ગુલીસ્તાબાનું 3 વર્ષની હતી ત્યારે માતા સદા માટે અલવીદા કહી પ્રભુનાં ઘરે જતી રહી
- 13 વર્ષની ઉમરે ગુલીસ્તા પર થયો હતો બળાત્કાર
- બળાત્કારનો ભોગ બનેલી ગુલીસ્તા 14 વર્ષે બની માતા...
- ખુદાએ માતા પિતા છીનવી લીધા અને કિસ્મતે માનસિક સ્થિરતા
- મંદબુદ્ધીની કિશોરીએ 15 વર્ષની ઉમર સુધી જોયા જિંદગીના ક્રૂર ખેલ
- અ'વાદઃકુદરતની ક્રૂર મજાક, 14 વર્ષે માતા બનેલી કિશોરીનો આપધાત
મીડીયામાં ક્યારેક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે જોઇને કોઇને પણ વિચાર આવે કે, કુદરત કોઇની સાથે આટલી ક્રૂર પણ થઇ શકે છે? કુદરતે અમદાવાદની માસુમ બાળકીની જિંદગીમાં એવા ખોફનાક મંજર બતાવ્યા છે જે જોઇને કદાચ મોત પણ કાંપી ઉઠે.
- 13 વર્ષની ઉમરે ગુલીસ્તા પર થયો હતો બળાત્કાર
- બળાત્કારનો ભોગ બનેલી ગુલીસ્તા 14 વર્ષે બની માતા...
- ખુદાએ માતા પિતા છીનવી લીધા અને કિસ્મતે માનસિક સ્થિરતા
- મંદબુદ્ધીની કિશોરીએ 15 વર્ષની ઉમર સુધી જોયા જિંદગીના ક્રૂર ખેલ
- અ'વાદઃકુદરતની ક્રૂર મજાક, 14 વર્ષે માતા બનેલી કિશોરીનો આપધાત
મીડીયામાં ક્યારેક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે જોઇને કોઇને પણ વિચાર આવે કે, કુદરત કોઇની સાથે આટલી ક્રૂર પણ થઇ શકે છે? કુદરતે અમદાવાદની માસુમ બાળકીની જિંદગીમાં એવા ખોફનાક મંજર બતાવ્યા છે જે જોઇને કદાચ મોત પણ કાંપી ઉઠે.
કુદરતના ક્રૂર મજાકનો ભોગ બનેલી આ માસૂમ બાળકી ગુલીસ્તા જ્યારે જન્મી હતી ત્યારે કેટલા અરમાનો સાથે માતાપિતાએ બાળકીનું નામ ગુલીસ્તા રાખ્યું હશે. પરંતુ આ બાળકીના જીવનના ગુલીસ્તાનમાં એક પણ ફૂલ ન ખીલ્યું. કુદરતે ગુલીસ્તાને ફક્ત કાંટા જ આપ્યા...
અમદાવાદની એલજી હોસ્પિટલમાં 95 ટકા દાઝેલી હાલતમાં એડમિટ થયેલી ગુલીસ્તાને આજે ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધી છે...આજથી 13 વર્ષ પહેલા ગુલીસ્તા જ્યારે 2 વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થઇ ગયું હતું. માતાના અવસાન પછી બાળકીને તેના મામાએ ઉછેરી હતી. અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારમાં ગુલીસ્તાનાં મામા રહે છે. બાળપણમાં કુદરતે ગુલીસ્તાની માતા છીનવી લીધી અને બદલામાં ગુલીસ્તાને ખેંચની બીમારી આપી દીધી. માતા-પિતાની છત્રછાયા વગર ખેંચની બીમારી સાથે ગુલીસ્તા જીવન સાથે સંધર્ષ કરતી કરતી 13 વર્ષની થઇ ગઇ.પોતાના મામાનાં ઘરે ઉછરી રહેલી ગુલીસ્તા નામની માસુમ કિશોરી હજુ યુવાનીમાં પગ મુકવાની તૈયારી કરી રહી હતી કે ત્યાંજ તેના જીવનમાં એક ભયાનક ઘટના ઘટી. માસૂમ ગુલીસ્તા પર કોઇ નરાધમની નજર પડી. 14 વર્ષની ગુલીસ્તા માનસિક રીતે સ્વસ્થ નહોતી પણ તેનું શરીર પૂર્ણ વિકસીત થઇ ચુક્યું હતું. એક દિવસ મોકાનો ફાયદો ઉઠાવીને કોઇ નરાધમે આ મંદબુદ્ધી યુવતીને પીંખી નાખી...