20130602

શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

સ્વાદ માણવા અને ટાઢક મેળવવા માટે ખવાતા આઇસક્રીમનો મજેદાર ભૂતકાળ

તમે  જો એક કપ આઇસક્રીમનો થોડોક સમય બહાર રાખી મૂકો તો તમને જાણ થશે કે તેનું કદ મોટા પાયે ઓછું થઈ ગયું છે. તે મૂળ કદ કરતાં એક તૃતીયાંશ ભાગનો થઈ ગયેલો જોવા મળશે. જો તમે આ પીગળેલા પ્રવાહીને ગરમ કરીને પાછું ઠંડું પાડશો તો તેનું પ્રમાણ પાછું અડધું થઈ જશે. આ જોતાં એક વાતની સાબિતી મળે છે કે આઇસક્રીમમાં હવાનું પ્રમાણ વધુ રહેલું હોય છે અને આઇસક્રીમ હંમેશાં કદ પ્રમાણે જથ્થામાં વેચાય છે, નહીં કે વજન ઉપર.
આઇસક્રીમ માત્ર આનંદ મેળવવા કે ખુશીના પ્રસંગે, પાર્ટીમાં જ વપરાશમા ંલેવામાં આવે છે. તેને આનંદ પ્રમોદ માટેનો ખોરાક માનવામાં આવે છે, પણ એક મહત્ત્વની વાત જણાવું કે આઇસક્રીમ પોષક તત્ત્વોથી ભરેલો છે. અને પ્રમાણમાં બીજાં પોષક તત્ત્વો કરતાં સસ્તો છે. વેનિલા આઇસક્રીમના કપમાં સરેરાશ ૨૦૦ કેલેરી, ૩.૯ ગ્રામ પ્રોટીન, ૦.૩૧ ગ્રામ કેલ્શિયમ, ૦.૧૦૪ ગ્રામ ફોકસ્ફરસ, ૦.૧૪ ગ્રામ લોહ, ૫૪૮ આઇયુ (ઇન્ટરનેશલ યુનિટ અર્થાત આંતરરાષ્ટ્રીય એકમ) વિટામીન એ, ૦.૦૩૮ મિલીગ્રામ થાઈમાઇન અને ૦.૨૩૬ મિલીગ્રામ રિબોફ્લેવિન રહેલાં હોય છે.
આઇસક્રીમ ઉદ્યોગ દિવસેને દિવસે વિકાસ પામતો જાય છે. ખાસ કરીને અમેરિકામાં તેનો વિકાસ સારો એવો થાય છે. જગતમાં માથાદીઠ સૌથી વધુ આઈસક્રીમો અમેરિકનો ખાય છે. પણ આઇસક્રીમ ત્યાં નથી શોધાયો.
આઈસક્રીમ મૂળ યુરોપમાંથી આવ્યો. ઇટાલી તરફથી યુરોપને બરફનું જ્ઞાાન મળ્યું હતું. પાણી થીજીને બરફ થાય છે. અને આ પાણીમાં બીજાં ફળોના રસ નાખી રાખવામાં આવતા હતા. ઠંડીને કારણે તે જામી જતાં અને બરફનો જ તે પ્રકાર હોવાથી તેને આઇસક્રીમ કહેવામાં આવે છે.
ફળોનો રસ કે મધવાળું દૂધ થીજી જઈ ઘટ્ટ ક્રીમ જેવું બને તેથી બરફ જેવા આ ક્રીમને આઇસક્રીમ કહેવાનો રિવાજ પડયો. ઇટાલીમાં સખત બરફ પડતો અને દારૃ તથા બીજાં ફળોનો રસ થીજી જતાં ઇટાલીએ યુરોપને આઈસક્રીમનું જ્ઞાાન આપ્યું. યુરોપમાંથી કાળક્રમે બીજા દેશોમાં આઇસક્રીમ વિશ જાણ થતી ગઈ.
૧૩મી સદીમાં માર્કોપોલો પોતાની પ્રસિદ્ધ મુસાફરી પરથી પાછો ફર્યો. ત્યારે જુદા જુદાં પ્રકારની પાણીના બરફની વાનગીઓ ઇટાલી લાવ્યો હતો. માર્કોપોલોએ ચીજોમાં જોયું હતું કે લોકો દૂધમાં બરફ ભેળવીને તેને ઘાટો કરી નાખે છે. જેને દૂધનો આઇસક્રીમ કહેવાતો. ધીમે ધીમે સૌકાઓ વીતતા ગયા અને ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ ખાતે જુદી જુદી વાનગીઓ તૈયાર થવા લાગી. બરફ સાથે ભેળવીને ધીમે ધીમે તેમાં મીઠું ઉમેરવામાં આવ્યું. જરૃર પ્રમાણે સાકર પણ ઉમેરવામાં આવતી. પાક શાસ્ત્રનું એત અંગ્રેજી પુસ્તક અઢારમાં સૌકામાં બહાર પડયું હતું. તેમાં એક વાનગી હતી. બટર આઈસીસ ઓર ક્રીમ આઇસીસ.'
આ પુસ્તક અમેરિકામાં ધૂમ વેચાયું અને તેની આ વાનગીને અમેરિકાએ   ૧૯ મે, ૧૭૭૭ન ા દિવસે ફિલિપલેન્ઝી દ્વારા પ્રથમ વાર આઇસક્રીમની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં સૌથી પહેલાં રાષ્ટ્રપ્રમુખની પત્ની અને અમેરિકાની એ વખતની પ્રથમ મહિલા ડોલી મેડિસને ૧૮૦૯માં મહેમાનોને આઈસક્રીમ પીરસ્યો હતો.   પરંતુ આઇસક્રીમ આ એવી વાનગી છે. જે જમ્યા પછી લેવામાં આવે છે અને તેને વધુ વાર એવો ને એવો રાખેલ મુશ્કેલ છે. તે જલદીથી પીગળી જતો હોવાથી તેને સાચવવા ખાસ પ્રકારની  પેટીઓ પણ તૈયાર કરવામાં આવની જેની સુરેલી આવૃત્તિને પાછળથી રેફ્રિજરેટર કે ડીપ ફિઝર નામ આપવામાં આવ્યું. એમ કહેવાય છે કે આઇસક્રીમ, જરા પણ નુકસાનકર્તા નથી. પણ વધુ પડતો ઠંડો કરેલો આઇસક્રીમ ખાવાથી શરદી થાય છે તેનું કારણ આઇસક્રીમ નહીં પણ બરફ છે.
સમુદ્રમાં થતા એક ખાસ પ્રકારના છોડમાંથી સોડિયમ એલ્ગિનેટ ઉત્પન્ન થાય છે. મોટા ભાગના ઉત્પાદકો સોડિયમ એલ્ગિનેટનો ઉપયોગ આઇસક્રીમ બનાવવામાં કરે છે. તે જો પ્રમાણસર વપરાય તો ઓછા નુકસાનકારક છે. પણ જો તેની માત્રા વધી જાય તો તેનાથી મોટા ભાગના ગળાના રોગ થતા જોવા મળે છે. એ નિયમ અનુસાર  આઇસક્રીમ બનાવવા તેના મિશ્રણને ૨૩થી ૨૯ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી કે તેથી ઓછી ડિગ્રીએ બરફમાં રૃપાંતર કરવું જોઈએ. જો ૩૫ ડિગ્રી સેન્ટિગ્રેડ  પર તેને ફ્રીઝ કરવામાં આવે તો જે આઇસક્રીમ તૈયાર થાય તે એટલો બધો કઠણ હોય કે માણસનું માથું તેની ઉપર પછાડો તો માથું તૂટે, પણ આઇસક્રીમને અસર ન થાય.
એ વાત ખોટી છે કે બધા જ આઇસક્રીમો ચોખ્ખા અને પચી જાય તેવા હોય છે.
આઇસ્ક્રીમના ઉત્પાદકોએ આઇસક્રીમમાં વપરાતી દરેક વસ્તુને ચકાસવી જોઈએ. દા. ત. દૂધ ખરાબ હોય તો ખબર પડી જાય પણ સીતાફળનો આઇસક્રીમ બનાવતી વખતે સીતાફળ ખરાબ હોય અને તે ઉપયોગમાં લેવાય  તો આઇસક્રીમ ખરાબ થવાનો જ એટલે ફ્રીઝ કરતાં પહેલાં દરેક દરેક પદાર્થની ગુણવત્તા ચકાસી લેવી જોઈએ.
બે સદી પૂર્વે ગૃહિણીઓને એ વાત બરાબર ખબર હતી કે માખણ તથા ચીઝ કેવી રીતે બનાવવાં પણ આઇસક્રીમ તૈયાર કરતાં નહોતું ફાવતું. કેફેના રસોઈયા જ બરફને યથાવત રાખવાની કળા જાણતા હતા. ધીમે ધીમે આઇસક્રીમની બનાવટમાં સુધારો થવા લાગ્યો. તેનું વેપારીકરણ થયું અને ૧૮૫૧માં બાલ્ટિમોરના ફૂસેલ નામના પ્રથમ અમેરિકન દ્વારા આઇસક્રીનો જથ્થાબંધ ધોરણે વેપાર શરૃ થયો. ફૂસેલે તો ત્યાર બાદ વોશિંગ્ટન ડિસી, બોસ્ટન અને ન્યુ યોર્ક ખાતે આઇસક્રીમ તૈયાર કરવાની ફેક્ટરીઓ ઊભી કરી હતી.
૧૯૦૬માં અમેરિકાના કૃષિ ખાતાએ આઇસક્રીમની વ્યાખ્યા આ મુજબ કરી હતી. એક થીજેલો પદાર્થ જે ક્રીમ અને સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછા ૧૪ ટકા જેટલી દૂધની ફેટ મેળવવામાં આવે છે. અને જરૃર પડયે કુદરતી ફ્લેવર પણ નાખવામાં આવે છે. માત્ર ફ્લેવર વાપરો તો પણ ચાલે. ફળ અને સૂકા મેવાના આઇસક્રીમમાં ઓછામાં ઓછી ૧૨ ટકા જેટલી દૂધની ફેટ મેળવવામાં આવે છે. આ છે આઇસક્રીમની વ્યાખ્યા. પણ આજે નામાંકિત કંપનીઓ સિવાય બીજા જે આઇસક્રીમ બનાવે છે તેઓ આ નિયમોનું પાલન કરતા નથી. દૂધની ફેટ તો ખાસ જરૃરી છે. દૂધની ઓછી ફેટથી તૈયાર કરેલા આઇસક્રીમ ઉપર ભારતમાં પ્રતિબંધ છે. કારણ કે ભારતમાં આઇસક્રીમના મુખ્ય ગ્રાહકો નાના બાળકો છે તેમ છતાં ઘણા લોકો એવા છે જેઓ નિયમો તોડવામા ંજ માનતા હોય છે. તેઓ ઓછી ફેટ દ્વારા તૈયાર કરેલા આઇસક્રીમ બજારમાં  વેચે છે. આઈસક્રીમ પોષક તત્ત્વોથી ભરપૂર છે. પછી તેની અંદર નિયમાનુસાર દૂધ, સાકર, ક્રીમ, મીઠું ભેળવેલું હોય તો, નહીં તો તે હાનિકર્તા પણ છે. ભારતમાં આઇસક્રીમના એક ઉત્પાદકે  જણાવ્યું હતું કે તેમના કુલ ગ્રાહકોના ૨૦ ટકા જ બાળકો છે. જ્યાં ડેરી તરફથી તૈયાર થયેલા આઇસક્રીમ નથી મળતો. ત્યાં અનેક એવું ઉત્પાદકો પેદા થાય છે કે જેઓ દૂધની મલાઈને સ્થાને નાળિયેરના તેલ ઉપર ખાસ પ્રક્રિયા કરી તેની મલાઈ તૈયાર કરી આઈસક્રીમ તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરે છે. આવી રીતે તૈયાર કરાયેલો આઇસક્રીમ ખૂબ જ સસ્તો હોય છે. કાયદાની ભાષામાં આને આઇસક્રીમ કહેવાય નહીં અને આવા આઇસક્રીમમાં માત્રા બે ટકા જેટલી ચરબી રહેલી હોય છે.
