નો ચાન્સ, સર તમે મારા પપ્પાને ઓળખતા નથી. હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગીભર મારી સાથે વાત નહીં કરે. આ ભવની વાત જવા દો, આવનારા ર્ચોયાશી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે. એ પછી પણ એ મને જોઈને મોં ફેરવી લેશે.
'શું નામ છે?’ મેં સામે બેઠેલી માખણની મૂર્તિને પૂછયું.
એણે નામ જણાવ્યું, 'પર્ણવી બાબુલાલ શાહ.’ હું પૂછવા જતો હતો કે બાબુલાલ તમારા પતિનું નામ છે? પણ પછી અટકી ગયો. એની સાથે આવેલો હેન્ડસમ યુવાન કોઈ પણ સંજોગોમાં બાબુલાલ જેવા વીતેલી સદીના નામનો માલિક લાગતો ન હતો.
મેં મારા સવાલનું સ્વરૂપ બદલ્યું, 'મેરીડ કે અનમેરીડ?’
'હજુ સુધી અનમેરીડ છું, પણ બહુ નજીકના સમયમાં અમે મેરેજ કરવાનાં છીએ.’ પર્ણવીએ આટલું કહીને તીરછી નજર બાજુમાં બેઠેલા યુવાન તરફ ફેરવી.
'હજુ સુધી અનમેરીડ છું, પણ બહુ નજીકના સમયમાં અમે મેરેજ કરવાનાં છીએ.’ પર્ણવીએ આટલું કહીને તીરછી નજર બાજુમાં બેઠેલા યુવાન તરફ ફેરવી.
યુવાન ખરેખર સોહામણો લાગતો હતો. સપ્રમાણ ઊંચાઈ, ભરાયેલો ચહેરો, સુરેખ નાક-નકશો, ચબરાકીભરી આંખો, આધુનિક ફેશનની હેરકટ અને કીમતી વસ્ત્રો. બેલ્ટથી લઈને બૂટ સુધીનું બધું જ ખાસ પસંદગીનું, મોંઘું અને સુરુચિપૂર્ણ.
મેં આ કામદેવના સાકાર, સગુણ સ્વરૂપને ઉદ્દેશીને પૂછયું, 'લક્કી મેન વ્હોટ ઇઝ યોર નેઇમ?’
મેં આ કામદેવના સાકાર, સગુણ સ્વરૂપને ઉદ્દેશીને પૂછયું, 'લક્કી મેન વ્હોટ ઇઝ યોર નેઇમ?’
'અંગત આડતિયા. અમે એક જ જ્ઞાતિનાં નથી. એટલે પર્ણવીના ઘરેથી અમારા સંબંધ સામે ઉગ્ર વિરોધ છે. બટ વી આર ડિટરમાઈન્ડ ટુ ગેટ મેરીડ.’ અંગતે નામની સાથે ઘણું બધું કહી દીધું. મને મારા કન્સલ્ટિંગ રૂમના એકધારા બોરિંગ માહોલ વચ્ચે ક્યારેક આવું, કોઈ કપલ આવી ચડે, ત્યારે મઝા આવી જાય છે. હું એ પેશન્ટની ફરિયાદ, તપાસ અને સારવાર શરૂ કરતાં પહેલાં એમની સાથે ખાસ્સી એવી ગોષ્ઠિ કરી લઉં છું. આમ પણ આવાં યુવાન-યુવતીઓ જોડે સમય પસાર કરવાનું મને ગમે છે. ધે કીપ મી યંગ (એન્ડ રોમેન્ટિક ટુ). આ યંગિસ્તાન પાસેથી મને એકવીસમી સદીના રોમાન્સ વિષે ઘણું બધું જાણવા મળે છે. એમની વાતચીત, આધુનિક હરકતો, ચબરાકીભર્યા સંવાદો, હિંમતભરેલી છૂટછાટો અને કશુંય બોલ્યા વગર ઘણું બધું બોલી નાખતી બોડી લેંગ્વેજ. આવા લોકો મારે મન ગુરુઓ જેવા છે, હું શિષ્ય બનીને બધું જોતો રહું છું, સાંભળતો રહું છું.
