20130602

SANT SHIROMANEE BHAKT KABEER

હરિ ૐ

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." - Swami Sachchidanand
 
 
EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
 
 
LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
 
 
(A) SANT SHIROMANEE BHAKT KABEER - સંત શિરોમણી ભક્ત કબીર 
 
 
નીચે બધા પ્રવચનોનો વિષય "સંત કબીર" એકજ  હોવા છતાં અમુક અપવાદો સિવાય દરેક પ્રવચન એકબીજાથી જુદા છે, આ સ્વામીજીની વિશેષતા છે. સમયની મર્યાદાને લીધે ગુજરાતી, હિંદી અને સંસ્કૃત લખવામાં તથા તેને ચકાસી જોવામાં ઘણી ભૂલો થાય છે તો આપ સુધારીને વાંચી લેવા કૃપા કરશો. 23 જુન 2013ના દિવસે આ મહાન વિભૂતિની જયંતી છે એટલે એમના જીવન પર પ્રકાશ પાડતા આ પ્રવચનો આપને સાંભળવાનું ગમશે.
 
 
Side A - KABEER-NU PRADAAN - SURAT KABEER MANDIR, કબીરનું પ્રદાન - સુરત કબીર મંદિર - પ્રજાના સમષ્ટિ જીવાનને સુખી કે દુઃખી કરવામાં ચાર તત્વો મહત્વનો ભાગ ભજવતાં હોય છે. ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. આ ચારેચાર વ્યવસ્થા જેટલી સારી એટલી પ્રજા સુખી થવાની અને એથી ઉલટું સમજવું. જે લોકોએ ધર્મ વ્યવસ્થાને સુધારવા માટે ભારે પરિશ્રમ કર્યો એ સાચા ધર્મપુરુષો છે અને જે લોકોએ બગાડવા માટે પ્રયત્નો કર્યા તે સ્વાર્થી ધર્મપુરુષો છે. બધાજ ક્ષેત્રોમા સાચા-ખોટા માણસો રહેવાના પણ ખોટા જીતે અને સાચા દબાઇ જાય તો પ્રજા દુઃખી દુઃખી થઇ જાય. ધાર્મિક ક્ષેત્રની અસર બાકીના ત્રણે ત્રણ ક્ષેત્રો પર પડતી હોય છે એ વિષે સાંભળો. @4.00min. આપણે વાતવાતમાં કહીએ છીએ કે અમારા જેવો સારામાં સારો દુનિયામાં કોઈની પાસે ધર્મ નથી, સંસ્કૃતિ નથી કે અધ્યાત્મ નથી તો સામે એવો પ્રશ્ન થાય કે આટલો સારો ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મ હોવા છતાં પણ પ્રજા આટલી દુઃખી કેમ? ગુલામ કેમ થઇ? કુતરાના મોતે કેમ મરતી થઇ? સેંકડો વર્ષો ગુલામ રહીને પણ જો તમે ગૌરવની વાત કરતા હોવ તો જે મુઠ્ઠીભર માણસોએ તમને ગુલામ બનાવ્યા, અડધા ટકાએ, એક ટકાએ તે કેટલું ગૌરવ લઇ શકે? જયારે પણ વ્યક્તિ કે પ્રજાને નશો ચઢાવવામાં આવે છે ત્યારે તે નશો ચઢેલી પ્રજા, નથી તો સત્યને શોધી શકતી, પામી શકતી કે સ્વીકારી શકતી. બુદ્ધના પછી કબીર એવું એક વ્યક્તિત્વ છે કે જેણે પ્રજાને સાચો રસ્તો બતાવવાનો નિર્ભય પ્રયત્ન કર્યો. બુદ્ધની પાસે બહુ મોટી પ્રીસ્ટભૂમિ છે પણ એવી કબીર પાસે ન હતી. કબીર રાજાનો દીકરો ન હતો પણ અતિ સામાન્ય માણસ હતો. @7.11min. જો કબીરને સમજવા હોય તો ચાર વાતોને ધ્યાનથી સાંભળો. બુદ્ધ, શંકરાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય વિષે સાંભળો. બુદ્ધે ચાંડાલ સહીત બધાને અપનાવ્યા. अपि चेत्सुदुरचारो .....सम्यग्व्यवसितो हि स:....(गीता 9-30). क्षिप्रम्भवति धर्मात्मा.....भक्त: प्रणश्यति....(गीता 9-31).  અડધી દુનિયામાં બૌદ્ધ ધર્મ ફેલાયો, તમારામાં ફેલાવાની શક્તિ છે? શ્રમણ માર્ગ અને પુરોહિત માર્ગ વિષે સાંભળો. પુરોહિત માર્ગ એ આજીવિકાનો, પેટનો, દક્ષિણાનો માર્ગ છે. ભારતનું પતન ત્યાંથી થયું. @12.11min. હું તમને ભલામણ કરું છું કે તમે ઉપનિષદ અને ભગવદ ગીતાનું અધ્યયન કરો. "यामिमां पुष्पितां....वादिन:...(गीता २-४२). તમે ફલાણો યજ્ઞ કરો તો સ્વર્ગ મળે, અહિયાં સુખ ન મળ્યું હોય તો ત્યાં મળે. ત્યાં અપ્સરાઓ મળે તો યજમાનની પત્નીને શું મળે?  "फिरान मुल्के अदमसे कोई की मैं पूछुं कहो मुसाफिरों मंजिल पर क्या गुजरती है? दिलको बह्लानेको ग़ालिब जन्नतका ख्याल अच्छा है ...(ग़ालिब). આ દેશમાં ખરેખર બહુ ઓછા મહાપુરુષો થયા છે અને જે થયા છે, એમણે પરલોકનીજ વાતો કરી છે. આ લોકની ચર્ચાજ નહિ કરવાની. પૂર્વ જીવનમાં ગાંધીજી શ્રીમદ રાજચંદ્રથી બહું પ્રભાવિત થયા હતા. ગાંધીજી સંડાસથી માંડી પાર્લામેન્ટ સુધી એકે એક પ્રશ્નની ચર્ચા કરે છે, ઝઝૂમે છે પણ રાજચંદ્ર તો કોઈ જગ્યાએ રાષ્ટ્રનું નામ નથી લેતા. ફક્ત આત્મા અને પરલોકનીજ વાતો કરી છે, એક દિવસ પણ જેલમાં ન ગયા. એક અંગ્રેજનો દંડો નથી ખાધો. જેટલા એમના મંદિરો થશે, આરતી, પૂજા થશે એટલી ગાંધીજીની કોઈ નહિ કરે. આપણે ત્યાં અરવિંદ, રમણ મહર્ષિ, દાદા ભગવાન થયા એ બધાએ રાષ્ટ્ર માટે, માનવતા માટે, સમાજ માટે શું કર્યું? વિધવાના પ્રશ્નો, ત્યકતાના પ્રશ્નો, ગરીબીના પ્રશ્નો, ભૂખમરાના પ્રશ્નો, ગુલામીના પ્રશ્નો, અશ્પૃશ્યતાના પ્રશ્નો, શું આપણું અધ્યાત્મ એવું છે કે આ બધું બાયપાસ કરી જવું? એટલે અહિયાં તો નરક ઉભું થઇ ગયું. @16.30min. ઋષિથી શરુ થયેલી આ પરંપરા જ્યારે કબીર સુધી પહોંચી ત્યારે દેશની શું દશા હતી? ત્યારે માણસને પરલોક સુધારવા માટે કાશીમાં કરવત અપાતી હતી, કોઈ ધર્મગુરુએ રોક્યા નહિ. તમે જ્યારે કાશી વિશ્વનાથ જશો તો કોઈ પુરોહિત તમને કહેશે કે "जब औरंगजेब यहीं आया था तब भगवन इस कुएमॆ कूद पड़े थे" વધુ આગળ સાંભળો. પ્રયાગરાજમાં અક્ષય વાત પરથી કુદી પડવાનું અને જગન્નાથના રથ નીચે કચડાઈ મરવાનું, જેથી મોક્ષ મળે. કોઈ રોકનાર ન હતું. એ વખતે આ એકલો માણસ કબીર પડકાર લઈને ઊભો થયો કે આ ખોટી વાત છે. કબીરે લોકોને કહ્યું કે કાશી મથુરા દોડવાનો કોઈ અર્થ નથી. @20.16min. સ્વામીજીના સંઘમાં કર્મનાશા નદીનો અનુભવ સાંભળો. કબીરે કહ્યું "जो कबीरा काशी मुवे हरि हो कौन निहोरी?" કબીર સાહેબનો ઉત્સર્ગ કરવાનો સમય આવ્યો ત્યારે કબીર મગહર પહોંચ્યા અને ત્યાં દેહ છોડ્યો. એવું કહેવાય છે કે મગહરમાં જે મરે તે નરકે જાય. કેટલું મોટું આત્મબળ, આત્મવિશ્વાસ હશે? કબીરનું ખરું મૂલ્યાંકન એ છે કે એમણે આધ્યાત્મિકતાની અસ્પષ્ટતા દૂર કરીને સ્પષ્ટતા મૂકી દીધી. એક ગામમાં જુદા જુદા સંપ્રદાયના ત્રણ સાધુઓ એક શિવનો ભક્ત, એક વિષ્ણુનો ભક્ત અને એક હનુમાનજીનો ભક્ત આવ્યા અને શું થયું તે સાંભળો. સ્વામી વિવેકાનંદનો પ્રવચન કર્યા પછીનો એક માંજી સાથેનો અનુભવ સાંભળો. @29.30min. ભોગવાદની કદી નિંદા ન કરશો, જે સૌથી વધુ ત્યાગની વાત કરે છે તે અંદરથી એટલોજ ભોગી હોય છે. એકલો નરસૈંયોજ કહે છે કે, કંઈક જાણે પેલો ભોગી નરસૈંયો. @33.39min. કબીરે 500-600 વર્ષ પહેલાં ચાર ક્ષેત્રો ઉપર કામ કર્યા એ સમજવા જેવા છે. પહેલા એણે આખી અસ્પષ્ટતા દૂર કરી દીધી. કોને ભગવાન કહેવો? કોને રામ કહેવો? કબીર અને કબીર સંપ્રદાય, તથા બુદ્ધ અને બુદ્ધ સંપ્રદાય જુદી વસ્તુ છે, એ વિષે સાંભળો. @35.27min. ઋષિ માર્ગ, પુરોહિત માર્ગ અને સંતમાર્ગ વિષે સાંભળો. કબીર, નાનક, નરસિંહ, તુકારામ આ બધા સંત માર્ગો છે. સંત સ્વયંભુ છે. કાશીમાં મુસ્લિમોનું રાજ અને ધાર્મિક ક્ષેત્ર પર પંડિતો છવાયેલા હતા, ત્યારે પંડિતો પણ ફતવા આપતા હતા, એ વખતે આ ઝુંપડીમાં રહેનારો સામાન્ય માણસ આ બેયને લલકારે અને ફટકારે છે, ક્યાંથી આવ્યું આ વ્યક્તિત્વ? આ સ્વયંભુ વ્યક્તિત્વ છે. ઈશ્વરવાદની બે મૂખ્ય પરંપરાઓ છે તે એક સાકારવાદ અને બીજો નિરાકાર વાદ. નિરાકારવાદની એક ખાસિયત છે કે એને કંઈ કરવાનું નથી. સાકારવાદમાં નિરાકારને આકાર આપવામાં આવે છે. આ આકારો ભક્તની ઈચ્છા પ્રમાણે કાલ્પનિક આકાર છે. મુસ્લિમોનો એકેશ્વરવાદ અને ઉપનિષદના એકેશ્વરવાદમાં બહું અંતર છે. મુસ્લિમોનો એકેશ્વરવાદ નકારાત્મક છે, ઉપનિષદનો સમીકરણ સાથેનો એકેશ્વરવાદ છે. નરસિંહ મહેતાએ કાવ્યમાં રૂપાંતર કર્યું કે "ઘાટ ઘડીયા પછી નામરૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે" આ સમીકરણ છે. અમે સાકાર અને નિરાકાર બંને માનીએ છીએ. નિરાકાર એ મૂળ તત્વ છે, સાકારમાં પછી અવતારો આવ્યા તેમણે ઘણો મોટો ગૂંચવાડો કર્યો. કબીરે બહું સારી રીતે સ્પષ્ટતા કરી કે પરમેશ્વર એકજ છે અને એ તારા હૃદયમાંજ છે. તું એને ખોળવા કાશી, મથુરા, હિમાલય નહિ જા, ડુબકી લગાવવાથી, યજ્ઞો કરવાથી ન મળે એ તો પ્રેમથી, તારા સમર્પણથી મળશે.@42.44min. સંત માર્ગમાં દીનતા, નમ્રતા, આધિનતા છે. તમે જેટલા નીચા આસન પર બેસી શકો એટલા મોટા તમે સંત કહેવાય. એક સભાનો સ્વામીજીનો અનુભવ સાંભળો. દીનતા, નમ્રતા, આધિનતા સાથે દાસના દાસ થઈને રહેવું એ સંતમાર્ગ છે. કબીરની મહિમા એમાં છે કે તેઓ ચારે વર્ણોને એક જગ્યાએ લઇ આવ્યા. કબીરે કહ્યું કે મારે ત્યાં કોઈ નાત-પાત નથી. "कामी क्रोधी लालची, इनसे भक्ति न होय. भक्ति करे को सूरवा जो जात वरन कूल खोई. @46.37min. ત્રીજું મહત્વનું માનવતાનું કામ છે. આપણે ત્યાં જે ત્રણ મૂખ્ય ધર્મો હિંદુ, જૈન અને બુદ્ધ,પુષ્કળ દાન આપે પણ બધું અગ્નિમાં અને બ્રાહ્મણના મોઢા તરફ વળી ગયું. ગરીબો, દુઃખીયા, અનાથો માટે કશું કર્યું નહિ. એટલે કબીરે કહ્યું, "कहे कबीर कमालकुं दो बातां शिखले, कर साहबकी बंदगी और भूखेको कछु दे" અહીંથી પરમાર્થ, માનવતા, અન્નક્ષેત્રો શરુ થયા. કબીરનું મંદિર ભલે નાનું હોય, ભલે સોનાના શિખરો નહિ હોય પણ કોઈ સમયસર જાય તો ટુકડો મળી રહે. ચોથી વાત રાષ્ટ્રવાદની છે. રાષ્ટ્રવાદનો ઉદય અંગ્રેજો આવ્યા પછી કેવી રીતે થયો તે સાંભળો. 
 
 
Side B - SURAT - રાષ્ટ્રવાદ વિલાયતથી આવ્યો. મારું એવું માનવું છે કે જે રીતે ભારતમાં ધર્મો પ્રચલિત કરેલા, એણે પરદેશીઓને આપણને ગુલામ  બનાવવામાં વધારે સગવડ કરી આપી. લોકોને માનસિક રીતે ગુલામી સહન કરવાની તૈયારી કરાવી કે કળીયુગમાં તો આવુંજ થશે, કોઈએ એમ ન કહ્યું કે અન્યાય સામે સામા થાવ. બીજું લોકોને પ્રારબ્ધવાદી બનાવ્યા અને વળી પાછા સમજાવ્યા કે તમારા કર્યાથી  કશું થવાનું નથી, જ્યારે મારો વ્હાલો અવતાર લેશે ત્યારે બધું ઠીક કરી દેશે.@3.04min. આફ્રિકામાં એક સજ્જનની વાત સાંભળો કે ત્યાં ગાડીઓ રોજ ચોરાય છે. ભગવાન કાયરો માટે અવતાર નથી લેતા અને મરદોને માટે અવતાર લેવાની  જરૂરજ નથી. આ  ગુંચવાય ગયેલી પ્રજા માટે કબીરે લલકાર્યું કે "साहब सबका बाप है, बेटा किसीका नाहिं, बीटा होक अवतरे वो तो साहब नाहिं.  એટલે સજ્જનો કબીરના માધ્યમથી રાષ્ટ્રને જોઈએ કે ધર્મને જોઈએ તો સમતા રાખો.  તમારા મંદિરો બધાને માટે  ખુલ્લા રાખો.  મુસલમાનની મસ્જીદમાંથી શીખવાનું કે જે પહેલો આવે તે પહેલો નમાજ પઢવા બેસે. નવાબ જેવી વ્યક્તિ જો પાછળથી આવે તો તે પાછળ બેસે. કબીરની મૂળ ઉપાસના તો બહુ સરળ છે, એક પૈસાનો ખર્ચ નહિ. ગાંધીની ઉપાસનામાં પણ એક પૈસાનો ખર્ચ નહિ. એમ કબીરનો જે સાહેબ છે એની બંદગી કરવા બેસો તો આંખ બંધ કરો અને ઊંડાણમાં ઉતરો. મંદિરની મૂર્તિ સુધી ભગવાનને  સીમિત ન કરો, નહિ તો બીજે કશે દેખાશે નહિ. એને રીઝવવા માટે તમારો પ્રેમ જોઈએ. મંદિરો કોમર્સીઅલ કેવી રીતે થયા તે  સાંભળો. આ કોમાંર્સીઅલપણામાંથી છોડાવવું હોય તો મંદિરને તમે દુકાન ન બનાવો. આવો, બેસો, ભગવાનનો દરબાર છે. શેઠ, શ્રીમંત, ગરીબ બધાને માટે સરખો ભાવ છે. @9.44min. મારે તમને આટલીજ વાત  કહેવાની છે કે આ આખી ભારતીય પરંપરામાં કેટલાક ધ્રુવ તારા થયા છે અને એ ધ્રુવ તારાઓમાં સૌથી વધુમાં વધુ સચોટ દિશા  બતાવનારો તારો હોયતો તે કબીર છે. કબીર પંથ (સંપ્રદાય) અલગ વસ્તુ છે, પણ હું કબીર વ્યક્તીને મૂળ રૂપમાં માનું છું. આ એક મહાન સપુત કોઈની પરવાહ કર્યા વગર જે સત્ય લાગ્યું તે કહ્યું. વધુ સારું તો એ થયું કે જો કબીર ન હોત તો આ દેશની 30 કરોડની પછાત વસ્તી ખોઈ બેઠા હોત, તેનું પેટલાદનું ઉદાહરણ સાંભળો. સ્વામીજીએ વાઘરીના મહોલ્લામાં કથાની સમાપ્તિ કરી એ વિષે સાંભળો. કબીર એક એવું રત્ન છે, જેને જે અર્થમાં સમજવું હોય તે સમજે પણ આપણે એમની યાદ કરીએ અને જીવનનો  માર્ગ  નિર્ધારિત કરીએ તો ભારતના રાષ્ટ્રવાદને સારું સમર્થન મળશે. @14.00min. ગુરુ ગ્રંથ સાહેબમાં પાંચ ફકીરોની વાણી છે, એમાં કબીર, નામદેવ, બુલ્લેશાહ વગેરેની વાણી છે, એમ માપણે પણ એક ગુરુ વાણી તૈયાર કરીએ જેમાં બધા એક થઇ સમાય   જાય. બધા આપણે હળીમળી ને રહીએ અને આપણાં ધર્મને, જીવન વ્યવસ્થાને વધુમાં વધુ સારી સુદઢ  કરીએ એવી  પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @14.46min. ભાવનગરમાં નિવૃત્ત થયેલા શિક્ષકો આગળ  સ્વામીજીનું પ્રવચન. પ્રવૃત્તિ-નિવૃત્તિ વિશેનું આ પ્રવચન સાંભળો.  @23.05min. प्रवृत्तिं च निवृत्तिं च .... ते षु विद्यते.....(गीता 16-7). અર્જુન જે લોકો નથી  પ્રવૃત્તિને જાણતા અને નથી નિવૃત્તિને જાણતા નથી એ અસુરો છે. એ લોકો પ્રવૃત્તિને નિવૃત્તિ  અને નિવૃત્તિને પ્રવૃત્તિ સમજે છે. જીવન જીવવા માટે તમે જે જવાબદારી સ્વીકાર કરી એ તમારી પ્રવૃત્તિ છે એ સફળ કે નિષ્ફળ  રહી તે ત્રણ રીતે માપવાની છે. તમને એમાં રસ રહ્યો? રસ રહ્યો હશે તો તમારી હોબી થઇ જશે નહિ તો વેઠ થઇ જશે. ક્રિકેટનું ઉદાહરણ સાંભળો. જો તમને પ્રવૃત્તિમાં રસ આવ્યો હશે તો નિવૃત્તિમાં પણ રસ આવશે. કર્તવ્યને છોડીને આખો દિવસ જે  ઉપાસના કરે છે એની મૂખ્ય ઉપાસના ગાયબ છે, એટલે એની ગૌણ ઉપાસનાની કંઈ કિંમત નથી, તેનું ઉદાહરણ સાંભળો.  @29.45min. કર્તવ્ય એજ મોટી ઉપાસના છે, યુરોપનું ઉદાહરણ સાંભળો. એક વેદાંતી દંડી સ્વામી અને એક હોક્લીવાળા  ભગવાન જેનું આજે દશ કરોડ રૂપિયાનું મંદિર બંધાઈ રહ્યું છે એ વિષે સાંભળો. @34.37min. શાહજહાંના સમયમાં અંગ્રેજોનો દેશ પ્રેમ વિષે સાંભળો. @39.17min. વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રીય તપ @43.36min. કાશ્મીરમાં ઇઝરાયલીઓ કેવી રીતે બચ્યા?  @45.45min. भजन - हम ना मरी है - श्री रास बिहारी देसाई. 
 