૧૯૬૦માં પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ (પીએફએ) લાગુ પાડવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ આઇસક્રીમમાં વપરાતી મલાઈ સિવાયની બીજી વસ્તુનું વજન ૩૬ ટકા હોવું જોઈએ જ્યારે  મલાઈનું  વજન ૧૦ ટકા જેટલું હોવું જોઈએ.  આઇસક્રીમ જ્યારે ફળ તેમ જ સૂકા મેવાની મદદથી તૈયાર કરવામાં આવે ત્યારે દૂધની મલાઈ જો થોડીક ઓછી હોય તો ચાલી શકે પણ તે પણ આઠ ટકા કરતા ઓછી તો ન જ હોવી જોઈએ. એમા ંપાછો સ્ટાર્ચ તો ઉમેરવો  જોઈએ જ નહીં. આ કૃત્રિમ રીતે સ્વાદ અને વજન વધારવાની રીત છે અને કાયદાની દ્રષ્ટિએ સ્ટાર્ચ વાપરનારા ગુનેગાર ઠરે છે.
હવે તો દરેક વસ્તુનું વેપારીકરણ આસાનીથી થતું હોય છે. વેપારની હરીફાઈમાં આઇસક્રીમની ગુણવત્તા વધારવાના પ્રયાસ કરતા અનેક લોકો સસ્તા ભાવે આઇસક્રીમ આપે છે. સ્વાદમાં તે સારો લાગે પણ તેમાં તોઆ સ્ટાર્ચનો ઉપયોગ કરે છે. જિલેટીન તથા તેના જેવી બીજા  પદાર્થોનો ઉપયોગ કરનારા ભારતમાં ઓછા નથી. વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ  કરનારા પણ ઓછા નથી. આઇસક્રીમ ભલે મોંઘો પડે પણ સારી ગુણવત્તા ધરાવતો જ લેવો, જેનું બજારમાં ખરેખર નામ મોટું હોય તેવી ખ્યાતનામ કંપનીના આઈસક્રીમ જ બાળકોને ખવરાવવા જોઈએ.
આઇસક્રીમ તૈયાર થઈ ગયા બાદ તેના પેકિંગમાં તેના સ્ટોરેજમાં પણ ખ્યાલ રાખવો જોઈએ નહીં, તો આઇસક્રીમ પીગળી જવાની પૂરી શક્યતા છે. ત્યાં સુધી કે આઇસક્રીમને પેક કરતાં મશીનોને બરાબર સાફ કરેલા હોય તો પણ અચાનક જો કોઈ કચરો કે હવામાંનો ભેજ પણ તેને લાગી ગયો તો આઇસક્રીમ પાચનતંત્ર ઉપર ખરાબ અસર કરે છે.
ભારતમાં જોકે હવે આઇસક્રીમનું ઉત્પાદન થાય ત્યાંથી લઈ ગ્રાહકના હાથમાં જાય ત્યાં સુધી પૂરતી જાળવણી કરવામાં આવે છે. અને તેની યોગ્ય દેખરેખ રખાય છે. યોગ્ય જાળવણી ન રાખનારને સજાની જોગવાઈ પણ છે.
તમે ક્યારેય પણ આઇસક્રીમ ખરીદો તો ફેમિલીપેકમાં ખરીદવો હિતાવહ છે અને તેને રાખી  મૂકવાને બદલે જેટલો જલદી આરોગી જાઓ તેટલો ફાયદો તમને થશે. આઈસક્રીમથી શરદી થાય તેમ કહેવું ખોટું છે. બીજા  કોઈ પણ કારણસર શરદી થઈ શકે છે.
આઇસક્રીમ વિશે ખાસ
૧૦૦ ગ્રામ જેટલા આઇસક્રીમમાં ૨૦૦ કેલેરી, ૧૦ ગ્રામ ચરબી, ચાર ગ્રામ પ્રોટીન રહેલાં છે. ૧૦૦ ગ્રામમાં ૫૦ ગ્રામ હવા અને ૫૦ ગ્રામ અન્યપદાર્થો હોય છે. આજકાલ  વધુ લોકપ્રિય બન્યો છે તે 'સોફ્ટી આઇસક્રીમમાં માણખનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. એક આઇસક્રીમ વજનમાં ભારે લાગે તે ખાવાનું ટાળવું જોઈએ, કારણ તેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે. પિસ્તા કાજુના આઇસક્રીમમાં કેલરીનું પ્રમાણ બરાબર જળવાઈ રહે છે. ઉપરાંત પિસ્તા તેમ જ કાજુની અંદર રહેલા પોષક તત્ત્વોનો પણ લાભ મળે છે. આઇસક્રીમને મોસંબી જેવાં તાજાં ફળ ઉપર આપવો જોઈએ જેથી વિટામીન સી પણ મળી રહે.
માત્ર બરફમાંથી તૈયાર કરવામાં આવતી કુલફીઓ ખાવાથી નુકસાન થાય છે. ગળાના રોગનો ભોગ બનાય છે. આઇસક્રીમ દૂધની મલાઈનો જ બને અને તેવો જ આઇસક્રીમ ખાવાનો આગ્રહ રાખવો  જોઈએ. આજકાલ કાડોમેન પાઉડરનો ઉપયગ વધુ કરવામાં આવે છે. સુગંધ માટે ખાસ પ્રકારના બી પણ વપરાય છે. કુલફી કરતા ચોસલાવાળો આઇસક્રીમ ખાવો જેથી તમે તેની મજા માણી શકો. રોગનો  કે આડઅસરનો ભય ન રહે. આઇસક્રીમમાં જેમ પ્રોટીન અને કેલેરીનું પ્રમાણ વધારે તેમ તે વધુ સારો. ચોસલાવાળા આઇસક્રીમમાં બન્ને તત્ત્વો સારાં પ્રમાણમાં રહેલાં હોય છે.
-Gujarat Samachar

