાં આવેલ છે.
આ ઉજવણી માત્ર ગોવર્ધનનાથજી મંદિરના હોદ્દેદારોની જ નહિ પરંતુ સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયની સીમાચિન્હ બનતી ઉજવણી છે. ન્યૂયોર્ક ઉપરાંત વ્રજના ટ્રસ્ટીગણમાંથી પરામર્શક શ્રી પ્રમોદભાઈ અમીન, ભૂતપૂર્વ ચેરમેનો સર્વ શ્રી એચ. આર. શાહ (CEO Chairman, T.V. Asia), શ્રી કેની દેસાઈ, શ્રી સુભાષ દલાલ દ્વારકાધીશ મંદિરના અગ્રણીઓ સર્વ શ્રી પંકજભાઈ શેઠ (ચેરમેન), જે. પી. શેઠ તથા રાજુ પરીખ, સુરેશ દેસાઈ, દીપકભાઈ શાહ વગેરેએ પણ આ ઐતિહાસિક ઉજવણીમાં સહયોગી બનેલ છે.આ સમારંભમાં ગુજરાતી સમાજ ન્યૂયોર્કના ભૂતપૂર્વ પ્રમુખ સર્વશ્રી ડો. ભૂપી પટેલ, હીરુભાઈ પટેલ, જ્યોતીન્દ્ર પટેલ, પીટર ભેડા, ભારતીબેન દેસાઈ, અંબાલાલ પટેલ, બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના ચેરમેન શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી, શ્રી અજીત મોદી (રાજભોગ), વૈષ્ણવ આગેવાન શ્રી નવનીત શાહ તથા અન્ય મહાનુભાવોની હાજરી ખાસ તરી આવતી હતી.
નીતિન મુકેશે 'કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા' મેરા નામ જોકરના ગીતથી શરુઆત કરી પછી તો મુકેશના સદાબહાર જૂના ગીતોનો પ્રવાહ શરુ થયો, દોસ્ત દોસ્ત ન રહા (સંગમ), આ લોટ કે આજા મેરે મીત, ડમડમ ડીગા ડીગા.. જેવા ગીતોથી શ્રોતાઓને બહેલાવ્યા હતા.
નીતિને તેમની સદ્ગત માતા બચીબેન વડોદરા- મહેતાપોળના શ્રીમાળી બ્રાહ્મણ હતા એ યાદ તાજી કરી ગુજરાતીમાં સુંદર ભાવવાહી વાતો કરી હતી. તેમની નાની બેન નમ્રતા તથા અન્ય ગાયિકા માનસી તેમાં જોડાયા હતા.

ગ્રહોનાં તેજ-તિમિર - ગુરુકૃપાર્થી શરદ રાવલ
તા. ૩૧-૫-૨૦૧૩થી એક વર્ષ માટે ગુરુનું મિથુન રાશિમાં પરિભ્રમણ
આવા પરબ્રહ્મ સ્વરૃપ ગુરુનો મહિમા ગ્રહ તરીકે જ્યોતિષ-શાસ્ત્રમાં અનોખો છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં ગુરુને સૌથી વધુ ભુક્તિ-મુક્તિનો દાતા ગણવામાં આવ્યો છે. શનિની ખંધાઈ મંગળની આક્રમકતા, બુધની કુશાગ્ર બુધ્ધિ-રાહુની કુટિલતા કરતાં ગુરુનું ડહાપણ-વિવેક-શાણપણ અજોડ હોય છે. શુભ ગ્રહ ગુરુ દીર્ઘદ્રષ્ટિ, વિવેક, પરિસ્થિતિને પારખવામાં તેનું ઊંડાણ, દરેક વસ્તુ સ્થિતિને હકારાત્મક લઈને પોતાના લાભમાં પરિવર્તન કરવાની કુનેહ આપે છે. ગુરુપ્રધાન વ્યક્તિઓ આદર્શ શિક્ષક જેવી હોય છે. સફળ શિક્ષક-આદર્શ ધર્મગુરુઓ - સારા સ્વચ્છ વહિવટકર્તા, સમાજને દાર્મ અને નીતિનો રાજમર્ગ શીખવાડતા. સારી ભાવનાઓથી ભરપૂર-જેમના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવા જાતકો મોટાભાગે શુભ ગુરુ લઈને જન્મ્યા હોય છે.
ગ્રહ મંડળનો આ શુભગ્રહ ગુરુ તા. ૩૧-૫-૨૦૧૩થી લગભગ એક વર્ષ માટે તેનું વૃષભ રાશિમાં ગોચર ભ્રમણ પૂરું કરી બુધના ઘરની મિથુન રાશિમાં ભ્રમણ કરવાનો છે.
પૃથ્વીથી લગભગ અડતાલીસ કરોડ તેત્રીસ લાખ કિલોમીટર દૂર રહેલા તથા પોતાના ચાર ઉપગ્રહો (ચંદ્રો) ધરાવતા ગુરુનું મોડી રાત્રે આકાશમાં દર્શન પણ સુંદર અને રમણીય હોય છે. વિવેક અને ડહાપણના ગ્રહ ગુરુને અંગ્રેજીમાં વેૅૈાીિ ફારસીમાં રાહુરમઝાદ, દશા તીરમાં સનાશીર, અરબીમાં ઝોહલ, સંસ્કૃતમાં મંદ અને બૃહસ્પતિના નામથી ઓળખવામાં આવે છે.
કાળપુરુષની મેષ લગ્નની કુંડળીમાં ભાગ્ય (૯મું સ્થાન) અને ખર્ચ-મોક્ષ (૧૨મું સ્થાન)નો કારક છે. ધન અને મીન તેની સ્વરાશિ છે. શીતળ એવી ચંદ્રની કર્ક રાશિમાં તે ઉચ્ચત્વ ધારણ કરે છે. જ્યારે ક્રૂર અને કુટિલ ગ્રહ શનિની મકર રાશિમાં તે નીચનો થઈ જાય છે. ધન-સંપત્તિ-દાંપત્યજીવન-માતા-
ગુરુ પોતાના નામ પ્રમાણે શુભ અને સાત્ત્વિક ગ્રહ છે. જ્યોતિષ-શાસ્ત્રમાં ગુરુને અતિ શુભગ્રહ માનવામાં આવ્યો છે અને ભાગ્યે જ કોઈ કુંડળીમાં નકારાત્મક ફળ આપતો જોવામાં આવ્યો છે. ગોચરમાં કે મહાદશામાં શુભ ગુરુનો સમય આવતો હોય તો જાતકના જીવનમાં એક ખુશીની, આનંદની લહેર આવી જાય છે. કોઈક હકારાત્મક બનાવો બનવાનું શરૃ થાય છે. શુભ ગુરુનું ભ્રમણ કુંડળીના બીજા ઘણાં નકારાત્મક પરિબળોને કાબૂમાં લઈ તેની નકારાત્મક અસરો ઘટાડી નાંખે છે.
