20130314

ભારતના સમોસા દુનિયાભરમાં છવાઈ ગયા


હમ્મમ્મમ્મ... વાહ.....સસસસસસ..... આહાહાહ..... સમોસા.... !

આ ટેસ્ટી ત્રિકોણિયું વગર વિઝાએ વિશ્વના અનેક દેશોમાં ઘુસી ચૂક્યું છે અને બાૃધાને સિસકારા બોલાવી રહ્યું છે.
અમેરિકામાં શહેરોમાં ટેક આઉટ જોઇન્ટ્સાૃથી માંડીને ઉપનગરોમાં ગ્રોસરી સ્ટોરના ફ્રોઝન ફુડ સેક્શન સુાૃધી બાૃધે જ સમોસા મળે છે. અમેરિકનો તેને ટ્રાઇ કોર્નર્ડ કોર્નરસ્ટોન ઓફ ાૃધ સબકન્ટીનેન્ટ કહે છે. અમેરિકામાં સમોસા લાંબા સમયાૃથી અને પુષ્કળ પ્રમાણમાં ખવાય છે.
ઉનાળાની એક બપોરે બે છોકરાઓ શિકાગોના ગ્રાન્ટ પાર્કમાં લેલાપાલુઝા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન શેફ સુઝી સિંહના વિખ્યાત સમોસા ખાવા માટે એક ટ્રક પાસે લાઇન લગાવીને ઊભા હતા. ત્રણ પ્રકારના સમોસા મળતા હતા.  'ાૃધ એડિક્શન' યાને કે બટર ચિકનવાળા સમોસા, 'ાૃધ ક્લાસીક' યાને આલુ મટરવાળા સમોસા આમલીની ચટણી સાાૃથે અને 'એપલ પાઇ' એટલે કે બે મિનિ સમોસા કેરમેલ સોસ સાાૃથે... એ છોકરાઓએ ાૃધ ક્લાસિકનો ઓર્ડર આપ્યો.
સુઝી સિંહે હસતા હસતા કહ્યું કે 'સાત વર્ષના અમેરિકન છોકરાઓ ફુડ ટ્રક પર આવીને આલુ મટર સમોસા માગે છે. તેમને આ નામ યાદ રહી ગયું છે એ ખરેખર આનંદદાયક છે.'
સુઝી શિકાગોમાં મોટી ાૃથઈ છે. તે પંજાબી અમેરિકન છે. તે ફુડ ટ્રક ચલાવે છે અને અમેરિકનોને ભારતીય ખાણીપીનો ચસ્કો લગાડવાનું કામ કરી રહી છે. તે માને છે કે ફુડ ટ્રકને લીાૃધે પ્રયોગશીલતાને ઉત્તેજન મળે છે. ૨૦૧૧ના માસ્ટર શેફ ટીવી શોમાં સ્પાૃર્ધક તરીકે આવેલી સુઝી એન્જિનિયર છે. તે કહે છે કે 'ફુડ ટ્રક મારુ એ રસોડું છે કે જ્યાં હું સતત નવા નવા પ્રયોગો કરતી રહું છું.'
અમેરિકાની અનેક પાર્ટીઓમાં એપિટાઇઝર તરીકે સમોસા પીરસવામાં આવે છે. સબર્બન સુપર માર્કેટોના ફ્રોઝન સેકશનમાં બાઇટ સાઇઝના સમોસા મળે છે.
સેફ્રોન રોડના ક્રિસ્પી સમોસા ડઝનના હિસાબે પેકિંગમાં આવે છે. પ્લાસ્ટીક ટ્રેમાં વ્યવસૃથીત ગોઠવીને એપિટાઇઝર તરીકે પીરસવામાં આવે છે.  ગ્રીક સ્ટાઇલ ફિલ્લો પ્રમાણે બાંાૃધેલા લોટમાં મસાલો પેક કરીને સમોસાને ૨૦ મિનિટ સુાૃધી શેકીને તૈયાર કરવામાં આવે છે. આ વાનગીનું નામ છે હોર્સ ડી'અવર્સ. ત્રિકોણાકાર હોવા છતાં પણ આ વાનગીને સમોસા તરીકે ઓળખવી મુશ્કેલ છે. સાન માટેેઓ કેલિફોર્નિયાની ઇન્ડિયન ફુડ સ્ટ્રીટમાં સમોસાનો ભૂક્કો કરીને ખાવામાં આવે છે. સાન ફ્રાન્સીસ્કોમાં પેસ્ટ્રીમાંાૃથી બનાવાયેલી પ્લેટ પર સમારેલી લીલોતરી પીરસવામાં આવે છે અને બાજુમાં બે સમોસા મૂકવામાં આવે છે.
ટેક્સાસમાં વળી સમોસાની નવી ક્રીએટીવીટી કરવામાં આવી છે. સમોસા હટ અને ગ્રીલ રેસ્ટોરાંમાં ાૃથાઈ ચિકન અને ચીઝ પીઝા ખાાૃધા બાદ ડેઝર્ટ તરીકે ડલ્લાસ ચોકો કેક સમોસા સન્ડે આપવામાં આવે છે. માાૃથે વ્હીપ્ડ ક્રીમ લગાડવામાં આવેલું હોય છે. સાઉાૃથ હોસ્ટનના કિરન રેસ્ટોરાં અને બારમાં મશરૃમ અને ફેટા સમોસા પીરસવામાં આવે છે. ાૃથોડા વધુ ડોલર ખર્ચો તો ક્રેબ(માછલી કે કરચલાનું માંસ) સમોસા ખાવા મળે છે.
સન્નીવેલમાં સ્કુલની બહાર મળતા હોય એવા વરસાદી બપ્પોરે ખાવા જેવા મસાલેદાર સમોસા મળે છે. રેસિપીમાં સતત સુાૃધારો કરવાનું કામ પડકારભર્યું છે, પરંતુ અમેરિકનો સમોસા પ્રેમીઓની બીજી પેઢી માટે અવિરતપણે પ્રયોગો કરતા રહે છે.


-Gujarat Samachar