બ્રિટનની ઇસ્ટ એન્ડ ફૂડ્સ કંપની ભારતના મસાલા ભારતને જ વેચશે !

ઉચ્ચ ગુણવત્તા અને શુદ્ધતાના નામે

તાજેતરમાં કેમેરોનની મુલાકાત વખતે રૃા. ૫૦ લાખમાં કંપનીને કરાર મેળવેલો



(પી.ટી.આઇ.)    લંડન, તા.૨૬
બ્રિટનની એક કંપનીએ ભારતીય તેજાના, લવિંગ, તજ વગેરે ભારતને જ પાછા વેચાતા આપવાનો ૬૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૫૦ લાખ રૃા.)નો કરાર કર્યો છે. બર્મિંગહામમાં આવેલી 'ઇસ્ટ એન્ડ ફૂડ'નામની આ કંપનીએ ચાલુ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં વડાપ્રધાન ડેવિડ કેમેરોને કરેલા વ્યાવસાયી પ્રવાસ દરમ્યાન કર્યો હતો.
આ સંદર્ભે કંપનીના ડાયરેક્ટર જેસન વોહરાએ જણાવ્યું હતું કે ભારતમાં હાલ ઉચ્ચ મધ્યમ વર્ગમાં વધારો થઇ રહ્યો છે જે તેજાના તેમજ ખાદ્ય ચીજોની ગુણવત્તા માટે નાણાં ખર્ચવા તૈયાર છે. આ માંગ દેશના ઘણા વિસ્તારોમાં પૂર્ણ થઇ શકતી નથી અથવા તે યોગ્ય ગુણવત્તાનું સ્તર જળવાતું નથી. જ્યારે અમે તેના પર નજર સ્થિર કરી છે. તે ઉપરાંત ભારતમાં એક વર્ગ 'બ્રાંડ બ્રિટન' ખરીદવા ઉત્સુક છે. તેઓ પણ આ પ્રકારની ખરીદીમાં સહભાગી બનશે. આમ અમે ભારતીય બજારમાં નોંધપાત્ર વ્યાપારની અપેક્ષા રાખીએ છીએ. આતો માત્ર હજી શરૃઆત છે. તેમ તેઓ એ ઉમેર્યું હતુ.