દેવાધિદેવ મહાદેવ ગુરુ ગીતામાં શ્રી ગુરુના મહિમાનું વર્ણન કરતાં જગતજનની મા પાર્વતીને કહે છે - આ જગતમાં સદ્ગુરુથી શ્રેષ્ઠ કશુંજ નથી. સર્વશક્તિમાન ઈશ્વરથી પણ ગુરુનો મહિમા અનોખો છે. ઈશ્વરના અંશમાંથી પૂર્ણરૃપે પ્રગટ થયેલા શ્રી ગુરુ સાધકને ઈશ્વરના અનંત મહિમાનું જ્ઞાાન ના કરાવે તો હજારો જન્મો લેવા છતાં તે કદી ઈશ્વરને ઓળખી શકતો નથી કે તેને પામી શકતો નથી.
ગુરુ કે ગુરુપ્રધાન જાતકો ક્યારેય સુધારાવાદી, ક્રાંતિકારી હોતા નથી. 'સમાજ કો બદલ ડાલો' 'રીત-રિવાજો ફગાવી દો' એવાં ક્રાંતિકારી સૂત્રો ગુરુપ્રધાન જાતકો ક્યારેય આપતા નથી. બંદૂકના નાળચામાંથી સત્તા જન્મે છે-ટકે છે એવું ભલે રાહુપ્રધાન કે મંગળ પ્રધાન જાતકો માનતા હોય પણ ગુરુ તો ડહાપણ - શાણપણ - વિવેકનો ગ્રહ છે. ગુરુમાં અનુભવ -વિવેકના બળે મળેલી મેચ્યોરિટી છે. ગુરુનું કામ તો પ્રવર્તમાન વ્યવસ્થામાં યોગ્ય રીતે ગોઠવાઈ જઈ તેને સમજી શાંતિ-ધીરજ અને સંયમથી તેનો અભ્યાસ કરી તેમાંથી સર્વને અનુકૂળ-સુંદર-યોગ્ય ઉપાય શોધી કાઢી સમાજને સહજ રીતે બેઠો કરવાનું છે. ગુરુપ્રધાન જાતકો આદર્શ શિક્ષકો-ધર્મગુરુઓ- સમાજસુધારક છે. જે ફક્ત વાણીથી નહી પણ પોતાના જીવનથી-કર્તવ્યથી શાંતિ-ધીરજથી સમાજને દોરવાનું કામ કરતા હોય છે. માટે જ આ ગુરુપ્રધાન જાતકોની વાત સમાજમાં ઊંડે સુધી અને ઘણા લાંબા સમય સુધી પ્રસરી જાય છે. બીજા બળવાન ગ્રહોને મુકાબલે સમાજ ગુરુપ્રધાન જાતકોને વધારે માન-સન્માન પ્રતિષ્ઠા આપે છે. લોકો પ્રેમ આદરથી તેમને નમે છે - તેમની સલાહ પૂછે છે.
ગુરુપ્રધાન જાતકો ભાગ્યે જ સત્તાની ટોચ ઉપર પહોંચી જાય છે કે ધંધા-ઉદ્યોગ દ્વારા કરોડો રૃપિયા કમાઈ જાય છે. પણ અન્ય જાતકોના પ્રમાણમાં ગુરુ પ્રધાન જાતકો સુખી-સંતોષી-ઘર્ષણ વગરનું આનંદમય જીવન જીવતા હોય છે. પોતાની સાત્ત્વિકતા-આચરણ-જ્ઞાાન-ડહાપણ અને વિવેક દ્વારા લાખ્ખો લોકોનાં જીવનમાં શાંત-સ્થાયી આનંદમય પરિવર્તન લાવનારા સર્વશ્રી વિવેકાનંદજી-રામકૃષ્ણ પરમહંસ, ગુરુ નાનક-આદિ શંકરાચાર્ય, ભગવાન નિત્યાનંદ-ધ્યાનયોગી મધુસૂદનદાસજી જેવા ઘણાં પ્રાતઃ વંદનીય મહાપુરુષોની કુંડળીમાં ગુરુ સ્વગ્રહી-બળવાન યોગકર્તા થઈને બેઠેલો જોવા મળે છે.
સાત્ત્વિક અહંકાર, જ્ઞાાનનો અતિરેક બીજાને તુચ્છ સમાજવાની ભાવના-ઉડાઉપણું-અસહિષ્ણુતા, અવ્યવહારુતા અને પ્રમાદ એ આ ગ્રહમંડળના શુભ ગ્રહની નબળી બાજુ છે.
***
તા. ૩૦-૫-૨૦૧૩થી એક વર્ષ માટે મિથુન રાશિમાં ગુરુનું ભ્રમણ ભારતના રાજકારણમાં તોફાની ફેરફારો લાવશે.
વડાપ્રધાન મનમોહન સિંહ માટે મિથુનના ગુરુનો કાળ નકારાત્મક પુરવાર થશે. ખાસ કરીને કર્ક રાશિમાં મંગળનું ભ્રમણ આકરી કસોટી કરશે. અપયશ-નબળું આરોગ્ય- સાથીઓ જોડે તીવ્ર મતભેદ ઉભા કરશે.
મિથુનના ગુરુના ભ્રમણના સમયમાં તા. ૩૦-૫-૨૦૧૩થી એક વર્ષ સુધીમાં આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનાં કદ-વિસ્તારમાં ચોક્કસ વધારો થશે.
આ સમય કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી માટે પ્રગતિકારક ગણાય. પોતાની શક્તિ-પ્રતિભા બતાવે.
મિથુન રાશિનો ગુરુ, ૩૦-૫-૨૦૧૩થી એક વર્ષ માટે દેશ માટે એક તોફાની તબક્કાવાળો સમય પસાર થાય પણ ૨૦૧૪ના જૂન માસથી ગોચરના ગુરુનું કર્ક રાશિમાં ભ્રમણ દેશ માટે ચોક્કસ વિકાસવાળું પ્રગતિકારક અને આશાનો સંચાર કરવાવાળું નિવડે.
હોટલાઈન - ભાલચંદ્ર જાની
પામર મનુષ્યના શરીરમાં પ્લાસ્ટિકનો પગપેસારો
હમણાં હમણાં પ્લાસ્ટિકે ભારતમાં નિર્વિઘ્નપણે એક તદ્દન નવા જ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તબીબી અને ઔષધી ક્ષેત્રે પ્રણાલિકાગત રીતે એકાધિકાર જમાવી બેઠેલા ધાતુ અને કાચની હકાલપટ્ટી કરીને પ્લાસ્ટિકે પગદંડો જમાવ્યો છે. અને તે ટકી રહેવાનું છે. આ ક્ષેત્રે પ્લાસ્ટિકે વૈવિધ્યપૂર્ણ અને વિશાળ કાર્યક્ષેત્ર પર કબજો કર્યો છે. રક્તવાહિનીઓ, હૃદયના ભાગો, કૃત્રિમ રીતે બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. હાલમાં વ્યાપક રીતે સ્વીકૃત થયેલી પ્લાસ્ટિક સર્જરીની સારવાર પદ્ધતિમાં તેમ જ ઇન્જેકશન, વાઢકાપનાં શસ્ત્રો અને અન્ય પરચૂરણ તબીબી સાધનોના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. પશ્ચિમી રાષ્ટ્રોના વિજ્ઞાાનીઓએ શરીરના લગભગ દરેક ભાગનો પર્યાય પ્લાસ્ટિકની બનાવટમાં શોધી કાઢ્યો છે. થોડા માસ માટે જ ટકવા છતાં વિશ્વને પ્લાસ્ટિકના વિવિધ આશ્ચર્યકારક ઉપયોગો વિશે વિચારવાની તક મળી છે.
