20130519

ઘરે બેઠા આરાધના


સ્વાગત,
હાલ ના વેપારી વૃત્તિ થી પ્રદુષિત વાતાવરણ માં હરિ-ભક્તિ/આરાધના માટે મંદિરે જવું  કેટલું યોગ્ય  છે .. !! ??..
રોજ સવારે હું મંદિરે જાવું છું .. જે ની પાછળ 45 મિનીટ ના ચાલવાનો વ્યાયામ નિહિત છે ..
આરાધના ની પાછળ નો રાજયોગ .. સ્વામી વિવેકાનંદે કલ્પ્યો/વર્ણવ્યો છે તે કૈંક  આવો છે ..
દરેક નિવાસ્થાન માં પૂજા/આરાધના ની જગ્યા ફાળવવી તે અગત્યની જરૂરીયાત છે ..
ઘરે બેઠા આરાધના

ઘરે બેઠા આરાધના કરવી હોય તો સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’ માં સુંદર સૂચન કરે છેઃ ‘જેમની શક્તિ-સ્થિતિ સારી હોય તેઓ સાધના માટે જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં. તેને પવિત્ર રાખવો. નાહી-ધોઈને શરીર અને મન શુદ્ધ ન થયા હોય ત્યાં સુધી એ ઓરડામાં જવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવાં. યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે. મનમાં સાત્વિક ભાવ જગાડે એવા ચિત્રો રાખવાં. સવાર-સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચાર ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ધીરે-ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. જેથી જ્યારે તમે શોકગ્રસ્ત હોય, દુઃખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે એ ઓરડામાં પ્રવેશ કરવાની સાથે જ મન શાંત થશે.’ જેઓ આવો અલગ રૂમ ન રાખી શકે તેઓ ઓરડાનો એક ખૂણો આ માટે અલગ રાખી શકે. અથવા તો એવા સમયે(પરોઢિયે) આરાધના કરવી, જ્યારે અન્ય લોકો સૂતાં હોય, ઘરમાં કોલાહલ ન થતો હોય.
સ્વામી વિવેકાનંદ સર્વાંગી વ્યક્તિત્વ-વિકાસના હિમાયતી હતા. જેમાં વ્યક્તિનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ તેમ જ નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ બધુ જ આવરી લેવામાં આવે. સ્વામી વિવેકાનંદ કહેતા કે, આપણે એવી કેળવણી જોઈએ, જેનાથી ચારિત્ર્ય ઘડતર થાય. મનની શક્તિ વધે. બુદ્ધિનો વિકાસ થાય અને મનુષ્ય પોતાના પગ ઉપર ઊભો થઈ શકે. આપણા દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં આવા ચારિત્ર્ય ઘડતર કરનારી સંસ્થાઓનો  ઉમેરો કરવાની જરૂર છે.
S.P. Mehta.  
(Cell # +1 312 608 9836)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.