Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." - Swami Sachchidanand
(A) BHAAGWAT-BHADARAN
Side 1A - BHAAGWAT - BHADARAN - @4.54min. પ્રવચનની શરૂઆત. મહિમ્ન સ્ત્રોત્ર પરમેશ્વરની સ્તુતિ કરનારું સ્ત્રોત્ર છે. એ સ્ત્રોત્રની રચના જુદી રીતે થઇ છે, એને રચનારા પુષ્પદંત શિવજીનો વહાલામાં વહાલો ગણ હતો. જે વધારે પડતું માણસ વહાલું હોય તે વધારે મોઢે ચઢેલું હોય છે અને તેથી તે આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરી શકે નહિ. એ એમ સમજે કે મને વિશેષ હક્ક છે. એક વાર શિવજીએ કહ્યું કે પાર્વતી, હું તને ખાનગીમાં ખાનગી એક વાત કહેવા માંગુ છું, પણ આ વાત બીજા કોઈ પાસે જાય નહિ. પાર્વતીએ બધાને કૈલાસ ખાલી કરવાનો હુકમ કર્યો. બધા ગણ ચાલ્યા ગયા પણ એક શિવજીનો લાડકો ગણ પુષ્પદંત ગયો નહિ, અને રહસ્ય સાંભળવા પોપટ થઈને રહી ગયો. શિવજીએ ગુપ્તમાં ગુપ્ત વિદ્યા પાર્વતીજીને સંભળાવી, પોપટ આ બધું ચૂપચાપ સાંભળતો રહ્યો. @12.29min. પુષ્પદંતે આ બધી વાત પોતાની પત્નીને સંભળાવી, પછી શું થયું તે સાંભળો. પાર્વતીએ આ જાણ્યું ત્યારે ક્રોધે ભરાયા. પાર્વતી અન્નપૂર્ણા છે અને રણચંડી પણ છે. @16.49min. "या देवी सर्व भूतेषु दया रुपेन संस्थिता.......मन्यु रुपेन संस्थिता नमस्तस्ये, नमस्तस्ये, नमस्तस्ये नमो नम:" પાર્વતીજીએ પુષ્પદંતને શ્રાપ આપ્યો. પુષ્પદંતે પગે પડી માફી માંગી એટલે એને આશીર્વાદ આપ્યો કે જા, મૃત્યુ લોકમાં જઈને પણ તારી ભક્તિ વધશે અને તારામાં ગુપ્ત રહેવાની અદભૂત સિદ્ધિ પ્રાપ્ત થશે. @20.35min. શ્રાવણ મહિનામાં બિલીપત્ર ચઢાવવાની મહિમા. "एक बिल्वम शिवार्पणम्" ભાવ કદી વાંઝિયો નથી હોતો. રાજાના બગીચામાંથી પુષ્પદંત રોજ કમળ લઇ આવે પણ રાજાને ખબર પડે નહિ, કારણકે પુષ્પદંતને ગુપ્ત રહેવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે એટલે એ પકડાય નહીં. રાજાને ગુરુ મળ્યા, કહ્યું આ કોઈ સામાન્ય ચોર નથી. ગુરુએ આખા બગીચાની ચારે તરફ શિવનિર્માલ્ય છાંટી દીધું એટલે પુષ્પદંતથી બહાર નીકળાય નહીં. પુષ્પદંત પકડવા કરતા બીલી ચઢાવવાનો જે નિયમ-વ્રત છે તે તૂટી જશે તેની ચિંતા કરવા લાગ્યો. શિવાલયની પૂરી પ્રદક્ષિણા કેમ ફરાતી નથી તેનું કારણ સાંભળો. ભગવાન શિવને ચઢાવેલું જળ પગ નીચે છુંદાવું ન જોઈએ, પૂજાને અપમાનિત ન કરો. @26.16min. પુષ્પદંતથી બહાર ન નીકળી શકાય એટલે મહિમ્નામ્ન સ્તુતિ ત્યાંજ ચાલુ કરી દીધી, તે વિષે સાંભળો. "महिम्नापारन्ते ......हर्निरप् वाद: परितरः" (આ આખું સ્ત્રોત્ર આજ વેબ સાઈટ પર 1999ના ક્રમાંકે પ્રસિદ્ધ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા ના સ્વરમાં મુકેલું છે, તે સાંભળી શકાય છે.)31મો શ્લોક આવ્યો અને કલમ હારી. પરમેશ્વર અને ગુરુ આગળ હારનારો જીતતો હોય છે. ગજેન્દ્ર મોક્ષનું ઉદાહરણ. હાથીએ હાર સ્વીકારી એટલે શરણાગતિ આવી, એટલે ભગવાન કહે કે હું તારો છું. પુષ્પદંત હાર્યો અને હાર્યા પછી 32મા શ્લોકની રચના કરી, "असितगिरिसमं स्यात् .....पारं न याति. આ શ્લોક યાદ કરજો અને રોજ ભગવાનના આગળ બોલજો. @30.41min. શ્રી મદ ભાગવત ભક્તિનો ગ્રંથ છે. ભાગવત ધર્મનો પણ કક્કો છે અને એનો પહેલામાં પહેલો કક્કો પોતાના દુર્ગુણ ગાઈને પછી પરમેશ્વરના ગુણો ગાવા. @32.58min. તુલસીદાસ વિનય પત્રિકામાં કહે છે "सौना मेरे अघ अवगुण गनी है......धरी है. હે પ્રભુ યમરાજ એના બધા કામ પડતાં મુકીને, મારાજ દોષો ગણ્યા કરે તો એનો પાર ન પામી શકે. મેક્ષિકોની એક ચર્ચમાં પ્રાયશ્ચિત (confession) કરવા વાળા ક્રિશ્ચિઅનોની વાત સાંભળો. @38.08min. શિવ, પુષ્પદંત પર પ્રસન્ન થયા. પાર્વતીની કૃપાની એક સીમા છે પણ શિવની કૃપાની સીમા નથી. જ્યાં પ્રકૃતિની કૃપા પૂરી થાય ત્યાં પરમેશ્વરની કૃપા શરુ થાય. પ્રકૃતિની કૃપા એટલે ભૌતિક સુખો અને શિવની કૃપા એટલે કે અંતર્મુખતા, અંતરની સિધ્ધી. શિવે કૃપા કરી, પુષ્પદંતનો શ્રાપ ક્ષમા થયોઅને પાછો કૈલાસમાં સ્થાપિત થયો. ભાગવતની શરૂઆત કરતાં પહેલાં આ ભૂમિકા એટલા માટે મુકવામાં આવી કે "विद्यावतां भागवते परिक्षा" મોટા મોટા વિદ્વાનોની પરિક્ષા તો ભાગવતમાં થતી હોય છે, પણ હું તમને એટલું કહી શકું કે આ ભાગવતને પૂરેપૂરો ન્યાય આપવાની ક્ષમતા મારામાં નથી, બુદ્ધિ નથી, જ્ઞાન નથી કે મારામાં એટલી સમજણ પણ નથી. @41.38min. ભાગવતની શરૂઆત કરતાં પહેલાં અને સાંભળવા, સમજવા બેસો તો એને બે દ્રષ્ટિએ જોવો જોઈએ, ઐતિહાસિક અને ધાર્મિક. આ બેય દ્રષ્ટિનો મેળ ભાગ્યેજ પડે છે. ઐતિહાસિક દ્રષ્ટિમાં સત્ય છે, ધાર્મિક દ્રષ્ટિમાં ભાવ છે. સત્ય અને ભાવ આ બંનેનું મિલન કરવું એ અઘરું કામ છે અને એ કરી શકે એજ શાસ્ત્રને પચાવી જાણે. ભાવમાં તો આપણે એટલુજ કહીએ કે 5000 વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસ થયા અને એમણે ભાગવતની રચના કરી. ઇતિહાસકારને પૂછશો તો કહેશે કે આ ગ્રંથ વધારેમાં વધારે ચોથી કે પાંચમી (400-500AD) શતાબ્દીથી જુનો નથી. ધીરે ધીરે 16મી શતાબ્દીમાં શ્રી મદ વલ્લભાચાર્યના સમયમાં એની વધારે પ્રતીતિ થઇ. આ ઐતિહાસિક દ્રષ્ટિ છે. ધાર્મિક દ્રષ્ટિ ચોથી કે પાંચમી શતાબ્દીને નથી માનતી. આ ધર્મ કથા છે, એટલે હું તમને ધાર્મિક દ્રષ્ટીએ જે કંઈ એનું રૂપ છે તે બતાવવા પ્રયત્ન કરીશ. @43.47min. સાંજના સમયે પારાશર ઋષિ અને મત્સ્યગંધાનો કેવી રીતે સંયોગ થયો તે સાંભળો. પારાશર ઋષિએ કહ્યું જા તું હવેથી મત્સ્યગંધા નહિ પણ સતગંધા થઈશ. સો જોજન સુધી તારા શરીરમાંથી સુગંધના મોજાં નીકળશે. સતગંધાને જે પુત્ર થયો એનું નામ ક્રિશ્ન દ્વૈપાયન બાદરાયણ વ્યાસ છે. આ કથા એટલા માટે કહેવી પડી છે કે તમે જેને ધાર્મિક રીતે આ મહાન ગ્રંથનો રચનારો છે એના મૂળને તમે સમજી શકો. કદાચ એ સમયનો સમાજ એવો હશે ફે 5000 વર્ષ પહેલાં માછણના પેટમાંથી જન્મેલા બાળકને ઋષિ તરીકે સ્વીકૃતિ આપી, એ બતાવે છે કે તે સમયનો સમાજ વધારે જાગૃત હતો. એ મત્સ્યગંધાનું નામ સત્યવતી રાખવામાં આવ્યું એટલે સત્યવતીના પુત્ર વ્યાસ થયા.
Side 1B - BHADARAN - ક્રિશ્ન દ્વૈપાયન કેવી પરિસ્થિતિમાંથી આગળ આવતાં આવતાં એમણે ઋષિ સ્થાન પ્રાપ્ત કર્યું હશે, એ લાંબા ઈતિહાસને આપને નથી જાણતા. એમણે ઘણા ગ્રંથોની રચના કરી. જર્મનીનો જે બહું મોટો વિદ્વાન છે, જેણે વેદ ઉપર ભાષ્ય કર્યા અને વેદનો પુન:ઉદ્ધાર કર્યો એણે લખ્યું છે કે વ્યાસના નામે જેટલું સાહિત્ય મળે એટલું બધ્ધું એણે રચ્યું હોય તો એ બે હાથવાળો નારાયણજ હતો. મહાભારતની રચના કરીને તો એણે હદ વાળી નાંખી. લખ્યું છે જે અહિંયાં છે, તેજ બહાર છે અને જે અહિંયાં નથી એ ક્યાંય નથી. @4.10min. એક ઉદ્ઘાટન પ્રસંગની વાત સાંભળો. એમણે ગણેશને લહિયા તરીકે ખોળી કાઢ્યા, એ પણ એકબીજાના અહોભાગ્ય કહેવાય. ગણેશજીએ કહ્યું મારી કલમ અટકવી ન જોઈએ અને વ્યાસજીએ કહ્યું કે હું જેટલું લખાવું તે સમજીને લખવું. ગણેશજી જલ્દી જલ્દી લખી નાખે પણ વ્યાસજી વચ્ચે વચ્ચે ગાંઠો મુકે એટલે ગણેશજીને સમજતા વાર લાગે એટલામાં વ્યાસજી બીજા ઘણા શ્લોકો રચી કાઢે. કેટલી પ્રતિભા હશે? કેટલી મેઘા હશે? કોની? મત્સ્યગંધાના પુત્રની. આજનો મત્સ્યગંધાનો પુત્ર હોય તેને તમે સાથે બેસવા પણ નહિ દો. વ્યાસે રચેલા સાહિત્ય વિષે સાંભળો. @7.05min. એવું કહેવાય છે કે "व्यसोच्छिष्टम जगत सर्वम" આખું જગત વ્યાસનો એંઠવાડ છે. વ્યાસે બહુ લખ્યું પણ એમને અંતરમાં શાંતિ ન મળી, આ ભાગવતની ઉત્થાનીકા છે. @9.27min. વ્યાસ જેવા સમર્થ પુરુષ ઉતરેલા, ફિક્કા ચહેરે, નિસ્તેજ ચહેરે ફરી રહ્યા છે જાણે કંઈ લુંટાઈ ગયું હોય પણ એક માણસ(નારદ) મળ્યો અને એ માણસે વ્યાસના હૃદયની વાત જાણી. ચહેરો વાંચવાનો અનુભવ સાંભળો. જેને ચહેરો વાંચતાં આવડતું હોય તેને જીવન વાંચતાં આવડતું હોય છે. જેને હૃદય વાંચતાં આવડે એ ઋષિ છે. નારદે વ્યાસના ચહેરા ઉપર ક્લેશની વેદના, અશાંતિ, અતૃપ્તિ, નિરાશા, હતાશા જોઈ. નારદ એ કોઈ ઐતિહાસિક પાત્ર નથી પણ સનાતન પત્ર છે. એ સનાતન પાત્ર એટલા માટે મુકેલું છે કે એ ના હોય તો કથા ગોઠવવી કેવી રીતે? નારદ કહે છે, વ્યાસ, તમારા ચહેરા ઉપર તેજ નથી, સ્ફુર્તી નથી, તમે રડી રહ્યા છો, કકળી રહ્યા છો. @16.29min. આપણે ત્યાં કેટલાંયે દેવો છે, એમાં લક્ષ્મીનો દેવ કુબેર છે. ચિત્ર મળે તો એને બરાબર જોજો. કુબેર કેવો હોય તે સાંભળો. વ્યાસે કહ્યું ખરી વાત છે, પણ મારું લેવલ એવું છે કે હું કોઈને કંઈ કહી શકતો નથી. મોટાઈ છે એ આશીર્વાદ છે અને શ્રાપ પણ છે. વ્યાસે કહ્યું નારદ, તેં મને પકડી પાડ્યો અને કહ્યું કે હવે મને રસ્તો બતાવો. @19.32min. નારદે કહ્યું તમારે એકજ કામ કરવાનું છે. તમે જે ગ્રંથો રચ્યા છે, તેમાં જ્ઞાન છે, વેદાંત છે, યુદ્ધ છે, સમાજ છે, બધુંય છે પણ પ્રેમ લક્ષણા ભક્તિ નથી અને જો પ્રેમ લક્ષણા ભક્તિ ન હોય તો તમારું હૃદય સોળે કળાએ કદી ખીલવાનું નથી. શાંતિ હૃદયમાંથી આવતી હોય છે, બુદ્ધિથી નથી આવતી હોતી. બુદ્ધિથી તો સમજણ આવે, પણ બુદ્ધિ તો બહુ દગાબાજ હોય છે. તમે હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિનો ઉભરો આવે એવા સગુણ સાકાર પરમેશ્વરની પ્રેમ લક્ષણા ભક્તિનો ગ્રંથ રચો. આ ભાગવતની ઉત્થાનિકા છે. નારદે કહ્યું ઉપનિષદમાં અને બ્રહ્મસુત્રમાં તમે ઘણું લખ્યું કે ભગવાનને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી ખાતો નથી, પીતો નથી એવું તો બધું બહું લખ્યું પણ તમે એજ બ્રહ્મને એવો બનાવો કે એ ખાતો થઇ જાય, રમતો થઇ જાય, હસતો થઇ જાય, એમ એને પ્રેમ લક્ષણા ભક્તિમાં બદલી નાખો. વ્યાસજી કહે છે નારદ, તમારી વાત તો સાચી છે, માણસની પૂર્ણતા પ્રેમથી આવતી હોય છે. 16મી શતાબ્દિમાં એક સાથે સમર્થ બે મહાપુરુષો થયા. કાશીમાં શ્રી મદ વલ્લભાચાર્ય અને નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુ થયા. બંને મહાપુરુષોએ એક સાથે એકજ કામ કર્યું. તમે નરસિંહ મહેતાનો ઉમેરો કરી શકો પણ એમણે કોઈ સંપ્રદાય ન ચલાવ્યો. આ બંનેએ પ્રેમ લક્ષણા ભક્તિ અને એનું માધ્યમ રૂપે આ ભાગવતની સ્થાપના કરી. 16મી શતાબ્દી પહેલા જે ભાષ્યો રચાયા (શંકરાચાર્ય, રામાનુજ વગેરેના), તેમાં પ્રસ્થાનત્રયી એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસુત્ર ઉપર રચાયા પણ શ્રી મદ વલ્લભાચાર્યે પ્રસ્થાન ચતુર્થયી ભાષ્ય રચ્યું. એમણે કહ્યું ગીતા, ઉપનિષદ, બ્રહ્મસુત્ર અને ભાગવત એમ ચારે ભેગા થાય ત્યારે સિદ્ધાંતને સમજી શકાય. @23.12min. ચૈતન્ય મહાપ્રભુ જયારે મૃત્યુની છેલ્લી પથારીએ હતા ત્યારે લોકો ગયા અને કહ્યું પ્રભુ કોઈ ઉપદેશ આપો, જ્ઞાન આપો, ત્યારે એમણે જે શ્લોકો આપ્યા તે સાંભળી લેવા. સજ્જનો, ભાગવતની આ ઉત્થાનિકા છે. એમ કહી શકાય કે નિર્ગુણ નિરાકારવાદમાંથી સગુણસાકારવાદમાં પરમેશ્વરની પ્રતિષ્ઠા કરાવનારો આ ગ્રંથ છે, એની ચર્ચા તો આગળના દિવસોમાં પરમેશ્વર જેવી શક્તિ આપશે એવી રીતે કરીશું. કૃષ્ણ કનૈયા લાલકી જય. @26.40min. સંત ચરિત્રમાંથી સગુણ-નિર્ગુણ ભક્તિમાર્ગ. @40.08min. સંપાદિત ગ્રંથોની રચના ક્યારે કેવી રીતે થઇ? @44.47min. श्री कृष्ण स्तुति - कस्तूरी तिलकं, ललाट पटले वक्ष्स्थले कौस्तुभं - श्री पंडित जशराज.
Side 2A - BHAAGWAT - BHADARAN - @5.39min. ભાગવતના પહેલા ભાગમાં મહાત્મ્ય અને ભાગવતની ઉત્થાનિકા છે, બીજા ભાગમાં રાજાઓની, અવતારોની, ઋષિઓની કથાઓ છે અને ત્રીજો જે હાર્દ કહેવાય એમાં કૃષ્ણ ચરિત્ર છે. પહેલા ભાગમાં મહાત્મ્ય કહેવામાં આવે છે એની બે ખાસ ભૂમિકા છે. પહેલી ભૂમિકામાં ભક્તિની પુષ્ટતા અને જ્ઞાન વૈરાગ્યની દુર્બળતા છે. ભાગવતની જરૂર કેમ પડી? કયું તત્વ ખૂટતું હતું એ સમજાવવા એક રુષ્ટપુષ્ટ સ્ત્રી પણ એની પાસે સુતેલા બંને છોકરાઓ દુર્બળ છે, હાડપિંજર છે. ઘણીવાર એવું હોય કે ભક્તિ પુષ્ટ હોય પણ જ્ઞાન અને વૈરાગ્ય દુર્બળ હોય. ભક્તિ હોય પણ જ્ઞાન ન હોય તો અંધશ્રદ્ધા વધે અને ભક્તિ હોય ને વૈરાગ્ય ન હોય તો વાસના વધે. આ મૂળ તત્વ બતાવવા માટે ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને દુર્બળ બતાવ્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ પુષ્ટિ માટે ભાગવત છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય તો કેવી રીતે થાય એનું આખું વિવેચન ભાગવતમાં છે. @8.45min. એની બીજી ઉત્થાનિકા એના મહાત્મ્યરૂપમાં આપવામાં આવી અને એના મૂળમાં દુઃખ છે. કથા દુઃખની લખાય એમાં પણ દુઃખના સમયમાં આદર્શોને કેવી રીતે સાચવી શકે એની કથા લખાય. શરીરનું દુઃખ માણસને બહું પીડા નથી દેતું. બીજું દરિદ્રતાનું દુઃખ હોય. ત્રીજું તૃષ્ણાનું દુઃખ છે. તૃષ્ણાનું દુઃખ જ્ઞાનથીજ મટી શકે. શ્રી મદ ભાગવતની ઉત્થાનિકામાં આત્મદેવની કથા મૂકી છે. આત્મદેવ બે રીતે દુઃખી છે, પત્નીથી દુઃખી છે અને એને સંતાન ન હોવાનું દુઃખ છે. @14.08min. આત્મ્દેવ આખી દુનિયા આગળ જીતેલો પણ ઘરમાં હારી ગયો. આત્મદેવ ઘણો દુઃખી હતો, એને રોજ એમ થાય કે આના કરતાં તો હું આત્મઘાત કરી લઉં તે સારું. @17.46min. શાસ્ત્રનો અર્થ માત્ર એમ ન સમજતા કે "મોક્ષ" મોક્ષનો અર્થ એ છે, આપણાં જીવતા