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

બે વ્યક્તિ વચ્ચે 'ટેલિપથી'ની પ્રક્રિયા ઉદ્ભવે ત્યારે

કેટલીક વાર 'સમાનુભૂતિ' પણ થાય છે !

- સમુદ્રના અત્યંત નીચલા સ્તરે રેડિયો સંચાર વ્યવસ્થા ખોરવાઇ જાય છે પણ વિચારોના તરંગોના પ્રસારણમાં આવો કોઇ વિક્ષેપ કે અટકાવ આવતો નથી


વિચાર -તરંગોનું આદાન-પ્રદાન કે પ્રસારણ જે પ્રક્રિયાથી થાય છે તેને મનોવિજ્ઞાાનીઓ ટેલિપથી કહે છે. આ પ્રક્રિયામાં ઈન્દ્રિયોનો ઉપયોગ કર્યા વિના જ વિચાર તરંગોને એક મનથી બીજા મન સુધી મોકલી શકાય છે. આ વિચારોનું પ્રસારણ કોઇપણ જાતના અવરોધ વિના થાય છે. અર્વાચીન સમયે વૈજ્ઞાાનિક ક્ષેત્રમાં પણ ટેલિપથી અંગે વિવિધ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. વિખ્યાત રશિયન વિજ્ઞાાની ત્સિયોલકો વાસ્કીએ ૧૯૩૦માં એવું કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સુરક્ષિત અંતરિક્ષ યાત્રા માટે વિચાર-સંપ્રેષણ એટલે કે ટેલિપથીનું જ્ઞાાન જરૃરી બનશે. ઈ. સ. ૧૯૫૯માં અમેરિકન આણ્વિક સબમરીન નાટિલસ દ્વારા ટેલિપથીને લગતો એક પ્રયોગ કરાયો હતો જેમાં પૂરેપૂરી સફળતા મળી હતી. એ પ્રયોગ પરથી એ વાત સાબિત થઇ ગઈ કે માનવીના મગજમાંથી ઉદ્ભવતા વિચારોનું આદાન-પ્રદાન રેડિયો સંચાર વ્યવસ્થાથી ઘણું વધારે સારી રીતે કોઇપણ જાતના અવરોધ વિના અસ્ખલિત રીતે થઇ શકે છે. સમુદ્રના અત્યંત નીચલા સ્તરે રેડિયો સંચાર વ્યવસ્થા ખોરવાઇ જાય છે પણ વિચારોના તરંગોના પ્રસારણમાં આવો કોઇ વિક્ષેપ કે અટકાવ આવતો નથી.
અમેરિકન વિજ્ઞાાની ડગલસ ડીને ૧૯૬૦માં એક નવી શોધ કરી જેનું વિવરણ વિજ્ઞાાનીઓએ ૧૯૬૪માં એક વૈજ્ઞાાનિક સંમેલનમાં રજૂ કર્યું હતું. ડીને એક ખાસ પ્રકારનું યંત્ર બનાવી તેના થકી એવું દર્શાવ્યું કે ટેલિપથી દ્વારા જયારે વિચાર તરંગોનું પ્રસારણ કરવામાં આવે છે ત્યારે એનાથી શરીરના કોષોની પ્રક્રિયા પર અને લોહીના દબાણ પર પણ અસર પડે છે ! એટલે કે ટેલિપથીથી એક વ્યક્તિ બીજી વ્યક્તિના કોષોની આંતરિક પ્રક્રિયામાં સુધારો કરી શકે છે અને તેના બ્લડ પ્રેશરમાં પણ થોડી માત્રામાં ફેરફાર લાવી શકે છે. જે ભાવાત્મક સંબંધોથી વધારે ઘનિષ્ઠ રૃપે જોડાયેલા હોય તેમની વચ્ચે વિચાર-સંપ્રેષણ પ્રક્રિયા વધારે જલદી અને ચોક્કસપણે થાય છે. અગ્રગણ્ય વિજ્ઞાાનીઓ પણ હવે સ્વીકારે છે કે માનવ શરીર ટેલિવિઝન સીસ્ટમથી પણ વધારે શક્તિશાળી ઇલેકટ્રોનિક યંત્ર છે. માનવીના શરીર અને મનની સૂક્ષ્મ પ્રક્રિયાઓ અચરજમાં મૂકી દે તેવી વિલક્ષણ છે. વૈજ્ઞાાનિક સંશોધનો દર્શાવે છે કે શરીરમાં જ્યારે 'એડ્રિનાલિન'નો સ્રાવ થાય છે ત્યારે 'સિમ્પેથેટિક બર્જસ સીસ્ટમ'નું પ્રાધાન્ય હોય છે. આવી સ્થિતિને 'એડ્રિનર્જિયા' કહેવાય છે. આ સ્થિતિમાં ટેલિપથીનો સંદેશો સારી રીતે મોકલી શકાય છે. એ રીતે જયારે 'એસિટાઇલ કોલાઇન'નો સ્રાવ થાય છે ત્યારે 'પેરા સિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનું પ્રાધાન્ય હોય છે. તેને 'કોલિનર્જિયા' સ્થિતિ કહે છે. એ  સમયે ટેલિપથીનો સંદેશો સારી રીતે ગ્રહણ કરી શકાય છે.