પોતાની સાથે શું થઇ રહ્યું છે એ બાબતથી સાવ અજાણ ગુલીસ્તા 13 વર્ષની ઉમરે બળાત્કારનો ભોગ બની. પરિવારજનોને બળાત્કારની જાણ થતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી. ગોમતીપુર પોલીસે ફરીયાદ નોંધીને તપાસ આદરી. પોલીસે તપાસમાં શું કર્યું એ તો પોલીસ જ જાણે પરંતુ એક વાત નક્કી હતી કે, ગુલીસ્તા સાથે મજાક કરી રહેલી કિસ્મત હજુ થાકી નહોતી. ગુલીસ્તાને જીવવાની સજા આપવા માટે કુદરત પાસે હજુ ઘણું બધુ બાકી હતું..બળાત્કારનો ભોગ બનેલી ગુલીસ્તાના ઉદરમાં એક માસુમ જીવ શ્વાસ લઇ રહ્યું હતું. ગુલીસ્તા તૈયાર હોય કે ન હોય પરંતુ કુદરત ગુલીસ્તાને હેરાન કરવા માટે મક્કમપણે આગળ વધી રહ્યું હતું. આજે 25 કે 30 વર્ષની યુવતીઓ પણ જ્યારે ગર્ભવતી બનતી હોય છે ત્યારે તેમને સાચવવામાં પરિવારજનોને ખૂબ તકલીફો પડતી હોય છે. આવામાં કલ્પના કરો કે ગર્ભાવસ્થા દરમિયાન આ 13 વર્ષીય મંદબુદ્ધી યુવતીની શી દશા થતી હશે...? ગુલીસ્તા પ્રેગ્નન્ટ થઇ હોવાને કારણે તેની માસી તેને મામાના ઘરેથી પોતાના ઘરે વટવા લઇ આવી.ગમેં એ રીતે ગુલીસ્તાએ ગર્ભાવસ્થાના 9 મહીના પૂર્ણ કર્યા. આજથી 6 મહીના પહેલા ગુલીસ્તાએ બાળકીને જન્મ આપ્યો. આ સમય ગુલીસ્તાની ઉમર લગભગ 14 વર્ષની હતી. ગુલીસ્તાની આ દર્દભરી દાસ્તાન સાંભળીને કોઇની પણ આંખોમાં આંસુ આવી જવા સ્વાભાવિક છે...ગુલીસ્તાએ બાળકીને જન્મ તો આપ્યો પરંતુ ગુલીસ્તા માનસિક રીતે સ્વસ્થ ન હતી. એક બાળકીને સાચવવા માટે ગુલીસ્તામાં સમજણ પણ ન હતી. અધૂરામાં પુરું ખેંચની બીમારીને કારણે ગુલીસ્તા ઘણી વખત માનવામાં ન આવે તેવી હરકતો કરી બેસતી હતી. પરિણામે ગુલીસ્તા પાસેથી તેની બાળકી છીનવી લેવાઇ. અનાથ બાળકોની માવજત કરતી એક સંસ્થાનેં ગુલીસ્તાની બાળકી સોંપવામાં આવી. અત્યારે ગુલીસ્તાની બાળકી વાડજ ખાતે મધર ટેરેસા ટ્રસ્ટમાં ઉછરી રહી છે.
બાળકીને જન્મ આપ્યા પછી ગુલીસ્તાની માનસીક સ્થિરતા વઘુ ખરાબ થઇ ગઇ હતી. તે પોતાના શરીરને નુકશાન પહોંચે તેવા કામ કરવા લાગી. ઘણી વખત તે ભીત સાથે માંથી પછાડીને માંથુ ફોડી લેતી. એવું પણ બની શકે કે બાળકીના વિયોગમાં ગુલીસ્તા એવું કરતી હશે. ગઇ કાલે ગુલીસ્તાએ બાળકીને જન્મ આપ્યાના 6 મહિના પૂર્ણ થયા હતા અને અચાનક 15 વર્ષીય ગુલીસ્તાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીના આગ ચાંપી લીધી. ગુલીસ્તાની માસી વટવા ખાતે સૈયદ વાડી વીસ્તારમાં સ્થિત એસ.એમ.એવેન્યુમાં ત્રીજે માળે ભાડે રહેતા હતાં.
ગઇ કાલે બપોરે ગુલિસ્તાના માસી દવાખાને ગયા હતા ત્યારે ગુલીસ્તા ઘરે એકલી હતી. ગુલીસ્તાએ શરીર પર કેરોસીન છાંટીને આગ ચાપી લીધી હતી. પાડોશીઓના કહેવા પ્રમાણે પોતાના શરીરને આગ ચાંપીને ગુલીસ્તા ઘરથી બહાર દોડી હતી. આ દ્રશ્ય નજરે જોનારા પાડોશીઓ એક ક્ષણ માટે અવાક થઇ ગયા હતા.
95 ટકા સળગેલી હાલતમાં ગુલીસ્તાને મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આજે રાત્રે 1 વાગીને 50 મીનીટે ગુલીસ્તાને મૃત જાહેર કરાઇ અને ગુલીસ્તા નામની માસુમ બાળકી કાયમ માટે કરમાઇ ગઇ..ગુલીસ્તાની દર્દભરી દાસ્તાન શાંભળીને હૃદયમાંથી એકજ પ્રર્થના નીકળે છે, ભગવાન ગુલીસ્તાની આત્માને શાંતિ આપજે અને તેની બાળકીને જીવનમાં કોઇ કષ્ટ ન આપતો.... ગુલીસ્તાની બાળકીને ગુલીસ્તા જેવી કીસ્મત ન આપતો..