પ્રશ્નોથી મોક્ષ. જે પ્રશ્નો હજુ ઉઠ્યાજ નથી એને માટે પહેલેથી શું કામ ચિંતા કરો છો? પણ જે પ્રશ્નોમાં આપણે ગુંચવાયા કરીએ છીએ, તે પ્રશ્નોનું જેમાં સમાધાન થાય, એનું નામ મોક્ષ. એથી પણ એક બીજું મોટું દુઃખ તૃષ્ણાનું હતું. એને તૃષ્ણા હતી કે મને સંતાન નથી, મારો વંશ નહિ રહે, મારું નામ નહિ રહે, આ બધું સમાપ્ત થઇ જશે, કંઈ નહી રહે. એક દિવસે એ એકલોજ તળાવ કિનારે બેઠો અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો. એક સંત મહાત્મા ત્યાં સ્નાન કરી રહ્યા હતા, દોડીને એ મહારાજના ચરણોમાં પડી ગયો, અને પુત્રની માંગણી કરી. @24.00min. મહારાજે કહ્યું પુત્રમાં સુખ નથી, જે નથી એની તું કેમ અપેક્ષા રાખે છે? બધાની સાથે કડક થજો પણ કુદરતના સાથે કડક ન થશો. એનો અર્થ એ છે કે પરમેશ્વરે તમારા માટે સહજ નિર્માણ કર્યું છે, એને વધાવી લેજો. મહારાજે કહ્યું હું તને પુત્ર તો આપું પણ એ પુત્ર તને સુખ નહી આપે. મહારાજે આત્મદેવને એની પત્નીને ખવડાવવા એક ફળ આપ્યું. ભાગવતની એ વિશેષતા છે કે એની સાથે સમાજના પ્રશ્નો પણ સંકળાયેલા છે. આત્મદેવ એ કોઈ ઐતિહાસિક પાત્ર નથી. આત્મદેવ એટલે એ જીવાત્મા છે અને પત્ની ધુન્ધુલી એ કુતર્ક કરતી બુદ્ધિ છે. ધુન્ધુલીએ કુતર્ક કરવા માંડ્યું કે પ્રસુતિનું દુઃખ મારાથી ન ભોગવી શકાય એટલે એ ફળ ગાયને ખવડાવી દીધું. @30.00min. એટલામાં એની બહેન ત્યાં આવી ગઈ અને કહ્યું કે એને પ્રસુતિ થવાની હતી એટલે મારું બાળક હું તને આપી દઈશ. ફળ ગાયને ખવડાવ્યું એટલે ખબર પડે કે મહારાજનો આશીર્વાદ સાચો છે કે નહિ? પ્રસુતિ થઇ અને પુત્ર થયો એટલે આત્મદેવતો ખુશ ખુશ થઇ ગયો, પછી આગળ શું થયું તે સાંભળી લેવું. પુત્રના લક્ષણ પારણામાં. પ્રત્યેક વ્યક્તિનું પૂરું વ્યક્તિત્વ એના જન્મની સાથેજ ચિતરાયેલું હોય છે. શિક્ષક, માતા કે ગુરુ એના ઉપર માત્ર રંગોળીજ પૂરી શકતાં હોય છે, નવા લીટાં નથી દોરી શકાતાં. છોકરો મોટો થયોએટલે એને પરણાવ્યો તો એણે જે ત્રાસ શરુ કર્યો કે પહેલાં બાપ મર્યો પછી માં મારી, ત્યારે કહ્યું કે હે ભગવાન અમે જેવા હતા તેવા સારા હતા. માણસ જ્યાં છે ત્યાં સુખી નથી, જ્યાં નથી ત્યાં જવા માંગે છે, જ્યાં નથી ત્યાં જઇ શકતો નથી અને ગયા પછી જ્યાં હતો ત્યાં પાછો ફરી શકતો નથી. આનું નામ તે જીવનની વિડંબના છે. પેલો છોકરો ધુંધુકારી વ્યસને ચઢ્યો. પૈસાને ખોઈ નાંખ્યા પછી જે દુઃખ થાય એના કરતાં છોકરો જો હાથમાંથી ખોવાઈ જાય એનું દુઃખ ભારે હોય છે. ઉદાહરણ સાંભળો. @35.55min. આત્મદેવ તો મર્યો, એની પત્ની પણ રીબાઈ રીબાઈને મરી. દીકરો ધુન્ધુકારી કુસંગમાં પડ્યો પછી શું થયું તે સાંભળો. ધુન્ધુકારી મર્યો અને અવગતીયો થયો અને એ રાત દિવસ દુઃખી થવા લાગ્યો. ગાયના પેટે જન્મેલો પેલો ગોકર્ણ ત્યાંથી નીકળ્યો એનાથી ભાઈનું દુઃખ ન જોવાયું અને એના ભાઈની મુક્તિ માટે પ્રયત્ન કરવા રૂપે આ ભાગવતની ઉત્થાનિકા શરુ થઇ. મર્યા પછી જેની અધોગતિ થઇ હોય અને શુકદેવ જેવો વ્યક્તિ ભાગવતનું અનુષ્ઠાન કરે તો એને અધોગતિમાંથી મુક્તિ મળે. @41.29min. આ શ્રી મદ ભાગવતના ત્રણ ભાગમાંના પહેલા ભાગના એક અંશની વાત થઇ. બીજા ભાગમાં પરિક્ષિત શિકાર કરવા જાય છે ત્યાં એને કળિયુગ મળે છે. પરિક્ષિત કળિયુગને કહે છે કે મારા રાજ્યમાં કોઈ પાપ નથી, કોઈ દોષ નથી તો તું અહીંથી ચાલ્યો જા. "नामेस्तेनो जनपदे न कदरियो न मद्यप:, नाना हितार्गिन विद्वान् न स्वैरि स्वैरिणि कुत:" કળિયુગે રહેવા માટે થોડી જગ્યા માંગી. સંસ્કૃતમાં એને "सूचिका प्रवेश न्याय" કહેવાય એ વિષે સમજો. પરિક્ષિતે સોનામાં, સ્ત્રીમાં એટલે વાસનામાં રહેવા જગ્યા આપી. અયોધ્યાના રાજાની વાત સાંભળો. "आपे आवे ताको पावे, कभी करत नहीं फेक है, बनादास यूँ राम भरोसे बने अवधके बांके है" રાજાનો અહંકાર કેવી રીતે ઉતર્યો તે સાંભળો. પરિક્ષિત રાજાના મુગટમાં કળિયુગ આવીને બેઠો, એટલે એને કુતર્ક થવા લાગ્યા. રાજા ઋષિ પાસે આવ્યા પણ ધ્યાનમાં તન્મય હોવાથી રાજા તરફ ધ્યાન અપાયું નહિ, એટલે રાજાને બહુ દુઃખ થયું અને દુઃખમાં એ વિવેક ચૂકી ગયો અને ઋષિના ગળામાં મરેલો સાપ નાંખીને ચાલતો થયો. ઋષિના પુત્રે આ જોયું ત્યારે રાજાને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં સર્પ નાંખ્યો છે, એને સાત દિવસમાં તક્ષક કરડશે અને એનું મૃત્યુ થશે.