કૃત્રિમ હૃદય બનાવવાની કક્ષા સુધી ભારત હજુ પહોંચ્યું નથી. છતાં પ્લાસ્ટિકે એક યા બીજા સ્વરૃપે હૃદયમાં સ્થાન જરૃર મેળવ્યું છે. મુખ્યત્વે પ્લાસ્ટિકનો ઉપયોગ રક્તવાહિનીઓની ખામી દૂર કરવા માટે કરવામાં આવે છે. જુદા જુદા બનાવટ, કદ, લંબાઈ અને આકારની પ્લાસ્ટિકની નળીઓનો ઉપયોગ રક્તવાહિનીઓમાં અને ત્યાંથી હૃદયના પોલાણમાં અથવા ઘોરી નસ જેવી મોટી રક્તવાહિનીમાં થાય છે. તેમ નેશનલ હોસ્પિટલના ડો. કે. જી. નાયરે કહ્યું. તેનાથી લોહીના પ્રવાહનું તેમ જ દબાણનું માપ નીકળે છે ્અને હૃદયમાં રક્તાભિસરણ તંત્રની પ્રતિકારશક્તિ જાણી શકાય છે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
હૃદયના કોઈ વિભાગ અથવા તો ઈજાગ્રસ્ત રક્તવાહિની દીવાલો પર ઢોળ ચડાવવા માટે આ ટયુબ દ્વારા રેડિયોઓપેક પદાર્થ અંદર દાખલ કરી શકાય. રક્તવાહિની અથવા હૃદયના સંકોચાઈ ગયેલા વાલ્વ ખોલવા માટે પાતળી કાચની નળીનો ઉપયોગ કરી શકાય. આવા વાલ્વ અથવા રક્તવાહિનીઓ હૃદયરોગ અને હેમરેજ માટે પણ કારણરૃપ બની શકે.
અત્યાર સુધી હૃદયની સંકોચાઈ ગયેલી રક્તવાહિની ખોલવા માટેની આ પદ્ધતિએ હૃદયરોગની ચિકિત્સામાં એક નવો જ માર્ગ દર્શાવ્યો હતો. ડો. નાયરના જણાવ્યા મુજબ કોઈ ચોક્કસ સ્થાનમાં આ ટયુબ દાખલ કરવામાં આવે છે ત્યારે તેમાં જાતજાતના અનેક પદાર્થો જેવા કે લોહીના ગઠ્ઠાને પિગાળી દેનાર એન્ઝાઇમ્સ ખાસ દવાઓ અને વીજળીનો કરંટ સુધ્ધાં તેના વાટે અંદર મોકલી શકાય છે. વીજળીના આંચકાથી હૃદયના ધબકારાની ગતિમાં ફેરફાર થાય છે.
ખૂબ અગત્યની વાત એ છે કે આ કાચની નળી તૂટી જાય તેવી ન હોવી જોઈએ, જેથી રક્તાભિસરણ તંત્રમાં તેના ટુકડા ઘૂસી ન જાય. અથવા તો બીજો કચરો કે લોહીના ગઠ્ઠા તેના પર ચોંટી ન જાય એવું તબીબો જણાવે છે કે આનું કારણ એ છે કે તેનાથી બેક્ટેરિયા પેદા થાય છે અને લોહીના પ્રવાહમાં તે ભળી જતાં મૃત્યુની સંભાવના પણ રહે છે.
પ્લાસ્ટિક સર્જરી નવા જમાનાની વાત છે જેને લીધે વ્યક્તિનો દેખાવ સુધરી શકે છે. અત્યાર સુધી શ્રીમંતો જ પ્લાસ્ટિક સર્જરી કરાવી શકતા પણ હવે મધ્યમ વર્ગના લોકોને પણ તે પોસાય છે. ચામડીના ડાઘ, બળવાની નિશાનીઓ, ચામડીની તકલીફ વગેરે દૂર કરવા અથવા તો માત્ર વધુ યુવાન દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ થઈ શકે છે. હકીકતમાં રૃપેરી પડદાના કેટલાક વયસ્ક હીરો નિયમિત રીતે પ્લાસ્ટિ સર્જરી કરાવવા વિદેશ જાય છે. પાછા આવ્યા પછી તેઓ યુવાન અને ખૂબસૂરત છોકરીઓ સાથે અભિનય આપે છે અને લોકો તેમને સદાબહાર અભિનેતા તરીકે વધાવી લે છે.
પ્લાસ્ટિક સર્જરીમાં વપરાતા મુખ્ય તત્ત્વ સિલિકોન છે. ઓગણીસમી સદીમાં નોટિંગહામ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ફેડરિક કિયાંગસે આ પદાર્થની શોધ કરી અને લગભગ અડધી સદી સુધી તેના વિશે સંશોધન કર્યું. તેના સંશોધનને પરિણામે તેને એક તૈલી પદાર્થ મળ્યો, પણ આટલી જહેમત પછી તેણે જેે પદાર્થ શોધી કાઢ્યો તેનો નજીકના ભવિષ્યમાં કોઈ ખાસ ઉપયોગ જણાયો નહીં. આ ચીકણો પદાર્થ આજે સિલિકોન જેલીને નામે ઉદ્યોગોમાં અને દવાઓમાં વપરાય છે. સિલિકોન અને તેના બીજા સંયોજનો ગરમી સામે ટકી શકે છે અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. સિલિકોન પ્રવાહીમાં ઓક્સિજન દસગણો વધુ દ્રાવ્ય છે.
એક અજાયબીભરી વાત છે કે માનવના શરીરના જે ભાગમાં પ્લાસ્ટિકનું આરોપણ કર્યું હોય તેના સીધા સંપર્કમાં શરીરના જે અવયવો હોય છે. તેમાં કદી ગાંઠ જોવા મળતી નથી એવું તારણ તબીબોએ કાઢ્યું છે. આજે સિલિકોનનો ઉપયોગ પ્લાસ્ટિક સર્જરીમાં છૂટથી કરવામાં આવે છે. ચહેરાને સારો ઘાટ આપવા, હાડકાંની ખામીઓ દૂર કરવા કૃત્રિમ સ્તનોમાં અને ઈજા પામેલા જ્ઞાાનતંતુઓ સંરક્ષક કવચ પૂરું પાડવામાં સિલિકોન વપરાય છે. એમ ડો. બૂચ જણાવે છે. સિલિકોન અત્યંત સ્થાયી છે. અને ક્લિનિકો માટે અત્યંત આદર્શ છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ કૃત્રિમ અવયવો જેવા કે હાથ, પગ, દાંત, આંખ, નાક, સ્તન અથવા બીજો કોઈ પણ શરીરનો ભાગ બનાવવા માટે પણ થાય છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાાનિક પરિભાષામાં પ્રોસ્થોસિસ કહેવાય છે. જ્યારે શરીરનો કોઈ પણ ભાગ ખૂટતો ન હોય, પણ હાથ કે પગ વગેરે નબળા હોય અને શરીરને બરાબર ટેકો આપી શકે તેવા ન હોય ત્યારે તેની સારવાર માટે જે પદ્ધતિ વપરાય છે. તેને ઓરથોસીસ કહેવાય છે.