 
Side A - KABEER-NEE MAHIMAA - JAMNAGAR, કબીરની મહિમા -  જામનગર - કબીર સાહેબની પ્રતિમાના અનાવરણ પ્રસંગે - ભારતનો જો ધાર્મિક ઈતિહાસ લખવામાં આવે તો ઓછામાં ઓછા ચાર પુરુષોના નામ આ દેશની જાગૃતિ અને અંધકારને પડકાર આપવા માટે જરૂર લખાવા જોઈએ તે છે, બુદ્ધ, કબીર, નાનક અને દયાનંદ. પણ આ ચારેમાં સૌથી ઉપરનું કોઈનું નામ મુકવાનું હોય તો, મારે દ્રષ્ટિએ કબીરનું છે. સામાન્ય રીતે આપણે બધા પરંપરાવાદી છીએ અને એક વાર પરંપરાની ગઢેરમાં પડ્યા પછી જાગૃતિ અને સમાનતા ઓછી થઇ જતી હોય છે. આ ચારેચાર એમના કાળમાં પરંપરાને પડકાર આપતા હતા. દરેક કાળમાં પ્રશ્નો હોય છે, એને મહાપુરુષો ત્રણ રીતે સ્વીકારતા હોય છે. એક જેમ ચાલતું હોય તેમ ચાલવા દેનારા સરળ મહાપુરુષો, જેઓ ઢગલામાં હોય છે, બીજા પ્રશ્નોને ઉકેલવા માટે જહેમત કરતા હોય છે, પણ એમનું વ્યક્તિત્વ અને પનો ટૂંકો પડતો હોય છે. તેઓ એક ક્ષિતિજ તરફ સિપાહી બનવા માટે રાહ જોતા હોય છે કે કોઈ એવો મહાપુરુષ પ્રગટ થાય જે પ્રશ્નોને ઉકેલે. પ્રત્યેક વ્યક્તિ ગાંધી ન થઇ શકે પણ દાંડી યાત્રામાં જોડાનાર તો જરૂર થઇ શકે. એક ત્રીજો વ્યક્તિ એવો છે કે પ્રત્યેક પ્રશ્નો સામે ઝઝૂમતો હોય છે અને પડકાર આપતો હોય છે. @4.16min. અઢી હજાર વર્ષ પહેલાં બુદ્ધ હિંસાવાદીઓની સામે ઝઝૂમ્યા અને એમણે એક બહું મોટી જાગૃતિ અને બહું મોટો સુધારો પ્રસ્થાપિત કર્યો. અડધી દુનિયામાં બુદ્ધ ધર્મ ફેલાયો એ વિષે સાંભળો. @7.48min. બુદ્ધ રાજાના પુત્ર છે, નાનક વેપારીના પુત્ર છે, દયાનંદજી બ્રાહ્મણ છે અને કબીર વર્ણાતિત છે. કબીર સ્વયંભુ છે. બુદ્ધની પાસે તો બહું મોટી પ્રીષ્ટભૂમિ છે. ઇસ્લામ અને બુદ્ધ વિશેનો તફાવત સાંભળો. બુદ્ધના પછી ઉત્તરવર્તિ કાળમાં બૌદ્ધ ધર્મમાં એટલા વણાંકો આવ્યા કે પ્રજા હતી ત્યાંની ત્યાં થઇ ગઈ.@15.16min. કબીરમાં અને બીજા બધામાં એક મુદ્દાનો ભેદ છે અને એ ભેદ તમે જ્યાં સુધી નહિ સમજી શકો ત્યાં સુધી તમે કબીરને સાચા અર્થમાં ન સમજી શકો. આ સત્યનો માર્ગ છે, સત્ય એજ સુધારો છે. કબીરે ધર્મને, સમાજને, અધ્યાત્મને અને માનવતાને કેવી રીતે જોઈ એ વિગતે સાંભળો. આપણે બેટી વ્યહવાર નથી કરી શકતા, એકબીજાથી અભડાઈ જઇએ છીએ, આહાર શુદ્ધિનો અતિરેક કર્યો. એક સંપ્રદાયના મહાત્માની વાત તથા બીજા ઉદાહરણો સાંભળો. અંગ્રેજો અહી 200 વર્ષ રહ્યા, તેઓ માંસ ખાતા, દારૂ પીતા, છતાં એમના જીવનમાં જેટલું મોરલ હતું એટલું આપણામાં ક્યા હતું? અહી ખોટા રસ્તાવાળા પૂજાય છે, એમનો જયકાર થાય છે. આ ખોટા રસ્તાને ખોટો કહેનાર એક જવાંમર્દ વ્યક્તિત્વ નીકળ્યું એનું નામ કબીર. ભગવાને તો બધાને એકજ બનાવ્યા છે, ભેદ જે કર્યા છે એ તો માણસોએ, કશું કર્યા વગર પોતાની જાતની સુપીરીયાલીટી ચાલુ રાખવા માટે કર્યા છે. @20.33min. બુદ્ધે સ્ત્રીઓ સહીત ભિખ્ખુ સહીત બધાને માટે પોતાના દ્વાર ખુલ્લા મૂકી દીધા. દેવ દરબારમાં ગરીબ અને પૈસાદાર બંને સરખા છે. જેને પસ્તાવો થતોજ નથી એ કદી પવિત્ર ન થઇ શકે. આમ્રપાલીએ એક મહિનો સુધી બુદ્ધની વાણી સાંભળી, હૃદય પલટો થયો અને દિક્ષા લીધી, તે આખો પ્રસંગ સાંભળો. કબીરે બુદ્ધ જેવુંજ કામ કર્યું, એણે કહ્યું મારા સાહેબના દરબારમાં બધા એક સમાન છે. @26.11min. આ દેશને ત્યારેય સુધારવાની જરૂર હતી અને આજે પણ છે, કે તમે સાથે બનીને જમો, એનાથી કોઈ વટલાતું કે અભળાતું નથી. કોઈ જન્મથી માત્ર નીચ છે એવું નહિ માની લેતાં. આઠમી શતાબ્દી પછી મુસ્લિમ આક્રમણો થયાં અને એ આક્રમાનોની વચ્ચે જો હિંદુ પ્રજાને બચાવનારો કોઈ વર્ગ હોય તો તે નિર્ગુણી પરંપરાનો સંત વર્ગ છે. પેટલાદમાં વાઘરીઓના 2000 ઘરો છે, એમને હિંદુ રાખનાર કબીર છે. તમે માનવ એકતા કરી શકો છો? ન કરી શકો તો તમે મજબૂત ન થઇ શકો. સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો કબીરે એક વિશાળ જન સમુદાયને એક બનાવવાનો પ્રયત્ન કર્યો. એમની વિશાળતા, ઉદારતા માત્ર હિંદુઓ સુધીજ નહિ પણ મુસ્લિમો સુધી પણ છે, તેઓ કબીરને ત્યાં આવતાં, બેસતાં, ઊઠતાં બધા ભક્તો હતા. સત્ય અભળાતું નથી, ભગવાન અભળાતો નથી. @29.11min. સ્વામીજીની એક સજ્જનની દુકાનની મુલાકાત સાંભળો તથા જાપાનમાં દુકાનની મુલાકાત વિષે સાંભળે. @34.34min.નિર્ગુણી પરંપરાના જે સંતો થયા એમનો પ્રવેશ ઝુંપડા સુધી થયો. કબીરની ધાર્મિકતા બહું સરળ છે, બુદ્ધની અને નાનકની પણ સરળ છે અને ભગવાનનો માર્ગ પણ બહું સરળ છે, એને કઠીન ન બનાવો. બુદ્ધે એક જગ્યાએ કહ્યું છે કે તથાગતની વાણી વ્યાખ્યેય ન હોય, પણ બિલકુલ સરળ હોય. આપણે ત્યાં જે પ્રકારની ધાર્મિકતા આવી એમાં કર્મકાંડનો અતિરેક થયો. અહી દોઢ કરોડ લોકો ધાર્મિક આજીવિકા ઉપર જીવે છે, એનું પરિણામ એ આવ્યું કે ધર્મ ભારે થયો. હું વિધિનો વિરોધી નથી, વિધિ હોવીજ જોઈએ પણ અતિરેકનો વિરોધી છું, એ વિષે સાંભળો. બહું પ્રાચીન કાળમાં ઋષિઓ સંધ્યા કરતા એમાં કોઈ વસ્તુની જરૂર નહિ, મુસલમાનો નમાજ પઢે છે, કોઈ વસ્તુની જરૂર નથી. કબીરે આ વાતને લોકોની અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો કે પરમેશ્વર તારા પ્રેમનો ભૂખ્યો છે. તારા હૃદયમાં પ્રેમ છે, સાચી શ્રદ્ધા છે, બે હાથ અને ત્રીજું માથું છે એમાં બધુંજ આવી ગયું. @38.42min. એક મંદિરની મુલાકાત, ભગવાનને બે થી ત્રણ કિલો સોનું અને ચાર રાડો ધડીયાળો બાંધેલા એ વિષે સાંભળો. ગુજરાતના એક મંદિરમાં નવ અબજ રૂપિયાનું ઝવેરાત છે, ત્યાં રોજ ચાર માણસો, બીજો મહંમદ ગઝની આવે નહી ત્યાં સુધી પહેરા ભરે છે. @41.47min. નૈરોબીના મહાદેવના મંદિરની વાત સાંભળો. સુરતના ભક્ત સમાજની વાત સાંભળો કે લગ્નમાં, મરણમાં, સંતાન જન્મે ત્યારે પ્રસંગને અનુરૂપ એવા કબીરના ભજનો ગાય છે. @47.27min. તાન્ઝાનિયામાં વાઇલ્ડ લાઇફ જોવા ગયેલા ત્યાંની વાત સાંભળો. ગુરુ નાનકદેવની પરંપરામાં ગુરુ ગોવિંદ સિંહે કહ્યું, શીખો મારી પાસે આવો તો હથિયાર ધારણ કરીને આવો. આખી શીખ પ્રજા  શસ્ત્રધારી બની અને મોગલ સલ્તનતને હચમચાવી નાંખી. આપણાં રામ-કૃષ્ણ, દેવ-દેવી બધા શસ્ત્રધારી છે.
 
 
Side B - JAMNAGAR - કબીરે અંતર્મુખતાનો આદેશ આપ્યો. "कस्तुरी कुंडल बसे मृग ढूंढे बनमांय, तैसे ह्रदय राम है, लोगवा समजत नांय" અંતર્મુખી અધ્યાત્મ બહું સરળ છેકે જ્યાં મન અનુકુળ હોય ત્યાં કોઈ પણ જગ્યાએ બેસો, આ ઉપનિષદનો સંદેશ છે. "सुने मंदिरमें दीप जलत है, अनहद बाजे ढोल रे, तुज़े पिया मिलेंगे. घुंघटका पट खोल रे तुज़े पिया मिलेंगे. कहत कबीरा सुन भई साधू आसनसे मत डोल रे, तुज़े पिया मिलेंगे" અહિં આસન શબ્દનો અર્થ છે કે સિદ્ધાંતોની નિષ્ઠા, એનાથી તું ચલિત ન થઈશ. કબીરના અધ્યાત્મમાં સ્વાનુભૂતિ છે. કબીર કહે છે, તમે સ્વાનુભૂતિ કરો, હું તમને રસ્તો બતાવું, એ રસ્તે તમે ચાલો અને પછી તમે પોતેજ તમારા ગુરુ થાવ, તમે પોતેજ તમારો અનુભવ કરો. જેમ જયોતિર્લિંગ સ્વયંભુ હોય, એને કોઈએ ઘડ્યું ન હોય, એમ માણસોની અંદર પણ કેટલાક સ્વયંભુ હોય. એક ગામમાં ગુરુ બનાવવા વિશેની વાત સાંભળો. @9.37min. એક જગ્યાએ સ્વામીજીના પ્રવચનમાં એક સંપ્રદાયના માણસો ન આવે તે વિષે સાંભળો. કબીર સાહેબના ઉપર પણ એ જમાનામાં ગુરુ બનાવવા વિશેની વાત હતી, એ વાતોથી છૂટવા માટે એમણે રામાનંદ સ્વામીને સ્વીકાર કર્યા હતા અથવા આપણે એવી કિંવદંતી ચલાવીએ છીએ. મારી દ્રષ્ટિએ રામાનંદ સ્વામી જુદી વસ્તુ લઈને બેઠા છે અને કબીરની વસ્તુ જુદી છે. રામાનંદ સ્વામીના અને કબીરના રામ જુદા છે. એમણે ચોખવટ કરી કે "एक रामका सकल पसारा, एक राम है सबसे न्यारा. एक राम दशरथ घर डोले, एक राम घट घटमें बोले. કબીર સ્વયંભુ છે, ગીતાએ એની સાક્ષી આપી છે કે "प्राप्य पुण्यकृतान.......योगभ्रष्टोङभिजायते"......(गीता 6-41). કબીર ચોઘડિયાં કે મુહુર્તમાં માનતા નથી. @14.16min. જયારે લીલા પૂરી કરવાના દિવસો આવ્યા ત્યારે ભજન ગાયું કે "चदरिया ज़िनी रे ज़िनी, दास कबिरने ऐसी ओढ़ी ज्युं की त्युं धर दीनी, चदरिया ज़िनी रे ज़िनी" મરતાં મરતાં એમણે બોધપાઠ આપ્યો તે સાંભળો. એવું કહેવાય છે કે કાશીમાં મારે એની મુક્તિ થાય અને મગહરમાં મારે એ નરકે જાય. કબીરે પડકાર ફેંક્યો અને એમનો ખાટલો મગહર ઉપાડ્યો અને કહ્યું કે "जो कबीरा काशी मुए, हरि हो कौन निहोरी. હું જો કાશીમાં મરું અને મને મુક્તિ મળે તો મારા ભજનનો શો અર્થ રહ્યો? મારે તો મગહરમાં મરીને મુક્તિ મેળવવી છે. કર્મનાશા નદી વિષે સાંભળો. @17.35min. એમની છેલ્લી વાત માનવતાની તે સાંભળો. ભારતમાં ઓવર ધાર્મિકતા છે પણ માનવતા નથી. કબીરે કહ્યું "कहे कबीर कमालकुं दो बातां शिख ले, कर साहबकी बंदगी और भूखेको कछुं दे" આ માનવતા છે. આ કબીર સાહેબનો માનવતાનો સંદેશ છે. કબીર સાહેબના જુદા જુદા આશ્રમો, મંદિરો, સ્થાનો છે તે આજે પણ આ સંદેશને પાળે છે. કબીરના આશ્રમમાંથી કોઈ ભૂખ્યો ન આવે. કબીર માનવતાવાદી સંત છે અને આ ચારેચાર બાબતોને મેં જોઈ બ્રહ્મલીન રામસ્વરૂપદાસજી મહારાજમાં. @20.47min. સંત પરંપરા વિષે સાંભળો. જે પહેલો હાથ જોડે એ વૈષ્ણવ કહેવાય. આ દાસ ભાવની ભક્તિ છે. રામસ્વરૂપદાસજી મહારાજમાં ગજબની નમ્રતા હતી. એમની પાસે કરોડો રૂપિયા આવ્યા અને એમણે માનવતાના કામમાં લગાવ્યા. આજે જામનગરના ભાગોળે આટલું મોટું હોસ્પિટલ પૂરી સગવડતા સાથે બનાવ્યું, એની પાછળ કોનું કેટલું તપ છે, એ તો જે જાણનારો હોય તેજ જાણે. વંદનીય રામસ્વરૂપદાસજી અને સરલાબેન દુનિયામાં ફરી ફરી આવું માનવતાનું મહાન કાર્ય કર્યું. આજે રામસ્વરૂપદાસજીની પ્રતિમા અનાવૃત કરી, એના દાતાને ખુબ ખુબ ધન્યવાદ અને એ પ્રતિમા એવી પ્રેરણા આપશે કે સાધુ થજો પણ માનવતાવાદી, એકેશ્વરવાદી, સમાનતાવાદી, સાચું બોલવાની હિમ્મતવાળા થજો. હું એ વિભૂતિને, દિવ્ય આત્માને લાખ લાખ વંદન કરું છું કે જેણે કબીર સંપ્રદાયને ઉજ્જવળ કર્યો, જામનગરને ઉજ્જવળ કર્યું. મહંત શ્રી જગદીશદાસજી મહારાજ એમને પણ એવીજ લગન, ધગસ, નમ્રતા, એટલોજ ઉત્સાહ, એટલોજ વિનય બધાને તથા આ સંપ્રદાયને ગૌરવ આપે એવી પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @26.31min. સ્વામીજીના કંઠે ગવાયેલું ભજન. @33.48min. भजन - चदरिया ज़िनी रे ज़िनी - श्री अनूप जलोटा.
 
