20120913

રૂપ નિખારતાં ફળ-શાકભાજી



દ્રાસુંદર દેખાવું સહુને ગમે છે. સુંદર બનવાની લ્હાયને લીધે જ ઠેકઠેકાણે બ્યુટિપાર્લર ખુલ્યા છેઅને ઘરે ઘરે બ્યુટિશિયનો જવા લાગી છે. વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો બજારમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. પરંતુ ઘરગથ્થુ ઉપાયોથી ત્વચા સ્વસ્થ, ખૂબસૂરત અને ચમકીલી થાય છે તેમાં કોઇ શક નથી. અહીં રોજંિદા વપરાશમાં આવતા ફળ-શાકભાજી તથા અન્ય ખાદ્યપદાર્થોના ઉપયોગ જણાવવામાં આવ્યા છે.

કોબી
કોબીના બે-ત્રણ પાંદડાને પીસીને રસ કાઢો. પા ચમચી યીસ્ટ અને એક ચમચી મધ ભેળવવું. બરાબર ભેળવી ચહેરા પર જાડું થર લગાડવું. પંદર મિનિટ બાદ પાણીમાં ભીંજવેલા કોટનથી ચહેરા પરની આ પેસ્ટ દૂર કરવી.ચહેરા પરની કરચલી અને રૂક્ષતા દૂર કરીને ત્વચાને ફૂલ જેવી તાજગી બક્ષે છે.

રૂક્ષ ત્વચા
સમારેલી કોબીને દૂધમાં બાફવી. ઠંડી પડે પછી આ મિશ્રણ ચહેરા, ગરદન પર ૨૦ મિનિટ લગાડી રાખીને હુંફાળા પાણીથી ધોઇ નાખવું.

તૈલીય ત્વચા
કોબીના પાન તથા ઇંડાની સફેદીને સાથ ેવાટીને ચહેરા પર ૨૦ મિનિટ લગાડી રાખવું. પાણીમાં પલાળેલા કોટનથી ચહેરા પરથી પેસ્ટ દૂર કરીને ચહેરો બરાબર ધોઇ નાખવો.

ચમકીલી ત્વચા કરવા
કોબી ત્વચાને ચમકીલી કરે છે. કોબીના રસને ચહેરા પર લગાડીને ૧૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. નિયમિત લગાડવાથી ચહેરા પરના કાળા ડાઘા દૂર કરે છે અને ત્વચાને ચમકીલી કરે છે.

એવોકાડો
આ એક વિદેશી ફળ છે છતાં તેના તેમાં સમાયેલા અપાર ગુણને કારણે તે ફક્ત ત્વચા જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નિવડે છે.
એવોકાડો એન્ટિ-ેએજંિગ હોવાથી પ્રોઢાવસ્થામાં ઉપયોગી નવીડે છે. કરચલી દૂર કરીને ત્વચાન ેમુલાયમ તથા ચમકીલી બનાવે છે. તેનામાં વિટામિ એ, ડી અને ઇ સમાયેલા હોય છે તેમજ પ્રોટીન, લેસિટિન, પોટેશિયમ અને બીટા-કેરોટિન હોય છે જે કેન્સર સામે લડત આપવામાં ઉપયોગી છે. તેમાં સ્ટિરોલિન્સ પણ હોવાથી તેના ઉપયોગથી ત્વચા પરના જખમમાં જલદી રૂઝ આવે છે તેમજ ત્વચા પરના ડાઘા અને વયને કારણે થતા ત્વચા પર થતી અસર દૂર કરે છે.
બે એવોકાડો, ૩ ચમચી મીઠુ, પા કપ મધ, લીંબુની છાલની પેસ્ટ તથા લીંબુનો રસ, પા કપ કોપરેલ લઈને મુલાયમ ક્રિમી પેસ્ટ બનાવવી અને ચહેરા પર ૧૦ મિનિટ માટે લગાડવી. હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો.
આંખ નીચે ‘પફીનેસ’ માટે એવોકાડો રામબાણ ઇલાજ સાબિત થયું છે. એવોકાડોને છોલી તેના બિયા કાઢી તેની સ્લાઇસ કરવી. હવે ચતા સૂઇ જવું અને આંખની નીચે એવોકાડોની સ્લાઇસ ૨૦ મિનિટ રાખવી.
પા એવોકાડો, એક ઇંડાની સફેદી તેમજ બે ચમચા ઓટીિલ અનેએક ચમચી લીંબુનો રસ લઇ મિકસરમાં બ્લેન્ડ કરવુંય હાથ પર ૨૦ મિનિટ આ મિશ્રણ લગાડી રાખવું અને હુંફાળા પાણીથી ધોઇ નાખવાથી રૂક્ષ, રફ ત્વચા મુલાયમ તેમજ રેશમ જેવી થાય છે. આ ઉપાય શિયાળામાં વઘુ લાભ આપે છે.

અન્ય ટિપ્સ
ચહેરા પર લાલ ટામેટાનો રસ લગાડવો. ટમાટેના પૈતાને ચહેરા પર રગડવા. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા પરન ીકરચલી દૂર થઇને ત્વચાને ચમકીલી કરે છે.
આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરવા બટાકાનો રસ લગાડવો અથવા તો કાચા બટાકાના પૈતાને કાળા કુંડાળા પર રગડવો.
નારંગીના રસને ચહેરા પર રગડવાથી સૌંદર્ય નિખરે છે.
દૂધની મલાઇ અથવા દૂધ ચહેરા પર લગાડવું અને થોડુ ંસુકાયા પછી તેના પર મીઠું રગડવુ જેથી મૃત ત્વચા તેમજ ત્વચા પરનો મેલ નીકળી આવશે ત્યાર બાદ લીંબુ અને મધનું મિશ્રણ સંપૂર્ણ ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચાનો વાન નિખરે છે.ચણાનો લોટ, હળદર, દહીં, ગુલાબજળને ભેળવી પેસ્ટ બનાવી અઠવાડિયામાં એક વાર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. આ પેકને ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકાય. તૈલીય ત્વચા માટે આ ઉપયોગી પેક છે. પગ તથા હાથ પર લીંબુનો રસ ત થા મલાઇની પેસ્ટ લગાડવાથી વાન નિખરે છે.
-દિજીતા


-Gujarat Samachar