જોકે પ્લાસ્ટિકના આવા ટેકાઓના પણ કેટલાક ગેરલાભો છે. પરંપરાગત પદાર્થો જેવા કે લાકડું, લોખંડ, એલ્યુમિનિયમ, રબર અને ચામડા કરતાં તેમની કિંમત વધુ હોય છે અને દબાણ આવી જાય તો તેઓ જલ્દીથી 'થાકી' જાય છે.
વળી આ સાધનો છિદ્રો વગરના હોય છે. એટલે તેમાં હવાની અવરજવર માટે છિદ્રો બનાવવામાં આવે તો પણ ગરમ અને ભેજવાળા ભાગોમાં પસીનો ભેગો થઈ જાય છે, પણ બીજા ફાયદાઓને કારણે વધુ ને વધુ લોકો ટેકાના સાધનોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી પોલિમરનો ઉપયોગ વધી રહ્યો છે. તેમાંના કેટલાક છે. પોલોથિન, પીવીસી, સિલિકોન, પોલિપ્રોપિલિન, નાયલોન, પોલિયસ્ટર, એક્રિલેસ વગેરે. તેમના ઉપયોગોનો વિચાર કરીએ તો ખરેખર મગજ કામ કરતું બંધ થઈ જાય. તેમનો ઉપયોગ નીચેની વસ્તુઓમાં થાય છે. કૃત્રિમ અવયવો, ટયુબો, ફિલ્મો, થેલીઓ વાસણો, દવાની બરણીઓ, ડિસ્પોઝેબલ સિરીંજ સેનિટરી નેપકીન્સ, નળીઓ, શ્વસન નળીઓ, રક્તસિંચન માટેની નળીઓ, એપ્રનો અને કેપ્સ્યુલના પડો વગેરે.
ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ માર્કેટિંગ મંડિત તથા સ્પર્ધાત્મક તત્ત્વ ધરાવતો છે. અહીં કોઈ પણ ચીજના દેખાવથી માંડીને એની ક્ષમતા તથા ગુણવત્તા સુધીની ગણતરી થાય છે. આ ગુણોને પેકેજિંગમાં જાળવી રાખવામાં આવે છે. આમ છતાંય હજુ હમણાં સુધી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પેકેજિંગ માટે કાચ તથા એલ્યુમિનિયમને મુખ્ય મટિરિયલ તરીકે લેવામાં આવતા હતા. હવે સીલ કરવા, ઢાંકવા જેવા ક્ષેત્રોમાં પ્લાસ્ટિકે એનું સ્થાન લેવા માંડયું છે. પેકિંગની ગુણવત્તાના પરિણામ ઉત્પાદકોને કાચને બદલે પ્લાસ્ટિક અપનાવવા પ્રેરે છે. ખાદ્ય તેલોમાં પણ પ્લાસ્ટિક અપનાવ્યું છે અને હવે તો હળવા પીણાએ પ્લાસ્ટિકનો અંગીકાર કર્યો છે. નજીકના ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં મોટા પાયા પર પ્લાસ્ટિકની શક્યતાને નકારી શકાય તેમ નથી.
પ્લાસ્ટિકને અત્યંત સરળ તથા ચોકસાઈથી વાળી શકાય છે. ઢાળી શકાય છે. અને તેય મનગમતા આકારમાં. એથી દવા માટે એ આદર્શ પેકિંગ મટિરિયલ બની રહે છે. એનું મોટા પાયા પર નિર્માણ પણ કરી શકાય છે.
દરેક ક્ષેત્રમાં પ્લાસ્ટિકનો પગપેસારો બીજા વિશ્વયુદ્ધમાં પેરાશૂટમાં એ નાયલોનના રૃપમાં હતું. ૫૦ના દાયકામાં રમકડાંમાં પ્લાસ્ટિક હતું.
૬૦ના દાયકામાં મોટરોમાં પ્લાસ્ટિક વપરાતું હતું. ૭૦ના દાયકામાં એણે ઇજનેરી સામાનમાં પ્રવેશ કર્યો છે. અને ૮૦ના દાયકાએ તે પુરવાર કરી બતાવ્યું છે કે અવકાશયાનના સ્વરૃપે પ્લાસ્ટિક આકાશમાં પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી પ્લાસ્ટિક ફાર્માસ્યુટિકલ તથા સ્વાસ્થ્ય સંભાળ ઉદ્યોગના દ્વાર ખખડાવવા લાગ્યું છે.
અસંખ્ય ક્ષેત્રોમાં પ્લાસ્ટિકે સનાતન સ્થાન જમાવી લીધું છે. ક્યારેક તો એવું લાગે છે કે પ્લાસ્ટિકની જગ્યાએ બીજા કોઈ મટિરિયલને મૂકવાનું અશક્ય છે. પ્લાસ્ટિકની સૌથી મોટો ગુણ એની જડતા છે. અને તબીબી સાધનોના ઉત્પાદન તથા વપરાશમાં એ ભારે મહત્ત્વ ધરાવે છે અને જરૃરિયાત અનુસાર ઢાળી શકાય છે એ પણ ઓછા ખર્ચે. અગણિત રંગોમાં પ્રાપ્ત થતાં પ્લાસ્ટિકની ચીજો દેખાવમાં સુંદર બને છે. ઘસારાનો પ્રતિકાર કરતું પ્લાસ્ટિક કડક છે અને વજનમાં હલકું છે. અને ટિશ્યુ રિએકશન કે બીજી કોઈ સમસ્યા નથી નડતી. એ પારદર્શક છે. ભીનાશ ચૂસી લેવાની શક્તિ એનામાં નથી. આમ છતાં દવા ઉદ્યોગ અને બીજા તબીબી ક્ષેત્રોમાં પ્લાસ્ટિકનો ઘણી સારી રીતે સમન્વય થઈ શકે. ભારત જેવા દેશમાં આ ક્ષેત્રમાં બહુ જ ઓછી સ્પર્ધા હોવાના કારણે તથા વિપુલ વસતિ માટે પ્રચંડ શક્યતા હોવાના કારણે ભારે લાભદાયક પૂરવાર થવાની સંભાવના છે.
-Gujarat Samachar
ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી
અમેરિકન સરહદમાં ચીનની ઘુસણખોરી???
બિજીંગ જેનોમિક્સ ઈન્સ્ટીટયુટ
- ચીન એક રાષ્ટ્રીય પોલીસી હેઠળ, ચીન બહાર વસતું તેનું બૌદ્ધિક ધન ચીન પાછું બોલાવી રહ્યું છે
થોડા સમય પહેલાં ચીને ભારતની સીમારેખામાં ધુસણખોરી કરી હતી. ઉચ્ચસ્તરીય મંત્રણાઓ બાદ બંને દેશોએ સરહદ પર ગોઠવેલા સૈનિકોને પાછા પોતાનાં સ્થાને બોલાવી લીધા હતાં. બે દેશની સરહદે પેદા થયેલ ગરમાવો આમ ઓછો થયો હતો. ભૌગોલીક સરહદો પરની ધુસણખોરી નરી આંખે દેખી શકાય છે. પરંતુ, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે તેનો વિકાસ, વિજ્ઞાાન જગત બહાર કોઈ જાણતું નથી. 'મેડ ઈન ચાઈના' નામની ચીજ વસ્તુઓને આપણી હલકી ગુણવત્તાવાળી અને સસ્તી ગણીએ છીએ. ચીનની વૈજ્ઞાાનિક સંસ્થાઓની 'મેડ ઈન ચાઈના' થિયરી સો ટચનું સોનું સાબીત થાય તેમ છે. ચીને એક રાષ્ટ્રીય પોલીસી હેઠળ, ચીન બહાર વસતું તેનું બૌદ્ધિક ધન ચીન પાછું બોલાવી રહ્યું છે.