 
Side A - KABEER MAHIMAA - LOS ANGELES, KABEER MANDIR, કબીર મહિમા - લોસ એન્જલસ, કબીર મંદિર - જો કબીરને સમજવા હોય, ધર્મને સમજવો હોય, તત્વજ્ઞાનને સમજવું હોય તો આ પાંચ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો. ઋષિ, સાધુ, પુરોહિત, આચાર્ય અને સંત. પ્રાચીન કાળમાં આપણે ત્યાં ઋષિઓજ ઋષિઓ છે. 88000 ઋષિઓ છે, પછી લુપ્ત થઇ જાય છે અને સાધુ થવા માંડે છે, પછી ક્ષીણતા આવે છે અને પુરોહિતો થાય છે. આ પુરોહિતો તમને કર્મકાંડો બતાવે છે. પછી આચાર્યો થાય છે. પછી ઉત્તર ભારતમાં 14મી શતાબ્દીની આજુબાજુમાં સંતનો માર્ગ શરુ થાય છે. આ પાંચે પાંચ માર્ગો એક બીજાથી જુદા છે. આ પાંચેના ભેદને નહિ સમજાય તો તમે કબીરને ન સમજી શકો. ઉપરના પહેલા ચાર માટે મારે કંઈ વધારે કહેવાનું નથી પરંતુ ઋષિ સ્વયંભુ છે, ઋષિ થવાતું નથી. ઋષિ સપત્ની છે, કર્મઠ છે. ઋષિ બાળકોને ભણાવીને સમાજને પાછા આપે છે. આજે જે ઘણા ગુરુકુળો થવા લાગ્યા છે, એમાંના કેટલાક તો એવો હેતુ રાખતા હોય છે કે, આમાંથી બને એટલા સાધુ બનાવો. ઋષિઓ બાળકોને ભણાવીને યુવાન થતાં એમને ઘરે મોકલાવે છે અને કહે છે કે "प्रजतन्तुमा व्यवदछेतसि" પ્રજાના તંતુને તું તોડીશ નહિ. @4.34min. ગૃહસ્થાશ્રમ એ પણ કર્તવ્ય છે અને એ જવાબદારીનું કામ છે. સાધુની દિક્ષા હોય પણ સંતની દિક્ષા ન હોય, સંત સ્વયંભુ છે. જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર જો પુરુષાર્થ હોય તો ચારેની વિદ્યા પણ હોયજ. બધી વિદ્યાઓ ઋષિ ભણે છે અને બીજાને ભણાવે છે, એટલે સુધી કે કામશાસ્ત્રના ઋષિ પણ વાત્સ્યાયન છે. સાધુ માત્ર અધ્યાત્મ વિદ્યાજ ભણે છે. પુરોહિત જેવું દુઃખ હોય તે પ્રમાણે કર્મકાંડ કરે છે અને કરાવે છે. આખી દુનિયામાં ભારતજ એવો દેશ છે જ્યાં બે કરોડ માણસો ધાર્મિક આજીવિકા ઉપર જીવે છે. @8.03min. નાની-નાની દીકરીઓ પાસે ગૌરીવ્રત કરાવવા કે નહિ એ વિષે સાંભળો. બધાં વ્રતો સ્ત્રીઓએજ કરવાનાં, પુરુષોએ કશું કરવાનું નહિ? @12.37min. આપણે ત્યાં આ બે ઋષિઓ અને સંતોનું બહું મહત્વ છે. એક સમયે ધર્મનું પતન થયું. મંદિરો પાખંડના અડ્ડા બની ગયા, કાશીમાં  મોક્ષ  માટે જીવતા લોકોને કરવતથી લાકડું કાપે એમ કાપવામાં આવતાં. પ્રયાગરાજમાં વટવૃક્ષ પરથી કૂદવું અને જગન્નાથમાં રથ નીચે  કચડાઈ મરવાથી મોક્ષ મળે એવી માન્યતાથી લોકોએ આપઘાત કરવા માંડ્યા. આ બધું કરતાં પહેલાં લોકો પોતાનું સર્વસ્વ કર્મકાન્ડીઓને  દાનમાં આપી દેવામાં આવતું. @15.24min. 14મી શતાબ્દીમાં ગાઢ અંધકારમાં એક સૂર્યનું કિરણ પ્રાપ્ત થાય છે. એક જ્ઞાતિની વાડીનું  ઉદઘાટન વિષે સાંભળો. માણસ ખીલ્યા પછી અહંકાર આવે તો છીછરાપણું આવે, અહંકાર ન આવે તો ધીરતા, ગંભીરતા આવે. કોઈ નીચી  જ્ઞાતિમાં તમે જન્મ્યા હોવ તો એ જ્ઞાતિને તમારે ઉતારી પાડવાની જરૂર નથી, એ વિષે સાંભળો. @21.38min. 14મી શતાબ્દી આવતાં  આવતાં પૂરા ભારત ઉપર મુસ્લિમોનું સામ્રાજ્ય થઇ ચૂક્યું હતું, એમણે કેટલુંયે તોડ-ફોડ કર્યું હતું, કારણકે પરંપરાજ એવી છે. આ લોકોના શિલ્પો પર હથોડા કેવી રીતે ઉપડ્યા હશે? પ્રજા એકદમ નિરાશ થઇ ગઈ, ચારે તરફ અંધકાર થઇ ગયો હતો ત્યારે એક દિવ્ય ચેતના પ્રગટ થાય છે. આ તત્વ એવી જગ્યાએ પ્રગટ થયું કે ત્યાં ધર્મમાં, સમાજમાં કે કોઈ જગ્યાએ સ્થાનાજ નથી. અગવડોજ અગવડો છે. કબીરનું જીવન સંઘર્ષો વચ્ચે છે. "कबीरा तेरी जोंपड़ी गलकट्टोके पास, करेगा सो पायेगा तू क्यूँ फिरे उदास" કબીર કતલ ખાનાની બાજુમાં રહેતા. कुग्राम वास: कुलहीन सेवा कुभोजनम्, क्रोध् मुखिच भार्या, विधवाच कन्या मूर्खश्च पुत्र: विना अग्निनाम षट्प्रदहन्ति काय. (चाणक्य). આ છ તત્વો વગર અગ્નિએ માણસને બાળ્યા કરે છે. જો તમે સજ્જન  માણસ છો તો ખોટા માણસને જીતી શકવાના નથી, એટલે કબીરને લખવું પડ્યું કે "हरिजन हारा ही भला, जीतन दे संसार, हारा हरि पे जायेगा और जीता फुले बलाय" @30.05 min. જે બિહારમાં બુદ્ધ થયા અને મહાવીર થયા તે પછાત અને ગરીબ કેમ છે? એ વિષે સાંભળો. એક ગામની ઘટેલી ઘટના સાંભળો. જેને દ્વેષવૃત્તિ, વેરવૃત્તિ છે એ ઊંઘની ગોળી લે તો પણ ઊંઘ ન આવે. હલકા માણસને પહોંચવું બહું મુશ્કેલ છે. યોગસુત્રમાં પતંજલિ ઋષિએ વર્ષો  પહેલાં  કહ્યું છે કે જે ખરાબ, પાપી માણસો છે એની ઉપેક્ષા કરો, કારણકે તમે એને પહોંચી ન શકો. @35.09min. બુદ્ધના પછી લોકો સુધી હચમચાવી દેનાર કોઈ તત્વ પ્રગટ્યું હોય તો તે કબીર છે. બુદ્ધે કહ્યું કે હું મારી વાત લોકભાષામાં કરીશ. બુદ્ધે કહ્યું કે તથાગતની વાણી એકદમ સરળ હોય. સરળ ભાષામાં વગર જોઈતા અઘરા શબ્દોનો ઉપયોગ કરવો એ પાંડિત્ય છે. કબીરે પણ સરળ ભાષાનોજ ઉપયોગ કર્યો. કબીર પરાવાણીના દાતા છે. આટલાં વર્ષો પછી પણ એ અમર વાણી છે. @38.16min. એક ફંકશનમાં જવાનો અનુભવ સાંભળો. એક બહેને ગાયેલું "ઊંચી મેડી તે મારા સંતની રે" વિષે સાંભળો. ગરીબીમાં દાન, ઉદારતા દીપી ઊઠે. શ્રી મંત માણસ ઉદાર હોય તો સારું છે, પણ દીપે નહી. @42.55min. કબીર સાહેબ એવા  મહોલ્લામાં, એવી જગ્યાએ, એવી પરંપરામાં પ્રગટ્યા કે જ્યાં કોઈ બુદ્ધ મહાવીર જેવું બેકગ્રાઉન્ડ નથી. જુલાહાને ત્યાં પ્રગટ થવું એટલે તમને  કોઈ ઉભો પણ ન રાખે, આવી સ્થિતિમાં બે મોટી શક્તિઓ સાથે બાથ ભીડે છે. મુસ્લિમોનું રાજ છે તો પણ મુસ્લિમોને ફટકારવામાં બાકી નથી  રાખ્યું. એમને કહ્યું"ऊँचे चढ़कर बांग पुकारे क्या वो अल्लाह बेहरा है? चिटिके पाऊंमें नृपुर बाजे तो भी अल्लाह सुनता है" કોઈની આધ્યાત્મિકતાનું  પહેલું માપ છે, એની નિર્ભયતા, એની નિર્લેપતા. જો એ ભયભીત હોય તો એને અને એની  આધ્યાત્મિકતાને કંઈ લેવાદેવા નથી. કબીર પૂર્ણ નિર્ભય છે. બીજી તરફ બ્રાહ્મણોને કહે છે, "चारों वेद पढो पढ़े, हरि सो नाहीं हेत. माल कबीरा ले गया पंडित ढूंढे खेत. લોકો પણ કર્મકાંડમાંજ રચ્યાપચ્યા  રહેતા અને હજુ પણ છે. @47.27min. અમેરિકા આવ્યા પહેલાં મને એમ હતું કે આપણાં ભાઈઓ આટલા વર્ષોથી અહી રહે છે તો જરૂર એમની  બુદ્ધિનો, સમજણનો વિકાસ થયો હશે પણ હું અહી આવીને TV ઉપર જોઉં છું કે અજમેરી બાબા, પીર સૈયદ બાબા, પંડિત મહારાજ બધા  24કલાકમાં તમારા પ્રશ્નો ઉકેલી આપે. આ માણસો રોજના દશ-દશ હાજર ડોલર કમાય છે, મોટેલ કરવાની શી જરૂર? "गुरु लोभी शिष्य लालची, दोनों खेले दाव, दोनों बूढ़े बापडे, बैठ पत्थरकी नांव" 
 
 
Side B - LOS ANGELES - લોકોને દિક્ષા આપતા એક ઢોંગી મહાત્માની વાત સાંભળો. જેમાંથી જીવનની દિશા મળે એનું નામ દિક્ષા. જીવનની દિશા ન મળે તો એ ઘેટાં દિક્ષા છે. ઘેટાં ઊંન કપાવ્યા વિના રહેતાં નથી. ઉત્તર ગુજરાતના એક સંત કહે છે કે આ UP, બિહાર વાળા ઊન કાપી જાય તો આપણેજ કાપોને. અમે ઊન પ્રેમી  થયા અને તમે નીચું જોઇને ચાલનારા થયા. પોતાનું મગજ ગીરવે મૂકી દ્રષ્ટિ બંધ કરી દીધી, એનું પરિણામ એ આવ્યું કે કબીરે બહું મોટી ક્રાંતિ કરી. એમણે એકેશ્વરવાદ સ્થાપિત કર્યો. @3.12min. એક પાદરીનો કબીર વિશેનો અભિપ્રાય સાંભળો. પાદરીએ કહ્યું કબીરના દોહા બાઈબલ કરતાં પણ ચઢિયાતા છે. "सब पृथ्वी कागज़ करूँ, कलम करूँ वनराय. सब समुद्र स्याही करूँ, हरिगुण लिख्यो न जाय"ગીતાનો શ્લોક છે, "असितगिरिसमं स्यात्  कज्जलं सिन्धु पात्रे........गुणानामीश पारं न याति"....(गीता...समर्पण). એક પરમાત્મા, થડને પકડો પછી પાંદડાં પકડવાની જરૂર નથી. સૌથી  વિશેષતા એ છે કે કબીર લોકોને બહાર નથી દોડાવતા પણ અંદર(અંતરમાં) દોડાવે છે. અમે બધા તમને બહાર દોડાવીએ છીએ. "कस्तूरी कुंडल बसे, मृग ढूंढे बनमाँय, तैसे ह्रदय राम है, लोगवा समज नाय" એમણે લોકોને અંતર્મુખ થવાની પ્રેરણા આપી. "आसनसे मत डोल रे, तुजे पिया मिलेंगे" આ  કબીરનું અંતર્મુખી અધ્યાત્મ છે. અમે તમને બહાર દોડાવીએ છીએ, કારણકે એમાં આજીવિકા છે. @6.36min. કર્મનાશા નદી વિષે સાંભળો. કબીરનો  મહાપ્રસ્થાનનો સમય થયો ત્યારે એમનો ખાટલો કાશીથી મગહર શા માટે ઉપડાવ્યો તે સાંભળો. "जो कबीराकाशी मुए, हरि हो कौन निहोरी" @10.14min. એમણે લખ્યું "कबीर मन निर्मल भय, जैसे गंगा नीर. पाछे पाछे हरि चले, कहत कबीर कबीर. કચ્છમાં મેકણ દાદા થયા એમને  કચ્છના  કબીર કહેવામાં આવે છે. રણમાં ચારે તરફ સરખુંજ દેખાય, માણસ માર્ગ ભૂલી ત્યાં રણમાંજ મરી જાય. મેકણ દાદા એક ગધેડું અને કુતરું રાખે.  ગધેડાપર પાણી અને રોટલા મુકે. કુતરું સુંઘતું સુંઘતું જ્યાં માણસ મરતો હોય ત્યાં લઇ જાય. માણસ જ્યારે પાણી અને રોટલો જુએ ત્યારે એને જીવન મળે. પછી કુતરું અને ગધેડું એમને દોરીને મુકામે લઇ આવે. આથી કયું મોટું પૂણ્ય કહેવાય? કયો મોટો યજ્ઞ કહેવાય? રોજ એમને આજ કામ કરવાનું. કબીરની બોલી હાડોહાડ લાગી જાય. એક પુરોહિતને કહ્યું કે પીપળામાં ભગવાન છે તો બાવળમાં કયો તારો બાપ બેઠો છે? એમને ઘરમાં બાવળની  બારસક બનાવડાવીને વહેમની ગઢેર તોડી. લોકોને દિક્ષા આપતા @14.48min. એક બીજી નદી આવી ત્યાંની માન્યતા શું છે? તે સાંભળો. અર્જુને પૂછ્યું, ઈશ્વર રહે છે કયાં? "ईश्वर: सर्व भुताना....यन्त्रा रुढानि मायया ....(गीता....18 -61). ભગવાન હૃદયમાં રહે છે. અમે ધર્મ પ્રચાર નથી કરતા પણ ભગવાન બદલાવવાનો પ્રચાર કરીએ છીએ. ભારતમાં અત્યારે 950 જીવતા ભાગવાનો છે, કારણકે ભગવાન થવું સહેલું છે. ભગવાન કંઈ ખોટું કરે તો પણ તે લીલા કહેવાય. કબીરે કહ્યું એકજ પરમેશ્વર છે અને તે તમારા હૃદયમાં બેઠેલો છે. @20.14min. કબીર માત્ર કોરા અધ્યાત્મવાદી નથી, એ સમાજવાદી પણ છે. ભારત આખો દેશ  જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે. એક સુથાર-સુથાર અને બ્રાહ્મણ-બ્રાહ્મણના ઉદાહરણો સાંભળો. કૃષ્ણ કહે છે, "न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने" મહાભારતનો આખો પ્રસંગ અહી સાંભળી લેવો. નીતિકારે કહ્યું છે કે તમે કોઈના ઘરે જાવ અને તમને જોતાની સાથે એને ઉમળકો ન આવે અને આડું જુએ કે પેપર વાંચે, નીચું જુવે તો કહે છે કે "तत्र ये शद्ने यान्ति ते शृङ्ग रहिता विषा:" એવા ઘરે જે જાય છે, તે શિંગડા  વિનાનો બળદ છે. સુખના બે કેન્દ્રો છે, એક સગવડો અને બીજો ભાવ. સગવડો પૈસાથી મળે, ભરપુર સગવડો વચ્ચે તમે રહેતા હો અને તમારા પ્રત્યે  ભાવ ન હોય, લાગણી ન હોય તો એ સગવડો તમને કરડવા દોડશે. અગવડો હોય પણ ભાવ જો હોય તો માણસ અગવડોમાં પણ  જીવન  જીવી શકે. કૃષ્ણ પોતે પ્રેમરૂપ છે અને એમણે પ્રશ્નો ઉકેલ્યા એટલે શાંતિ. @26.38min.યોગના ચક્કરમાં ન પડશો, પ્રશ્નો ઉકેલવા એમાંજ  શાંતિ છે. સગવડ ભોગી કે સગવડ પ્રેમી કદી સિધ્ધાંતવાદી ન થઇ શકે અને કદી મહત્વનું કાર્ય પણ ન કરી શકે. માણસ એવો છે કે એ ભાવનો ભૂખ્યો છે અને ભાવ તો વગર પૈસે મળે છે. એટલે કહ્યું છે કે ઈશ્વર સર્વના હૃદયમાં રહેલો છે. દુર્જન માણસનું પહેલું લક્ષણ એ કે, એ મહેણું મારવાનું કદી ન ચૂકે.  કબીરે કહ્યું કે કોઈ ઉંચ નથી કે કોઈ નીચ નથી, છતાં કહેવું હોય તો નીચ કર્મ કરનારો નીચ છે. પેટલાદમાં 2000 ઘરો વાઘરીઓના છે અને એ બધાને  હિંદુ રાખનાર કબીર છે. @34.05min. રાણી અને દિગંબર સાધુ @35.19min. પુનીત મહારાજ @39.06min. कबीर भजन -  हमारो तीरथ कौन करे, बाहर कौन फिरे - श्री नारायण स्वामी. 
 