બીમારીની વાત પર આવતાં પહેલાં મેં એમના પ્રેમસંબંધ વિષેની ચર્ચા આગળ વધારી, 'પર્ણવી, તમારાં મમ્મી-પપ્પાની મરજી વિરુદ્ધ જો તમે અંગત સાથે લગ્ન કરશો તો તમારો પિયરપક્ષ તમારી સાથેનો સંબંધ તોડી નહીં નાખે કે પછી મોટા ભાગના કિસ્સાઓમાં બનતું હોય છે તે પ્રમાણે છ-બાર મહિના પછી એ લોકો તમારો પુન: સ્વીકાર કરી લેશે?’
'નો ચાન્સ, સર તમે મારા પપ્પાને ઓળખતા નથી. હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગીભર મારી સાથે વાત નહીં કરે. આ ભવની વાત જવા દો, આવનારા ર્ચોયાશી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે. સાપ, કાચીંડો કે કૂતરા-બિલાડીનો અવતાર મળશે તો પણ અને ત્યારે પણ મને જોઈને મોં ફેરવી લેશે.’ પર્ણવીના શબ્દોમાં પોતાના પપ્પા વિષેની પાક્કી જાણકારી હતી અને એની આંખોમાં ભીનાશ.

'અને તેમ છતાં પણ તમે લવમેરેજ કરવાના નિર્ણયમાં મક્કમ છો?’ મેં પૂછયું. મારા માટે આ વાત એક મોટી, જટિલ માનસશાસ્ત્રીય ઘટના છે. હું લવમેરેજનો દુશ્મન નથી, પણ જ્યારે કોઈ છોકરીને એનાં મમ્મી-પપ્પાનાં હૃદય ઉપર પગ મેલીને એના પ્રેમી સાથે ભાગી જતી જોઉં છું ત્યારે સમજી નથી શકતો કે દોષ કોને આપવો શું એનાં માતાપિતાના ઉછેરમાં કે સંસ્કારસિંચનમાં ન્યૂનતા રહી ગઈ હશે કે પછી એ છોકરી અઢી અક્ષરના સુંવાળા, ચોકલેટી શબ્દ પાછળ મોહાંધ બનીને પોતાના જન્મદાતાઓને તરછોડવા તૈયાર થઈ ગઈ હશે? જગતમાં સૌથી વધુ હેન્ડસમ, સૌથી વધુ સ્માર્ટ અને સૌથી વધુ યોગ્ય મુરતિયો ભલેને હોય, પણ એનું પલ્લું માતાપિતાના પલ્લા કરતાં વધારે વજનદાર શી રીતે બની જઈ શકે?
આ બધા પ્રશ્નોનો જવાબ પર્ણવી પાસે હાજર હતો, 'પ્રેમ આગળ બધું તુચ્છ છે, સર અંગત મને એટલો બધો પ્રેમ કરે છે કે મને આખા જગતની નફરત મળે તો પણ પરવા નથી.’ આટલું બોલીને પર્ણવીએ પાછું અંગત તરફ જોયું. અંગતે પાંપણો ઝુકાવીને પ્રેમિકાના વિશ્વાસને અનુમોદન આપ્યું. એણે પર્ણવીનો હાથ પોતાના હાથમાં પકડી લીધો, જકડી લીધો. એની આ ચેષ્ટામાં પ્રેમ હતો, જે સપ્તપદીથી માંડીને સ્મશાન સુધી અતૂટ રહેવાનો હતો, એમાં આવનારાં સાત સાત જન્મો સુધી સંબંધ નિભાવવાનાં વચનો સમાયેલાં હતાં, પ્રતિજ્ઞાઓ પુરાયેલી હતી, એમાં જીવનભરનાં સમર્પણ અને વફાદારી ઝલકતાં હતાં. અંગત ખામોશ હતો, પણ એની ખામોશીમાં જાણે આ પંક્તિ ગુંજી રહી હતી : અપ્સરા કોઈ આયે તો દેખું નહીં...
