સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે;
અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય. ૧ ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો. ૩ હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે;
અખા વાત સમજી લે વિધ્યે,જાંહાં છે ત્યાં આકાશજ મધ્યે. ૬ પડે નહીં જે પૃથ્વી સુવે,કને નહીં તે કો શું ખુવે;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,જ્યાં નૈં સ્વામી સેવક સખા. ૭ | રંગ ચઢે તે જાણો મેલ,પોત રહે તે સામું સહેલ;
અખા એવી સદગુરૂની કલા,સમઝે નહિ તો વાધે બલા. ૨ સમજી રહે તો સઘળો લાભ,કાયકલેશે વાધે ગાભ;
અખા હરિ જાણી હું ટાળ,જન્મ કોટિની ઉતરે ગાળ. ૪ માની ત્યાં માયાનો ભાગ,માને માયા પામે લાગ;
અખા નિજ આતમને સાધ્ય,ઔષધવોણી જાયે વ્યાધ્ય. ૫ એક નહીં તાં બીજું કશું,જાણું નૈં શું વાસો વસું;
અખા સમજે તો સમજી જુવે,બાપના બાપને ઘેલાં રૂવે. ૮ |
20150105
અખાના છપ્પા/વેષનિંદા અંગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.