 
Side A - SANT SHIROMANEE BHAKT KABEER CHARITRA - DANTALI ASHRAM, સંત શિરોમણી ભક્ત કબીર ચરિત્ર - દંતાલી આશ્રમ - કબીરનું ચરિત્ર અત્યંત નિર્મળ અને મહાન છે. કાશીમાં હજારી પ્રસાદ ત્રિવેદી બહુ મોટા વિદ્વાન થયા, એમણે લખ્યું છે કે કબીર જેવી વિભૂતિ આજ સુધી મેં જોઈ નથી. કબીરના જીવનમાંયે કેટલી વેદના છે. વિધવા બ્રાહ્મણ સ્ત્રીને થયેલું બાળકને તરતજ ત્યજી દેવામાં આવ્યું. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જુઓ કે તમારી વ્યવસ્થા અને કુદરતી વ્યવસ્થામાં વિરોધ થાય તો કોણ જીતશે? @4.43min. જ્યારે ૮-૧૦ વર્ષની વિધવા બાળકી ૧૫-૧૭-૨૦ વર્ષની થાય અને જ્યારે ૨૨ વર્ષની ઉંમરે પગ મુકે ત્યારે જે કુદરતી આવેગ આવે અને એ આવેગની સામે એ ટકી ન શકે અને કોઈવાર એનો પગ કોઈ જગ્યાએ પડી જાય તો પરિણામ કોને ભોગવવાનું? આવી સ્થિતિમાં જે પાપ થયું તેમાં સમાજ રચનાનું કારણ ખરું કે નહિ? સ્ત્રીઓ માટેના નિયમો પુરુષોએ બનાવ્યા અને તેથી એ નિયમોમાં વ્યહવારિકતા નથી. ઉ.પ્ર. અને બિહારમાં જો કોઈ વિધવા થયેલી બહેન કે દીકરી હોય અને એની જો આવી સ્થિતિ થઇ ગયેલી હોય તો બહુ દૂર મેળામાં લઇ જાય અને ત્યાંથી છુટા પડી જાય અને એકલીને ભટકતી મૂકી દે. હવે આ સ્ત્રીને કંઈ આધાર ખરો? અંતે કોઈ વેશ્યાવાડાવાળો માણસ મળી જાય અને એ કામમાં ધકેલાય જાય. માં-બાપનો પણ દોષ નથી કારણકે સમાજ એને સ્વીકારવા તૈયાર નથી. @10.56min. પશ્ચિમના લોકોની આપણે આલોચના કરીએ અને કહીએ કે અમારી સંસ્કૃતિ મહાન તો તમે તમારી સંસ્કૃતિની બીજી બાજુ કેમ જોતા નથી, કે અહી વિધવાઓ આખી જીન્દગી સુધી રીબાઇ રીબાઇને જીવતી હોય છે. સિકંદર લોદીનું રાજ ચાલે, આ સગર્ભા સ્ત્રીને એવું થયા કરે કે મારા અંદર કોઈ અદભૂત દિવ્ય આત્મા આવેલો છે. અને એનું મારે રક્ષણ કરવું છે. કાશીમાં લહેરતારા તળાવમાં પ્રસુતિ થઇ અને બાળકને તરતજ ત્યજી દીધું. @14.50min. બાળક તળાવને કિનારે પડેલું, બરાબર એજ સમયે એક મુસ્લિમ ઝુલાહા દંપતી પસાર થઇ રહ્યું છે, એમને સંતાન ન હતું, એમની નજર આ નવા જન્મેલા બાળક પર પડી અને પુરુષ નીરુ કહે છે, આપણે નથી લેવું પણ એની સ્ત્રી નીમાના આગ્રહથી બાળક લઇ લીધું. મુસ્લિમ બાળકો સાથે બાળક મોટું થવા લાગ્યું. બીજા બાળકો અલ્લાહનું નામ બોલે તો આ બાળક રામ બોલે. તિલક કરે, કોટમાં માળા રાખે, કોણે એને સંસ્કાર આપ્યા? માં-બાપના સંસ્કાર પડ્યા. @22.48min. કેટલીયે કોશિશ પછી પણ બાળક બદલાયો નહિ. માં-બાપ હાર્યા. આ સમયે કાશીમાં રામાનંદ સ્વામીનું ખુબ મોટું નામ, એમને કબીરે કેવી રીતે ગુરુ બનાવ્યા તે સાંભળો. કબીરના લગ્ન થયા એની પત્નીનું નામ છે લોઈ. લોઈને બે સંતાનો થયા. દીકરાનું નામ કમાલ અને દીકરીનું નામ કમાલી. @27.30min. વિરોધી તો રહેવાનાજ. કબીરે જે ભજનો રચ્યા તે બધા શાળ ચલાવતાં. જે રચે એ યાદ રહી જાય. "मसी कागळ छुओ नहीं, कलम गयो नहीं हाथ" પાછળ એક ધર્મદાસ સ્વામી થયા, બીજા સ્વામી થયા એમણે આખા બીજકનું સંપાદન કરી ગ્રંથ બનાવ્યો. એક માણસે એક દિવસ આવીને કહ્યું કે તમે ઘરમાં આટલું મોટું કામ-ધંધો કરો છો તો પણ ભગવાનનું ભજન કેવી રીતે કરો છો? સંસારમાં રહીને તમે આટલી મોટી ભૂમિકા પર કેવી રીતે પહોંચી શક્યા છો? જવાબ સાંભળી લેવો. @33.19min. કમાલ અને કમાલીને એણે ઉપદેશ આપ્યો, "कहे कबीर कमालकु, दो बांता शीख ले. कर साहबकी बंदगी और भुखेको कछु दे" આ સંત માર્ગ છે. સંત માર્ગમાં કોઈ કર્મકાંડ નથી ભગવાનનું ભજન કર અને દુઃખીઓને મદદ કર. કબીરની મહત્તા વધવા લાગી. હિંદુઓ અને મુસલમાનો બંને કેમ દુશ્મન થયા તે સાંભળી લેવું. @35.25min. मोको कहाँ ढूंढेरे बन्दे, मैं तो तेरे पास हूँ. કબીરનો ભગવાન હૃદયમાં રહેલો છે. @36.17minकामी क्रोधी लालची, इनसे भक्ति न होय. भक्ति करे को शुरवा, जो जात वरण कुल खोई" કબીરની મહિમા  દિલ્હીમાં સિકંદર લોદી સુધી પહોંચી. સિકંદર લોદીને આખા શરીરમાં બળતરા ઉપડી અને કોઈના કહેવા પ્રમાણે કબીરને દિલ્હી બોલાવ્યા અને બળતરા મટી ગઈ. બાદશાહના કાન ભંભેરવામાં આવ્યા અને કબીરની સામે ગાંડો હાથી છોડવામાં આવ્યો. કબીરે કહ્યું તું મારો સાંઈ. અને હાથીનું મગજ ફરી ગયું. હાથી ઢીંચડીએ પડી, સૂંઢથી કબીરને પીઠ ઉપર બેસાડી, નાચતો નાચતો બાદશાહ આગળ આવીને ઊભો રહી ગયો. બાદશાહે મુલ્લાઓને કહ્યું, તમે આની પાછળ ન પાડો, તમે આની સ્થિતિ સમજી શકતા નથી, આ સૂફી છે. કબીર પાછા કાશી આવ્યા અને પંડિતો બધા વિરુદ્ધ થઇ ગયેલા. કબીરને મારવા મારા મોકલ્યા પણ જેવી કબીરની વાણી સાંભળી, એમના વિચારો બદલાઈ ગયા. પછી એક સ્ત્રીને શીખવાડી મોકલાવી, શું થયું તે સાંભળી લેવું. @42.01min. બૌદ્ધ ધર્મમાં ઘણી સારી વાતો હતી પણ એમાં જગતનો કર્તા ન હતો, એટલે આ નાસ્તિકતાને દૂર કરવા કબીરે વારંવાર કહ્યું કે એકજ ઈશ્વર છે એના સિવાય બીજું કશું નથી અને એ તમારા હૃદયમાં છે. "चार वेद पढवो करे, हरिसो नाहीं हेत. माल कबीरा ले गया, पंडित ढूंढे खेत" આનું પરિણામ એ આવ્યું કે કબીર સંપ્રદાયે પછાત વસ્તીને સ્વીકારી હિંદુ બનાવી રાખી ઘણો ઉપકાર કર્યો. કબીરની વાણી અમર વાણી છે. @45.25min. કોઈપણ સંતના ચરિત્રને પૂરેપૂરો ન્યાય આપવો હોય તો તે સમયની પ્રીષ્ટભૂમિ જાણવી જરૂરી છે. બુદ્ધના સમયમાં હિંસાના રીએક્શન રૂપે અહિંસાનો નાદ જગાડવો એ એમના માટેનું કાર્યક્ષેત્ર હતું. કબીરના સમયમાં એટલેકે ૧૫મી શતાબ્દીમાં મુસ્લિમ શાસન આખા દેશમાં સ્થાપિત થઇ ચુક્યું હતું. એની એક મોટી અસર મંદિરો તૂટવાની હતી. જેને તમે હાજર હજૂર દેવ માનતા હોવ એવા મંદિરને, મૂર્તિને કોઈ રમતમાં આવીને ટૂકડે-ટૂકડા કરી નાંખે અને તોડનારને કશું આંચ ન આવે એટલે તમારી જે શ્રદ્ધા, આસ્થા છે એણે બહુ મોટો ધક્કો લાગે.
 
 
Side B - DANTALI ASHRAM - મુસ્લિમ શાસનકાળની એક મોટી અસર સમાજ પર થયેલી, સમાજ મુંઝવતો હતો. જે પૌરાણિક સમાજ હતો તે મોટાભાગની પ્રજાનું સમાધાન કરી શકતો ન હતો. આખી પ્રક્રિયાને સમજવી હોય તો, પૂજાનાં ચાર પ્રકાર છે. બ્રહ્મ પૂજા, દેવ પૂજા, પ્રકૃતિ પૂજા અને વ્યક્તિ પૂજા. સૌથી ઊંચી બ્રહ્મ પૂજા છે. જે એક બ્રહ્મમાં સ્થિર હોય તેને કોઈ ભ્રાન્તિઓ થાય નહિ. કબીરનું મૂખ્ય કામ આ ભ્રન્તિઓને ભાંગવાનું હતું. સમાજમાં પેસી ગયેલી રૂઢિઓ, ધાર્મિક કુમાન્યતાઓ, કુઉપાસનાઓ ઉપર પ્રહાર કર્યો. અને એ પ્રહાર કરવા માટે પહેલું કામ કર્યું તે એકેશ્વરવાદ. ઈશ્વર એકજ છે. ઉપનિષદમાં એક બ્રહ્મવાદ હતો પણ વહેવારમાં તો લોકો દેવોનીજ પૂજા કરતા હતા. આખો સમાજ દેવવાદ અને પ્રકૃતિવાદમાં વહેંચાઇ ગયેલો હતો. @4.46min. પ્રકૃતિની પ્રશંસા કરવીજ જોઈએ કારણકે એ પરમેશ્વરની કૃતિ છે. પણ પ્રશસા કરતાં કરતાં એ કૃતિ કર્તાનું રૂપ ન ધારણ કરી લે નહિ તો કર્તા ગાયબ થઇ જશે અને કૃતિને રમાડતા થઇ જશો. સૌથી વધારેમાં વધારે વ્યક્તિ પૂજા હાનિકારક છે. @8.48min. અત્યારે વ્યક્તિપૂજાનો જમાનો છે. સંત એ સંત છે, ગુરુ એ ગુરુ છે અને ઈશ્વર એ ઈશ્વર છે. એટલે કબીરે લખવું પડ્યું કે "साहब सबका बाप है, बेटा किसीका नाही. जो बेटा होके अवतरे वो तो साहब नाही" ભગવાનને ૨૦૦ વર્ષ થયા, ભગવાનને ૪૦૦ વર્ષ થયા, અરે ભગવાનને વર્ષ ન થાય. વર્ષ તો માણસને થાય.જનમવું અને મરવું, આવવું અને જવું, એ તો માણસો ની પ્રક્રિયા છે. ભગવાન તો મહાકાળ છે, કાળાતિત છે. કબીરે ૧૫મી શતાબ્દીમાં એમના સમયમાં જે લોકો ભટકતા રખડતા હતા એ બધાને એક જગ્યાએ એકેશ્વરવાદમાં સ્થિર કરી દીધા. એવી માન્યતા છે કે મગહરમાં કોઈ મરે તો એનો જન્મ ગધેડાનો થાય. અજ્ઞાનની નિવૃત્તિ જેવું કોઈ પૂણ્ય નથી. કબીર જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા અને વધુ જીવાય એવું લાગતું ન હતું ત્યારે એમનો ખાટલો મગહર લઇ જવા ઉપડાવ્યો, એમણે કારણ બતાવ્યું કે "जो कबीरा काशी मुए हरिको कौन निहोरी" જો મારી ભક્તિ સાચી હશે તો હું મગહરમાં મરીને પણ મુક્ત થઈશ.@16.04min. એવું કહેવાય છે કે એમની બે પરંપરાઓ હતી. મુસ્લિમ એમને પીર માને અને હિંદુઓ સંત માને. સ્વામીજીને પહેલો વૈરાગ્ય ભિખારીએ ગાયેલા કબીરના ભજનથી થયો. "मन फुला फुला फिरे जगतमे कैसा नाता रे" ભજન સાંભળ્યા પછી એક પારસીએ લખેલું પુસ્તક "કબીર વાણી" વાંચ્યું. આખી લાઈન બદલાઈ ગઈ. નોવેલો વાંચવાની જગ્યાએ ધાર્મિક પુસ્તકો વાંચતો થઇ ગયો. એમના હિંદુ અને મુસ્લિમ બંને અનુયાયીઓ. કબીર પોતે રૂમમાં બેઠા, બારણું બંધ છે, બહાર કીર્તન થઇ રહ્યું છે. બારણું ઉઘડ્યું તો માત્ર ફૂલનો ઢગલો હતો. બંને કોમોએ ફૂલોને વહેંચી લીધા. મગહરમાં એક તરફ કબર છે અને બીજી તરફ સમાધિ છે. હિંદુ અને મુસલમાન બંનેને મેળવવાનો પ્રયત્ન કર્યો તે સફળ રહ્યો. એ સફળતા દૂર દૂર સુધી ફેલાઈ, એના મૂળમાં એમની વેદની રુચા જેવી વાણી. આ કબીરની મહિમા છે. @23.16min. એમની બહુ પ્રસિદ્ધિ થઇ, એટલે લોકો એમની દિક્ષા લેવા આવ્યા તે વિશે સાંભળો. કબીરની બાજુમાંજ કતલ ખાનું, રોજ હિંસા થાય, ગંધ આવે, એમને એક સુંદર સાખી લખી "कबीरा तेरी जोंपड़ी,गल-कट्तोके पास. करेगा सो पायेगा तू क्यों फिरे उदास" યોગ સુત્રકારે કહ્યું ચાર પ્રકારની વૃત્તિ રાખે તો માણસ સુખી થાય. સુખી માણસો સાથે મૈત્રી, દુઃખી માણસો સાથે કરુણા, પુણ્યાત્માઓને જોઇને પ્રસન્ન અને પાપીઓને જોઇને ઉપેક્ષા કરો. "कबीरा खड़ा बाजारमें लिए लकुटी हाथ, जो जालो घर आपना चले हमारी साथ" તરત સમાધાન કર્યું. "घर बाले घर उबरे, घर राखे घर जाय" @31.51min. कबीरा खड़ा बाजारमें सबकी पूछे खैर. न काहुसे दोस्ती न काहुसे बैर" બીજી વધુ સાખીઓ સાંભળી લેવી. @37.46min. આજે તો સ્થિતિ એ છે કે આટલું બધું કહ્યા પછી પણ કબીરના મંદિરો છે, એમની મૂર્તિઓ છે, એમના પગલાં પૂજાય છે, આરતી થાય છે, પૂજા થાય છે, નૈવેધ ધરાય છે. મૂર્તિ પૂજાય છે એટલે સમાજ ત્યાંનો ત્યાંજ આવી ગયો. @40.11min. ઉલ્લેખાયેલું કબીર ભજન - भजन - मन फुला फुला फिरे जगतमे कैसा नाता रे - श्री हेमंत चौहाण.
 
 
(B) PRAVACHAN VISHESH - 12, પ્રવચન વિશેષ - 12
 
(તમે લાગણીવેળામાં અતિભાવુકતામાં હોવ, કોઈ પ્રકારના પૂર્વગ્રહ બાંધીને બેઠા હોવ તો મારી વાતને ન સમજી શકો, પણ જો તમારા પાસે મુક્ત મન હોય, ખુલ્લું મન હોય તો તમે કદાચ મારી વાતને સમજી શકો. હું સાધુ છું, મારી પાસે લોકો મોક્ષની, પરલોકની અપેક્ષા રાખે પણ, મેં ધર્મને કદી એ રીતે જોયોજ નથી. હું ધર્મને પહેલા પેટની દ્રષ્ટિએ જોઉં છું કે જે પ્રજા સ્વમાન પૂર્વક પેટ ન ભરી શકતી હોય તો, તેને પરલોકની વાત સંભળાવવાનો શું અર્થ છે? ...સ્વામીજી...મંદિર કે પ્રયોગશાળા? પ્રવચનમાંથી.)
 
