|    
 
 
 
  - 'મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે’   - ૨૧મી સદીમાં   જ્યાં ડગલે ને પગલે સોદાબાજી છે ત્યાં નરસિંહ મહેતાનો ઉપદેશ એક જ વાત કહે છે.   તમારો પ્રેમ અને ભક્તિ મુક્તપણે આપો, બદલામાં કંઈ જ આશા ન રાખો. હા, ઈશ્વરમાં શ્રદ્ધા જરૂર રાખો      અમેરિકાના   આર્લિગ્ટન શહેરમાંથી 'કેથોલિક હેરલ્ડ’ નામનું અખબાર પ્રગટ થાય છે. કમાન્ડર માર્વિન   મેકફિટર્સ પહેલાં વિયેતનામમાં અમેરિકા વતી સામ્યવાદી સામે લડવા ગયેલો.   હાઈસ્કૂલમાં થોડું ઘણું ધાર્મિક ભણતર લીધેલું. ત્યાં શીખવવામાં આવેલું કે જગતનાં તમામ ક્ષેત્ર   યુદ્ધક્ષેત્ર છે. તેમાં જીતવા તમારા 'ભૌતિક શસ્ત્રો’ તો કામનાં છે પણ તમારો ભગવાન ઉપરનો ભરોસો જ   સૌથી ભારે છે. આપણા તળાજા-જૂનાગઢના નરસિંહ મહેતાની પરમ શ્રદ્ધાની પંક્તિ 'મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે’ એ પંક્તિ આંતરરાષ્ટ્રીય ધર્મની પંક્તિ બની   છે. કમાન્ડર મેકફિટરની માતાએ કહેલું કે વિયેતનામમાં તારા કે અમેરિકાનાં શસ્ત્રો   કામ નહીં લાગે, ભગવાનનો ભરોસો જ કામિયાબ રહેશે.   યુદ્ધભૂમિમાં એક પકડાયેલો વિયેતકોંગ ગેરીલો અમેરિકન કમાન્ડરનો ગુરુ નીકળ્યો. તે   ગેરીલો ડરતો જ નહોતો. તેને બુદ્ધ ભગવાન પર પૂરો ભરોસો હતો. તેને કમાન્ડરે છોડી   મૂક્યો.      ક્યુબા-વિએટનામ   કેમ્પ ઉપર ભારે બોમ્બમારો થયો. માત્ર કમાન્ડર માર્વિન મેકફિટર જ બચ્યો. તે માને   છે કે તેના ફેઈથે તેને બચાવ્યો. જાપાની ગુરુ તાકોસ સેકુશીએ વધારાનું સૂત્ર આપ્યું. 'ગોડ હેલ્પ્સ હુ હેલ્પ ધેમ સેલ્વઝ.’ આમાં પણ નરસી મે’તો આવે છે. બધું કરી છૂટો પણ આખરી ભરોસો   ઈશ્વર પર રાખો. અમિતાભ બચ્ચન બચવાના ફિફ્ટી ફિફ્ટી ચાન્સ હતા ત્યારે બ્રીચ   કેન્ડી હોસ્પિટલના ત્રણ ગુજરાતી ડોક્ટરોમાં એક અમિતાભ વતી ભગવાન ઉપર ભરોસો રાખતા   હતા. પ્લસ જયા ભાદુરી તો ખરી જ. અમિતાભ બચી ગયો.      આપણે તો   બીમારીમાં કે તકલીફમાં જ આ 'નાડ’ ભગવાનને વાંકા   વળી રહીએ ત્યારે સોંપીએ છીએ. નરસી મે’તા તો હંમેશાં નાની નાની વાતો ભગવાન પર છોડી   દેતા. આજે આધુનિકમાં આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ અને ખાસ તો એડવાન્સ્ડ સર્જરી આવી   છે પણ ૯૯ ટકા સર્જનો ઓપરેશન પહેલાં અને પછી આકાશ ઉપર આંગળી ચીંધે છે. લશ્કરના   કમાન્ડરો, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંઘ ધોની અને વિજ્ઞાનીઓ પણ આખરે   ઈશ્વર પર ભરોસો દેખાડે છે. એ હિસાબે નરસિંહ મહેતાની પંક્તિ 'મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે’ એ પંક્તિ મિલિટરી એકેડેમીથી માંડીને તમામ   હોસ્પિટલોની દીવાલ ઉપર તથા ક્રિકેટના સ્ટેડિયમ પર લખાવી જોઈએ.      