ટેલિપથીની પ્રક્રિયા ઘટિત થાય ત્યારે કેટલીક વાર વિચારોના આદાન-પ્રદાનની સાથે ભાવ અને સંવેદનાની સમાનુભૂતિ પણ થતી હોય છે. આ સમાનુભૂતિની પરાકાષ્ઠામાં એક વ્યક્તિના શરીર પર જે ઘટિત થાય તે બીજાના શરીર પર પણ થતું જોવા મળે છે. ઉત્તર ઇંગ્લેન્ડના કોનિસ્ટન વોટર શહેરમાં રહેતી જોન સેવર્ન નામની એક મહિલાના જીવનમાં ૧૮૮૦ની સાલમાં એક ઘટના બની હતી. એક દિવસ સવારે તે એકદમ ચીસ પાડીને જાગી ગઈ. તેને એમ લાગ્યું કે તેનાં મોં પર કોઇએ જોરથી મુક્કો માર્યો છે. તેનો નીચલો હોઠ પૂરેપૂરો દાંત હેઠળ આવી ગયો છે અને તેને ઇજા થવાથી તેમાંથી લોહી નીકળી રહ્યું છે. લોહી જીભને અડકવાથી તેનો વિચિત્ર સ્વાદ આવી રહ્યો છે. લોહીને અટકાવવા તે પથારીની આસપાસ પડેલા રૃમાલને શોધવા લાગી. રૃમાલ મળતાં જ હોઠ પર લાગેલા લોહીને લૂંછવા લાગી. પછી રૃમાલ તરફ નજર કરી તો રૃમાલ પર કયાંય લોહીના ડાઘા દેખાયા નહીં. વધારે અજવાળાવાળા ભાગમાં આવીને રૃમાલને બરાબર ધ્યાનથી જોયો તોય તેના પર કયાંય લોહીનો ડાઘ જોવા ના મળ્યો. પછી દર્પણમાં જોયું તો હોઠ પણ બિલકુલ સાજોસમો હતો. તેના પર કયાંય દાંત હેઠળ કચડાવાનું નિશાન નહોતું ! તેને લાગ્યું કે કદાચ તે વહેલી સવારનું સ્વપ્ન હશે.
જોન સેવર્ને ઘડિયાળમાં જોયું તો સવારના સાત વાગ્યા હતા. તેની પાસે સૂતેલો તેનો પતિ તેની બાજુમાં નહોતો એટલે કદાચ તે વહેલો ઉઠીને નૌકા વિહાર માટે ગયો હશે એવું વિચાર્યું. આ વિચિત્ર અનુભવ બાદ તે ઘરના કામમાં લાગી ગઈ. જોન પતિ આર્થર થોડીવારમાં આવી પહોંચ્યો. ટેબલ પર તેનો નાસ્તો મૂકયો અને તે પણ તેની બાજુમાં બેઠી. આર્થર ટેબલ પર પડેલો જોનનો રૃમાલ ઉઠાવીને તેના નીચલા હોઠ પર વારંવાર દબાવી રહ્યો હતો એટલે તેને નવાઇ લાગી. જોને જોયું તો આર્થરનો નીચલો હોઠ સૂજી ગયો હતો. તેણે તેનું કારણ પૂછયું ત્યારે આર્થરે તેની આપવીતી જણાવતાં કહ્યું - 'ભગવાનની કૃપા સમજ કે હું હેમખેમ પાછો આવ્યો. મને નૌકા વિહાર કરવા ગયો ત્યારે સમુદ્રનું વાવાઝોડું નડયું. મારી હોડી ફૂટબોલના દડાની જેમ ઉછળવા લાગી અને હું ઉછળીને મારી બાજુમાં બેઠેલા યુવાન ખેડૂત પર પડયો. તેણે ગુસ્સામાં આવીને મારા મોં પર જોરથી મુક્કો માર્યો. તેનાથી મારો નીચલો હોઠ દાંત હેઠળ આવી કચડાઈ ગયો. તેમાંથી લોહી નીકળવા લાગ્યું. સમુદ્રના તોફાનમાં કયાંક હોડી ઊંધી પડી જશે તો એવું વિચારી તને યાદ કરતો હતો ત્યાં વળી પેલા યુવાન પર પડયો અને એનો મુક્કો વાગ્યો ! જોને આશ્ચર્ય સાથે કહ્યું, સવારે સાત વાગે મને પણ એવો જ અનુભવ થયો કે કોઇએ મારા મોં પર મુક્કો માર્યો હોય અને હોઠ દાંત હેઠળ કચડાવાથી જાણે લોહી ના નીકળી રહ્યું હોય !