ચીનનાં પાટનગર બીજીંગની નામાંકીત હાઈસ્કુલમાંથી ઘણીવાર વિદ્યાર્થી અભ્યાસ છોડી દે છે. અભ્યાસ છોડવાનાં અનેક કારણો હોય છે. ૧૭ વર્ષના ઝાઓ બોવેને પણ પોતાનો હાઈસ્કુલ અભ્યાસ છોડીને, દક્ષિણમાં આવેલ શેનઝેન તરફ પ્રયાણ કર્યું હતું. શેનઝેન ચીનની મોટી ફેક્ટરીઓની રાજધાની ગણાય છે. શેનઝેન તરફ યુવાનો ભાગે છે તેનો એક માત્ર મકસદ હોય છે 'નોકરી'. મોટા ભાગનાં યુવાનો ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં ગોઠવાઈ જાય છે. ઝાઓ બોવેનનું નસીબ અલગ દિશામાં દોડી રહ્યું હતું. ભૂતકાળમાં ઝાઓ હાઈસ્કૂલમાં 'વિજ્ઞાાન' વિષયમાં જન્મજાત 'જીનીયસનેસ' લઈને પેદા થયો હતો. એ વાત તે સાબીત કરી ચુક્યો હતો.
શેનઝેન પહોંચતાં જ ઝાઓ બોવેન, વિશ્વનાં ઘશછ ડેટાબેઝના વિશાળ પ્રોડશન સેન્ટરમાં પહોંચી જાય છે. ૨૧ વર્ષનો ઝાઓ બોવેન હવે ૨૦૦૦ લોકોનો જીનેટીક મેકઅપ ઉકેલવાનું કામ કરી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં જ્યાં જુતાંની ફેક્ટરી હતી તેનું રિફીટીંગ થઈ વિશ્વનું નામાંકીત ઈન્સ્ટીટયુટ આકાર લઈ ચૂક્યું છે. આ ઈન્સ્ટીટયૂટ મ્ય્ૈં શેનઝેનનું હેડ ક્વાર્ટર છે. બીજીઆઈ એટલે 'બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ.'
વિશ્વનાં વૈજ્ઞાાનિકોએ આંતરરાષ્ટ્રીય સહયોગમાં મનુષ્યનો જેનોમ ઉકેલવા 'હ્યુમન જેનોમ પ્રોજેક્ટ' શરૃ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં ચીને પણ પોતાનો સહયોગ આપ્યો હતો. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ચીને ઘર આંગણે બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટની સ્થાપના કરી હતી, જેને લોકલ ગવર્નમેન્ટ નાણાં પુરાં પાડતી હતી. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ પુરો થતાં જ બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ હેંગઝોયું પ્રાંતમાં ખસેડવામાં આવ્યું. ૨૦૦૭માં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ (મ્ય્ૈં) શેનઝેનમાં નવા હેડક્વાર્ટર તરીકે ઉભું થયું છે. સરકારી નાણાની જગ્યાએ હવે પ્રાઈવેટ નાગરિકો દ્વારા નફો નહીં રળવાની નેમ સાથે જીવવિજ્ઞાાન ક્ષેત્રનું મોટું સંશોધન કેન્દ્ર ઉભું થયું છે. ૨૦૦૮થી મ્ય્ૈં શેનઝેનને સરકારી એજન્સી તરીકે ઓળખાવી રહ્યું છે.
૨૦૦૩માં બીજીઆઈની શેનઝેન શાખા અને ઝેજીંઆંગ યુનિવર્સિટીએ ભેગા મળીને એક નવું સંશોધન કેન્દ્ર શરૃ કર્યું, જે જેક્સ ડી વોટસન ઈન્સ્ટીટયુટ ઓફ જેનોમ સાયન્સ તરીકે ઓળખાય છે. જેનું મોડેલ 'કોલ્ડ સ્પ્રીન્ગ હાર્બર લેબોરેટરી' ઉપરથી વિકસાવવામાં આવ્યું છે. ઈન્સ્ટીટયુટમાં ચાર હજાર વૈજ્ઞાાનિકો અને ટેકનિશીઅનો કામ કરી રહ્યાં છે. ઈન્સ્ટીટયુટનો દાવો છે કે 'વિશ્વની ટોપ ૨૦ ગ્લોબલ ફાર્માસ્યુટીક્લ કંપનીમાંથી પંદર સાથે સંશોધન અને વ્યાપારી ધોરણે કોલાબ્રેશન સ્થાપ્યું છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સની લેબોરેટરી બાયો ઈન્ફરમેટીક્સ સેન્ટર તરીકે કામ કરે છે જે બીજીઆઈની જ એક શાખા છે.'
બીજીઆઈને ૨૦૧૦માં ચીનની 'ચીન ડેવલપમેન્ટ બેંક' દ્વારા ૧.૫૮ અબજ ડોલર જેટલી જંગી રકમ પુરી પાડી હતી. જેના પ્રતાપે અમેરિકાનાં બોસનમાં બીજીઆઈએ અમેરિકાની મુખ્ય ઓફિસ ખોલી છે. બીજીઆઈ યુરોપની મુખ્ય એક શાખા કોપેનહેગનમાં ખોલવામાં આવી છે. તેણે ૫ લાખ ડોલરની કિમતનાં એવા ૧૨૮ આધુનિક ડિએનએ સિક્વન્સીંગ મશીનો ખરીદ્યા છે. અત્યારે ઈન્સ્ટીટયુટ પાસે ૧૫૬ જેટલાં સિક્વન્સીંગ મશીનો છે. દુનિયાનાં ડેટા બેઝનો ૧૦થી ૨૦ ટકા હિસ્સો ચીનની 'બીજીઆઈ' ઉકેલી રહી છે. ઈન્સ્ટીટયુટમાં આંતરીક અહેવાલ પ્રમાણે તેણે ૫૦ હજાર જેટલાં માનવીનો જેનોમ ઉકેલ્યો છે. જેનોમ એટલે મનુષ્યનાં શરીરમાં રહેલાં બધા જ જનીનો ડેટાબેઝ. ગુજરાતીમાં જેનોમને જનીનોની અનુક્રમબદ્ધતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વકક્ષાએ મોટો ડેટાબેઝ ઉકેલતી બીજીઆઈનાં કારણે ચીન આજે વિશ્વનાં નકશા ઉપર અલગ ઉભરી આવ્યું છે. મનુષ્યનાં કેટલાંક જનીનોની વિગતવાર માહિતીનાં આધારે કંપનીઓ પોતાની દવાઓ વિકસાવી રહી છે.
