થોડાક વખત પહેલાં એક નવી વેબ સાઈટ વિશે ભાળ મળી; અને મન મહોરી ઊઠ્યું.
આશરે ચાર વર્ષ પહેલાં એક સ્વપ્ન ઉદભવ્યું હતું -
ગૂગમ
એમાંથી થોડાંક ટાંચણ ..ગુજરાતી ભાષા મરવા પડી છે, લુપ્ત થવાની અણી પર છે : એ માન્યતા ખોટી છે.કારણકે,
- લાખોમાં ફેલાવો ધરાવતાં, ઘણી સારી સંખ્યામાં ગુજરાતી દૈનિકો છે.
- હજારોમાં ફેલાવો ધરાવતાં નામાંકિત ગુજરાતી સામાયિકો પણ ઘણી સારી સંખ્યામાં છે.
- ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા પરિષદ, ગુજરાતી વિશ્વકોષ સંસ્થા, ગુજરાતી લેક્સિકોન જેવી સંસ્થાઓ ગુજરાતી ભાષાની માવજત ઘણા વર્ષોથી કરી રહી છે.
- સેંકડોની સંખ્યામાં ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગો અસ્તિત્વ ધરાવતાં થયા છે.
- અને સૌથી વધારે અગત્યની વાત – છ કરોડ લોકો ગુજરાતીમાં વિચારે છે; એમને ગુજરાતીમાં સપનાં આવે છે: દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ.
જે ચિંતા સૌને છે તે,
- બોલાતી ગુજરાતી બદલાઈ રહી છે; તે અગે છે.
- તેનું લેખિત સ્વરૂપ બદલાઈ રહ્યું છે; અરાકતા ફેલાયેલી છે – તે અગે છે.
- અંગ્રેજી શબ્દોના, અંગ્રેજી શિક્ષણના વધતા જતા પ્રભાવને કારણે છે.
- ગુજરાતમાં જ તેની કિમત ‘શું શાં પૈસા ચાર’ થઈ ગઈ છે; તે માટે છે.
આ અભિયાન વિશે થોડુંક વાંચ્યું અને આ ભાવના પોષાતી લાગી.
નીચેની વાત આ વેબ સાઈટને અન્ય ગુજરાતી વેબ સાઈટોથી જુદી ઠેરવે છે.
પરામર્શક
અભિયાનના કાર્યવાહકો ને મુલ્યવાન માર્ગદર્શન પરામર્શક ગણ અર્પે છે. આમાં સમાવેશ થાય છે: પૂજ્યશ્રી મોરારી બાપુ, નારાયણભાઈ દેસાઈ, ગુણવંતભાઈ શાહ, રવીન્દ્રભાઈ દવે, પંકજભાઈ જોષી તથા અન્ય.
સહયોગી સંસ્થાઓ
અભિયાન સાથે રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ જોડાય તે હિતાવહ જેથી તેમની જાણકારીનો અભિયાનને લાભ મળે. હાલ આવી સંસ્થાઓ છે:ગુજરાતી સાહિત્ય પરિષદનું માતૃભાષા સંવર્ધન કેન્દ્ર , ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વકોશ , શારદા વિદ્યામંદિર, કડી સર્વ વિદ્યાલય, ચારુતર વિદ્યામંડળ, અક્ષરા, વિવેકાનંદ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પ્રેમની પરબ(સાયલા) , તથા અન્ય.
કેન્દ્રો
ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ અભિયાનમાં આ લોકભાગીદારીમાં વધારે લોકો જોડાય તે આવશ્યક છે. ગુજરાતભરમાં પચાસ કેન્દ્ર સ્થપાય તેવી અમારી અપેક્ષા છે.
માતૃભાષા અભિયાનને આપણે સૌ ટેકો આપીશું ને?