Side 2B - BHADARAN - ઋષિએ પુત્રને કહ્યું, બેટા તપનું બળ કોઈને શ્રાપ દેવા માટે નથી. રાજા તો સત્તા ઉપર બેઠેલો સંસારી માણસ છે, એ વિવેક ચૂકી જાય એ સ્વાભાવિક છે. આટલી ઉગ્રતાથી કોઈને શ્રાપ ન અપાય. પરિક્ષિત ઘરે આવ્યો અને જેવો મુગટ નીચે મૂક્યો એટલે થયેલી ભૂલની ખબર પડી. ઋષિને પગે પડ્યો અને કહે છે કે મને ક્ષમા કરો. ઋષિએ કહ્યું તારું મૃત્યુ અનિર્વાર્ય છે, એને વધાવી લે અને સાત દિવસ ભાગવતનું પારાયણ કર. @3.36min.ધ્યાન કરવું હોય, અનુષ્ઠાન કરવું હોય, ઉપાસના કરવી હોય તો એવી જગ્યાએ જવું કે જ્યાં કોઈ સગાં-વહાલાં નહિ આવે, જ્યાં વ્યહવારિક, વ્યવસાયિક પ્રશ્નો ન આવે. આશ્રમમાં રહેતા એક વૃદ્ધની વાત કે આખી જિંદગીના પૈસા એમ ને એમ રહી ગયા. @8.40min. પરિક્ષિત ભાગવત સાંભળવા ગંગા કિનારે ગયા અને ત્યાં વગર બોલાવ્યે, વગર આમંત્રણે શુકદેવજી મળ્યા. માત્ર કૌપીન પહેરેલું, શરીર પર કોઈ વસ્ત્ર નથી. ભર યુવાવસ્થામાં પિતાનું ઘર છોડ્યું અને પિતાને કહ્યું કે તમે આખી જીન્દગીભર લોકોને મોક્ષનો ઉપદેશ આપ્યો અને તમે કશુંજ કરતા નથી. મારે આ ઘર-બાર કંઈ જોઈતું નથી, મારે પરણવું નથી. પિતા પુત્રની પાછળ દોડે છે કે દીકરા તું ઊભો રહે, પણ છોકરો પાછું વળીને જોતો નથી. મમત્વ ન રાખવાથી કર્તવ્ય ન ચૂકી જવાય પણ મમત્વ રાખવાથી મોહ થશે તો કર્તવ્ય ઉલટું બગડવાનું. ગાંધીજીએ કદી પોતાના પુત્ર ઉપર કે કસ્તુરબા ઉપર મમત્વ રાખ્યું નથી અને ન રાખ્યું એટલે કસ્તુરબા અમર થઇ ગયા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કસ્તુરબાનું નામ થઇ ગયું. અહિ પુત્રને કોઈ મમત્વ નથી અને પિતા મમત્વ છોડી શકતા નથી. એક મમત્વનું ઉદાહરણ સાંભળો. @15.38min. વૃદ્ધાવસ્થા એ મોહની પૂરી અવસ્થા છે, જે સમયે એને મોહ ઊતરવો જોઈએ એજ સમયે મોહ વધારે ચઢેલો હોય છે . પોતાના બાળકને યુવાન વહુ ન રમાડે એટલા વહાલથી દાદીમાં રમાડતી હોય છે. શુકદેવ ભર યુવાવસ્થામાં છે, પૂર્વ દિશા તરફ દોડી રહ્યા છે અને વૃદ્ધ પિતા પાછળ દોડતા જાય છે. આગળ વસ્ત્ર વિનાની સ્ત્રીઓ સ્નાન કરી રહી છે. એમાંથી યુવાન છોકરા તરફ કોઈએ ધ્યાન પણ ન આપ્યું અને વ્યાસજી આવ્યા એટલે ટપો ટપ કપડાં પહેરવા લાગ્યા. વ્યાસજીએ કહ્યું કે તમને શરમ નથી આવતી કે મને જોઇને શું કપડાં પહેરો છો? સ્ત્રીઓએ બહું સુંદર જવાબ આપ્યો કે દાદાના હૃદયની અંદર એક યુવાન બેઠો છે અને જુવાન છે એના હૃદયમાં એક વૃદ્ધ પુરુષ બેઠો છે, નહિ, નહિ બાલ મુકુંદ બેઠેલો છે. શુકદેવ આપોઆપ મળ્યા, પરિક્ષિત એમને પગે લાગ્યા અને કહ્યું પ્રભો, મારા અહોભાગ્ય કે તમે મારું સુધારવા અહિ આવ્યા છો. જીવન સુધારવું કઠીન કામ છે પણ મૃત્યુ સુધારવું એથીયે કઠીન કામ છે. કેટલાક લોકો મૃત્યુ સુધારતા હોય છે. હરિદ્વારમાં એક ગાયનું મૃત્યુ કેવી રીતે સુધર્યું એ વિષે સાંભળો. @19.20min. અમેરિકામાં એક સજ્જનની વાત કે રોજ ઘરડાં ઘરમાં જાય છે અને રોજ બાઈબલ વાંચી સંભળાવે છે. આશ્રમમાં આવેલી એક સ્ત્રી વિષે સાંભળો કે જેને પિયરમાં કે સાસરામાં રહેવાની જગ્યા નથી. પેલા ઘરડાં ઘરના મરવાના છેલ્લા દિવસે વૃદ્ધ કહે છે કે "ભગવાન જો ખરેખર નવો જન્મ થતો હોય તો મને નવો જન્મ ભારતમાં કોઈ હિંદુના ઘરમાં આપજે." @23.53min. શુકદેવજીએ કહ્યું હું તમને કથા સંભળાવીશ. "शुक मुखाद दलितं पिवत भागवतं रस मालय" શુકદેવના મુખમાંથી જે ભાગવતનો પાકો રસ છે એ સજ્જનો તમેં કેમ પિતા નથી? એટલું સુખ, આનંદ, શાંતિ, તૃપ્તિ મળશે કે જીવનના બધા સુખો એની આગળ ફિક્કા પડી જશે, માટે અહિ આવો અને આ કથામૃત પીવો. કૃષ્ણ કનૈયા લાલકી જય. @25.23min. સંત ચરિત્ર - નરસિંહ મહેતાના ચરિત્ર માંથી "પ્રેમ એજ ભક્તિ" @42.09min. प्रेमसे बढ़कर कुछ नही जानू, प्रेमको इश्वर मानुं. - श्री मति लता मंगेशकर.
