ફિટનેસ - મુકુંદ મહેતા
ખાંડ એટલે શું?
ખાંડને કોણ ના ઓળખે? સ્વાદમાં ગળી લાગે. ચા હોય કે કોફી કોઇપણ પીણું ખાંડના ગળપણ વગર અધૂરૃં લાગે. સાયન્સની ભાષામાં ખાંડને 'કાર્બોહાઇડ્રેટ્સ' કહેવાય જે ત્રણ એલીમેન્ટના બનેલા છે. ૧. કાર્બન ૨. હાઇડ્રોજન ૩. ઓક્સીજન. આ કાર્બોહાઇડ્રેટસના પાછા વિભાગ પાડયા છે. સીમ્પલસુગર એટલે 'મોનોસેકેટાઇડઝ' જેમાં ૧. 'ગ્લુકોઝ' ('ડેક્ષટ્રોઝ') ૨. ફ્રુકટોઝ (ફ્રુટ સુગર) અને ૩. ગ્રેલેકટોઝ. ટેબલ સુગર અથવા પાસાદાર દાણાવાળી સફેદ સુગર જે ખોરાકને ગળ્યો કરવા વપરાય છે તે 'સુક્રોઝ' કહેવાય છે અને તે ડાયસેકટાઇડઝ છે. બીજા ડાયસેકેટાઇડઝ માલ્ટોઝ અને લેકટોઝ છે. સામાન્ય માનવીને ખાંડને ઓળખવાની ખબર પડે માટે આટલું યાદ રાખવું કે, દરેકે દરેક સુગરના વૈજ્ઞાાનિક નામમાં છેડે 'ઓ.એસ.ઇ.' આવે આવી સુગર ૧૬ જાતની છે. જે મોટેભાગે ગળપણ વાળા છોડ (શેરડી), ફળો (કેરી-કેળા-દ્રાક્ષ), શાકભાજી (બીટ-શક્કરીઆ)માંથી મળે છે. મોટેભાગે હાલ શેરડી અને બીટમાંથી સુગર કાઢવામાં આવે છે. અને શેરડીને પીલી તેમાંથી ગોળ અને આ ગોળને પ્રયોગશાળામાં જુદી જુદી પ્રક્રિયા કરી જે સફેદ ખાંડ આપણે ખાઇએ છે તે ખાંડ (સુગર) બનાવવામાં આવે છે.
બજારમાં મળતા ખાંડના પ્રકારો
૧. દળીને એકદમ પાવડર કરેલી ખાંડને 'બુરૃ ખાંડ' અથવા 'આઇસીંગ સુગર' જે પીપરમીટ - બિસ્કીટ - કેક - પેસ્ટ્રી માટે વપરાય છે.
૨. પાસાદાર દાણાને ટેબલસુગર કહેવાય જે ખાંડ તરીકે ચા-કોફીમાં વપરાય છે.
૩. બ્રાઉન સુગર જેમાં પાસાદાર દાણાને મોલેસીસ લગાડી વપરાય છે જે ટોફી કેક બ્રેડમાં વપરાય છે.
૪. સુગર ક્યુબ જે હોટલોમાં ખાંડના વિકલ્પે વપરાય છે.
સુગરના બીજા ભાગને કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટસ કહે છે. અનાજ (ઘઉં, ચોખા, બાજરી, મકાઇ, કઠોળ, દુધ, બધા ગળ્યા લાગતા ફળો અને શાકભાજીમાં રહેલી ખાંડ કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ કહેવાય છે. આમ જુઓ તો ઓછાવત્તા પ્રમાણમાં દરેક કુદરતી ખોરાકમાં સિમ્પલ અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટસ હોય છે. કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ્સ જે અનાજમાં હોય છે તેને સ્ટાર્ચ કહે છે.
ખાંડ ખાવાના ફાયદા
૧. શરીરના દરેક કાર્યમાં શક્તિ આપવાનું કામ ખાંડ કરે છે. ૨. શક્તિ આપવાના કામ સાથે તમારૃં શરીર તેનો ઉપયોગ કેટલી ઝડપથી કરે છે તેની ઉપર આધાર રાખે છે. સુગર શરીરમાં એબસોર્બ થાય પછી તેનું પ્રમાણ એકદમ વધી જાય નહીં માટે પેન્ક્રીઆસમાંથી ઈન્સ્યુલીન નામનો પદાર્થ નીકળે છે જે વાપર્યા પછી વધેલી સુગરનું ગ્લાયકોજનમાં રૃપાંતર કરી લીવરમાં ડીપોઝીટ કરે છે. આ ડીપોઝીટ થએલા ગ્લાયકોજનનો ઉપયોગ જ્યારે શરીરને શક્તિ જોઇએ ત્યારે થાય છે. આ રીતે સુગરનું નિયમન થાય છે. ૩. સુગર સ્વાદમાં ગળી લાગે છે જે શરીરને શક્તિ આપવા ઉપરાંત તેના સ્વાદ અને સુગંધથી મગજમાં સારાં તત્વો નીકળે છે જેથી માનવીને આનંદ થાય છે.