 
Side A - MANDIR KE PRAYOG-SHAALAA? - RAANEEP, રાણીપ - અંધજન કલ્યાણ કેન્દ્ર - શરીરને ચાર ભાગમાં વહેંચી શકાય, બે ભાગ પ્રત્યક્ષ છે એમાંનો એક રસાયણમાંથી બનેલો છે, અને બીજો ભાગ  મીકેનીઝમ છે, એમાં જોર છે, સંયોગ છે. આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે શરીર પાંચ ભૂતોથી બનેલું છે, તે પ્ર્થ્વી, જળ, અગ્નિ વાયુ  અને આકાશ.  જે સમયે આ માન્યતાઓ બની એ સમય પ્રમાણે બરાબર છે, પણ જ્ઞાન છે એ વિજ્ઞાનનું સંતાન પેદા નથી  કરતુ ત્યારે વૃદ્ધ થઇ મરી જતું હોય છે. દરેકે દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની શક્યતાઓ છે. @3.59min. આપણે અટકી ગયા એટલે દુઃખી કેમ થયા? તે યુરોપ, જાપાન અને અમેરિકાના ઉદાહરણથી  સાંભળો.  પશ્ચિમ પ્રયોગશાળામાંથી પ્રગટ થયું, આપનું વ્યક્તિત્વ ધર્મસ્થાનોમાંથી પ્રગટ થાય છે, એ વિષે સાંભળો. એકમાં પ્રયોગશાળાની  પ્રધાનતા  છે અને બીજામાં ધર્મની પ્રધાનતા છે, એના પરિણામો આપણે જોઈ શકીએ છીએ. શરીર રોગનું ઘર છે તો આરોગ્યનું પણ ઘર છે. @8.50min.  ચરકે  કહ્યું આંખ મીંચીને કોઈ પણ વસ્તુ પર હાથ મુકો, પ્રત્યેક વસ્તુ ઔષધ છે, પણ શર્ત એ છે કે એમાં સંશોધક અને સંયોજકની જરૂર છે અને આ બે જો  તમારી પાસે ન હોય તો તમે સોનાના પહાડ ઉપર બેસીને પણ ભિખારી થઇ જશો. જીવનના એકેએક ક્ષેત્રમાં આ પ્રક્રિયા કામ કરી  રહી છે. એક  જગ્યાએ કેટલાયે દાનેશ્વરી બેઠા છે તો બીજી જગ્યાએ અંધ કલ્યાણ કેન્દ્ર જેવા કેટલાયે કેન્દ્રોને પૈસાની જરૂર છે, વચ્ચે સંયોજકની જરૂર છે.  @14.09min. ધર્મનું કામ શું છે? સંશોધન અને સંયોજકને પ્રેરણા આપવાનું. ધર્મ જો સંશોધકના ઉપર બેડી લગાવી દે અને સંયોજકને નિવૃત્તિના  નામે નિષ્ક્રિય બનાવી દે તો ધર્મના દ્વારા પ્રજા મરી જવાની. વર્ષો સુધી આરબો પાસે ડેડ સરોવર હતું પણ જ્યારે ઈઝરાઈલ પાસે આવ્યું ત્યારે  એમાંથી અબજો ડોલર બનાવ્યા. આરબો તો ભૂખે મરતા હતા, કારણ કે એમની પાસે સંશોધકો અને સંયોજકો ન હતા. આરબોને તો પશ્ચિમવાળાએ  સમૃદ્ધ બનાવ્યા. @16.52min. રસાયણ એ આ શરીરનો પહેલો ભાગ છે, બીમારી આ રસાયણની ન્યુનતાથી આવે છે. આયુર્વેદના ઋષીએ કહ્યું, પ્રત્યેક વસ્તુ ઔષધી છે પણ નિર્દોષ ઔષધી જે વનસ્પતિમાંથી બને એ ઉત્તમ છે. સદોષ ઔષધી ખનીજમાંથી બને તે છે. આપણે અહી અટકી ગયા. એલોપેથી અટકી નથી કારણકે એની પ્રયોગશાળા મરી નથી. આયુર્વેદ અટકી જવાનું પરિણામ બીજું શું આવ્યું તે સાંભળો. @20.33min. જુનાગઢમાં એક લેપ્રસીની હોસ્પિટલ, એક સ્પેનીશ બહેન 20 વર્ષની હતી ત્યારથી ચલાવે છે તે વિષે સાંભળો. બાઈબલમાં જીસસ કહે છે: હું બીમાર હતો પણ તું ન આવ્યો, હું ભૂખ્યો હતો, તારી રાહ જોતો હતો પણ તું ન આવ્યો. હું ટાઢે થર થર ધ્રુજતો હતો પણ તું ધાબળો લઈને ન આવ્યો. આ આખા ચેપ્ટરે કિશ્ચિનીટીની દિશા બદલી નાંખી આપણાં સાધુઓ તો એમ કહે છે કે કોઈને દવા આપીને સાજા ન કરવા કારણકે એના કર્મના ફળો ભોગવવા પાછો જનમ લેવો પડે. વૃંદાવનમાં એક ઈજા પામેલી ગાયનું ઉદાહરણ સાંભળો. સ્વામીજીએ ઘા ઉપર માટી મૂકી પાટો બાંધ્યો ત્યારે બીજા એક સન્યાસીએ કહ્યું "क्या कर रहे हो, अज्ञानीकी तरह? ये अपना कर्म भोग रही है.@26.59min. સાધ્વી કોને કહેવાય? સક્રિય, પરિણામ લક્ષી ત્યાગ આ સ્પેનીશ-ક્રિશ્ચિયન બહેન પાસે શીખવાનું છે. અમારી પાસે ત્યાગ વૈરાગ્ય છે પણ વાંઝીયા છે. 100 વર્ષ પહેલાં વિવેકાનંદ થયા, એમણે ક્રિયાત્મક સન્યાસનું રૂપાંતર કર્યું. કોઈવાર જીન્દગીનાં બે-પાંચ દિવસ કાઢીને હાડપિંજર જોવા જશો, શું કંઈ મિજાગરા બનાવ્યા છે? અત્યાર સુધી કોઈએ એવા બનાવ્યા નથી. ભગવાને જે આ હૃદયનો પંપ બનાવ્યો છે એ 80 વર્ષ સુધી એકધારો ચાલે છે. મારા દેશને પહેલી જરૂર છે દોરા-તાવીજ તોડનારાઓની. @32.20min. એક જૈન સજ્જનની વાત સાંભળો. સ્વામીજીએ કહ્યું તું શા માટે તારો દેવ અને નવકાર મહામંત્ર છોડીને બીજે ભટકે છે? એક બ્રેઈન ટ્યુમર કાઢવાનું ઉદાહરણ સાંભળો. @39.09min. શરીરના બીજા બે ભાગ છે, જે આપણને દેખાતાં નથી. એક અનુભવાય છે. હોર્મોન અને લાગણી વિષે સાંભળો. લાગણીઓ-ઉર્મીઓમાંથી રાગ-દ્વેષ પેદા થાય છે અને આ લાગણીઓ માણસના વ્યક્તિત્વમાં મહત્વનો ભાગ ભજવે છે. લાગણીના બે ભાગ, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. ધર્મનું કામ શું છે? ધર્મ માણસની અંદર લાગણી પેદા કરે છે. એક મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠામાં એક મારવાડી શિખર ચઢાવવાની ઉછામણી 40 લાખ રૂપિયા બોલ્યા. આ ચાલીશ લાખ રૂપિયા મંદિરમાં ડેડ કેપિટલ થઇ જશે પછી કોઈ મહંમદ ગઝની આવશે અને આ મધમાખીનું મધ લઇ જશે. એક સુરતના શેઠને ત્યાં દરોડા વિષે સાંભળો કે જેને ઇન્કમટેક્ષના સાહેબને મુશીબતમાં મૂકી દીધો. @44.45min. આપણે સૌથી મોટો ભય ભગવાનનો ઊભો કરી દીધો કે જેણે સોના-ચાંદીના ઉપર લાત મારી, એના ઉપર સોનાનો ઢગલો કરો છો? આ 40 લાખ રૂપિયા કોઈ હોસ્પિટલમાં ગયા હોત તો? કોઈ અંધ કલ્યાણ કેન્દ્રમાં ગયા હોત તો? કોઈ દુષ્કાળ રાહત કાર્યમાં ગયા હોત તો? તમારા દાનને બદલો, તમારી લાગણીઓને બદલો. જ્યાં જરૂર છે, જેની આંખો કાયમને માટે ગઈ છે, એનો વિચાર કર્યો છે? એકવાર તમારી જાતને એમાં મૂકી તો જુઓ. ઇન્દિરા બહેને પોતાનાજ ઘરમાં આ અંધજન કલ્યાણ કેન્દ્રની શરૂઆત કરી, આ સંસ્થા એક બહુ મોટું વટવૃક્ષ થવાની તૈયારી કરી રહી છે અને આ રાણીપ ગામમાં વિશાળ સંકુલ ઊભું થઇ રહ્યું છે. હવે તમારા દાનની દિશા બદલો, ભગવાનને તમારા ખર્ચાની, તમારા પૈસાની જરૂર નથી. માણસને હુંફની જરૂર છે.
 
 
Side B - RAANEEP - જેની આંખો નથી, એને કેટલી હુંફની જરૂર હશે? આપણે એના માટે શું કર્યું? ન કર્યું તો કેમ ન કર્યું? ત્યારે આ ઇન્દિરા બહેન અને સૂર્યા બહેન, બીજા બધા જૈન ભાઈઓ પણ બહુ રસ લઇ રહ્યા છે અને હું છેલ્લા 20 વર્ષોથી જોઉં છું કે જૈન સમાજ, બહું મોટો શક્તિશાળી સમાજ માનાવતા તરફ વળ્યો છે અને આ બહુ શુભ લાગણી છે. એટલે આ ચોથું તત્વ તમારા શરીરમાં લાગણી છે. તમારા શરીરમાં હોર્મોન છે એમાંથી આ લાગણી ઉત્પન્ન થાય છે. જે પાંચમું તત્વ છે જેને આપણે જાણતા નથી અને એ અધ્યાત્મ ક્ષેત્ર છે, એ પ્રયોગશાળાની વસ્તુ નથી. અહી જે અંધ કલ્યાણ કેન્દ્ર થાય છે તેમાં આપણે તનથી મનથી, ધનથી સહકાર આપીએ. સ્વામીજી તરફથી 11000 રૂપિયાનું દાન. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @4.22min. સર્વોદય વિકાસ સહાયક મંડળ, મહેસાણા દ્વારા આયોજિત ગ્રામ ઉદ્યોગ મંદિરની સભા. મારે જે કંઈ કહેવાનું છે એ કદાચ તમને નહિ ગમે. આપણે ગરીબ કેમ છીએ? આટલી બધી ધાર્મિકતા, સપ્તાહો, આટલાં મંદિરો, કેટલાંય યાત્રાના સંઘો ચાલે અને ધર્મીક્તામાં કોઈ જગ્યાએ કમી ન લાગે, જ્યાં જુઓ ત્યાં ભક્તિની રમઝટ હોય છતાં આપણે ગરીબીમાં કેમ ટળવળીએ છીએ? એક વાત. બીજી વાત, પશ્ચિમના લોકો આટલી બધી ભક્તિ નથી કરતા, અઠવાડીયામા 10-15 ટકા લોકો માંડ માંડ એક વાર ચર્ચમાં જાય છે, છતાં એમના મકાનો સારા, વાહનો સારા, એમની નોકરી સારી, એમને વૃદ્ધાવસ્થાની કોઈ ચિંતા નહિ, શું કારણ છે? કોઈ ધર્મગુરુને પૂછશો તો જવાબ આપશે કે પૂર્વમાં જેવા કર્મો કાર્ય હોય એવા પરિણામ મળે. એનો અર્થ એવો થાય કે આપણે પૂર્વમાં પાપ કર્યા હશે? અને પેલા બધાંએ બહું મોટા પુણ્ય કાર્ય હશે? એમને ત્યાનું જે નકામું થઇ જાય તે આપને હોંશે હોંશે સ્વીકારીએ છીએ. એક ઓળખીતા પટેલ અમેરિકામાં શું કરતા હતા? તે સાંભળો. @9.28min. તમે લાગણીવેળામાં અતિભાવુકતામાં હોવ, કોઈ પ્રકારના પૂર્વગ્રહ બાંધીને બેઠા હોવ તો મારી વાતને ન સમજી શકો, પણ જો તમારા પાસે મુક્ત મન હોય, ખુલ્લું મન હોય તો તમે કદાચ મારી વાતને સમજી શકો. હું સાધુ છું, મારી પાસે લોકો મોક્ષની, પરલોકની અપેક્ષા રાખે પણ, મેં ધર્મને કદી એ રીતે જોયોજ નથી. હું ધર્મને પહેલા પેટની દ્રષ્ટિએ જોઉં છું કે જે પ્રજા સ્વમાન પૂર્વક પેટ ન ભરી શકતી હોય તો, એને પરલોકની વાત સંભળાવવાનો શું અર્થ છે? પરલોકમાં મળવાનું હોય પણ અત્યારે આ લોકનું શું? હું એ બાબતમાં સંમત નથી. મને હંમેશા એક ચિંતા રહે છે કે મારો દેશ આટલો ગરીબ કેમ? મને એના કારણો મળ્યા છે તે સાંભળો. દુનિયાની ચાર પ્રકારની પ્રજા અને એમનાં ચાર પ્રકારના પરિણામો સાંભળો. @16.01min. રોજીના ત્રણ કેન્દ્રો મસ્તિષ્ક, હાથ અને પગ. તમારા અર્થતંત્રમાં હાથ પ્રધાન રોજી હશે તો આ દેશને એક હજાર વર્ષે પણ તમે સમૃદ્ધ ન બનાવી શકો પણ જો મસ્તિષ્કની પ્રધાનતા આવશે તો તમે સમૃદ્ધ રોજીના માલિક બનશો. અમે બધા સાધુઓ અને આ દેશનું આખું અધ્યાત્મ તંત્રે આ દેશની ગરીબીમાબાહુ મોટો ભાગ ભજવ્યો છે એ વિષે સાંભળો. સંતોષ ક્યા કરવો અને ક્યા ન કરવો એ વિષે સાંભળો. ત્રણ જગ્યાએ સંતોષ કરો. संतोष: त्रिषुकर्तव्य: स्वदारे, भोजने, धने. ત્રણ જગ્યાએ સંતોષ ન કરવો તે त्रिषुचैव न कर्तव्य: अधयने, जप दान योग....(चाणक्य). @22.15min. ભારતની પ્રજાને જ્યાં સંતોષ ન કરાવવાનો હતો, ત્યાં કરાવ્યો અને એ સંતોષે પ્રજાના મસ્તિષ્કને દલ બનાવી દીધું. બીજું કારણ ભારતની ગરીબીનું મૂળ, એની સાદગી ભર્યા જીવનમાં છે. જે કાર્યકર્તા સાદું જીવન જીવે એ બરાબર છે. આખી પ્રજાને જો સાદું જીવન જીવતી કરવામાં આવે તો શું થાય? તે આત્મારામભાઈના ઉદાહરણથી સાંભળો. પ્રજાના જીવનમાં સતત સાદાઈની વાત બેસાડો એટલે ગરીબી આવી સમજો. આજ વાત પાંચ મુસલમાન, પાંચ હિંદુ અને પાંચ અંગ્રેજોને જમાડવાના ઉદાહરણથી સમજો. @27.56min. 1947માં ભારતની વસ્તી 33 કરોડ હતી ત્યારે જે ભૂખમરો હતો, જે ફાટેલાં કપડાં લોકો પહેરતાં અને જે દુર્દશા હતી તે 1996માં પરિસ્થિતિ નથી, કેમ? તે સમજો. બધાને સગવડ ગમે છે અને એમાં સાતત્ય હોય છે. @33.20min. ડીજીટલ ઘડિયાળ વિષે સાંભળો. સ્વિત્ઝરલેન્ડે ડીજીટલ ઘડિયાળની શોધ કરી, પણ એમણે કારીગર બેકાર થઇ જવાની બીકે બનાવી નહિ એટલે પાછળ રહી ગયા અને આજે રડવા બેઠું છે. જો દેશને સમૃદ્ધ બનાવવો હોય તો અર્થતંત્રનું મૂળ છે પ્રજાની ખરીદ શક્તિ વધારવાની. બીજી વાત આપણે સુવર્ણ પ્રેમી પ્રજા છીએ, એ અર્થતંત્રને કેવી અસર કરે છે તે સાંભળો. @37.20min. આપણે સમૃદ્ધ થવું હોય તો શું કરીશું? વૈભવ-લક્ષ્મીનું વ્રત કરી શું? ઉદાહરણ સાંભળો. જરા તપાસ કરો જાપાન, ઈઝરાઈલ, જર્મની, ઇંગ્લેન્ડ કે અમેરિકા વાળાએ વૈભવ-લક્ષ્મીનું વ્રત કરીને સમૃદ્ધિ ભેગી કરી? ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @38.43min. ધપોળ શંખ @46.37min. भजन - अवसर बीतो जात - श्री कुंदनलाल साईगल.
 