Side 3A - BHAAGWAT - BHADARAN - @3.34min. કથાના બે મૂખ્ય પાત્રો - વક્તા અને શ્રોતા. વક્તા અડધું બોલે છે અને શ્રોતા એની પાસે અડધું બોલાવતો હોય છે. જો ગાયક કે વક્તાનું હૃદય ઠરે, એનો આત્મા જો પસંદ હોય તો અંદરથી પરા વાણી નીકળે. કોયલ અને મોરના ઉદાહરણો સાંભળો. વક્તાની અંદર પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એમ ચાર પ્રકારની વાણી હોય છે. વક્તાનું હૃદય જયારે ઠરે, મનની ઊર્મિઓ જાગે એટલે આપોઆપ અંદરથી ધોધ, પ્રવાહ નીકળતો હોય છે. શુકદેવને પરિક્ષિત મળ્યા અને પરિક્ષિતને શુકદેવ મળ્યા બેય એકબીજાને પ્રાપ્ત કરીને કૃત કૃત્ય થયા. પરમેશ્વરે બહુ દયા કરી, મૃત્યુના ઉપર પડદો પાડી દીધો છે. @9.04min. નાઈરોબીમાં એક ડોક્ટર મળેલા, એનું કામ જેને ફાંસી આપવામાં આવે તેને મરેલો જાહેર કરવાનું કામ. એણે કહ્યું જેટલા માણસોને ફાંસી અપાઈ તેમાંના એક પણ માણસના ચહેરા ઉપર પ્રસન્નતા ન હતી, આનંદ ન હતો. કાઠીયાવાડના એક બહારવટિયાની વાત સાંભળો, જેણે 125 પટેલોના નાક કાપેલાં ને પછી એને ફાંસી થયેલી તે વિષે સાંભળો. @13.37min. જે બે અને ત્રણ શ્રી મદ ભાગવતના ભાગ છે, એમાંના છેલ્લા ભાગને આપણે મહત્વ આપીએ છીએ. એમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલા છે એ ભાગવતનું હાર્દ, રહસ્ય છે. એમાં બે ધારું રહસ્ય છે. એમાંની એક ધાર એ કૃષ્ણને પૂરેપૂરો બદનામ કરનારી અને બીજી ધાર છે એ કૃષ્ણને પૂર્ણ, પરબ્રહ્મ પરમાત્મા, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ બતાવનારી છે. દુર્ભાગ્ય એ છે કે સાંભળનારા અને વાંચનારા બીજી ધાર પર ધ્યાન નથી આપતા. વર્ષો સુધી ચીલાચાલુ ભાગવત તો તમે સાંભળતા આવ્યા છો, પરંતુ એનાથી થોડે દૂર હટીને, એના ઊંડાણમાં ઊતરીને એના રહસ્યોને જાણવા અને સમજવા હવે પ્રયત્નો કરીએ. વ્યાસજીએ લખ્યું છે, "इति पाराम हन्स्यांम् संहितायाम्" આ પરમહંસોની સંહિતા છે. જરા કલ્પના કરો કે પેલો જે પરિક્ષિત છે એને મરવાને બે દિવસ બાકી રહ્યા હોય ત્યારે એને ગોપીઓની લીલા સંભળાવવાનો શું અર્થ છે? એમાં કંઈક રહસ્ય છે. @16.02min. કંસ અને દેવકી સગાં ભાઈ-બહેન છે. ભાઈ બહેનની સંસ્કૃતિ આપણાં દેશમાં મળશે, દુનિયામાં બીજે ક્યાંય નહિ મળે. ન્યુ જર્સીના એક વૃદ્ધની વાત સાંભળો કે નાના છોકરાને જુદા રૂમમાં સુવડાવે છે, ખુબ રડે રડે તે સહન થઇ શકતું નથી. ભાઈ-બહેનની સંસ્કૃતિ ભારતમાં બહુંજ સમજણ પૂર્વક રાખવામાં આવી છે એટલા માટે છે કે જેથી પવિત્ર દ્રષ્ટિ રહી શકે. @24.00min. કંસ એની બહેન દેવકીને વિદાય આપે છે. સંયુક્ત જીવન વિષે સાંભળો. એકલું પૈસાના જોરે જીવન નથી જીવી શકાતું એટલે આપણે ત્યાં માત્ર પતિ-પત્નીનુંજ રૂપ નથી પણ ભાઈ-બહેનનું પણ રૂપ છે, એમાં સ્ત્રી જાતિની પવિત્રતા અને પુરુષ જાતિની નિર્મળતા એક જગ્યાએ ભેગા થાય છે. ધરમની બહેનનો ઈતિહાસ જોજો તો એ બાબતનો ખ્યાલ આવશે. કંસે બેનને ઘણું ઢગલાબંધ આપ્યું. દેવકી-વસુદેવને બહું આનંદ થયો. વ્યહવાર વગર માણસ જીવન જીવી નથી શકતો અને વ્યહવાર જેને આવડે એજ જીવન જીવી જાણે છે. સ્વામીજીનો વાણીયા અને પટેલ સાથેનો અનુભવ સાંભળો. ફીરોઝાબાદનો મીઠાઈના ડબ્બા વિષેનો અનુભવ સાંભળો. @31.53min. વાસુદેવ-દેવકીને વિદાય કરવાનો સમય આવ્યો એટલે આકાશવાણી થઇ કે "કંસ તને ખબર છે કે તારી બહેનના 8માં ગર્ભથી તારો નાશ થશે?" અહીંથી સંસારની બીજી બાજુ શરુ થઇ છે તે શું છે? "आत्मनस्तु कामाय सर्वम प्रियम भवति, नवारे पत्युकामाय पति प्रियो भवति, आत्मनस्तु कामाय पति प्रियो भवति, जायाये कामाय जाया प्रिय भवति, आत्मनस्तु कामाय जाया प्रिय भवति" ઉપનિષદમાં યાગ્ન્યવાલ્ક્યને વૃદ્ધાવસ્થામાં સન્યાસ લેવાની ઈચ્છા થઇ પણ એમને બે પત્નીઓ છે તે વિષે સાંભળો. મૈત્રેયી સાથે બ્રહ્મવિદ્યાની ચર્ચા સાંભળો. મૈત્રેયી, કોઈ પતિ પ્રિય નથી કે કોઈ પત્ની પ્રિય નથી. જ્યાં સુધી માણસને સુખ મળતું હોય ત્યાં સુધી માણસ વહાલું લાગતું હોય છે પરંતુ સુખ મળતું બંધ થાય અને દુઃખ આપવાનું શરુ થાય એટલે માણસમાં કોઈ પ્રીયતા રહેતી નથી. પત્ની-પુત્ર બધાનીજ આ દશા છે. @38.42min. મૈત્રેયી આખી જીન્દગીભર ગમે તે કર્યું હોય પણ વૃદ્ધાવસ્થામાં તો પરમેશ્વર તરફ ધ્યાન આપવુંજ જોઈએ. આજ નિયમ અહિયાં શ્રી મદ ભાગવતની કૃષ્ણચરિત્રની ઉત્થાનિ કામાં બિલકુલ બરાબર ફીટ થઇ ગયો. આકાશવાણી સાંભળીને નાની-લાડકી બહેન પર કંસની આંખ બદલાઈ ગઈ, ચોટલો પકડીને રથમાંથી નીચે પછાડી. કંસ વસુદેવ સાથે સંધી કરવા તૈયાર થયો કે આઠમું બાળક કંસને આપી દેવું, પણ લોકોએ એને ભંભેર્યો અને બંનેને કેદમાં નાંખી દીધા. હવે બહેન, બહેન નથી રહી અને બનેવી, બનેવી નથી રહ્યા. એક પછી એક છ બાળકો મારી નાખ્યા. સાતમો બલરામને ગર્ભમાંથી કર્ષણ કર્યું અને રોહિણીમાં સ્થાપન કર્યું, એટલે સંકર્ષણ નામ પડ્યું. @45.33min. જેના સાત બાળકો આ રીતે નષ્ટ થયા હોય એવી માંના હૃદયની કલ્પના કરી શકો છો? જયારે જ્યારે કોઈ ક્રાંતિ થઇ છે ત્યારે એના મૂળમાં કોઈને કોઈ સ્ત્રી હોય છે. "या देवी सर्व भूतेषु, शक्ति रुपेन संस्थिता" ફ્રાન્સનો ઈતિહાસ જોજો. એક 17 વર્ષની ખેડૂતની અભણ છોકરીએ કાયર થઇ ગયેલું લશ્કરને જાગૃત કરી લડતું કર્યું. પેરિસમાં એનું સોનાનું પુતળું મુકેલું છે, એનું નામ "જોન ઓફ આર્ક" છે. દેવકીના અંદર પણ આ ભાવ જાગ્યો તે સાંભળો.
