20130602

Science & Tech

2 sides of Hong Kong.


Swami Sacchidanand A karmayogi sant 





જ્વાળામુખીની સુંદર દેખાતી તસવીરો પાછળ છુપાયેલુ સાહસ

Miles Morgan સળગતા જ્વાળામુખીના ફોટા પાડવાનો શોખીન છે

ફોટા પાડવા જીવ જોખમમાં મુકી સક્રિય જ્વાળામુખીના મુખની નજીક જાય છે

ઓરેગોન, તા.24
ઓરેગોનનો ફોટોગ્રાફર માઈલ્સ મોર્ગન સક્રિય જ્વાળામુખીના ફોટા પાડવાનો સાહસિક શોખ ધરાવે છે. એ માટે છેલ્લા કેટલાક વર્ષથી એ હવાઈ ટાપુ પર સતત લાવા ઓકતા રહેતા જ્વાળામુખીઓના મુખની શક્ય એટલી નજીક જઈ ફોટા પાડે છે. અહીં દેખાતા અત્યંત નયનરમ્ય ફોટાઓ પાડવા માટે મોર્ગને પોતાનો જીવ અનેક વખત જોખમમાં મુક્યો હતો.
જ્વાળામુખી સક્રિય થાય અને તેમાંથી લાવારસ નીકળવો શરૃ થાય ત્યારે તેનું તાપામાન 1100 ડિગ્રીથી ઓછુ હોતું નથી. મોર્ગન એ લાવાના રગડા નજીક જઈ તેના ફોટા પાડે છે. ક્યારેક તો તાજાં થીજી ગયેલા લાવા પર ઉભો રહીને ફોટા પાડે ત્યારે તેના બૂટ ઓગળી જવાના બનાવો પણ બન્યા છે.
ગરમી ઉપરાંત જ્વાળામુખીમાંથી નીકળતો જેરી ગેસ પણ શરીરને નુકસાન કરવા માટે પુરતો છે. ક્યારેક વળી જ્વાળામુખીથી દૂર હોઈએ તો પણ જ્વાળામુખીની મુખમાંથી ફેંકાતા વિશાળ ખડકો, પથ્થરાઓ આપણી માથે ન પડે તેની કોઈ ખાતરી હોતી નથી. એ બધા ખતરા વચ્ચે મોર્ગન ફોટા પાડવાનો શોખ પાળી રહ્યો છે.









NASAના ઉપગ્રહે પૃથ્વીની 9656 કિલોમીટર લાંબી તસવીર લીધી!

તસવીર જગતના ઈતિહાસમાં લેવાયેલી સૌથી મોટી તસવીર છે

તસવીરનો એક છેડો રશિયામાં અને બીજો આફ્રિકામાં છે!


હ્યુસ્ટન, તા.24
નાસાના લેન્ડસેટ ઉપગ્રહે 705 કિલોમીટર ઊંચે રહીને પૃથ્વીના 9656 કિલોમીટર લાંબા પટ્ટાનો સળંગ ફોટો પાડ્યો છે. ઉપગ્રહે પંદર મિનિટ દરમિયાન વિવિધ 56 ફોટાઓ ક્લિક કરી આ સળંગ ફોટો પાડ્યો છે. ફોટાની પહોળાઈ 194 કિલોમીટર છે અને તસવીરમાં રાતા સમુદ્રના થોડા ભાગને બાદ કરતાં પૃથ્વીનો જમીન ભાગ જ કેપ્ચર થયો છે.
પૃથ્વીના જમીન ભાગની અત્યાર સુધીના ઇતિહાસમાં નોંધાયેલી આ સૌથી મોટી તસવીર છે. એપ્રિલ મહિનામાં ઉપગ્રહ આ વિસ્તાર પરથી પસાર થયો ત્યારે માત્ર 15 મિનિટમાં તેણે આ તસવીર લીધી હતી.
તસવીરનો ઉત્તર છેડો રશિયાના વોલ્ગા નદીના કાંઠેથી શરૃ થાય છે અને દક્ષિણ છેડો દક્ષિણ આફ્રિકા ખંડમાં આવેલા વિક્ટોરિયા સરોવરે પુરો થાય છે. એટલે કે વોલ્ગા નદીથી લઈ વિક્ટોરિયા સરોવર સુધી આ તસવીર ફેલાયેલી છે.
લેન્ડસેટ ઉપગ્રહ કલાકના 27 હજાર કરતાં વધુ કિલોમીટની ઝડપે પરિભ્રમણ કરે છે અને પૃથ્વીનું એક ચક્કર કાપતાં તેને માત્ર 20 મિનિટ જ થાય છે. પૃથ્વી પર 70 ટકા ભાગમાં પાણી ફેલાયેલું છે એ સંજોગોમાં સાડા નવ હજાર કિલોમીટર સુધી જમીન ભાગને કેમેરામાં કેદ કરવાનો પ્રસંગ વિજ્ઞાનીઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે.


















દૂધ પીવાથી જાડી થયેલી મહિલાને જોડીયા બાળકો જન્મી શકે!

