ઉજાગરા + વાયરા = અશ્રુવન ———-દીપક ત્રિવેદી
આંખોમાં લઈને ઉજાગરા
ભટકે છે શ્વાસો બહાવરા
કહી દો તો ખોબલિયે દેશું અરમાનો
— ને કહેશો તો આંખોનાં વન
મોરપિચ્છ આવે તો ટહૂકા પથરાશે
— ને સાથિયાઓ પૂરશે કવન ….
અમથા ન થાઓ કઈ આકરા
આંખોમાં લઈને ઉજાગરા …
માગો તો મો ’ લાતું આપી યે દઈએ
— ને આપીએ અમારા રીસામણાં !
તમને રીઝવવા તો , ગોકુળના ગિરધારી
— રાખ્યા છે દિવસો સોહામણાં !
ફુંકાશે રોમ – રોમ વાયરા !
આંખોમાં લઈને ઉજાગરા !
—————દીપક ત્રિવેદી