 
Side A - BRAHM-SUTRA-NU TATVA-GNAAN - AMDAVAD, બ્રહ્મસુત્રનું તત્વજ્ઞાન - અમદાવાદ - જયભિખ્ખુ પ્રવચન પ્રસંગે - @1.20min. તમને કદી પણ એવો વિચાર આવે કે હિંદુ પ્રજા જનુની કેમ થતી નથી? માણસ જન્મજાત ઝનૂની નથી હોતો અને નાસ્તિક પણ નથી હોતો, માણસ તો માણસજ હોય છે, પણ એને બનાવવામાં આવે છે. જો આ વાત તમને સમજાય કે પ્રજા કેમ ઝનૂની નથી તો એનું મુખ્ય કારણ છે એના શાસ્ત્રો. શાસ્ત્રો પોતાની પૂરી પ્રજા માટે એક ડીઝાઈન બનાવતા હોય છે. @3.48min. હિંદુ, બૌદ્ધ અને જૈન આ ત્રણે પરંપરાઓના શાસ્ત્રોની વિશેષતા ઉદાહરણથી સમજો કે આપણે ત્યાં એક છબછબિયાં કરનારા શાસ્ત્રો છે, થોડાક ઊંડાણના શાસ્ત્રો છે અને એક અત્યંત ગહેરાઈના શાસ્ત્રો છે કે, જેનો તાગ બધા લોકો લાવી શકતા નથી. દુર્ભાગ્ય એ છે કે જે આ છબછબિયાં કરનારા શાસ્ત્રો છે એનુંજ લોકોએ પ્રચલન કર્યું, પેલા ઊંડાણના શાસ્ત્રો સુધી લોકોને પહોંચવાજ ન દીધા. ઉત્તરવર્તિ કાળમાં આખા ધર્મને આજીવિકાનું સાધન બનાવવામાં આવ્યું અને એ આજીવિકા આ છબછબિયાંમાંથી બહું મળતી હતી, એટલે જો પ્રજા ગહન ચિંતન કરતી થઇ જાય તો આખી આજીવિકા તૂટી પડતી હતી. ઉપનિષદની કથામાં એક પૈસોયે ન મળે અને ભાગવતની કથા કરો તો રોજ એક ભગવાનનો જન્મ થાય, એ ભગવાન પરણે, એને બાળકો થાય એમ બધું સાત દિવસ ચાલ્યા કરે અને જો બધું કરતાં આવડે તો પૈસાનો ઢગલો થઇ જાય. ઉપનિષદમાં એકજ નિરાકાર અજન્મા બ્રહ્મ, પરમેશ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે એના તરફ લોકોએ ઉપેક્ષા કરી. આ છબછબિયાં કરાવનારા પુરાણો છે, એમાં માઇથોલોજી છે અને લોકોને એ ગમે છે, એ વિષે સાંભળો. આ પુરાણોને તમે માયથોલોજી સમજો, સ્વીકારો તો કશો વાંધો નહિ, પણ તમે એને સત્ય કરીને સમજો તો બહું મોટી ઉપાધી, ઝગડા થાય છે. પુરાણોની કુંભકર્ણ અને વાંદરાઓની માયથોલોજી સાંભળો. આ તાર્કીકતાનું ક્ષેત્ર નથી અને તાર્કીકતા લગાવો તો રસભંગ થઇ જાય. તમે મીથને મીથ માનો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને સત્ય માની લો છો તો તમે પરમ સત્ય સુધી પહોંચી નથી શકતા, અને છબછબિયાંના ક્ષેત્રમાંજ રહી જાવ છો. @9.46min. પુરાણો પછી થોડા મધ્યવર્તી શાસ્ત્રો આવ્યા અને એનાથી પણ વધારે ઊંડાણ વાળા શાસ્ત્રો છે, તે સુત્ર ગ્રંથો છે. મૂળ રૂપમાં આખું બ્રહ્મસુત્ર 7 થી 8 પાનામાં આવી જાય છે અને સુત્ર તો ચાર પાનાંમાજ આવી જાય છે. એક સમયે ઈ.સ. બુદ્ધનાથી પણ પૂર્વ કાળમાં અને બુદ્ધથી ઉત્તર કાળમાં આ સુત્ર ગ્રંથો રચાયા હતા, ત્યારે હસ્ત લિખિત પ્રથા શરુ થયેલી ત્યારે મહત્વના સિદ્ધાંતોને, મહત્વની ચર્ચાને યાદ રાખવા માટે ગુરુ આખો દિવસ સમજાવે, એ સિદ્ધાંતને ટૂંકો, નાનો કરી કરીને એક નાનું સુત્ર બનાવી દેવાનું. હોમીયોપેથીની ગોળીજ સમજી લો. બીજી માન્યતા સાંભળો. એક વ્યાસ શૈલી છે અને બીજી એક સુત્ર શૈલી છે. વ્યાસ શૈલીમાં ફુલાવી ફુલાવીને મોટું મોટું કરીને વાત કહેવાની અને જે સુત્ર શૈલી છે એમાં જે મોટું મોટું છે એને નાનું નાનું કરીને કહેવાનું. વ્યાસ શૈલી સામાન્ય પ્રજા માટે છે જયારે સુત્ર શૈલી વિદ્વાનો માટે, જ્ઞાનીઓ માટે છે. વધુ આગળ સુત્રનો ભાષ્યનો અને ટીકાઓનો પિરિયડ વિષે સાંભળો. શાસ્ત્રો રચનારાના ત્રણ ભેદ તે ઋષીઓ, આચાર્યો અને પંડિતો. ઋષિઓ રાગ દ્વેષથી મુક્ત હોય અને સિદ્ધાંતનો ઝનૂની ન હોય. ગાંધીજી ધર્મપ્રેમી છે, ઝનૂની નથી એટલે કુરાનની આયાતો, નમો હરિ હંતાણમ, બુદ્ધં શરણમ ગચ્છામિ બોલી શકે છે. ધર્મને એલરજી હોયજ નહી. ઋષીઓ લખે છે ત્યારે બેલેન્સ પૂર્વક લખે છે એટલે એમની વાણી આપોઆપ અમર થઇ જાય છે. @16.31min. પંડિતની વાણી રાગ-દ્વેષાત્મક હોય છે. રાગનું લાકડું, દ્વેષના લાકડા વગર ઊભું રહી શકેજ નહિ, એટલે તમે નાસ્તિક સાથે બેસજો પણ કદી ચુસ્ત ધાર્મિક હોય તેની સાથે ન બેસશો. જૈનોનો સપ્ત્ભંગી ન્યાય એટલે સ્યાદ-વાદ વિષે સાંભળો. સ્યાદવાદની અસર નીચે વાણીયો મગનું નામ પાડે નહિ. @19.07min. ઋષિ શું કહે છે કે"यध्य्द्विभूतिमतस्त्वं......मम तेजोङ्ग्शसंभवं".....(गीता 10-41). અર્જુન જ્યાં તને કોઈ જગ્યાએ તેજસ્વીતા દેખાય છે, એ મારુંજ રૂપ છે, એટલે હિન્દુઓ બધાને પગે લાગે છે. "एकम् सत विप्रा बहुधा वदन्ति" પરમ તત્વ પરમાત્મા એકજ છે, પણ વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, તે ઉદાહરણથી સમજો. એજ વસ્તુ નરસિંહ મહેતાએ કહી કે "ઘાટ ઘડીઆ પછી નામ રૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે" આના કારણે હિંદુ પ્રજા જનુની નથી બનતી, એટલે "हस्तिना ताडयमानोपि न गच्छेद जैन मन्दिरम" એ એક રીએક્શન છે તે વિષે અને જૈનોનું "તત્વાર્થાભિગમ" સુત્ર વિષે સાંભળો. @23.11min. એક જૈન શિબિરમાં જઇ આવેલા છોકરાઓ વિશેની વાત. સાત દિવસ સુધી એકજ વસ્તુ સમજાવી કે કૃષ્ણ ભગવાન નથી. આ પંડિતો છે, રાગ-દ્વેષથી ભરેલા છે. બ્રહ્મસુત્રનું અધ્યયન કરો, તમારી પ્રિષ્ટભૂમિ હોય તો ઓછામાં ઓછું એક વર્ષ લાગે. એનું પહેલું સુત્ર છે "अथातो ब्रह्म जिज्ञासा" જેને બ્રહ્મ જીજ્ઞાસા હોય એને માટે આ ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. વિચારવાના ત્રણ મુદ્દાઓ કે આ જગત શું છે? કોણે રચ્યું છે? ક્યારે રચ્યું છે? વિગેરે. બીજો મુદ્દો હું કોણ છું? શું છું? મારું શું સ્વરૂપ શું છે? ત્રીજો મુદ્દો પરમેશ્વર વિષે. આ ત્રણેને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે વિચારવામાં આવ્યું છે. બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર-ચાર પાદ છે, એમાં સૌથી વધુમાં વધુ મહત્વનો દ્વિતિય અધ્યાયનો દ્વિતિય પાદ એટલે તર્ક પાદ છે. કોઈને પણ લાગે કે આટલા વર્ષો પહેલા આટલો ઊંડો વિચાર કરવામાં આવ્યો હતો? આ ઊંડાણને હવે જાતે સાંભળવું જરૂરી છે. બૌદ્ધની ચાર ધારોમાંથી એક ધારા વિજ્ઞાનવાદી કહે છે કે વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. આ જગત તો માત્ર તમારી કલ્પના છે, એમાંથી શંકરનું અદ્વૈત નીકળ્યું એમ લોકો માને છે પણ વાતો તો બંનેની સરખીજ છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું દર્શન છે એ સ્વપ્નને વધુ મહત્વ આપે છે. આલોક્ભોગ્ય વિષય નથી. @29.36min. એવીજ રીતે લગભગ એ સમયના બધા પ્રસિદ્ધ દર્શનો હતા એને તર્કના દ્વારા મુલવવામાં આવ્યા છે. એટલે બ્રહ્મ શું છે કે જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થતો હોય એનું નામ પરમાત્મા છે. એના માટે એક પ્રસિદ્ધ શ્રુતિ છે તે "यतोवा इमानि भूतानि जायन्ते ये न जातानि जीवन्ति यत्परयत्यभिषत्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्म" આ ઈશ્વરની વ્યાખ્યા છે એને ટૂંકા અર્થમાં કહ્યું છે "तज्जला" જન્મ, સ્થિતિ અને લય આ ત્રણ પ્રક્રિયા જેના દ્વારા થતી હોય એનું નામ બ્રહ્મ. @31.23min. એક પુરાણી બ્રાહ્મણ અને એક વ્હોરાભાઈ ટ્રેનમાં જતા હતા તેની વાત સાંભળો. યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીના પ્રશ્નો વિષે સાંભળો. @35.06min. બ્રહ્મ પોતે પોતાના આધારે છે એટલે વિષ્ણુસહસ્ત્ર નામમાં લખ્યું છે કે એ સર્વાધાર છે અને સ્વાધાર પણ છે. અહી દાર્શનિક "બર્ટન રસલ" સાથે પ્રત્યક્ષનો વિરોધ આવે છે તે સાંભળો. ખંડ પ્રલય અને મહા પ્રલય - ખંડ પ્રલય કેમ થાય છે? આ પ્રલય પૌરાણિક પદ્ધતિમાં માછલીના શિંગડા ઉપર નાવ બાંધી, એક એક બીજ લઇ નવી સૃષ્ટિ કરી એને મત્સ્યાવતાર કહેવામાં આવ્યો છે. ભાગવતનો પહેલો શ્લોક બ્રહ્મસુત્રના બીજા શ્લોક પરથી રચાયો છે, "जन्माद्यस यतोन वयदितरत: सत्यम् परं धिमहि" એ જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરવાના છીએ. પણ પ્રશ્ન એ થાય છે કે તમે તો એક વાંસળીવાળું, ગોપીઓના ચીર હરનારું, માખણ ખાનારું બ્રહ્મ લઇ આવ્યા અને એ બ્રહ્મ તો બ્રહ્મસુત્રમાં કોઈ જગ્યાએ નથી આવતું. એટલા માટેજ એ બિલકુલ નિરંજન, નિરાકાર બ્રહ્મ હતું એને વાઘા પહેરાવી, જામા પહેરાવી એ નિરાકાર બ્રહ્મને સાકાર બનાવી દીધું છે, આ પૌરાણિક કક્ષા છે, એનો વિરોધ નથી કે આ ખોટું નથી પણ મૂળ તત્વ એ પેલામાં છે એને ભૂલી જવું એ મોટો દોષ થઇ ગયો કહેવાય. @39.51min. મારી વાત મારે કહેવી ન જોઈએ કે જ્યારે હું કાશીમાં રહેતો અને બ્રહ્મસુત્રનું અધ્યયન કરતો, શાંકર ભાષ્ય મને મોઢે થઇ ગયેલું, મેં ત્રીસવાર ભણાવ્યું છે. બ્રહ્મસુત્રના પહેલાના ચાર સુત્રો અત્યંત મહત્વના છે, એના ઉપર બધા આચાર્યોએ લાંબા લાંબા ભાષ્યો લખ્યા છે. રામાનુજે શંકરાચાર્યનું જોરદાર ખંડન કર્યું છે. એ બ્રહ્મસુત્રમાં ઠેઠ સુધી પરમાત્મા, જીવાત્મા અને સૃષ્ટિનો વિચાર કરવામાં આવ્યો છે તે વિષે સાંભળો. આ ત્રણે હિંદુ, બૌદ્ધ અને જૈનોનું પરમ લક્ષ્ય મોક્ષ છે અને એના કારણે મારી દ્રષ્ટિએ થોડો ફાયદો થયો અને ઘણું નુકશાન એ થયું કે આખા બ્રહ્મસુત્રમાં ક્યાંય રાષ્ટ્રની, સમાજની, ગરીબીની વાત નથી. વિધવાનો, ત્યકતાનો કે અસ્પૃશ્યતાનો પ્રશ્નજ નથી એટલે ભારતનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી ગયું. ઇસ્લામ અને ક્રિશ્ચિઅનિટી દૂર ન ખસ્યા પણ સમાજની સાથેજ ચાલ્યા. @42.44min. બસમાં એક પાદરી સાથે સાંભળવા જેવી ધર્મ ચર્ચા. @47.29min. હિંદુઇઝમનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી જાય છે, એટલે લોકો હિમાલયમાં જાય છે, એકાંતમાં જાય છે, ગુફામાં જાય છે. હવે થોડે થોડે સાધુઓ સમાજમાં આવીને કામ કરવા લાગ્યા છે અને આ ક્રિશ્ચિયન ફાધરો અનાજ, દવા, કપડાં લઈને ઝૂંપડે ઝૂંપડે ફરે છે કે જેમને આપણે માણસ તરીકે સ્વીકાર્યાજ નથી. એમનો પ્રચાર થાય છે. આપણો આ એક મોટો દોષ છે કે જેમ જેમ તમારી અધ્યાત્મની કક્ષા ઊંચી થતી જાય છે એમ એમ તમે સમાજના, રાષ્ટ્રના અને બીજા પ્રશ્નોથી દૂર ખસી જાવ એટલે તમારા ચિંતનની અંદર પરલોક, આત્મા એ તો બધું આવે પણ સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો ન આવે. શ્રી મદ રાજચંદ્ર અને ગાંધીજીનું ઉદાહરણ સાંભળો.
 
 
Side B - AMDAVAD - આપણે ત્યાં ઋષિ યુગ સુધી અધ્યાત્મ, સમાજ, રાષ્ટ્ર બધું મિશ્રિત છે. તમે જનકને જોશો તો જનક રાજ ભોગવે છે, યુદ્ધ કરે છે અને અધ્યાત્મની પરકાષ્ટા પણ ભોગવે છે. એજ પ્રમાણે રામ અને કૃષ્ણ યુદ્ધ કરે છે, વનમાં જાય છે છતાં અધ્યાત્મની પરકાષ્ટાએ છે. પછી એવો ટાઇમ આવ્યો કે અધ્યાત્મ ખસતું ખસતું આત્મા અને પરલોક સુધી આવીને ત્યાં અટકી ગયું. એટલે આ જે બ્રહ્મસુત્ર છે એ અધ્યાત્મનો ગ્રંથ છે, એમાં તર્કો છે, યુક્તિ છે અને માણસ જો રાગ દ્વેષથી મુક્ત થઈને એનું અધ્યયન કરે તો આજના સમયમાં પણ એમાંથી ઘણું જ્ઞાન મળી શકે છે. અધ્યાત્મને સક્રિય બનાવો. જે કૃષ્ણ કહે છે તું કર્મ કર, એજ કૃષ્ણ પૂરા અધ્યાત્મની વ્યાખ્યા કરે છે, ત્યારે આપણે પણ એ વ્યાખ્યા પ્રમાણે ચાલીએ. મૂળમાં એક તત્વ છે એવી ધારણા કરી, બધામાં એકતાનો અનુભવ કરી, એક ભાવથી રહેવું એજ વધારે ઉત્તમ છે. @2.40min. જય ભિખ્ખુ સાહિત્ય સંસ્થા અને એની પરંપરામાં કુમારપાળ ભાઈ દર વર્ષે આવી બે-ચાર સભાઓનું આયોજન કરે છે. મારો એવો અનુભવ છે કે મહાપુરુષ હોવા માત્રથી નામ નથી રહેતું. નામ રાખનારા હોય તો નામ રહે છે. ભાઈ શ્રી કુમારપાળ ભાઈ પિતૃ શ્રાદ્ધ કરી રહ્યા છે અને આ જે વિષય રાખ્યો છે, તે મને પૂછીને ન હોતો રાખ્યો એટલે જે કંઈ બે શબ્દો કહ્યા એમાં કંઈક પણ મારા તરફથી કોઈને દુઃખ થયું હોય, કલેશ થયો તો મને ક્ષમા કરશો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @4.28min. અમરેલી પાસે બાબાપુરમાં શ્રી ગુણવંતભાઈ પુરોહોતનું બહુમાન નિમિત્તે પ્રવચન. મનુષ્યોનું પાંચ ભાગમાં વર્ગીકરણ સાંભળો. પહેલો પ્રશ્નો ઊભા કરનારો, મંથરાનું ઉદાહરણ. બીજો પ્રશ્નોને નહિ અડનારો 1000 ડમી મહાપુરુષોમાં કદાચ એકાદ રીઅલ મહાપુરુષ મળે. @11.42min. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્રનું દ્રષ્ટાંત સાંભળો. પૂર્વના કર્મોના કારણે આ દેશમાં અનેક અનર્થો થયા છે અને થઇ રહ્યા છે એની તમે કલ્પના ન કરી શકો. હિટલરે 60 લાખ યહુદીઓને માર્યા તે પૂર્વના કર્મોને લીધે? બીજા દ્રષ્ટાંતો સાંભળો. ઓળખીતા એક શેઠની વાત સાંભળો જે 62 વર્ષે 14 વર્ષની કન્યાને પરણેલા. @17.25min. એક કરોડપતિ વેપારીની વાત સાંભળો જે પોતાના ઘરમાં અનાથ થઇ ગયા છે. હું એકજ વાત કરવા માંગુ છું કે ડગલે અને પગલે પૂર્વના કર્મોને ન લાવશો. વૃંદાવનમાં એક ઈજા પામેલી ગાય અને પૂર્વના કર્મોમાં માનતા એક બ્રહ્મચારીની વાત.@22.57min. ગાંધીજી એકે એક પ્રશ્નને અડ્યા હું ઘણી બાબતમાં ગાંધીજી સાથે સંમત નથી પણ હું એમ માનું છું કે ગાંધીજી એકે એક પ્રશ્નને ટચ કરે છે, શ્રી મદ રાજચંદ્ર તો એકેય પ્રશ્નને અડ્યા નહિ. માત્ર રાજચંદ્રનીજ વાત નથી, રમણ મહર્ષિ, ઉત્તરવર્તી કાળમાં શ્રી અરવિંદ આવા તો કેટલાયે લોકો છે જે ભગવાન તરીકે પૂજાય છે. બુદ્ધ પણ પ્રશ્નોથી ભાગ્યા પણ કોઈએ યશોધરાનો પક્ષ ન લીધો. @26.08min. એક બીજા ઘણા મોટા મહાપુરુષ લગ્નની ચોરીમાંથી ભાગ્યા પણ પેલી બ્રહામણીનું શું થયું? જ્યાં સુધી તમે રીઅલ મહાપુરુષને નહિ સમજો, તમારા પ્રશ્નો નહિ ઉકેલાય. ચાણક્ય રીઅલ મહાપુરુષ છે. ચાણક્યની મુત્સદ્દીગીરીથી ચંદ્રગુપ્તે વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. ભર્તુહરિ અને ચાણક્યને જરૂર વાંચજો. એના પછી દૂર દૂર સુધી જોઈએ તો એક શિવાજી મહારાજ, પછી ગાંધીજી અને સરદાર પટેલ ધરતી ઉપરના મહાપુરુષો દેખાય છે. ઇન્દોરથી ચાર-પાંચ સજ્જનો આવ્યા, તેની વાત સાંભળો. રસ્તામાં એક રૂપાળી બહેનને ગુંડાઓ ઉપાડી ગયા અને એ બનાવ જાતે જોનારા વિષે સાંભળો. @29.08min. એક ત્રીજો વર્ગ જે પોતાનાજ પ્રશ્નો ઉકેલે છે, બીજાના પ્રશ્નોને અડવાનુજ નહિ તે ઉદાહરણથી સાંભળો. એક ચોથો વર્ગ હોય છે એ પોતાના તો ખરા પણ બીજાનાયે પ્રશ્નો ઉકેલે છે. @33.08min. એક છેલ્લો અને પાંચમો વર્ગ છે જે લોકોનાજ પ્રશ્નો ઉકેલે છે, પોતાનું જે થવાનું હોય તે થાય. મહાત્મા ગાંધીજી આ કક્ષામાં હતા. સાચા અર્થમાં એને સંત કહેવાય. ભગવાન સૌનું ભલું કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @34.31min. બ્રહ્મકુમારી અને ઈશ્વરનું ધામ વિષે. @40.50min. મહાપુરુષ કોને કહેવાય? @42.36min. ભજન - પૃથ્વી પાખાંડે ખાધી - શ્રી નારાયણ સ્વામી.
 