ઈન્સ્ટીટયુટ દ્વારા વિશાળ કદનાં જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. સાથે સાથે વ્યાપારી ધોરણે બીઝનેશ મોડેલને અનુરૃપ યોગ્ય જાતીના લોકોનો સંપૂર્ણ જેનોમ પણ ઉકેલી આપે છે. ૩૨ વર્ષનો ઝાંગપોંગ નામનો સીનીયર રિસર્ચર કહે છે કે આવનારાં એક દાયકામાં માનવીનો જેનોમ માત્ર ૨૦૦થી ૩૦૦ ડોલરમાં ઉકેલી શકાશે. 'બાયો-ગુગલ દ્વારા ઘશછ ડેટાબેઝ બધાને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.' બીજીઆઈની ભૂતકાળની વિકાસ અને વિક્રમગાથાની શરૃઆત કરીએ તો...
૨૦૦૨માં ચીને ચોખાનો જેનોમ ઉકેલ્યો હતો. જે 'સાયન્સ' મેગેજીનની કવર સ્ટોરી બન્યો હતો. ૨૦૦૩માં 'સાર્સ' વાયરસનો વૈશ્વીક પ્રકોપ ફેલાયો ત્યારે, ફટાફટ 'સાર્સ' વાયરસનો જેનોમ ઉકેલી નાખ્યો અને મનુષ્યનાં શરીરમાં 'સાર્સ'નો ચેપ લાગ્યો છે કે નહીં તે ચકાસવાની 'ડિરેક્શન ટુલકીટ' તાબડતોબ ધોરણે વિકસાવી હતી. આ પછી પ્રથમ એશિયન માનવીનો જેનોમ પણ ઈન્સ્ટીટયુટે ઉકેલ્યો હતો. સિલ્ક ઉદ્યોગ માટે જે સિલ્ક વોર્મ ઉછેરે છે તેની ૪૦ પાલતુ અને જંગલી જાતોનો જેનોમ પણ ઉકેલ્યો છે. માનવીનાં જેનોમ જેટલો જ વિશાળ જેનોમ ધરાવતાં ચીનનાં વિશાળ પંડાનો જેનોમ માત્ર ૮ મહીનામાં ઉકેલી બતાવ્યો હતો. અત્યાર સુધી બીજીઆઈ ચોખા, કાકડી, સોયાબીન અને શોરગમ જેવી વનસ્પતિનો જેનોમ ઉકેલ્યો છે. મધમાખી, જળમાખી, ગરોળી વગેરેનો જેનોમ પણ ઉકેલ્યો છે. ૨૦૧૦માં 'નેચર' મેગેજીન દ્વારા બીજીઆઈને ચીનની ટોપ ૧૦ ઈન્સ્ટીટયુટમાં ચોથા સ્થાને મુક્યું હતું. આ રેન્કીંગ 'નેચર' મેેેગેજીનમાં પ્રકાશીત થયેલ સંશોધન પેપરનાં આંક ઉપરથી નક્કી કરવામાં આવ્યો હતો.
બીજીઆઈએ ચીની પ્રજાનાં પ્રાચીન વંશજોનાં ડિએનએ ધરાવતાં, ૧૦૦૦ અલગ અલગ વંશનાં ચીની નાગરીકોનો જેનોમ ઉકેલવાનો યાન-હુઆંગ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. ચીની પ્રજા વચ્ચે થયેલ જીનેટીક પોલી મોર્ફીઝમનો હાઈ-રિઝોલ્યુશન મેપ આ માહિતી પરથી તૈયાર કરવામાં આવશે. ચીનનાં અજનબી અબજોપતીએ એક કરોડ ડોલરનું દાન આપેલ છે. ડેનમાર્કનાં નવ જેટલાં સંશોધન કેન્દ્રોએ બીજીઆઈ સાથે મળીને, ડાયાબીટીસ અને કેન્સરને લગતી માહિતી મેળવવા દર્દીઓનો જેનોમ ઉકેલવા સહયોગ કર્યો છે.
બીજીઆઈની બાગડોર હાલમાં ડો. યાંગ હ્યુઆનમીંગ (જે ડોક્ટર હેનરી યાંગ નામે વિશ્વ પ્રસિદ્ધ છે.) જીનેટીક્સનાં વૈજ્ઞાાનિક છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં ચીનનું નેતૃત્વ ડો. યાંગે કર્યું હતું. ચીન દ્વારા જે ચાઈનીઝ હ્યુમન જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે તેનાં તે સેક્રેટરી જનરલ છે. ડેનમાર્કનાં કોપેનહેગેનમાંથી તેમણે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. તેમનું મુખ્ય સંશોધન હ્યુમન જીન્સનાં મેપીંગ અને ક્લોનીંગને લગતું છે. ચોખાનો જેનોમ ઉકેલી તેમણે ૨૦૦૨નાં ૫ એપ્રિલનાં 'સાયન્સ' મેગેજીનનાં કવર પેજ પર જેનોમને ચમકાવ્યો હતો. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સનાં સભ્ય છે. ચીનની ફિલ્ડ ઓફ લાઈફ સાયન્સનાં 'હાઈટેક' પ્રોગ્રામની એક્સપર્ટ કમીટીનાં સભ્ય છે. ૧૯૯૯માં બિજીંગ જેનોમીક્સનાં પ્રમુખ વાંગ જીઆન સાથે મળીને 'બીજીઆઈ'ની સ્થાપના કરી હતી.
કંપનીનાં પ્રમુખ વાંગ જીઆને એવરેસ્ટ ચઢાણ જેવું ભગીરથ કામ પણ કર્યું છે. ટિબેટમાં વસતાં લોકો ખૂબ જ ઉંચાઈ ઉપર કઈ રીતે ટકી શકે છે તે માટે જવાબદાર જનીનની પણ શોધ કરી છે. અને ૨૦૧૦માં તેમણે ખરેખર એવરેસ્ટ શીખર પર પવર્તારોહણ કરી, એવરેસ્ટ શીખર સર કર્યું છે. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ બહારનાં લોકોને કંપનીનું લોજીક સમજાતું નથી. ડેપ્યુટી ડાયરેક્ટર ઝુ ઝુન ૧૦૦૦ જેટલાં બાયો-ઈન્ફરમેટીક્સ ગુ્રપનું સંચાલન કરી રહ્યાં છે. ૨૦૧૦માં 'નેચર'નાં તંત્રીલેખમાં જણાવાયું હતું કે શું ખરેખર પીએચડી અભ્યાસની જરૃર છે ખરી? બાય ધ વે, ઝુ પોતાનો પીએચડી અભ્યાસ છોડીને, 'બીજીઆઈ'માં જોડાઈ ગયા હતા. કંપનીનાં લોકો તેને 'લીવર' જેવાં માનવાચક નામે બોલાવે છે. જે શાખાનાં અભ્યાસ દરમ્યાન ખૂબ જ અધીર અને જીજ્ઞાાસુ હતાં અને રિઅલ વર્લ્ડનાં અનુભવોમાં અતિ આતુર. ઝુની ઓફિસની દિવાલ ઉપર માઈકોસોફટનાં બિલ ગેટે લખેલ પત્ર છે જેમાં 'ગેટ ફાઉન્ડેશન' બીજીઆઈ સાથે એઝીકલ્ચરલ જેનોમીક્સ માટે ભાગીદારી દર્શાવે છે.