વિચાર-સંચાર અને સમાનુભૂતિની એક અદ્ભુત ઘટના મહર્ષિ રામકૃષ્ણ પરમહંસના જીવનમાં પણ બની હતી. એક વાર તે એમના શિષ્યો સાથે ગંગાના કિનારે આવ્યા. મનમાં એમના આરાધ્ય દેવી કાલિકાનું ધ્યાન લાગેલું હતું એટલે ભાવાવેશની સ્થિતિમાં હતા. હોડીમાં બેસી તે બધા સામેના કિનારે જવા માગતા હતા. તેમણે જોયું તો તે ઊભા હતા તે કિનારે એક હોડીવાળો સામે કિનારેથી એ કિનારે લઇ આવેલા એક મુસાફર સાથે ભાડાના પૈસાની બાબતમાં તકરાર કરી રહ્યો હતો, ભલો ભોળો મુસાફર એ નાવિકને કરગરી રહ્યો હતો - 'મારા પૈસા રસ્તામાં કયાંક પડી ગયા છે. મને એની પહેલેથી ખબર હોત તો હું હોડીમાં બેસત જ નહીં. હું કાલે તમને ભાડાના પૈસા આપી દઇશ...' આ તકરાર ચાલતી હતી એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્યો એમને લઇને બીજી હોડીમાં બેસી ગયા.
ગંગાનો જળમાર્ગ અડધો કપાયો હશે ત્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસ બોલવા લાગ્યા - 'મને મારશો નહીં, મને મારશો નહીં. હું તમને ભાડાના પૈસા કાલે આપી દેવાનું વચન આપુ છું તોય મને કેમ મારો છો ?' બધા આશ્ચર્યથી શ્રી રામકૃષ્ણ પરમહંસની સામે જોવા લાગ્યા. થોડીવાર પછી તે બધાને કહેવા લાગ્યા - 'તમને ખાતરી ના થતી હોય તો મારા બરડા તરફ જુઓ.' બધાએ એમની પીઠ તરફ જોયું તો ત્યાં ચાબુકના સોળ ઉપસી આવ્યા હતા અને એમાંથી લોહીની ટસરો ફૂટતી હતી. આનું કારણ એ હતું કે પેલા કિનારે ભાડાના પૈસા આપવાની બાબતમાં ચાલી રહેલી તકરારમાં પેલો ક્રૂર સ્વભાવનો નાવિક પેલા ભોળા મુસાફરને ચાબુકથી ફટકારી રહ્યો હતો. એ કિનારે ઊભા હતા ત્યારે જ શ્રી રામકૃષ્ણના હૃદયમાં એ નિર્દોષ મુસાફર માટે અનુકંપા ઉત્પન્ન થઇ હતી. એમનું કરુણાસભર હૃદય દ્રવી ઊઠયું હતું. તે તેને મદદ કરવા માગતા હતા, પણ ભાવાવેશની સમાધિમાં હોવાથી તે બોલી શક્યા નહોતા. તેની સાથે થઈ ગયેલી ભાવાત્મક એકતાને કારણે એટલે દૂરથી પણ તે એનું દર્દ અનુભવી રહ્યા હતા. તે મુસાફરના મનમાં પણ શ્રી રામકૃષ્ણનું સ્મરણ હતું કે આ ઉચ્ચ કોટિના સંત તેને સહાય કરે અને બચાવી લે તો સારું. એટલે એની પીઠ પર પડતા ચાબુકના સોળની વેદના શ્રી રામકૃષ્ણ પરમહંસે સ્વયં સહન કરી લીધી હતી. આ સમાનુભૂતિ માત્ર માનસિક સ્તર પર જ નહોતી બની, એની શારીરિક અસર પણ થઇ હતી, જેનાથી એમની પીઠ પર ચાબુકના સોળ અને લોહી ઉપસ્યા હતા.
-Gujarat Samachar

શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

દરેક વ્યક્તિએ સાયકલ ચલાવવી જોઇએ


ચાલવાની કસરત તો સારી જ છે પરંતુ સાયકલિંગ પણ અગત્યનું છે. આ એરોબિક વ્યાયામમાં એનર્જી બળે છે જે જરૃરી છે. શરીરમાં ચયાપચયની ક્રિયા અગત્યનું સ્થાન પામે છે. જેનું ચયાપચય સારું તેની તંદુરસ્તી સારી.
ન્યુયોર્કમાં બ્રોન્કસ ખાતેના મોન્ટેફ્લોર મેડિકલ સેન્ટરના ડાયાબિટીસના હેડ જોએલ ઝોનઝીન કહે છે કે, મેટાબોલિઝમ એક એવી જટીલ ક્રિયા વર્ણવે છે જે વડે એનર્જીને આપણાં કોષો વાપરે છે અને સંગ્રહ કરે છે.
મગજ અને શરીર વચ્ચે કેટલી કેલરી જોઇએ તે અંગેના સંદેશા બરાબર ચાલે તો મેટાબોલિઝમ બરાબર કહેવાય. સાયકલ ચલાવીને આ સમીકરણ સાચવવું જરૃરી છે. તમારે કેટલી કેલરી જોઇએ તેનો આધાર તમારું મેટાબોલિઝમ કેવુ કામ કરે છે તેના પર છે. મેટાબોલિઝમ બગડે તો કેલરીનું સમતુલન રહેતું નથી અને વધુ પડતી કેલરીથી પેટ વધે છે. એટલે જ સાયકલિંગ કે સ્વિમિંગ પણ અગત્યના બની રહે છે. સાંધાના દુખાવાને કારણે તમે સાયકલ ચલાવી ના શકો તો ઘરમાં સ્ટેડી સાયકલિંગ કરી શકો છો.
સાયકલિંગના અનેક ફાયદા છે.
સાયકલિંગ કરવાથી પર્યાવરણ બગડતું નથી. પેટ્રોલના પૈસા બચે છે. વ્યાયામ થાય છે અને ટ્રાફિક-જામમાંથી પણ ઝડપથી નીકળી શકાય છે.
સાયકલ કેવી લાવવી તે વ્યક્તિગત છે..! તમે ગીઅરવાળી સાયકલ વસાવી શકો છો. સાયકલિંગ કરો ત્યારે તેની ખાસ હેલ્મેટ, મોજાં, બુટ વાપરવા સારા. સાથે એનર્જી ડ્રિંક કે લીંબુ પાણી પણ રાખવું.
સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે સાયકલિંગની મઝા માણવી. સાયકલને સ્વચ્છ રાખવી એ પણ કસરતનો એક ભાગ છે. ગીઅરવાળી સાયકલ ધુળથી મુક્ત રહે તે જરૃરી છે.
હવે મર્સિડીઝ, ઑડી જેવી કાર કંપનીઓ પણ લાખ રૃા. ઉપરની સાયકલ બનાવે છે. કોઇપણ સાયકલ ચાલતી રહેવી જોઇએ તો જ વેલ્યુ ફોર મની અને વેલ્યુ ફોર હેલ્થ કહેવાય. તમારા પાર્કિંગમાં ધૂળ ખાતી સાયકલ ઘણી બાબતો સુચવે છે...!! સાયકલ વપરાતી ના હોય તો મોટું મન કરી ઓછી કિંમતે પણ વેચી કાઢજો જેથી કોઇ અન્ય વ્યક્તિ પર્યાવરણને બચાવી શકવામાં મદદરૃપ થઇ શકે...!
***

સંતાકુકડી રમતું ઘડિયાળ...!


શાળામાં સવારે ઘંટ વાગે તો બાળકોને ના ગમે પણ એ જ ઘંટ સાંજે વાગે ત્યારે બાળકો ખુશ થઇ જાય. એ જ રીતે સવારે એલાર્મ વાગે ત્યારે મીઠી નીંદરડી ઊડી જતાં ગુસ્સો આવે. એલાર્મનું સંગીત ફિલ્મી હોય કે ધાર્મિક, સવારે તો ના જ ગમે...!
સંશોધકોએ એક નવી પ્રકારનું એલાર્મ ક્લૉક તૈયાર કર્યું છે. તેના મધ્ય ભાગની આસપાસ બે વ્હીલ આપવામાં આવ્યા છે. સ્થિર ઘડિયાળના રણકારને તમે ઉપરથી દબાવી બોલતું બંધ કરી દો છો પણ આ ઘડિયાળ તો 'રનિંગ એન્ડ હાઇડિંગ' પ્રકારનું છે.
સંતાકુકડી રમતું આ ઘડિયાળ વ્હીલ પર સ્થિત હોવાથી ઉપરથી દબાવવા જાવ તો આગળ સરકી જાય છે. હવે તમે સવારમાં પકડદાવ શરૃ કરો તો ઊંઘ તો ઊડી જ જાય ને? રૈૉનચઅ.ૈહ તમને વિશેષ માહિતી આપશે.

-Gujarat Samachar