- દૂધનો વધુ વપરાશ કરતા દેશોમાં ટૂવીન્સ અવતરવાનો રેશિયો ઉંચો

- શાકાહારી મહિલાઓમાં આઇ.જી.એફ.નું પ્રમાણ ઓછું

વડોદરા,20 મે 2013

ડેરી પ્રોડકટસના આહારથી મહિલાઓના ઇન્સ્યુલીન લાઇક ગ્રોથ ફેકટર (આઇ.જી.એફ.) પ્રોટિનના ઉત્પાદનને વેગ મળતા મહિલાના અંડાશયમાંથી એક અંડ છૂટું પડવાની પ્રક્રિયાને બમણી કરે છે,એટલે કે બે અંડ ફર્ટિલાઇઝ થવાની શકયતા વધી જાય છે. નેચર મેગેઝિનમાં બ્રિટનની રોવેટ રિસર્ચ ઇન્સ્ટીટયૂટના પોલ હેગર્ટીએ નોંધ્યું છે કે દૂધ લેતી મહિલાઓ જાડી થતી હોય છે અને જાડી મહિલાઓ ટૂવીન્સને જન્મ આપે તેવી શકયતા વધુ હોય છે.

એક સંશોધન મુજબ શાકાહારી મહિલાઓમાં આઇ.જી.એફ.નું પ્રમાણ ઓછું હોય છે. અને દૂધનો વધુ વપરાશ કરતા દેશોમાં ટૂવીન્સ અવતરવાનો રેશિયો ઉંચો હોય છે.વૈજ્ઞાનિક સંશોધન મુજબ ડેરી પ્રોડકટસમાં મહિલાઓમાં ઇન્સ્યુલીન લાઇક ગ્રોથ ફેકટર (આઇ.જી.એફ.) તરીકે ઓળખાતા પ્રોટિનના ઉત્પાદનને વેગ આપે છે.

જર્નલ ઓફ રિપ્રોડકટીવ મેડિસીનમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ આહારમાં રહેલો તફાવત ટૂવીન્સ અવતરવાના રેશિયોમાં પડતા ફરકનું મુખ્ય કારણ છે. આઇ.જી.એફ. તરીકે ઓળખાતું પ્રોટિન મહિલાના અંડાશયમાંથી એક અંડ છૂટું પડવાની પ્રક્રિયાને બમણી કરે છે,એટલે કે બે અંડ ફર્ટિલાઇઝ થવાની શકયતા વધી જાય છે.

કેનેડામાં પૃથ્વી પરનું સૌથી જુનું પાણી મળી આવ્યું

પાણી 1.5 અબજ વર્ષ પહેલાનું છે

આટલું જુનુ પ્રવાહી પૃથ્વી પર અગાઉ ક્યારેય મળ્યું નથી


ઓટાવા, તા.17
કેનેડામાં ખાણકામ કરતી વખતે વિજ્ઞાનીઓને પૃથ્વી પરનું સૌથી જુનું પાણી મળી આવ્યું છે. 2.4 કિલોમીટર નીચે મળેલું એ પ્રવાહી 1.5 અબજ વર્ષ જુનુ છે. પૃથ્વી પર આ પહેલા આટલુ બધુ જુનું કોઈપણ પ્રકારનું પ્રવાહી મળી આવ્યું નથી.
વિજ્ઞાનીઓના અંદાજ પ્રમાણે જે-તે સમયે આ પાણી પૃથ્વીની સપાટી પર હશે અને બાદમાં જમીનની તિરાડો વાટે ભુગર્ભમાં ચાલ્યુ ગયું હશે. એ પાણીમાં કોઈ પ્રકારના સુક્ષ્મ સજીવો છે કે કેમ તેની હાલ વિજ્ઞાનીઓ તપાસ કરી રહ્યાં છે.
  













માનવ નિર્મિત યાનનો મંગળની સપાટી પર અનોખો વિક્રમ

ક્યુરિયોસિટી રોવર યાને મંગળ પર અન્ય કોઈ પણ યાન કરતા વધુ અંતર કાપ્યું

નવ વર્ષમાં ક્યુરિયોસિટીએ 36.76 કિલોમીટર અંતર કાપ્યું


હ્યુસ્ટન, તા.17
નાસાએ મંગળ પર મોકલેલા ક્યુરિયોસિટી યાને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. 2004માં મંગળની સપાટી પર પહોંચેલા ક્યુરિયોસિટી યાને 9 વર્ષમાં મંગળ પર સૌથી વધુ પ્રવાસ કરનારા યાન તરીકે નામ નોંધાવ્યુ છે. નવ વર્ષમાં ક્યુરિયોસિટીએ મંગળ પર 36.76 કિલોમીટરનું અંતર કાપ્યુ છે. આ રકોર્ડ જોકે નાસાએ રવાના કરેલા યાન પુરતો જ છે.
રશિયાએ 1972માં ચંદ્ર પર મોકલેલા Lunokhod 2 રોવરે 37 કિલોમીટર સુધીનુ અંતર કાપવાનો વિક્રમ નોંધાવ્યો છે. ક્યુરિયોસિટી હજુ ત્યાં સુધી પહોંચી શક્યું નથી. પરગ્રહ પર યાન ચલાવવાનું કામ અત્યંત મુશ્કેલ હોય છે. રિમોટ કન્ટ્રોલ દ્વારા બહુ જાળવી જાળવીને યાન ઈંચ બાય ઈંચ આગળ વધતું હોય છે. એ સંજોગોમાં 36 કિલોમીટરનો પ્રવાસ કરવો એ સિદ્ધી જ છે.
ક્યુરિયોસિટીએ ચંદ્ર પર મોકલાયેલા યાન  Apollo 17નો વિક્રમ તોડ્યો છે.  Apollo 17એ ચંદ્રની સપાટી પર 35.74 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું.








-Gujarat Samachar