Our Story in 2 Minutes
Awesome
Click the following link:
કેદારનાથનો ઈતિહાસ
૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલુ હતુ કેદારનાથ મંદિર !!!
જો વૈજ્ઞાનિકોનુ માનીએ તો કેદારનાથ મંદિર ૪૦૦ વર્ષ સુધી બરફમાં દબાયેલુ હતુ પણ છતા પણ તે સુરક્ષિતબચી ગયુ. ૧૩મી થી ૧૭મી સદી મતલબ ૪૦૦ વર્ષ સુધી એક નાનકડુ હિમયુગ (Little Ice Age) આવ્યુ હતુ.જેમા હિમાલયનો એક મોટો ભાગ બરફની અંદર દબાય ગયો હતો. વૈજ્ઞાનિકો મુજબ કેદારનાથ મંદિર ૪૦૦વર્ષસુધી બરફમાં દબાયેલુ રહ્યુ છતા પણ તેને કશુ ન થયુ, તેથી વૈજ્ઞાનિક આ વાતથી હેરાન નથી કે તાજેતરમાંઆવેલ પ્રલયમાં આ મંદિર બચી ગયુ.
બહાર આવેલી હકીકત મુજબ કેદારનાથ મંદિરના પત્થરો પર પીળા રંગની રેખાઓ જોવા મળી છે. દહેરાદુનનીઆ જીયોલોજી સંસ્થાના વિજ્ઞાનીઓનું માનવું છે કે પીળા રંગની નિશાની વાસ્તવમાં ગ્લેશ્યર એટલે કે મોટીમાત્રામાં બરફનો જથ્થો એક સ્થળેથી બીજા સ્થલે ઢસડાઇ ને જાય તેના કારણે બનેલી છે. ગ્લેશ્યર ખસકતું રહે છે.અને જ્યારે તે ખસકે ત્યારે તેની સાથે બરફ ના જથ્થાના વજનની સાથે-સાથે અન્ય જોડાયેલી ચીજવસ્તુઓ પણલઇને ખસકે છે. એવા સમયે ૪૦૦ વર્ષ સુધી આ મંદિર બરફના પહાડોની વચ્ચે એટલે કે ગ્લેશ્યરમાં દબાયેલું રહ્યુંત્યારે તે દરમિયાન એણે કેટલા પત્થરોનો બોજ સહન કર્યો હશે ?
આ સંસ્થાના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે કેદારનાથ મંદિરની અંદરની દિવાલો પર તેના સ્પષ્ટ નિશાન જોવામળે છે. બહારની બાજુએ પત્થરો પર આ ઘસાયેલી નિશાની અને અંદરની તરફ ના પત્થરો વધારે સમતળ જોવામળે છે જાણે કે તેમને પોલીશ કરવામાં આવ્યા હોય. વાસ્તવમાં ઇ.સ. ૧૩૦૦ થી લઇને ૧૯૦૦ દરમિયાન આવિસ્તારમાં એક લઘુહિમયુગનો સમયગાળો હતો. આ ગાળા દરમિયાન કેદારનાથ મંદિર અને આસપાસના તમામવિસ્તારો બરફની નીચે ઢંકાયેલા હતા. શિયાળા દરમિયાન કેદારનાથ મંદિરની આસપાસ કેટલી વિશાળ માત્ર માંબરફ છવાય જાય છે