બીજીઆઈનાં યાંગ જીઆન કહે છે કે અમને વિજ્ઞાાનનું આકર્ષણ છે. મારો ડાબો હાથ બિઝનેશ કરીને નાણા બટોરે છે તો જમણો હાથ બેઝીક રિસર્ચ કરીને નામના અને પ્રગતી મેળવે છે. તાજેતરની હોનઝોનની બાયોેેટેકનોલોજીની કોન્ફરન્સમાં 'સ્વાગત' પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેની પ્રથમ સ્લાઈડ ઉપર લખ્યું હતું કે 'વર્લ્ડ કલાસ સાયન્સ વર્લ્ડ કલાસ બિઝનેસ.'
તારીફોનાં તોરણો બાધ્યા પછી ચીનનાં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટનાં દિમાગ અને પ્રયોગશાળામાં શું ચાલી રહ્યું છે તેનો ગ્રાફ મેળવીએ તો જેમ ચીન અન્ય કંપનીનાં ઉત્પાદનોને રિવર્સ એન્જીયરીંગનાં કમાન્ડ વડે ઓરીજીનલ કરતાં વધારે આકર્ષક ડુપ્લીકેટ ઉત્પાદનો પેદા કરે છે બસ... આ રીતે અન્ય લોકોનાં વિચારબીજ ઉપર પણ તે અમલ કરે છે. મિશીગન સ્ટેટ યુનિવર્સિટીનાં ઉપ-પ્રમુખ સ્ટીવ સું એ વિચાર્યું હતું કે મનુષ્યની બુદ્ધિ શક્તિ અને તેજસ્વીતા પાછળ ક્યું જનીન કામ કરે છે તે શોધી કાઢવું જોઈએ. ઝાઓ બોવેનનાં માર્ગદર્શન હેઠળ બીજીઆઈ ૨૦૦૦ જેટલાં અમેરિકનોનો જેનોમ ચકાસશે. આ અમેરિકનોનો આઈક્યુ ૧૬૦ કરતાં વધારે હશે.
લંડનની કિગ્સ કોલેજનાં સાયકોલોજીસ્ટ રોબર્ટ પ્લોમીન અનેક લોકોનાં બ્લડ સેમ્પલ એકઠા કરી રહ્યાં છે. જેમાંથી ડિએનએ મેળવીને, બીજીઆઈ અતિ બુદ્ધિશાળી અને સામાન્ય માનવીનાં જનીનોમાં રહેલ તફાવત શોધશે. આ કામ થોડું જોખમી ખરું! અને થોડું વિવાદાસ્પદ પણ ખરું! એવું બને કે અતિશય મેઘાવી માનવીનું મગજ સર્જવા પાછળ હજારો જનીનો પણ કામ કરતાં હોય. જેની પાછળ દોઢથી બે કરોડ ડોલરનો ખર્ચ આવે તેવો પ્રોજેક્ટ બીજીઆઈ સંશોધન અર્થે 'મફત'માં કરી રહી છે. ઓટીઝમથી પીડાતા બાળકોનાં દસ હજાર કુટુંબોનો ફેમીલી હિસ્ટ્રી તપાસી તેમની ડિએનએ સિકવન્સ પણ તૈયાર કરવામાં આવશે. ડેનમાર્કમાં બીજીઆઈની શાખા ૩૦૦૦ પાતળા માનવી અને ૩૦૦૦ સ્થુળકાય (મેદસ્વી) લોકોનો જેનોમ ઉકેલી કુદરતનો કરિશ્મા શોધવાની કોશિશ કરી રહ્યું છે.
માત્ર સંશોધન ક્ષેત્રે જ નહીં, મેડીકલ જગત માટે બીજીઆઈ સુવિધા પુરી પાડશે. ફિલાડેલ્ફીયાની વિશ્વપ્રસિદ્ધ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિએનએ એનાલીસીસ સેન્ટર ખોલશે. શેનઝેનનાં બાયો ઈન્ફરમેટિક્સનાં નિષ્ણાતો હંગામી વિઝા મેળવી ત્યાં, પાંચ સિકવન્સીંગ મશીન બેસાડવા જઈ રહ્યાં છે. માતાપિતાનાં યુવાન સંતાનો જેમને વણઓળખાયેલાં રોગ થઈ રહ્યાં છે તેમનો જેનોમ પણ બીજીઆઈ ઉકલશે. બીજીઆઈ મેડિકલ વર્લ્ડ માટે નવાં પ્રકારના જીનેટિક ટેસ્ટમાં આવિષ્કાર કરી રહી છે. જેમાં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોને વધારે શીખવા અને વધારે જાણવા મળશે. ચીનમાં પણ બીજીઆઈ જીનેટીક ટેસ્ટીંગ સેન્ટરો ચલાવે છે. પરંતુ અમેરિકામાં આવા સેન્ટરો ઉપર કડક નિયંત્રણો છે.
અમેરિકામાં બિઝનેસ વધારવાની પણ ચીનની આંતરીક મનીષા છે. કેલિફોર્નિયાની ફડચામાં જઈ રહેલ કંપનીને બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટે ખરીદવા ભાવ ભર્યા છે. કંપ્લીટ જેનોમીક્સ ઓફ માઉન્ટેન વ્યુ ખરીદવા બાર કરોડ ડોલર જેવી મોટી રકમ ચુકવવા તૈયાર છે. મનુષ્યનાં જેનોમને ઉકેલવા માટે આ કંપની ખૂબ જ જટીલ ટેકનોલોજી વાપરી રહી છે. ૨૦૧૨માં કંમ્પ્લીટ જેનોમિક્સે, વિશ્વમાં ઉકેલાયેલા કુલ ડિએનએ ડેટાનો ૧૦ ટકા હિસ્સો ઉકેલ્યો હતો પરંતુ, તે ધંધામાં ખોટ કરી રહી છે.
બીજીઆઈએ કંમ્પ્લીટ જેનોમીક્સ માટે જે ભાવ ઓફર કર્યા છે તેનાથી અમેરિકન કંપનીઓનાં પેટમાં તેલ રેડાયું છે. અમેરિકન કંપનીઓ જેનોમીક્સનાં ટ્રેડ સિક્રેટ 'ચીન'નાં હાથમાં જવા દેવા માંગતી નથી. કંમ્પ્લીટ જેનોમિક્સને ડિએનએ સિકવન્સીંગ મશીન પુરા પાડનાર અમેરિકન કંપની 'લ્યુમિના' કંપની સાથેનાં કરારનો ભંગ કરીને તેને મશીનો આપવા માંગતી નથી. તેણે વોશિંગ્ટન સરકારને અપીલ કરી છે કે ચીનની બીજીઆઈ દ્વારા કંમ્પ્લીટ જેનોમીક્સનું ટેક ઓવર રોકવું જોઈએ. લ્યુમિનાનાં સીઈઓ જય ફલેટલી કહે છે કે 'કોકોકોલા'ની ફોર્મ્યુલા ચીનને વેચવા જેવી આ બાબત છે. અત્યાર સુધી ચીન અમેરિકાની મશીનરી ઉપર આધાર રાખતું હતું. અમેરિકાની સરહદોમાં ધુસીને ચીન ત્યાર બાદ, પોતાની નેકસ્ટ જનરેશન ટેકનોલોજી અમેરિકન ઈજનેરોની મદદથી જ વિકસાવી લેશે. અમેરિકન ડીએનએ ડેટાબેઝ ચાઈનીઝ સર્વરોમાંથી 'ટેરાબાઈટ'નાં પોટલાઓમાં પસાર થતો જશે.