ફેઈથ એટલે કે   ઈશ્વર પરની શ્રદ્ધા એ લેખન શબ્દ 'ફાઈડઝ’ ઉપરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે-ટ્રસ્ટ.   ફ્રેંચ ભાષામાં તેનો અર્થ થાય છે હોપ-આશા. કોરિયામાં આજકાલ 'ફેઈથ’ નામનું નાટક ભજવાય છે. તેના શો ૨૦૧૩નું આખું   વર્ષ ચાલશે. આ ટીવી ડ્રામા એબીએસ, સીબીએસ અને બીજાં સ્ટેશનો ઉપર ભજવાય છે. આ ડ્રામામાં મેડિકલ   સાયન્સ, રોમાન્સ અને   અતિકલ્પનાનો મસાલો છે. નાટકમાં એક મહિલા ડોક્ટર કોરિયાના યોદ્ધા-રાજાના   પ્રેમમાં પડે છે અને મેડિકલ સાયન્સથી ઘાયલ પ્રેમીને સાજો કરી શકતી નથી તેથી આખરે   તેના પ્રેમીની 'નાડ ભગવાનને   હાથે’ સોંપી દે છે. એ   દૃષ્ટિએ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો એ ૨૧મી સદીનું ટોપિકલ ભજન છે.      નરસિંહ મહેતા   સર્વધર્મ પ્રેમી હતા. તેનાં ભજનોમાં ઈશ્વર ઉપરનો ભરોસો હદ વટાવી જાય છે.   ગરીબીમાં આ તળાજાનો બ્રાહ્મણ કંઈ કમાતો નથી પણ તેની પુત્રી કુંવરબાઈનાં લગ્નનો   ખર્ચ-મામેરું માટે પણ તે બધું ઈશ્વર પર છોડી દે છે. ઈસ્લામમાં પણ આવા દાખલા છે.   ઈસ્લામ ધર્મમાં 'કમ્પલિટ સબમિશન   ટુ ધ વિલ ઓફ ગોડ’ એ મુખ્ય   સિદ્ધાંત છે. ફેઈથ અથવા શ્રદ્ધા કે વિશ્વાસ કે ટ્રસ્ટ બાબતમાં મહેરબાબાએ સૌથી   વધુ ન્યાય નરસિંહ મહેતાની ઉક્તિને આપ્યો છે. મહેરબાબા આધ્યાત્મિક ગુરુ તરીકે ત્રણ   પ્રકારના ફેઈથ રાખવાનું કહે છે.      (૧) ફેઈથ ઈન   વનસેલ્ફ, (૨) ફેઈથ ઈન   માસ્ટર ગોડ, (૩) ફેઈથ ઈન   લાઈફ. બાબા ગેરંટી આપે છે કે ઈશ્વર ઉપર બધું છોડીને નર્ભિય બની જાઓ. ૨૧મી સદીમાં   જીવન વધુ ને વધુ સમસ્યાઓ અને નવી નવી સમસ્યાઓ રજૂ કરશે ત્યારે તેને ઉકેલવાનો   જબ્બર બોજ થોડોક તો ઈશ્વર પર છોડવો પડશે જ. અગાઉના એક લેખમાં ગુરુ નાનકની વાત   તેમની જયંતી વખતે લખેલી. શીખ ધર્મના આ સ્થાપકે શીખોની આધ્યાત્મિક   જીવનની ત્રણેક જરૂરિયાતો રજૂ કરેલી. (૧) નામ જપો, (૨) કીરત કરો-ખૂબ જ ઉદ્યમથી અને પ્રમાણિકતાથી   કર્તવ્ય કરો અને (૩) જે કાંઈ પ્રાપ્ત કરો તે વહેંચીને ખાઓ.      ડેવિડ   વિસ્કોન્ટ નામના એક પાદરીએ ૧૯૩૮માં લગભગ પોણોસો વર્ષ પહેલાં એક પુસ્તિકા પ્રગટ   કરી આખી દુનિયામાં વહેંચેલી. તેની નવી આવૃત્તિ હમણાં પ્રગટ થઈ છે. ભારતમાં   ટાટા-મેકગ્રો હીલે પ્રગટ કરી છે. તેનું નામ છે 'ફાઈન્ડિંગ યોર સ્ટ્રેન્થ ઈન ડિફિકલ્ટ   ટાઈમ્સ.’ કઠિન સમયમાં   કેવી રીતે બળ મેળવશો? તેની તરકીબો   બતાવી છે. તેમાંથી મેં સાર કાઢયો તે નરસિંહ મહેતાની પંક્તિ મારી નાડ તમારે   હાથ... ને બિલકુલ મળતો આવે છે. હે ઈશ્વર મારું આ જીવન એ તારી આપેલી બક્ષિસ છે.   