ખોરાકમાં તમે ખાંડ કે ખાંડવાળ પદાર્થો તદ્દન બંધ કરો તો શું થાય? ઃ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડીકલ સેન્ટર (યુ.એસ.એ.)ના એક રીપોર્ટ પ્રમાણે જો તમે ખાંડ અને ખાંડવાળા પદાર્થો ખોરાકમાંથી બંધ કરી દો અને સાથે ફ્રુટ કે દૂધ પણ ના લો તો તમને ખૂબ થાક લાગે કારણ આ ખાંડથી જ તમને શક્તિ મળે છે. થાક સાથે માથુ દુખે, તમારી એકાગ્રતા જતી રહે. ચિડીયાપણું આવે. શરીરમાં હાઇપોગ્લાઇસીમીઆ (ખાંડનું લેવલ ઓછું થવું) થાય. જો તમે વજન ઓછું કરવા એકદમ સ્ટ્રીકટ ડાયેટીંગમાં કોઇવાર એસીડોસીસ થાય. પેશાબાં લોહી જાય. યાદશક્તિ જતી રહે. આવો અખતરો કદાપી ના કરશો.
ખોરાકમાં સીમ્પલ કાર્બોહાઇડ્રેટ વાળા પદાર્થો પ્રમાણસર લો તો શું થાય
૧. દાંત લાંબા વખત સુધી સારા રહે. કેવીટી ના પડે. ૨ થાક ના લાગે અને આગળ બતાવેલા કોઇ લક્ષણો થાય નહીં. એકાગ્રતા રહે. નોકરી ધંધામાં તકલીફ થાય નહીં. ૩. હાર્ટએટેક આવવાની શક્યતા ઘટે કારણ સંશોધકો જણાવે છે કે જ્યારે તમે ખોરાકમાં સીમ્પલ કાર્બોહાઇડ્રેટ ઓછા કરો છો ત્યારે કુદરતી રીતે તમારા શરીરમાં ટ્રાઇગ્લીસરાઇડઝનું અને કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી. આને લીધે હાર્ટએટેક કે બ્રેઇન એટેક (સ્ટ્રોક) આવતા નથી. ૪. તમારા શરીરમાં જો સીમ્પલ કાર્બોહાઇડ્રેટ વધારે જાય તો તમારા શરીરમાં 'ઈન્સ્યુલીન રેસીઝટન્સ' વધે અને ડાયાબીટીસ થાય. આનાથી ઉલટું જો સીમ્પલ કાર્બોહાઇડ્રેટ ઓછા લો તો ઈન્સ્યુલીન રેસીઝટન્સ ઘટે અને તેથી મોટી ઉમરે ટાઇપ-૨ ડાયાબીટીસ થવાની શક્યતા ઘટે. ૫ વજન વધે નહીં કારણ લોકો સ્ટ્રેસમાં હોય ત્યારે તેમને ગમતો ગળ્યો ખોરાક વદારે ખાય છે જેમાં ખાંડ ઉપરાંત ચરબી પણ હોય છે. સીમ્પલ કાર્બોહાઇડ્રેટ ઓછા લો તો વજન વધવાની ચિંતા ના રહે. ૬. કેન્સર થવાની શક્યતા ઘટી જાય કારણ ખોરાકમાં 'ફીરેડિક્લ' ઓછા જાય.
શરીરને તંદુરસ્ત રાખવા કયા કાર્બોડ્રાઇડ્રેટ ના લેવા જોઇએ
આગળ જણાવ્યા પ્રમાણે કાર્બોહાઇડ્રેટ વધારે પણ ના લેવાય અને તદ્દન બંધ પણ ના થાય તો તમારે તમારા ખોરાકનું પ્લાનીંગ કેવી રીતે કરવું જોઇએ જેથી શરીરને ફાયદો થાય અને નુકસાન થવાની શક્યતા રહે નહીં. કુલ કેલરીના ૬૫ ટકા જેટલી કેલરી તમારે કાર્બોહાઇડ્રેટમાંથી લેવાની છે એ ખ્યાલ રાખશો.
૧. રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે મેંદો અને મેંદાથી બનેલી વસ્તુઓ ખોરાકમાં બંદ કરવી જોઇએ. દિવાળી વખતે મેંદાની ફરસીપુરી - ઘુઘરા અને બીજી વાનગીઓ પ્રમાણસર ખાવી જોઇએ.
૨. આજકાલના ઈટાલીઅન અને મેક્સીકન ફૂડમાં તમે પીઝા, પાસ્તા, મેગી, જેવી ઘણી ફક્ત મેંદામાંથી બનાવેલી વાનગીઓ ખાઓ છો તે પ્રમાણસર ખાઓ.