Side 3B - BHADARAN - રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જેલમાં પાદુર્ભાવ થયો. દેવકીની પ્રેરણાથી વસુદેવ મર્દ બન્યો હતો, પહેરો ભરનારા ઊંઘી ગયા હતા એટલે કૃષ્ણને લઈને વસુદેવ એના મિત્ર નંદને ત્યાં જવા નીકળી ગયા. "पहाड़ोंसे जो टकरायें उसे तुफान कहते है, और जो तुफानसे टकरायें उसे इंसान कहते हैं" વસુદેવ આજે ઇન્સાન બન્યો હતો. વસુદેવ નંદને ત્યાં પહોંચ્યા અને ત્યાં નંદની પત્ની યશોદાને બાળકીની પ્રસુતિ થઇ હતી, ત્યાં કૃષ્ણને મૂકી તે બાળકી લઈને વસુદેવ મથુરા જવા નીકળી પડ્યા. @5.03min. કંસ યમરાજ થઈને આવ્યો, બાળકીને ખૂંચવીને નીચે પછાડવા ગયો ત્યાં તો પેલી બાળકી આકાશમાં ચાલી ગઈ અને કહ્યું કંસ, મને તું શું મારવાનો હતો, તને મારનારો તો વ્રજમાં કિલકિલાટ કરી રહ્યો છે. હવે આગળની ઘટના સાંભળવા પહેલાં એટલું તો નક્કી કરો કે આ આખી ઘટના વાસ્તવિક, ઐતિહાસિક ઘટના છે કે વ્યાસજી કંઈ ગુઢ રહસ્યો જણાવવા માંગે છે? અને એવું હોય તો મુમુક્ષુ પરિક્ષિત માટે બરાબર છે. જરા વિચાર કરો કે આકાશવાણીએ આટલી બધી ઉતાવળ કેમ કરી? એના પહેલાંના સાત બાળકો તો ખોટાજ મારી ગયા ને? આકાશવાણી કોઈ રાક્ષસી વાણી તો નહિજ હોય ને? એ તો કોઈ દૈવી વાણીજ હશે ને? બીજી વાત, કંસે જ્યારે વાણી સાંભળી ત્યારે એના માટે સરળ ઉપાય એ હતો કે દેવકી અને વસુદેવને છૂટાં પાડી દેવા. આટલુંજ કર્યું હોતતો સાત બાળકોની હત્યા ન કરવી પડી હોત. એના મંત્રીઓને એટલી પણ બુદ્ધિ ન હતી? તમે નક્કી સમજજો કે આ પરમહંસોની સંહિતા છે. ભાગવતના બે પક્ષો છે, એક આધ્યાત્મિક પક્ષ અને બીજો વ્યહવારિક પક્ષ. @8.33min. થોડા વ્યહવારિક ઉદાહરણો સાંભળો. નિવૃત શિક્ષકની વાત સાંભળો. તમે કૃષ્ણને નાની નાની બાબતોની ફરિયાદ કરો છો પણ કૃષ્ણ કહે છે કે મારા ઉપર જે દુઃખો પડ્યા તેમાંના 100મા ભાગના પણ તમારા ઉપર પડ્યા નથી. મારો તો જેલમાં જન્મ થયો અને જાન બચાવવા માટે તરતજ ભાગવું પડ્યું અને ત્યાં પણ લોકોએ મને જીવવા ન દીધો. એક પછી એક મને મારવા માટે રાક્ષસો મોકલાવ્યા. મેં જન્મતાંની સાથેજ ભય ત્રાસ, જુલમ અત્યાચાર સિવાય કશું જોયું નથી અને છતાં જીન્દગીમાં હાર્યો નહિ અને લોકોને માર્દાંગીની આપતો રહ્યો, હસતો રહ્યોઅને હસાવતો રહ્યો અને તમે મને રોજ સવાર-સાંજ મારા ફોટા આગળ આવીને રડ્યા કરો છો. કોઈ ગંભીર દુઃખ પડ્યું હોય અને રડો તો બરાબર છે, ભગવાન જરૂર મદદ કરે. @14.06min. કૃષ્ણની પાસે શીખવું હોય તો એનો વ્યહવારિક પક્ષ અને આધ્યાત્મિક પક્ષ એમ બંને પક્ષને શીખશો તો તમે ભાગવતના રહસ્યને જાની શકશો. કંસે વ્રજના બધા બાળકોને મરાવી નાંખ્યા પણ જેને મારવો હતો તે નહિ મરાયો. પૂતના ઝેર લગાવીને આવી અને કરીશને એના પ્રાણ કેવી રીતે ચૂસી લીધા તે સાંભળો. પૂતનાનું વાસ્તવિક રૂપ છતું થઇ ગયું. આ પૂતના(આસુરી માયા) માસી કેવી રીતે થઇ તે સાંભળો. આ રહસ્ય છે. ત્રણ પ્રકારની શક્તિઓ છે. દૈવી માયા, આસુરી માયા અને રાજસી માયા. વધુ આગળ રહસ્ય સાંભળશો તો જ સમાજ પડશે. સૌથી ઉત્તમમાં ઉત્તમ જે વસુતત્વ(વસુદેવ) છે અને દૈવી માયા(દેવકી), આ બે ના યોગ થી આઠમી કક્ષાએ જે પ્રગટ થાય તે ભગવાન શ્રી કૃષ્ણ. સાત કક્ષાઓના નામ સાંભળી લેવા. @21.09min. આફ્રિકામાં એક બહેન મળેલા એની વાત સાંભળો કે જેની પાંચમી ભૂમિકા ચાલે છે અને પતિને વારંવાર વડતાલ જવાની ધમકી આપે છે. @25.48min. અકબર-બીરબલ અને એક બ્રાહ્મણ - ભિખારીનું દ્રષ્ટાંત સાંભળો કે એ ભિખારી પાસે ગાયત્રીનો જાપ કરાવ્યા અને કેવી રીતે સિધ્ધિઓ આવી? @30.49min. માણસની પાસે સિદ્ધિઓ આવે એ સિદ્ધિમાંથી પતન શરુ થાય એ વિષે સાંભળો. @34.41min. સ્તન એ ભોગનું પ્રતિક છે. આજ સુધી કેટલાયે યોગીઓ ચૂસીને મરી ગયા પણ આજ એવો યોગેશ્વર હતો જેણે ચૂસીને મારી નાંખનારને ચૂસીને મારી નાંખી અને પોતેજ એ એના અસલ રૂપમાં આવી ગઈ, આ ભાગવતનું રહસ્ય છે. એટલે તમે એને માત્ર ઘટના ન માની લેતા, ત્યારે હવે પ્રશ્ન ઉઠે છે કે આ કૃષ્ણ છે કોણ? એની ચર્ચા કાલે કરીશું. જે આ ભાગવતને સાંભળે, સમજે જાણે એને તક્ષક કરડે નહિ અને કરડે તો એનું ઝેર ન ચઢે અને ચઢે તો મોક્ષને ન અટકાવે. કૃષ્ણ કનૈયા લાલકી જય. @36.05min. કથાની શરૂઆતમાં સ્વામીજીના કંઠે ગવાયેલાં ભજનો. @45.45min. श्री मद वल्लभाचार्य कृत "श्री क्रिश्नाश्रयः"