તેમાં જે બુદ્ધિનું આરોપણ કર્યું છે તે મારા જીવનનું વાહન છે અને જે જીવનની તક   છે તે આ ઘડી છે. એવું ત્યારે જ હું માનીશ કે જ્યારે તમામ વાત અને જિંદગીનો બોજ તારા ઉપર   છોડી દઈશ. ડેવિડ વિસ્કોન્ટની બીજી એક વાત પણ નરસિંહ મહેતાના વિચારોને અનુરૂપ છે:      આઈ ગિવ લવ   ફ્રીલી એન્ડ   એક્ષપેક્ટ   નથિંગ ઈન રિટર્ન      ૨૧મી સદીમાં   જ્યાં ડગલે ને પગલે સોદાબાજી છે ત્યાં નરસિંહ મહેતા અને ડો. ડેવિડ વિસ્કોન્ટનો   ઉપદેશ એક જ વાત કહે છે. તમારો પ્રેમ અને ભક્તિ મુક્તપણે આપો અને બદલામાં કંઈ જ   આશા ન રાખો. ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ તરીકે પંકાયેલા ડો. રિચાર્ડ   ડોકિન્સ (પ્રાકૃતિક રીતે જ જીવ વિકાસ થયો છે તેવું માનનારા જીવરસાયણ શાસ્ત્રી)   કહે છે કે આ ઈશ્વર ઉપરની શ્રદ્ધા માટે કંઈ પુરાવા નથી. માનવી શ્રદ્ધા કે ફેઈથ   રાખીને પોતે નોન-થિંકિંગમાં પડી જાય છે. વિચારશૂન્ય બની જાય છે. પોતાની રીતે   વિચારતો નથી. સ્થાપિત વિચારોને સ્વીકારી લે છે. તો આલ્બર્ટ આઈનસ્ટાઇન જેવા   વિજ્ઞાની પ્રતિકાર કરીને કહે છે કે તમે વિચારો કરી કરીને ક્યાં પહોંચ્યા? વિચારો થકી જ કંઈ થયું નથી. આલ્બર્ટ   આઈનસ્ટાઇન ૨૦મી સદીના (૧૮૭૯-૧૯પપ) વિજ્ઞાની છે. તેના જમાનાના અને આજે પણ તે ખૂબ   જ માનનીય વિજ્ઞાની છે.      ગુરુત્ત્વાકર્ષક   (ગ્રેવિટી-ભૂમ્યાકર્ષણ) સમય અને કોઈપણ પદાર્થ-ભૂતદ્રવ્ય અર્થાત્ મેટરનું   શક્તિમાં (એનર્જીમાં) કેમ રૂપાંતર કરવું તેનો સિદ્ધાંત જગતને આપનારા આલ્બર્ટ   આઈનસ્ટાઇન એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકાના કહેવા પ્રમાણે પરમ શ્રદ્ધાળુ   હતા. તે નિરશ્વરવાદનું ખંડન કરતા હતા. તેણે સૂત્ર આપેલું કે 'સાયન્સ વિધાઉટ રિલિજિયન ઈઝ લેઈમ એન્ડ રિલિજિયન   વિધાઉટ સાયન્સ ઈઝ બ્લાઈન્ડ. શ્રદ્ધા કે ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે અને જે ધર્મમાં વિજ્ઞાન   આવતું નથી તે આંધળું છે. તેમણે કહેલું 'મારી જિંદગીભરની પ્રવૃત્તિ એક જ રહેશે કે   ઈશ્વરે આ સૃષ્ટિ કઈ રીતે પેદા કરી. મારે તેના વિચારો-તેનો હેતુ જાણવો છે. પણ કાંઈ   આઈનસ્ટાઇન એકલા વિજ્ઞાની નહોતા જે ભગવાન પર ભરોસો રાખતા. એસ્ટ્રોનોમ કોપરનિક્સ   ગેલેલિયો (ટેલિસ્કોપનો શોધક) આઈઝેક ન્યૂટન, માઇકલ ફેરેડે અને જેને ફાધર ઓફ મોડર્ન   ફિલોસોફી કહે છે તે ફ્રેંચ મેથેમેટિશિયન ડો. રેને ડેસકાર્ટીસ ઈશ્વર પર ભરોસો   રાખતા. તો પછી 'મારી નાડ તમારે   હાથ હરિ સંભાળજો’ એ પંક્તિને   આપણે વૈજ્ઞાનિક ગણીએ તો કાંઈ ખોટું છે?'  |