20130513

પિતાએ ઉતારી અશ્લીલ તસવીરો,જાહેરમાં લૂંટી આબરૂ,કિસ્મતે બનાવી બારગર્લ


એક બારગર્લની આ વાત છે. એક કિશોરી જે હજી આ દુનિયાને સમજી પણ શકી નથી અને એક એવી ગંદકીમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય બની જાય છે. તેની બદકિસ્મતી પણ અજીબ છે.
આમ તો દુનિયામાં તેના ગુનેગારોની કોઈ અછત નથી પરંતુ તેણે ક્યારેય કોઈના પર આરોપ મૂક્યો નથી. તેનો એક જ નિયમ છે - રડવું તમને અંદરથી ભાંગી નાખે છે અને એ જ લોકો રડે છે, જે નબળાં છે અથવા તો જેમણે જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કર્યો જ નથી.....

મહારાષ્ટ્રના ગરીબ પરિવારમાં જન્મેલી આ યુવતીની એક જ ઈચ્છા હતી, બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કરવાની પરંતુ જોત-જોતામાં તે એવા કાદવમાં ફસાઈ જાય છે કે ત્યાંથી નીકળવું તેના માટે અશક્ય બની જાય છે. સમયની સાથે તેની તડપ આતંરિક વેદનામાં બદલાઈ જાય છે પરંતુ તેનું કોણ સાંભળે છે..છોકરી પોતાના બાપને સંભાળવાનો પ્રયાસ કરે છે અને બદલામાં તેને મળે છે એક જોરદાર તમાચો. પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરે છે અને પિતાને સંભાળે છે. આ સમય દરમિયાન બાપની ગંદી નજર છોકરીના શરીર પર પડે છેબાપ પોતાની તમામ મર્યાદાઓ ભૂલી જાય છે, તે છોકરીની નગ્ન તસવીરો ખેંચવા માટે તેને મજબૂર કરે છે અને તે આ તસવીરો ખેંચીને છોકરીને પોર્ન સ્ટાર કે પછી સી કે ડી ગ્રેડની અભિનેત્રી બનાવવા માંગતો હતો. છોકરી પિતા સમક્ષ રડે છે અને વિનવણીઓ કરે છે પરંતુ બહેરા બાપના કાને પુત્રીની કોઈ વાત અથડાતી નથી અને પોતાની જ સગી દીકરીની નગ્ન તસવીરો પાડે છેહવે, છોકરી ઘરેથી ભાગી જવાનું વિચારે છે અને તે એક નિષ્ફળ પ્રયાસ કરે છે પરંતુ તેનો બાપ તેને પકડી લે છેબાપ પોતાની દીકરીને પર્દાપાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશન લઈને આવે છે. અહીંયા પોલીસ તેની પર બળાત્કાર કરે છેલૂંટાયેલી આબરૂ અને કડવા અનુભવો સાથે યુવતી ઘરે પરત ફરે છે પણ તે મનથી નક્કી કરે છે કે તે હવે હંમેશના માટે ઘરેથી ભાગી જશે. ફરી તક મળતાં તે ઘરેથી ભાગી જાય છે પરંતુ બદકિસ્મત તેનો સાથ છોડતી નથી....પોતાની કિસ્મત સામે લડતાં લડતાં તે મુંબઈના એક ડાન્સ બારમાં પહોંચી જાય છે. અહીંથી જ તેની એક અલગ ઓળખ બને છે. તે એક લોકપ્રિય ડાન્સ બાર બને છે અને તેના દિવાનાઓની સંખ્યા વધતી જાય છે. હવે, તેનું અસલી નામ કોઈને ખબર નથી. તેને રાતની રાણીના રૂપમાં જ ઓળખવામાં આવે છે.અહીંથી શરૂ થાય છે તેની એક નવી જિંદગી..અહીંયા તે નાઈટ લવર્સ નામના એક ડાન્સ બારમાં પોતાના લટકા-મટકાથી લોકોને દિવાના બનાવે છે અને ક્યારેક ક્યારેક પૈસા લઈને લોકોની પથારી ગરમ કરી આપે છે. ફરક એટલો જ છે કે તે વેશ્યા નથી. જોકે, તેની મુશ્કેલીઓ ઓછી થતી નથી. મુંબઈમાં ડાન્સ બાર બંધ કરી દેવામાં આવે છે. તેની સામે અંધકાર છવાઈ જાય છે. તે પોતાની કહાની એક પત્રકારને કહે છે.વાસ્તવિક જીવન ઘટનાઓથી પ્રેરિત આ ઘટના એસ્પાઈરિંગ પત્રકાર અને નોવેલિસ્ટ સોનિયા ફલેઈરોની પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ આખી ઘટના નોવેલ બ્યૂટીફૂલ થિંગમાં લખવામાં આવી છે. આમાં બાર ગર્લ લીલા પોતાના જીવનની કાળી વાતો કહે છે. આ નોવેલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાઈ છે અને આ નોવલનું અનેક ભાષામાં અનુવાદ થયો છે.