૩. ગ્લુકોઝના બિસ્કીટ, ખારી બિસ્કીટ, સફેદ બ્રેડ અને દરેક પ્રકારના મેંદામાંથી બનાવેલા ખોરાક ખાઓ તો પ્રમાણસર ખાઓ.
૪. બજારમાં તૈયાર મળતા 'એનરીચ્ડ ફ્લોર' ચોકસાઇથી લેવા જોઇએ કારણ ભારતમાં આવા તૈયાર લોટ જેમાં વિટામિન મિનરલ્સ કેલ્શ્યમ વગેરે નાખેલા હોય છે તેવો દાવો હોય છે તે ઘણા કિસ્સામાં ખોટો હોય છે. ખાસ કરીને બ્રેડ, સ્નેક ફૂડ, બેકડ આઇટેમ લેતા પહેલાં ખાસ ધ્યાન રાખશો.
૫. તળેલા ખોરાક જેમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સ્ફેટ આવે તેમાં ખાસ કરીને પોટેટો ચીપ્સ, આલુ પરાઠા, બધા જ પ્રકારના હોટેલ કે રેસ્ટોરંટમાં મળતા સુપ સાથેના સ્ટાર્ટર, ભજીયા, દાળવડા, ગોટા, બટાકાવડા વગેરે ખાવામાં કંટ્રોલ રાખો.
૬. બધા જ પ્રકારના સોફટ ડ્રીંક્સ, શરબતો, ક્રીમ સાથેના ફ્રુટ સલાડ ના લેવા જોઇએ.
અમેરીકન મેડીકલ એસોસીએશનની ગાઇડલાઇન પ્રમાણે તમારો ખોરાક વેજીટેરીઅન હોય કે નોન વેજીટેરીઅન, ભારતીય હોય કે પરદેશી તમારે સીમ્પલ સુગર (ખાંડ - ગોળ - મધ)નું પ્રમાણ ૨૦ ગ્રામ (પાંચ ચમચી)થી વધારે (ડયારેક્ટ ઈન્ડાયરેક્ટ) લેવા ના જોઇએ. બાકીના ૪૦ ગ્રામ (૮ ચમચી) કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ લેવા જોઇએ. કમનસીબી છે કે મોટા ભાગના લોકો આ ધોરણ જાણે અજાણે પાળતા નથી.
તમારે શું કરવાનું છે
૧. સુગર (ખાંડ) અને ખાંડવાળા પદાર્થો જોવા ગમે, સ્વાદિષ્ટ લાગે અને આનંદ આપે. હું ના કહું તો પણ તમારે ખાધા વગર ચાલશે નહીં. ખાસ કરીને ઉત્સવપ્રિય (ફેસ્ટીવલ ડેઝ) લોકોને જાણે અજાણે ખોરાક, ખાસ કરીને ગળ્યો, જુએ નહીં અને ભાન ભૂલી જઇને જે ફાવે તે અને જેટલું ભાવે તે ખાધા જ કરે છે. આવા લોકોને મારી સલાહ છે કે જેમ તમારી આવક પ્રમાણે તમે ખર્ચ કરો છો તે જ રીતે ખર્ચ કરીને (કસરત કે કોઇ પણ પ્રકારનો શ્રમ કરીને) કેલરી કમાઇને તમે ગળ્યું પ્રમાણમાં ખાઓ તો કોઇ પ્રોમ્લેમ નથી કેલરી વાપરો અને કેલરી કમાઓ એ બેલેન્સ રાખો. ફક્ત ખાંડ માટે નહીં પણ ચરબીવાળા ખોરાક માટે પણ આ લાગુ પડે છે.
૨. ખરાબ લાગશે પણ પેલી કહેવત 'રાંડયા પછીનું ડહાપણ' જેવું કદાપી ના કરશો. મન મજબૂત રાખો. શરીરનો બી.એમ.આઇ. ૧૯થી ૨૪નો રાખો. મતલબ શરીરને સપ્રમાણ રાખો. આ વાત પણ યાદ રાશો કે તમે ''ખાવા માટે જીવો છો'' કે ''જીવવા માટે ખાઓ છો'' એ નક્કી કરી લેશો.
૩. ખાંડ જીંદગીભર પરેશન કરનાર (પૈસા ટકાથી અને શારીરિક પરેશાનીથી) ડાયાબીટીસ, હાર્ટએટે, બી.પી. જેવા રોગો થાય તે પહેલાં 'અગમચેતી એ સાવચેતી' આ નિયમ યાદ રાખી તમે યુવાન હો ત્યારે જ ચેતી જાઓ.
૪. ''અત્યારે લહેર કરવા દો પછી જોઇશું'' આવો નિર્ણય પણ ના કરતા કારણ પછી (ઉમર થશે ત્યારે) શરીર જવાબ નહીં આપે. કસરત કરવાની દૂર પણ પથારીમાંથી ઊભા પણ નહીં થઇ શકો. આ ખ્યાલ અવશ્ય રાખશો. તમારા ઈષ્ટ દેવ તમને સદબુદ્ધિ આપે.

-Gujarat Samachar