 
Side A - RAASHTRIY SANTO ANE PRAJAA-NU GHADTAR - UNJHAA, રાષ્ટ્રિય સંતો અને પ્રજાનું ઘડતર - ઊંઝા - સ્વામીજીનું ચિત્ર બનાવેલું એ બાબતમાં સ્વામીજીનું સ્પષ્ટીકરણ કે કોઈપણ જીવતા વ્યક્તિને વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ, મહત્વ આપવુંજ હોય તો એના મૃત્યુ પછી આપવું જોઈએ. @2.25min. આપણે ત્યાં ધર્મની સાથે પાંચ તત્વો સંકળાયેલા છે તે ઋષિ, આચાર્ય, સાધુ, સંત અને ભગત. જે શાસ્ત્રો લખે છે એ ઋષિ છે. ઋષિના લખેલા શાસ્ત્રોને સર્વાધિક મહત્વ આપવું જોઈએ. એ શાસ્ત્રો પર જે ભાષ્યો રચે, સ્પષ્ટીકરણ કરે, દિશાઓ નક્કી કરી આપે એ આચાર્યો છે, જે વંશ પરંપરાથી ગાદી પર બેસતા આવે દા.ત. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે. શાસ્ત્રો રોજ રોજ રચાય નહિ અને જો રોજ રોજ રચવા માંડો તો ધર્મમાં સ્થાયિત્વ-સ્થિરતા આવશે નહિ. ભાષ્યો સનાતન હોતા નથી, ભાષ્ય હંમેશા આધુનિક અને તાજું હોવું જોઈએ, તો શાસ્ત્ર કદી જુનું નહિ થાય. શાસ્ત્રની તાજગી એના ભાષ્યમાંથી આવતી હોય છે. શાસ્ત્ર જુનું હોય અને વ્યાખ્યાતા પણ જુનો હોય તો એ વેદિયો થઇ જશે, એમાં આધુનિકતા નહિ આવે એટલે એ પ્રશ્નોનો ઉકેલ નહી કરી શકે, એટલે આપોઆપ અપ્રસ્તુત થઇ જશે. આચાર્ય વિભૂતિ છે અને એ ગામેગામ ન થાય. આચાર્યનો સંદેશો ગામેગામ દૂર દૂર ફેલાવે એનું નામ સાધુ-સન્યાસી છે અને એ ત્રીજું તત્વ છે. @6.04min. ચોથું તત્વ સંતો છે. સાધુ અને સંતમાં એક મુદ્દાનો ભેદ છે કે સાધુઓ જેમ વસ્ત્રો, નામ બદલે, દિક્ષા લે, સંતો એમાંનું કશું નહી કરે. સંતો ઘર નથી છોડતા તેઓ સ્વયંભુ છે અને બધી જ્ઞાતિઓમાં થાય છે. મારું માનવું છે કે હિંદુ પ્રજાને સહુથી બચાવનાર આ સંતો છે. "हरको भजे सो हरको होई, जात पात पूछे नहीं कोई" જે બંગલો જોઇને પધરામણી કરે એને સંત ન કહેવાય. પહેલાં તપાસ કરે કે કેવો બંગલો છે? કેટલી આવક છે? કેટલું આપે એવા છે? અને એ ન આપે તો અપાવનારા પ્રેરક બળો મોકલે કે આટલું તો આપવુંજ પડશે વિગેરે. સંત ભાવનાનો ભૂખ્યો હોય, શબરીની ઝૂંપડીમાંએ જાય અને વિદુરની ભાજી ખાવાએ જાય. પેટલાદમાં 2000 વાઘરીઓના ઘરો છે, એમને હિંદુ રાખનાર કબીરના સંતો છે, એમાં અભડાવાનો કોઈ પ્રશ્નજ નથી. @9.43min. મારે ત્યાં સ્વામીનારાયણના એક સંત આવેલા, જમવા જવાનું થયું ત્યારે પૂછ્યું કે રસોઈઓ બ્રાહ્મણ છે? મેં કહ્યું કે હરીજન છે તો એકદમ આંખ ઉંચી થઇ ગઈ, કહ્યું કે "તો મારે નહિ ચાલે" સ્વામીજીએ કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે યજ્ઞ થયેલો ત્યારે સહજાનંદ સ્વામીએ સભાની વચ્ચે એક ગરીબ પછાત કોમના ભક્તની પાઘડીમાંનો રોટલો ખાધેલો ત્યારે અભડાઈ ગયા હતા? જવાબ મળ્યો કે એ તો ભગવાન કહેવાય. ભગવાનનું અનુકરણ ન કરાય તો ભગવાન આવે છે શા માટે? સંતો વેદ ભણેલા નથી હોતા, સંસ્કૃત કે શાસ્ત્રો ભણેલા નથી પણ એની નાભીમાંથી જે વાણી નીકળે એ શાસ્ત્ર થઇ જાય. @14.22min. એ પછીના ઘટકને આપણે ભગત કહીએ છીએ. કઠીયાવાડમાં ગામે ગામ આવા ભક્તો થયા છે. મારે જે વાત કરવી છે એ ચોથા ઘટકની. તમે જયારે કોઈનું પણ મૂલ્યાંકન કરવું હોય તો ચાર પ્રશ્નો પૂછવાના. પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે વ્યક્તિના આચાર વિચારોથી પ્રજા બળવાન બને છે કે દુર્બળ બને છે? જયારે શાહબુદ્દીન ઘોરીએ રાજ્યની સ્થાપના કરી ત્યારે આ દેશમાં મુસ્લિમોની સંખ્યા 1/2% હતી અને તે 99and1/2% ઉપર રાજ કરે તો ગૌરવ આપણે લેવાનું કે એ લોકો લે? તમે કઈ બાબતનો ગર્વ લો છો? આ બહુમતી પ્રજાની છાતી ઉપર મગ દળવામાં આવે, એના મંદિરો, મૂર્તિઓ તોડવામાં આવે. પ્રજા ઘણી કમજોર છે અને એના ફળ ભોગવતી રહી અને હજુ પણ ભોગવે છે. @16.36min. એક જૈન બહેન કહે છે કે તમે બળવાન થવાની વાત કરો છો, પણ આપણું લોહીજ ઠંડું છે. મેં પૂછ્યું જૈન ધર્મના 10 વાણિયાઓ એક તરફ ઊભા રાખો અને બીજી તરફ 10 શીખો ઊભા રાખો, શું ફરક છે? ફરક ચોખ્ખો છે અને તે દેખાય છે. આ શીખો પહેલા વાણિયાઓજ હતા, ધર્મે એનું ઘડતર બદલી નાખ્યું. ચાર પ્રશ્નોમાંનો બીજો પ્રશ્ન પૂછવાનો કે પ્રજાની એકતા વધારે છે કે વિભાજન વધારે છે? જો વિભાજન વિભાજનજ હોય, બાદબાકીજ બાદબાકી હોય તો પ્રજા કેવી રીતે બળવાન થશે? ત્રીજો પ્રશ્ન એ પૂછવાનો કે એ પ્રજામાં, ધર્મમાં, વ્યક્તિમાં માનવતા કેટલી છે? તમે ભગવાનને કરોડો-લાખ્ખોનો મુગટ પહેરવો કે 56 ગજની ધજા ફરકાવો, બધું બરાબર છે, પણ તમે કેટલી વિધવાઓને, અનાથ બાળકોને, વૃદ્ધોને, કેટલી ત્યકતાઓને, દુઃખી માણસોને માટે શું કરો છો? ચોથો પ્રશ્ન પૂછવાનો કે એમનું થીંકીંગ વિકાસ લક્ષી છે કે પછી પાછળ દોડવાનું થીંકીંગ છે? @19.23min. જયારે આ સંપૂર્ણ દેશ ઉપર મુસ્લિમ સત્તાનો હાહાકાર થઇ ગયો હતો ત્યારે બેજ જગ્યાએથી માથાં ઊંચા થયા તે એક પંજાબ અને બીજું મહારાષ્ટ્ર. આ બંને મારા પ્રેરક બળ છે. મહારાષ્ટ્રમાં સમર્થ સ્વામી રામદાસજી થયા, એ સાધુ છે, ખાલી લંગોટીજ પહેરે છે, પણ એ પલાયનવાદી નથી. લોકો નિષ્ક્રિય થઇ ગયેલા જેથી પરદેશીઓને કશું કરવુંજ ન પડે. સમર્થ સ્વામી રામદાસે નક્કી કર્યું કે મારે એવું એક વ્યક્તિત્વનું ઘડતર કરવું છે કે જે માથું ઊંચું કરે અને અન્યાય, જોર-જુલમના સામે પડકાર ફેંકે. એમને શિવાજી મળ્યા, એ વિષે વિગતે સાંભળો. નાક પકડવાથી શાંતિ સ્થાપિત ન થાય પણ પરાક્રમથી થાય. રશિયાનું ઉદાહરણ સાંભળો કે સ્ટાલીને એક્કે દિવસે 500 ગુંડાઓને સાફ કરી નાખ્યા પછી શાંતિ થઇ ગઈ. @26.02min. એક દક્ષિણ ભારતના આત્માનીજ વાત કરતા, સ્વામીની વાત સાંભળો. એમનો શિષ્ય સ્વામીજીના પુસ્તકો વાંચ્યા અને ત્યાંથી છૂટ્યા. સ્વામી રામદાસે શિવજીને કહ્યું, બેટા, હું માળા ફેરવીશ, તું તલવાર ફેરવ અને ધર્મની રક્ષા કર અને શિવાજી મહારાજ કામે લાગી ગયા. શિવાજી મહારાજે પહેલો કિલ્લો સર કર્યો એમાંથી સોનાનો ચારુ મળ્યો, પછી એક પછી એક એમ 252 કિલ્લાઓ મેળવ્યા. રામદાસ સ્વામીએ માત્ર આત્માનું કલ્યાણ કરવાની નહિ પણ સૌનું કલ્યાણ કરવાની પ્રેરણા આપી. રામદાસે શિવાજીનું નિર્માણ કર્યું અને શિવજીએ આખા હિંદુ ધર્મનો જય જયકાર કરી નાંખ્યો, એ પછી કોઈ રામદાસ થયો નહી. @32.58min. લોકોને ગમે એવું તમે કરો તો તમે વિદુષક થઇ જશો. તમિલનાડુના સંત તીરુવલ્લુવરનું ઉદાહરણ અને સંત પરંપરા વિષે સાંભળો. @38.20min. સ્વામી રામદાસે શિવાજી પાસે દક્ષિણા માંગી એ વિષે સાંભળો. આવીજ ઘટના સહજાનંદ સ્વામી અને દાદા ખાચર સંબંધે થયેલી. સ્વામીજીએ દંતાલી આશ્રમમાં દાદા ખાચરની પ્રતિમા મૂકી છે, કેમકે જેણે આવા મોટા મહારાજને 30 વર્ષ રાખ્યાને રાત-દિવસ ભક્તોના ટોળે ટોળાં આવતા હોય એની મોઢું બગડ્યા વગર સેવા કરી હોય એ કેવડો મોટો ત્યાગ કહેવાય. શિવાજી મહારાજે રામદાસ સ્વામીને દક્ષિણામાં રાજપાઠ આપી દીધું પણ પછી રામદાસ સ્વામીએ ભગવા ઝંડા સાથે પાછું આપી દીધું. શિવાજી મહારાજને જેટલું દુઃખ હિન્દુઓએ આપ્યું એટલું મુસલમાનોએ નથી આપ્યું. @42.21min. સામે દિલ્હીની બાજુમાંજ પંજાબ અને પંજાબમાં શીખ લોકો રહે. શરૂઆત નાનાકદેવથી થઇ. એમણે જોયું કે સામા પક્ષને દોષ દેવો બરાબર નથી, પોતાનો દોષ જોવાનો. ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી. છઠ્ઠા ગુરુ થયા અંગતદેવ અને એમના સમયમાં દિલ્હીનો બાદશાહ જહાંગીર અને એના દીકરાએ વિદ્રોહ કર્યો, તેણે અંગતદેવના ડેરામાં આશરો લીધો, એનો બદલો લેવા અંગતદેવને જહાંગીરે રાવી નદીને કિનારે મોટા તવામાં કેવી રીતે તડપાવી તડપાવીને માર્યા તે સાંભળો. અંગતદેવ પછી આવ્યા હરગોવિંદ અને એમણે પહેલી ક્રાંતિ કરી અને કહ્યું કે શીખો તમે મારી પાસે આવો તો મીઠાઈ લઈને નહિ, પણ તલવાર લઈને આવો. મારે તમને ભગતડા નથી બનાવવા પણ સૈનિક બનાવવા છે. ઔરંગઝેબે કાશ્મીરમાં બ્રાહ્મણો ઉપર બહુ જુલ્મો કાર્ય. આ બ્રાહ્મણો તેગ બહાદુર પાસે આવ્યા એટલે તેગ બહાદુરે કહ્યું કે જાઓ તમારા બાદશાહને કહો કે પહેલાં અમારા ગુરુનો ધર્મ બદલાવો પછી અમે બદલીએ. ઔરંગઝેબે તેગ બહાદુરને જેલમાં મૂક્યા અને એમના ઉપર બાદશાહની બેગમ તરફ જોવાનો ખોટો આરોપ મૂકી એમની ગરદન કાપી નાંખી. દિલ્હીમાં બે ગુરુ દ્વારા છે તેમાં એક શીશ ગંજ છે, ત્યાં શીશ પડી રહ્યું હતું. કેટલાયે દિવસ સુધી શીશ અને દેહ પડી રહ્યા પછી એક શીખે હિંમત કરી શીશ લઇ આવ્યો અને તેનો અગ્નિદાહ કર્યો. પછી એ શીખના દીકરા થયા ગુરુ ગોવિંદસિંહ. જે લોકો અત્યાચાર સહન નથી કરતા એનોજ ઈતિહાસ હોય છે. ગુરુ ગોવિંદસિંહે પંજ પ્યારા કેવી રીતે બનાવ્યા તે સાંભળો.
 
 
Side B - UNJHAA - મોકમ સિંહ બેટ દ્વારિકાનો હતો દ્વારિકામાં શીખોએ એના નામે ભવ્ય ગુરુદ્વાર બનાવ્યું છે. ગોવિંદસિંહે કહ્યું મારે આખી બ્લ્યુ પ્રિન્ટ બદલવી છે. એમણે ખાલસા પંથની સ્થાપના કરી. એટલે શીખો બોલે છે, "जो बोले सो निहाल, सत श्री अकाल" અને એમણે કહ્યું "जो चिडियासे बाज लडाऊं तो मैं गोविंदसिंह कहलाऊं" એમણે મોટી સલ્તનત સાથે યુદ્ધો કર્યા. એમના બે દીકરાઓ યુદ્ધમાં શહીદ થયા અને બે દીકરાઓને સુબાએ જીવતા દીવાલમાં ચણી દીધા. સુબાએ બંને દીકરાઓને ધર્મ બદલવા બહું પ્રયત્નો કર્યા પણ તેઓ બદલાયા નહી. એમનો કોઈ વંશ ન રહ્યો. એમણે સેના ઊભી કરી, એને નિહંગ કહ્યું. પાંચ કકાર આપ્યા. પંજાબ જાવ તો સ્ત્રીઓ પણ કટાર લટકાવતી હોય છે, કહે છે કે કોઈ છેડતી કરવા આવે તો આંતરડાં ખેંચી કાઢું. જે દિવસે અમારા ગુજરાતમાં આવી નિહંગ સ્ત્રીઓ થશે ત્યારે છેડતી કરવા વાળાઓની તાકાત નથી કે એની નજીક જાય. @3.12min. હું ઈચ્છું કે આ બંને મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈએ કે પ્રજાને બળવાન બનાવો, વિભાજન બંધ કરો, એક થઇ જાઓ. આશ્રમમાં ત્રણ ભક્તો આવ્યા એકે પ્રસાદ લીધો નહિ અને પૂછ્યું તો કહ્યું કે અમારા ગુરુએ કહ્યું છે કે આપણા ભગવાન સિવાય કોઈનો પ્રસાદ લેવાય નહી. આ મુગટને માનવાવાળો સંપ્રદાય છે. આ કોરા કાગળ પર પેલા ગુરુએ એવું ચિતરામણ કર્યું છે કે બીજાનો પ્રસાદ નથી ખાતો પણ હોટલમાં જઈને ગાંઠીયા-ભજીયાં ખાઈ આવશે. આ તો વિભાજક લોકો છે, તમારા ટુકડે ટુકડા કરીને મારી નાંખવાના છે. એટલે પ્રજાને બળવાન બનાવવાની છે, એક કરવાની છે અને પ્રજાને માનવતાવાદી કરવાની છે. @7.49min. બધું દાન ભગવાન તરફ વળી ગયું છે, મારે તમને કહેવું છે કે એને માનવતા તરફ વાળો. "એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં" ભગવાન રડી રહ્યો છે, જયારે પેલા લોકોનું પેટ ઠરશે ત્યારે હસશે. ચોથો પ્રશ્ન પૂછો કે પ્રજાની પાસે ઊંચું થીંકીંગ છે? નર્મદા યોજનાનું ઉદાહરણ સાંભળો. મિસાઈલ્સ, રોકેટ, અંતરિક્ષનું જ્ઞાન હોવું જરૂરી છે. હોવું જરૂરી છે. @10.12min. એટલે અહી ગંગા થાળી પ્રસંગે આવવાનું થયું એટલે બધાને જમાડો અને યાત્રાળુઓને ભાઈ-બહેન બનાવો. આજે તમે પંજ પ્યારાની જેમ બહું પ્યારા ભેગા થયા છે. મારી વાતને તમે સમજો, તમે શસ્ત્રધારી બનો. "वीरता परमो धर्म" સુત્ર અપનાવો. આજે બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં કોઈ સલામત નથી, લોકો ભાગી રહ્યા છે. આવું ગુજરાતમાં ન થાય એટલે તમારા છોકરાઓને વીર બનાવો, કોઈ ને કોઈ નાના-મોટા હથિયારની ટ્રેઇનીંગ આપો, જેમ જીજાબાઇએ ઘડતર કરેલું એવું ઘડતર કરો, માટે સજ્જનો આ ત્રણે ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. મારે મોક્ષ નથી જોઈતો, હું તો એકજ ઈચ્છા રાખું છું કે આ દેશ બળવાન, શક્તિશાળી બને કે કોઈ આંખ ઉપાડીને જોઈ ન શકે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @13.47min. રાગ-દ્વેષ, સંતો અને સંપ્રદાયો (સંત ચરિત્રમાંથી@46.36min. શિવાજીનું હાલરડું - શ્રી હેમુ ગઢવી.
 