હું ખુશ થયો. સાચો પ્રેમ. પાક્કી વફાદારી. દૃઢ નિર્ણય. એનાથી રૂડું બીજું શું હોઈ શકે? અલબત્ત, મને પર્ણવીનાં મમ્મી-પપ્પા વિષે તીવ્ર કક્ષાની સહાનુભૂતિ જાગી, પણ એ વિષે હું કશું જ કરી શકું તેમ ન હતો.
મેં એ વાત પર પૂર્ણવિરામ મૂક્યું, હવે મૂળ વાત પર આવ્યો, 'એની વે, તમારે મારી પાસે શા માટે આવવું પડયું એ જણાવો.’
મેં એ વાત પર પૂર્ણવિરામ મૂક્યું, હવે મૂળ વાત પર આવ્યો, 'એની વે, તમારે મારી પાસે શા માટે આવવું પડયું એ જણાવો.’
પર્ણવીએ પ્લાસ્ટિક બેગમાંથી એક ફાઈલ કાઢીને મારા ટેબલ ઉપર મૂકી દીધી, 'સર, આમાં બધા રિપોર્ટ્સ છે.’
'હું રિપોર્ટ્સ પછી જોઉં છું, પહેલાં એ જણાવો કે તમારી ફરિયાદ શી છે?’ મેં ફાઈલને હાથ પણ ન લગાડયો. મોટા ભાગના કન્સલ્ટન્ટ્સ આવું જ કરે, કારણ કે બીજાના રિપોર્ટ્સ અને નિદાન વાંચીને આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈએ તેવી પૂરી શક્યતા હોય છે.

પર્ણવીએ કહ્યું, 'મને બે-ત્રણ મહિનાથી પેટમાં દુખાવો રહ્યા કરે છે. મેન્સીઝ આવે ત્યારે પેઇન વધી જાય છે. એવું લાગે છે જાણે અંદર ગાંઠ હોય’
મેં એને તપાસવા માટેના ટેબલ પર લીધી. એ હજુ કુંવારી જ હતી, માટે પેટ પરથી જ શારીરિક તપાસ કરી, ખાસ કશું ચિંતાજનક જણાતું ન હતું. મેં એને કહ્યું, 'બહેન, તારો વહેમ ખોટો હોઈ શકે. કદાચ પેટમાં ગાંઠ હોય તો પણ એવડી મોટી તો નથી જ કે બહારથી જાણી શકાય. તારા પેટની સોનોગ્રાફી તપાસ કરાવવી પડે.’

'એ કરાવી લીધી છે, સર. રિપોર્ટ ફાઈલની અંદર જ છે.’ પર્ણવીએ ફરીથી મારું લક્ષ્ય દોર્યું. હવે મેં ફાઈલ હાથમાં લીધી. નદીની પેલે પારના વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા એક ગાયનેકોલોજિસ્ટની ફાઈલ હતી. હું સમજી શકતો હતો, ડોક્ટરે જાતે જ સોનોગ્રાફી ટેસ્ટ કરીને પછી રિપોર્ટ લખ્યો હતો : ગર્ભાશયમાં બધું બરાબર છે, પણ ગર્ભાશયની ડાબી-જમણી તરફ બે ગાંઠ હોય તેવું જણાય છે. મોટા ભાગે આ ગાંઠો...’ એ પછી જે વર્ણન લખેલું હતું તે ચુસ્તપણે તબીબી પરિભાષામાં હતી, પણ એ વાંચીને કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ સમજી જાય કે પર્ણવી જેવી કુંવારી છોકરી માટે આ સ્થિતિ જરા પણ આશાસ્પદ ન કહેવાય. ભલે એ ડોક્ટરે માત્ર શંકા જ વ્યક્ત કરી હતી, પણ જો એ શંકા હકીકતનું રૂપ ધારણ કરી લે તો પર્ણવી માટે જીવનમાં ક્યારેય ગર્ભ ધારણ કરવાનું લગભગ અસંભવ બની જાય.