Side 4A - BHAAGWAT - BHADARAN - @10.44min. થોડી કઠીન અને અઘરી વાતો જો તમારી સમજમાં આવશે તો આગળની ધર્મ ચર્ચાની સમજણ બહું સરળ થઇ જશે. શરૂઆતની જે થોડી ભૂમિકાને ખુબ ધ્યાનથી સાંભળશો તો તમે ભાગવતના મૂળ સંદેશાને, રહસ્યને સમજવાની શક્તિ પ્રાપ્ત કરી શકશો. પહેલામાં પહેલી વાત ભાગવતની દ્રષ્ટીએ વ્યાસજીએ જે સંદેશો આપવામાં આવ્યો કે તમે નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકરની ઉપાસના કરો. એટલે કે અત્યાર સુધી જેણે નિર્ગુણ નિરાકારના અનેક ગ્રંથો રચ્યા છતાં જેને શાંતિ ન મળી, તૃપ્તિ ન મળી, સમાધાન ન થયું એ વ્યક્તિએ આ ગ્રંથ રચ્યો એટલે કે એ રચવાના મૂળમાં કોઈ ખાસ લક્ષ્ય છે, તો એ પરમેશ્વરના સગુણ સાકાર રૂપનું. આ સગુણ અને નિર્ગુણ નો ફિલોસોફીની દ્રષ્ટીએ, તત્વની દ્રષ્ટીએ શું ભેદ છે, એ ભેદને તમે સમજી શકો તો હિંદુઈઝમને સમજી શકો. જો ન સમજી શકો તો તમે વર્ષો સુધી ગમે એટલા મંદિરમાં ફર્યા હોવ, ગમે એટલા ગ્રંથો વાંચ્યા હોય, ગમે એટલો સત્સંગ કર્યો હોય તો પણ તમે હિંદુઈઝમને ન સમજી શક્યા કહેવાય. દરેક ધર્મની પોતાની કંઈક માન્યતાઓ હોય છે અને એ માન્યતાઓની પાછળ દુર્બળ અથવા પ્રબળ કારણો હોય છે, જો એ કારણોને તમે સમજી શકો તો, તો તમારી માન્યતાઓને પણ સમજી શકો. ભાગવતમાં સગુણ સાકાર બ્રહ્મની ચર્ચા કરવામાં આવી. આ સગુણ અને સાકારપણું શું છે એ જો તમે સમજશો તો તમે કૃષ્ણને સમજી શકશો અને ભાગવતના મૂળ ધ્યેયને સમજી શકશો. નિર્ગુણ-નિરાકારને સાકાર બનાવી શકાય ખરું? અને જો ન બનાવી શકાય તો પછી એ માત્ર કલ્પના, મિથ્યા કે ભાવના થઈને રહે કે માત્ર તમારા મગજની વાત થઈને રહે, તો એને ફિલોસોફી ન કહેવાય. આપણે ત્યાં બે પ્રબળ પક્ષો છે એક કહે છે, ભગવાન નિર્ગુણ નિરાકારજ છે, જયારે બીજો કહે છે ભગવાન તો સાકારજ છે, નિરાકાર હોયજ નહિ. @14.43min. સંપ્રદાયના એક સજ્જનની વાત. વ્યક્ત અને અવ્યક્ત એટલે કે સાકાર અને નિરાકારની ઉપાસના વિષે જરૂર સાંભળો. સ્વામીજીએ એ સજ્જનને કહ્યું કે જે ફોટાની, શરીરની તમે ઉપાસના કરો છો એમાં સ્થાયિત્વ નથી, સનાતનતા નથી, નિત્યત્વ નથી. ઉંમર પ્રમાણે શરીરમાં પરિવર્તન આવતા રહે છે. એટલે ગીતાએ લખવું પડ્યું છે "देहिनोस्मिन्य्था देहे, कौमारं यौवनं जरा ......भारत .....(गीता 2- 13, 14). એટલે વ્યક્તની ઉપાસના દેહના માધ્યમથી થતી હોય છે અને અવ્યક્તની ઉપાસના આત્માના માધ્યમથી થતી હોય છે, કારણકે આત્મા વ્યક્ત નથી. અવ્યક્તની ઉપાસના કરવી સૌના માટે સરળ નથી. આત્મા કદી જન્મતો નથી, એને કોઈ અવસ્થા નથી, એને કોઈ આકાર નથી, એ જેવો છે એવો સનાતન છે. એટલે ઉપનિષદની ઉપાસના અવ્યક્ત બ્રહ્મની ઉપાસના છે. અવ્યક્તની ઉપાસનામાં કોઈ ભેદ નથી. @20.00min. જયારે તમે વ્યક્તની ઉપાસનામાં આવો છો એટલે આ નાના ભગવાન, આ મોટા ભગવાન, આ જુદા, આ ફલાણા ભગવાન એમ ભેદ પાડીને તમે લડો છો. આ, તે અને પેલો એ આપણે કરેલા ભેદો છે. જ્યાં સુધી તમે એના મૂળમાં ન જાવ ત્યાં સુધી આ ભેદને મટાડી ન શકાય. જ્યાં તમે મૂળમાં ગયા ત્યાં બ્રહ્માનંદનું એક ભજન છે, "ऐसी करी गुरुदेव दया, मेरा मोह्का बंधन तोड़ दिया" તે આ પ્રવચનના અંતમાં સાંભળો. મૂળમાં ગયા પછી એને કોઈ સંપ્રદાય નહિ, કોઈ પંથ નહિ, કોઈ આ દેવ પેલો દેવ નહિ, એકજ બ્રહ્મ છે, એકજ પરમેશ્વર છે એવી દ્રઢતા આવે એટલે અમે સન્યાસીઓ કોઈ દિવસ કોઈને એમ ન કહીએ કે આ દેવ સાચો કે આ દેવ ખોટો. તમે રામને ભજો, કૃષ્ણને ભજો, મહાદેવને ભજો, શ્રી જી મહારાજને ભજો, દેવીને ભજો, જેને ભજવું હોય એને ભજો, અમારા માટે બધા માટે એકજ બ્રહ્મ, એકજ પરમાત્મા છે. પણ જ્યાં સુધી સંપ્રદાયની નિષ્ઠા હોય, લઘુતા ગ્રંથી હોય તો માણસ પ્રયત્ન પૂર્વક બીજાના ચીલાચાલુ માર્ગને છોડાવે અને કહે કે એમાં કલ્યાણ નથી, મોટાને ખરા ભગવાન ભજવા હોય તો આજ છે અને અના સિવાય બીજું કશુંજ નથી.
...
[Message clipped] View entire message
9 attachments — Download all attachments
![]() | 221_KRISHNA.docx 23K View Download |
![]() | 222_Shraddhaa_Kanti Bhatt.docx 31K View Download |
![]() | 223_Andhshraddha.pdf 103K View Download |
![]() | 225_History_KedarNath.docx 247K View Download |
![]() | 226_OnlyTempleBuiltByBritish.docx 249K View Download |
![]() | 227_Baby_ Carrots.docx 15K View Download |
![]() | 228_Save_Kidneys.docx 16K View Download |
![]() | 229_Rock_Salt.docx 16K View Download |
![]() | 230_Releave Artaritis Pain.docx 22K View Download |

