બીઓ સાઉન્ડ ૮
- બીઓ સાઉન્ડ ૮ એક નવી સાઉન્ડ સિસ્ટમ
બીઓ સાઉન્ડ ૮ એક નવી સાઉન્ડ સિસ્ટમ છે જેની ઉપર આઇપેડ મૂકવાથી ૧૦૫ વોટ ડૉક જોરદાર સાઉન્ડ ઉત્પન્ન કરે છે. આ સાઉન્ડ સિસ્ટમ ૯.૭ ઇંચના આઇપેડથી માંડીને અતિ નાના નવા નેનોમાંથી જબરજસ્ત અવાજ કાઢી શકે છે.
આ સાઉન્ડ સિસ્ટમમાં ૩.૫ મિ.મિ. જેક પણ છે. તમારા રૃમના રંગો સાથે મેચ કરવા તમે લાઉડસ્પીકર પર રંગીન કવર પણ ચડાવી શકો છો.
સિસ્ટમની મધ્યમાં જ ૪ વે ક્લિકર છે પરંતુ તમે ટચસ્ક્રીન વડે વિશેષ મઝા માણી શકો છો. ૩.૫ જેક અને આઇપેડની મસ્તીભરી સંગીતમય મહેફિલ માણવા તમારે લગભગ બાણુ હજારનું કાણું તમારા વોલેટમાં પાડવું પડે...
***
તમારો મૂડ પૂંછડી
વડે જાણી શકાશે...
જાપાનના વૈજ્ઞાાનિકોએ એક સેન્સર ધરાવતી પૂંછડી શોધી છે. આ પૂંછડી પટ્ટાની માફક પહેરી શકાય છે. જો પહેરનાર સારા મૂડમાં હોય તો પૂંછડી હાલે છે અને ખરાબ મૂડમાં હોય તો પૂંછડી સ્થિર રહે છે.
આ સેન્સરવાળી પૂંછડીના સેન્સર પહેરનારના નાડીના ધબકારાનું ધ્યાન રાખે છે. જેટલા હૃદયના ધબકારા વધે એટલી પૂંછડીની ધુ્રજારી પણ વધે છે. જ્યારે વ્યક્તિ શાંત હોય ત્યારે હાથની ગતિ ધીમી હોય છે એટલે આ કૃત્રિમ પૂંછડી પણ શાંત હોય છે.
બાળકો સાથે રમતા કે બહાર પાર્ટીમાં ગયા હો ત્યારે આવી પૂંછડી એક ફન બની રહે છે. તમે સાથી મિત્ર સાથે ડેટ પર જાવ ત્યારે આ પૂંછડી શરીર પર લટકાવી શકો છો. તમારા મૂડની જાણ તમારા સાથીને થઈ શકે છે અને તે જરૃરી મદદ કરી શકે છે.
***
મમ્મી, બરાબર જમજો...!
પ્રેગનન્સી દરમ્યાન માતા જે ખોરાક લે છે તે તેના બાળકનો ઘશછ બદલવા સમર્થ હોય છે. આ ક્રિયા એપિજીનેટિક કહેવાય છે અને તે બાળકને પછીથી જાડીયું બનાવી શકે છે.
'ડાયાબિટીસ' નામની જર્નલમાં પ્રસિધ્ધ વૈજ્ઞાાનીક રિપોર્ટ પ્રમાણે માતા જાડી કે પાતળી હોય પરંતુ બાળક વધારે પડતું વજન ધરાવતું બની શકે છે. પ્રેગનન્સીના પ્રથમ ટ્રાઈમેસ્ટર દરમ્યાન લેવામાં આવતો ખોરાક ઉપરોક્ત ફેરફાર માટે વધુ જવાબદાર હોય છે.
એપિજીનેટિક ફેરફારો લાઈફ સ્ટાઈલના પરિબળો જેવા કે ખોરાક, વ્યાયામને પણ પાછળથી અસર કરે છે.
હ્યુમન રિપ્રોડક્શનના અભ્યાસ પ્રમાણે જાડી મહિલાઓને બાળક ગુમાવવાની શક્યતા વધી હોય છે એટલે મ્સ્ૈં ૨૩ની નીચે રાખવો જરૃરી છે.
***
સ્પોર્ટ્સ વૉચ
એક સમય એવો હતો કે જ્યારે રમતગમતમાં રેફ્રીઓ જ ઘડિયાળ રાખતા. હવે લાખો રૃપિયાના ખેલ સેકન્ડ આધારિત હોવાથી પ્રેક્ટિસ દરમ્યાન પણ એથ્લેટ પોતાની પાસે ઘડિયાળ રાખે છે અને રમતને સેકન્ડના ફ્રેક્શનમાં સુધરતી જોવા માગે છે.
જીમમાં જનારા અને દોડનારા રમતવીરો માટે નાઇકીએ ટોમટોમ (જીપીએસ માટે) સાથે સહયોગ કરી રમતગમત ક્ષેત્રે એક કદમ આગળ વધ્યું છે.
હવે બિલ્ટ-ઇન હોવાથી નાઇકીના બુટ પહેરવાની જરૃર નથી. આ રિસ્ટ બેન્ડમાં પોર્ટ પણ છે. ગ્રેટ આ બધું જ હોવા ઉપરાંત આકર્ષક બે રંગી ડિઝાઇન સાથી મિત્રોને ઇમ્પ્રેસ કરવા પૂરતી છે.
-Gujarat Samachar