20130508

મેઘ તારા આવવાથી



મેઘ તારા આવવાથી
વાદળા ઓ અહી તહીં દોડે,
વીજળી ગરજી આભને તોડે
ઝરમર ઝરમર પાણી વરસે,
સુકી માટી જે ક્યારની તરસે;
    મળે પાણી એ આશ તૃપ્ત !    ……મેઘ તારા આવવાથી
જ્યાં ત્યાં જુઓ  ખાબોચિયા;
તેમાં મહીં રમે સાપોલિયાં ;
કીચડ અને કાદવ નો ત્રાસ;
જે આપી સર્વ ને વિનાશ ;
   છતાં છે ધરપત તૃપ્ત !   .     …. મેઘ તારા આવવાથી
પશુ પંખી ભરાઈ ઘરમાં ;
શાણા માનવી રહે શાતામાં
ચારે કોર ખુશીઓ રેલાય ;
નાં ભૂલકા વળી એમાં ન્હાય ;
  કોઈ પલળવાની મજામાં તૃપ્ત! …મેઘ તારા આવવાથી
બળદ કેરા ઘૂઘરા ઘમકે ;
વન કેરી વનરાઈ જુમે ;
ખેતરોમાં પાક લહેરાય
દેખી જનના દિલ ભરાય ;
   તેથી જ તો વિશ્વ તૃપ્ત ! .       …..મેઘ તારા આવવાથી

Ritesh Mokasana
Qatar