અમેરિકન સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને આગળ ધરીને હાલ પુરતો, આ સોદો પેન્ડીંગ કરી દીધો છે. ભવિષ્યમાં શું થશે? ખબર નથી. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ નહીં પરંતુ, બીજીંગ સરકાર પણ જાણે છે કે બીજીઆઈનાં રસ્તામાં રૃકાવટ તો અનેક આવવાની જ છે. બીજીઆઈનાં યાંગ કહે છે કે, કંપનીનું ધ્યેય સારું અને સાચું છે. અમેરિકામાં હજારો ભટકતાં માઈગ્રન્ટ કામદારો છે. તેમને એક પ્રકારનાં 'કોર મિશન'માં ધંધે લગાડતાં, વિજ્ઞાાન સાથે સામાજીક સેવા પણ થઈ જશે. અમારો મકસદ કંઈક 'સારું' કરવાનો છે. અમેરિકા જાણે છે કે ચાઈનીઝ ડ્રેગનને સરહદો ઓળગીને અમેરિકાની ભૂમિ પર લાવવોનો પ્રયત્ન એટલે અમેરિકન સાયન્સ ઉપર 'મેડ ઈન ચાઈના'નો સીક્કો મારવો સાબીત થશે.

બ્રહ્માંડમાં સૌથી દૂર પહોંચ્યુ માનવસર્જીત વોયેજર યાન!
૧૯૭૭માં રવાના થયેલું 'વોયેજર-૧' કલાકે ૬૧,૨૦૦ કિમીની ઝડપે સફર ખેડી રહ્યું છે
પૃથ્વી પરથી બ્રહ્માંડમાં સૌથી દુર પહોંચેલુ માનવસર્જિત યાન
માનવ દ્વારા નિર્મિત કોઈ પદાર્થ બ્રહ્માંડમાં આટલે દૂર પહોંચ્યો નથી 'વોયેજર-૧' યાન પૃથ્વીથી અંદાજે ૧૮.૫૦ અબજ કિલોમીટર દૂર છે!
હ્યુસ્ટન, તા.૨૫
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'એ ૧૯૭૭માં સુર્યમાળાનો અભ્યાસ કરવા રવાના કરેલા 'વોયેજર-૧' યાને અનોખો બ્રહ્માંડવિક્રમ સ્થાપ્યો છે. પૃથ્વી પરથી બ્રહ્માંડમાં સૌથી દુર પહોંચેલુ માનવસર્જિત યાન વોયેજર-૧ બન્યું છે. આ પહેલાં કોઈ પણ માનવનિર્મિત પદાર્થ બ્રહ્માંડમાં આટલે દૂર પહોંચ્યો નથી. અત્યારે (૨૫ મે, ૨૦૧૩ના દિવસે) યાન પૃથ્વીથી ૧૮,૪૭,૮૨,૬૦,૫૦૦ કિલોમીટર દૂર છે અને તેનો પ્રવાસ દર કલાકે ૬૧,૨૦૦ કિલોમીટરની ઝડપે ચાલુ જ ! અત્યારે વોયેજર પૃથ્વી અને સુર્ય વચ્ચેના અંતર કરતાં ૧૨૪ ગણુ દૂર છે.
વોયેજર ફ્લાય-બાય પ્રકારના મિશન પર ગયું છે. મતલબ કે કોઈ ગ્રહ પર ઉતરાણ કરવાને બદલે તેના રસ્તામાં આવતા ગ્રહોની બાજુમાંથી પસાર થાય અને જે-તે ગ્રહની વિગતો-તસવીરો પૃથ્વી પર મોકલાવે. આગળ વધે અને બીજા ગ્રહની પણ એ જ રીતે વિગતો મોકલાવે. વોયેજર-૧નું મુખ્ય કામ ગુરુ અને શની ગ્રહની બાજુમાંથી પસાર થઈ તે અંગેની વિગતો મોકલાવવાનું હતું જે તેણે બખુબી પૂર્ણ કર્યું છે. વિજ્ઞાાનીઓ પાસે આજે ગુરુ અને શની વિશે જે માહિતી છે, તે વોયેજર-૧ને આભારી છે.
વોયેજર-૧ યાન રવાના થયું ત્યારે તેનાં દસ ઉપકરણો કાર્યરત હતાં, જેમાંથી હવે પાંચ કામ કરે છે. બંધ થયેલા ઉપકરણમાં કેમેરાનો પણ સમાવેશ થાય છે, એટલે હવે વોયેજર પોતાના પ્રવાસમાર્ગના ફોટા નથી મોકલી શકતું પરંતુ ડેટા સતત નાસાને પહોંચાડતુ રહે છે. ઊર્જા બચાવવા જરૃરી ન હોય એવા ઉપકરણો નાસાના વિજ્ઞાાનીઓ પૃથ્વી પર બેઠા બેઠા જ રિમોટ-કન્ટ્રોલ દ્વારા બંધ કરી દીધા છે. વોયેજર-૧ યાન ૩૧૫ વોટની પ્લુટોનિયમ સંચાલિત બેટરીથી પ્રવાસ ખેડે છે. એ બેટરીનો પાવર દર વર્ષે ૪ વોટ લેખે ઘટતો જાય છે. હાલની સ્થિતિ પ્રમાણે જોતાં ૨૦૨૫ સુધી તો વોયેજર-૧ નાસાના સંપર્કમાં રહેશે જ.
દરમિયાન હાલ તે પૃથ્વીથી ૧૮ અબજ કિલોમીટર કરતાં વધુ દૂર આવેલા 'હેલિયોસહિથ (હેલિયો એટલે સૂર્ય અને હીથ એટલે સપાટ જગ્યા)' નામના સૂર્યમાળાના છેવાડે આવેલા પ્રદેશ નજીક પહોંચ્યુ છે. તેના ૧૯૭૦ના દાયકામાં થોડા વર્ષ કામ આપવા માટે બનેલા ઉપકરણો આજે પણ એવાને એવા જ કામ આપે છે, એ સંશોધકો માટે પૂંછડિયો બેટ્સમેન આવીને સદી મારી જાય એવી કૌતુકભરી વાત બની છે! વોયેજર-૧ બાજ નાસાએ વોયેજર-૨ પણ રવાના કર્યું હતું, જે વોયેજર-૧ના પગલે પગલે બ્રહ્માંડની સફર કાપી રહ્યું છે. વોયેજર-૨નો પણ પ્રવાસ ચાલુુ જ છે, પણ પાછળથી રવાના થયું હોવાથી હજુ તેના નામે અંતરનો વિક્રમ નથી નોંધાયો. ૧૯૬૯માં ચંદ્ર પર અમેરિકાએ એપોલો-૧૧ યાન ઉતાર્યું ત્યારથી આજદિન સુધીમાં વિવિધ ૨૦૦થી વધારે યાનો અવકાશની સફરે રવાના થયા છે. એ બધામાં કાર્યક્ષમતાની રીતે વોયેજર-૧ સૌથી સિનિયર સાબિત થયું છે.