 
Side B - SAMAAJ VYAVASTHAA-NAA SANSKAARO - PETLAD, સમાજ વ્યવસ્થાના સંસ્કારો - પેટલાદ - ચૌદ ગામ લેઉઆ પાટીદાર સમાજ - એક ઈશ્વર પરજ ભરોસો રાખો. માણસ એ માણસજ છે. પરમેશ્વર મહાન છે અને એનીજ પ્રેરણા છે, એનીજ શક્તિ છે, એનાજ આશીર્વાદ છે અને એનીજ કૃપા છે એનાથી આપણે કંઈ કરી રહ્યા છીએ. @3.45min. ચાર ઋષિ પુત્રોની આખ્યાયિકા સાંભળો. આ ચારે પુત્રો કાશીમાં ખૂબ ભણ્યા પછી પોતાને ગામ જવા નીકળ્યા. રસ્તામાં વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. @9.55min. શક્તિના દ્વારા એક ઋષિ કુમારે  એક કન્યા ઊભી કરી દીધી, બીજાએ એની શક્તિ દ્વારા જીવ નાંખ્યો, ત્રીજાએ કપડાં પહેરાવ્યા. ચોથાએ શણગાર કર્યો. હવે ખરી વાત શરુ થઇ કે આ કન્યા સાથે લગ્ન કોણ કરે? ઝગડો થયો. બાર વર્ષ ઋષિ ને ત્યાં સંપીને રહેતા હતા, હવે કન્યા આવી એટલે ઝગડો શરુ થયો.પણ ચારેમાં થોડુક ડહાપણ હતું.  @14.20min. કાશીમાં અન્નક્ષેત્રમાં દંડી સ્વામીઓના જમવા માટેના ઝગડા વિષે સાંભળો. બિહારમાં ઝગડો થાય ત્યારે સામેવાળાની ભેંસના આંચળ કાપી આવે. રવિશંકર મહારાજની પાટીદારની વ્યાખ્યા. એક પાટીદારનો ઝગડો સાંભળો કે સામે વાળાની દીકરીના લગ્ન પ્રસંગે બનાવેલા લાડુની સુગંધ  સહન ન થતાં લાડુ ઉપર કેરોસીન નાંખી આવ્યો. @19.50min. આ ચારે ચાર ઋષિ કુમારો ઝગડવા તો માંડ્યા પણ તેઓ બધા વિદ્વાન, જ્ઞાની હતા  એટલે નક્કી કર્યું કે ગુરુ પાસે જઈએ. ગુરુએ કહ્યું, જેણે કન્યા બનાવી એ માં છે, જેણે જીવ નાંખ્યો એ બાપ છે, જેણે કપડા પહેરાવ્યા એ એનો ભાઈ છે અને  જેણે શણગાર કર્યો એ એનો પતિ છે. મારે તમને એજ કહેવાનું છે કે આપણો દેશ સમાજોમાં વહેંચાયેલો છે, પશ્ચિમમાં આટલા બધા સમાજો હોતા નથી, એક ડોસીમાંનું ઉદાહરણ સાંભળો. આ વ્યવસ્થા ધીમે ધીમે તૂટી રહી છે. સમાજ વ્યવસ્થા વિષે વધુ આગળ સાંભળો. @23.25min. આ સમાજને  વ્યવસ્થિત કરવો હોય તો આ આખ્યાયિકા એની  પ્રેરણા આપે છે. પહેલામાં પહેલી પ્રેરણા તો એ છે કે એક સમાજ તરીકે તમને જન્મ મળ્યો તેની  વિશેષતા સાંભળો કે આ ચૌદ ગામનો કોઈ પાટીદાર  51 લાખ એક કલમે આપે એવી કલ્પના પણ ન કરી શકો. આ ભવાનીપુર વાળા પ્રવીણ ભાઈ અને મંજુલા બેનની મોટી નર્સરી છે અને કેટલાયે લોકોને રોજી આપે છે. અમેરિકાને અમેરિકા થતા 200 વર્ષો લાગ્યાં જ્યારે પાટીદારે તો 40 વર્ષમાં જે કુદકો માર્યો એવો કોઈએ માર્યો નથી. જીવ ફૂંકવાનો(મૂકવાનો) અર્થ રોજી છે. રોજી વિનાનો માણસ મદડું છે. અમેરિકાનો મોટેલ ઉદ્યોગ વિષે સાંભળો. @28.10min. રોજી પૈસો એકલોજ પર્યાપ્ત નથી, પૈસાની સાથે વસ્ત્રોની જરૂર છે. વસ્ત્રો એ આબરુ-ઈજ્જત છે, પ્રતિષ્ઠા છે. હવે શું ખૂટે છે? શણગાર. શણગાર ચાર મૂખી છે. પહેલામાં પહેલો શણગાર સંસ્કારનો છે, એ વિષે સાંભળો. બીજો શણગાર(સંસ્કાર) વિદ્યા છે, તમે કેટલું ભણેલા છો? તમારી દીકરી-દીકરો કેટલું ભણેલા છે? વિસ્તારથી સાંભળો. ત્રીજો શણગાર(સંસ્કાર) એ છે કે તમારો પૈસો તમારી મિલકત સમય ઉપર કઈ દિશામાં કેટલો વાપરી શકો છો? જીવનની દિશા આપે એનું નામ દિક્ષા છે. @31.59min. એક ઓળખીતા સજ્જનની વાત સાંભળો કે જેણે 45 કરોડ રૂપિયા મંદિર બાંધવા આપ્યા. હું મંદિરોનો વિરોધી નથી પણ ખરેખર તો અત્યારે આવા વિદ્યા મંદિરોની જરૂર છે. એણે ધાર્યું હોત તો એક એન્જીનીયરીંગ કોલેજ ઊભી કરી શક્યો હોત. પણ પોતામાં એ સંસ્કારજ નથી. એનામાં કોઈ સંસ્કાર નાંખનારે ખોટા સંસ્કાર નાંખી દીધા. આશ્રમના મંદિરમાં બે-ચાર ભાઈઓ 'બાધા'નો ચાંદીનો મુગટ હનુમાનજીને ચઢાવવા લઇ આવ્યા, એ વિષે સાંભળો. એક સાધુએ ભગવાનને જેલમાં પૂર્યા હતા તે સાંભળો. @35.39min. આપણે ચાલવાનું નથી પણ આગળ નીકળવાનું છે તે કેવી રીતે નીકળી શકાય? તમારી પાસે જીવનની સાચી દ્રષ્ટિ હોય જો એ સાચી દ્રષ્ટિ ન હોય તો તમારો પૈસો રાખ થઇ જશે. કેટલા મંદિરો બાંધ્યા? કેટલા યજ્ઞો કર્યા? શું મળ્યું એમાંથી? રાખ ચોળીને ઊભા થઇ ગયા. હવે આ બંધ કરો અને હવે તમારું દાન વિદ્યાના મંદિર તરફ વાળો. @36.51min. ચોથો શણગાર(સંસ્કાર) સૌથી મોટામાં મોટો માનવતાનો છે. તમને ગરીબ દુઃખી માણસો પર દયા છે? કેટલી વિધવા, ત્યકતા બહેનો, કેટલા વૃદ્ધો, કેટલા અનાથ બાળકો તમે કદી એમનો વિચાર કરો છો? એ બધા દુઃખી થઈને જવે છે તો તમારામાં માનવતા પ્રગટવી જોઈએ. જો આ ચાર વસ્તુ તમારામાં આવે તો તમે સંસ્કારિક કહેવાવ. આપને એક નિશ્ચિત દિશા તરફ વળ્યા છે, તો તે તરફ આગળ વધવાનું છે. આ પાંચ કરોડનો પ્રોજેક્ટ છે, કોઈ સારી એવી રકમ આપતો હોય તો મારા નામને બદલે સંસ્થા પર એમનું નામ રાખજો. આ સંસ્થાને મારી સંસ્થા તરફથી 11લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું. ભગવાન આ સંસ્થાનું ભલું કરે, મંગળ કરે, ફળે, ફુલે, વિકસે બધા સંપીને રહો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @39.57min. भजन - स्वारथका व्यहवार जगतमें - श्री नारायण स्वामी.
 
 
Side A - PRAJAA-NO ABHIJAAT VARG ANE SHRESHTH RAASHTRA - NAVSARI, પ્રજાનો અભિજાત વર્ગ અને શ્રેષ્ઠ રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્ર - નવસારી રોટરી ક્લબ - દુનિયાની દરેક પ્રજામાં ઓછામાં ઓછા ત્રણ વર્ગો હોય છે. સમર્થ, માધ્યમ અને કનિષ્ટ વર્ગ. સમર્થ વર્ગને ભગવદ ગીતામાં અભિજાત વર્ગ કહેવામાં આવ્યો છે. @2.25min. એક ઓળખીતા મામલતદારની વાત. અભિજાત વર્ગમાં સામર્થ્ય સાથે ક્વોલીટી પણ હોય છે. ક્વોલીટી વિનાનું સામર્થ્ય હશે એ વિનાશ કરશે. તમે લોકોને દુઃખ દેશો, પણ જો તમારી પાસે સામર્થ્ય અને ક્વોલીટી બંને હશે તો તમે લોકોને ન્યાય આપશો, લોકોનું રક્ષણ કરશો, કલ્યાણ કરશો. આ અભિજાત વર્ગ છે એની પાસે બહું શક્તિ છે અને આ ઉપરના વર્ગને સારામાં સારી પ્રેરણા ધર્મ આપે છે. પણ આપણાં અહિ, ભારતમાં ધર્મ તો નિષ્ફળ ગયો કેમકે તમે હજારો મંદિરો બાંધી શકો, 56 ગજની ધજા ફરકાવી શકો, કરોડોના યજ્ઞો કરી શકો છો પણ એક આંખની હોસ્પિટલ નથી બાંધી શકતા, મધર તરેસા જેવું કામ નથી કરી શકતા, કારણકે એ પ્રકારની પ્રેરણાજ મળી નથી. એમાંથી જે નિરાશ થયેલો ઉપલો વર્ગે આ રોટરી કલબની સ્થાપના કરી. રોટરી કલબની સ્થાપના કરવાનો હેતુ એ હતો કે તમે મિત્રો થઈને મળો, ધર્મ આડો આવવો જોઈએ નહિ. @6.45min.આપણે ત્યાંના જાતજાતના તિલકો વિષે. તમારે જે થવું હોય તે થજો, પણ તમે કદી ચૂસ્ત સાંપ્રદાયિક ન થશો, કારણકે એ બીજા માણસને સહન નથી કરી શકતો. એટલે એક એવી સંસ્થાની જરૂર હતી કે જેને માણસ-માણસ સાથે એલરજી ન હોય પણ પ્રેમ હોય. એટલે પશ્ચિમના લોકોએ રોટરી કલબની સ્થાપના કરી કે તમે આવો, તમારો ધર્મ, તમારું રાષ્ટ્ર, તમારી ભાષા, તમારું જે કઈ હોય તે સુરક્ષિત રાખો અને તમે બધા અહી એક થઈને બેસો, એટલુજ નહી સારી રસોઈ કરો, ભેગા બેસીને જમો, એક થઈને રહો. આ એક આનંદ-પ્રમોદ સાથે જીવનનો સ્વીકાર કરીને, જે ગરીબ છે, પરાધિન છે, પરાવલંબી છે તેનો હાથ પકડી તમારા સામર્થ્યનું એમના માટે વાપરો અને આમ એમાંથી માનવતાની પ્રેરણા આપવામાં આવી.@12.54min. ઇન્ટરનેશનલ રોટરી ક્લબ છે, એણે કેટલાયે કરોડો રૂપિયા દુનિયામાંથી પોલીયો નષ્ટ કરવામાટે આપવાની શરૂઆત કરી છે કે આખી દુનિયા પોલીયો મુક્ત થઇ જાય. આ એક મહા યજ્ઞ છે. એટલે આ આખી ક્લબ છે એ આનંદ-પ્રમોદની સાથે માનવતા તરફ વળેલી છે. હું સૌથી વધારે પ્રભાવિત નારણભાઈ ભક્તના દ્વારા થયો કે એમણે દુનિયા ભરમાંથી અને પોતાના ઘરમાંથી લાખો અને કરોડો રૂપિયા પરમાર્થમાં આપ્યા. પ્રેમ અને સેવા જેટલાં વધારે છૂપાય એટલા દીપી ઊઠે. @15.34min. મને એ જાણીને પણ આનંદ થયો કે આ સંસ્થાના બે પાયાના કાર્યકર્તાઓ શ્રી સોહરાબજી ભાઈ અને નગીનભાઈ દાતાઓ કરતાં જરાયે ઊતરતા નથી, કારણકે દાતાઓને દાતાર બનાવનાર કાર્યકર્તાઓ છે. હું એમ માનું છું કે આવી સંસ્થાઓ ધારે તો આ દેશનું અને દુનિયાનું ઘણું કામ કરી શકે છે. આ રોટરી ક્લબ અને એ દ્વારા ચાલતી આવી સરસ આંખની હોસ્પિટલ, હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થા ફળે, ફૂલે વિકસે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.@17.26min. કચ્છ - વિવેકાનંદ રીસર્ચ અને ટ્રેઇનીંગ ઇસ્ટીટ્યુટ - જો તમને એવું જાણવાની ઈચ્છા થાય કે આખી દુનિયામાં સારામાં સારો ધર્મ કયો? સંસ્કૃતિ કઈ? રાષ્ટ્ર કયું? તો હું મારા તરફથી માપવાનો એક ગજ આપું છું. સારામાં સારું રાષ્ટ્ર એ નથી કે જ્યાં પૈસાની રેલમ છેલ હોય. તમારામાં જે શક્તિ છે એનું નિયંત્રણ કરવાની તમારામાં શક્તિ છે? નહિ તો એ ધારક, મારક બની જશે. દ્વારીકાનું ઉદાહરણ. તમારે છોકરાઓનું સારામાં સારું ઘડતર કરવું હોય તો એને ગરીબીનો અનુભવ કરાવજો, નહિ તો છકી જશે. એક ઓળખીતા સજ્જનની વાત સાંભળો. @25.17min. જે અન્યાયની સામે લડ્યા છે, એજ મહાપુરુષો છે. રાણા પ્રતાપ અને ભામાષાનું ઉદાહરણ સાંભળો. દુઃખ એ છે કે ઈતિહાસમાં હંમેશાં જે જે લક્ષ્મીપતિઓ થયા તે ચાલુ ગાડીમાં બેસનારા થયા કે જેનું રાજ ચાલતું હોય તેનેજ સલામ કરો એટલે બેડો પાર. @28.36min. સારામાં સારું રાષ્ટ્ર કયું? સારામાં સારું રાષ્ટ્ર એ છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા(Law & Order) હોય. સ્વામીજીનો બિહારનો અનુભવ. સૌથી મોટામાં મોટું પૂણ્ય કયું? કે પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી. સારામાં સારી સંસ્કૃતિ એ છે કે પ્રજામાં સાચા મૂલ્યોની સ્થાપના કરે. સંસ્કૃતિ એવી હોવી જોઈએ કે મુંઝવણ ન વધારે પણ મહિમા વધારે મૂલ્યો વધારે, ખોટી અડચણો ન ઊભી કરે.@34.36min. સારામાં સારો ધર્મ કયો? તપસ્યાનું ફળ શું? પરલોકનું? આ લોકનું કોઈ ફળજ નહિ? તો એ વાંઝિયું તપ છે. જે તપમાંથી સમાજ બેઠો ન થાય, રાષ્ટ્ર બેઠું ન થાય, વ્યક્તિના પ્રશ્નો ન ઉકેલાય પછી ભલે ને તમે સુકાઈને લાકડું થઇ જાવ તો એ વાંઝિયું તાપ છે. એક જમાનો એવો હતો કે આખી પ્રજા એ તરફ ચઢી ગયેલી. અત્યારે પ્રજા પગપાળા સંઘ તરફ વળી ગઈ છે, રોડ ઉપર ટોળે ટોળાં જોવાના મળે. મુસ્લિમોનો પણ સંઘ નીકળે છે. બુદ્ધનું તપ-ઉપવાસ અને પારણાં વિષે સાંભળો. @39.10min. પહેલા ગુરુ ખોળવા પડતા હતા હવે ઉલટું થયું છે કે ગુરુઓ શિષ્યોને ખોળે છે કે પહેરાવી ડો કંઠી, હા પડે કે ના. આ એક કર્મકાંડ છે અને એની પાછળ છૂપાએલો એક વ્યાપાર છે" यज्ञशिष्टाशिन:सन्तो ....... पचन्त्यात्मकारणात......(गीता 3-13). તમે કોઈ ગરીબને આપો એ યજ્ઞ છે. સુજાતાએ બુદ્ધને પારણાં કરાવ્યા. બુદ્ધની વાત પરથી મારે તો આટલોજ મુદ્દો કહેવાનો છે કે તમને પકડતાં આવડે તો જયારે તમને ખબર પડે કે આ ખોટું છે તો તે સમયે છોડતાં પણ આવડવું જોઈએ. નહિ છોડવું એ મક્કમતા નહિ કહેવાય પણ મૂર્ખતા પૂર્વકની જીદ કહેવાય. @44.12min. સારામાં સારો ધર્મ કયો? જેમાં બહું ઉપવાસો થાય એ નહિ, જેમાં બહું દંડવત થાય એ નહિ, જેમાં છપ્પન ગજની ધજા ફરકતી હોય અને સોનાના કળશો ચઢતા હોય એ નહિ પણ જે પ્રજાના પ્રશ્નોને ઉકેલે એ સારામાં સારો ધર્મ કહેવાય. હરિદ્વારમાં 10,000 મંદિરો બનાવ્યા, પ્રજાનો કયો પ્રશ્ન ઉકેલાયો? ઢગલા ઉપર ઢગલો શું કામ કરો છો? હું અત્યારે આદિવાસી વિસ્તાર ડાંગ જઈ આવ્યો, ત્યાં ક્યાંય મંદિર દેખાતું નથી. મોટાં મંદિરો ત્યાં બનાવે તો ત્યાં શું મળવાનું છે? @46.26min. ઓળખીતા એક સાધુની વાત જેણે બહું મોટું ગુરુકુળ બાંધ્યું છે. ડાલ્ડા અને દેશી ઘી ના પ્રસાદ વિષે સાંભળો. પ્રશ્નો જે ઉકેલે એનું નામ ધર્મ કહેવાય. સૌથી મોટામાં મોટો પ્રશ્ન પેટનો છે. પ્રજા ભૂખી છે? સાંજે કેટલા માણસો ભૂખ્યા સુઈ જાય છે? ધર્મે સમાધાન કર્યું કે પૂર્વના કર્મો ભોગવે છે. આ એક ખોટી વાત લોકોના મગજમાં બેસાડી દીધી છે. જો રાજ વ્યવસ્થા બદલાય, ધર્મ વ્યવસ્થા બદલાય સમાજ વ્યવસ્થા બદલાય, જો અર્થ કારણને બદલવામાં આવે તો માણસોને સુખી કરી શકાય છે, એ વિષે સાંભળો. કેલિફોર્નિઆ અને હુવર ડેમ માનવ પુરુષાર્થનું પરિણામ સાંભળો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત.  
 
 
Side B - JEVEE PRAJAA TEVUN RAASHTRA - DHOLERA, જેવી પ્રજા તેવું રાષ્ટ્ર - ધોલેરા - કોઈ પણ પ્રજાની કક્ષા જોવી હોય તો એ જોવાનું કે એ કોનું સન્માન, પૂજા કે આદર કરે છે? પ્રજાની કક્ષા એજ રાષ્ટ્રની કક્ષા થશે. જો તમારે રાષ્ટ્રની કક્ષાને ઊંચી કરવી હોય તો અનિર્વાર્ય શર્ત છે કે તમે પ્રજાની કક્ષા પણ ઊંચી કરો, તો નક્કી કરો કે કોનું સન્માન કરવું? @1.51min. આપણે ત્યાં પૂજા કરવાની છ કક્ષાઓ છે. પ્રજા વર્ણ પૂજક છે? વેશ પૂજક, વંશ પૂજક, વ્યક્તિ પૂજક કે પ્રતિભા પૂજક છે? ભારતમાં પ્રજા મોટે ભાગે વર્ણ પૂજક છે. દયાનંદ સરસ્વતીએ બહું મોટી ક્રાંતિ કરી અને કહ્યું કે જન્મથી બધાજ શુદ્ર છે, એમણે કર્મથી વર્ણ વ્યવસ્થા માની. એના કારણે ઉત્તર ભારતમાં કેટલાયે લોકોને તમે પૂછશો તો કહેશે કે જન્મથી તો હું શુદ્ર છું પણ કર્મથી બ્રાહ્મણ છું. એનું પરિણામ એ આવ્યું કે લોકોને પોતાની જાતનું ગૌરવ અનુભવ્યું અને તેથી તેઓ ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ તરફ જતાં અટક્યા. મને લાગે છે કે આપને પૂરી પ્રમાણિકતાથી આ વાતને સ્વીકારી નથી. મહાભારતનું કર્ણ, એકલવ્ય અને અર્જુનનું ઉદાહરણ સાંભળો. આપણે વર્ણ પૂજક થયા એના પરિણામો અત્યારે અનામતના દ્વારા ભોગવીએ છીએ. @7.00min. રાવણના સાધુવેશે સીતાજી છેતરી ગયા, આજે પણ કેટલાયે લોકો છેતરાય છે. પરિણામે એક પરાવલંબી જીવન જીવનારાઓનો વર્ગ પેદા થયો. તમારે સારો સમાજ રચવો હોય તો સ્વાવલંબી જીવન જીવનારો વર્ગ વધુમાં વધુ હોવો જોઈએ. પરાવલંબી જીવન જીવનારાને ગૌરવ ન મળવું જોઈએ. એક વાણિયાનું અને બ્રાહ્મણનું ઉદાહરણ સાંભળો. @9.32min. પ્રજા જો વ્યક્તિપૂજક હશે તો તમારી પ્રતિભાનો વિકાસ નહિ થાય. આપને ત્યાં ઈશ્વરની પૂજા છે, વ્યક્તિની નથી. બધા ઋષિઓએ કદી પણ વ્યક્તિ પૂજાને મહત્વ નથી આપ્યું. આપને ત્યાં અત્યારે દેશમાં 950 જીવતા ભાગવાનો છે, એમાંના એકનું ઉદાહરણ સાંભળો. યુરોપમાં પાદરીઓની ક્રાંતિ વિષે સાંભળો. ઇટલીમાં મિલાનો શહેરમાં ચર્ચની મુલાકાત અને બ્રુનો-ગેલીલિયો વિષે સાંભળો. @13.54min. લક્ષ્મીને, પાર્વતિને પતિ હોય, સરસ્વતીને પતિ ન હોય લક્ષ્મીજીના સુંદર સુવાળા ખોળામાં બેસવા લાંબી લાઈન લાગે અને જેને બેસાડે એનું નામ પડે ટાટા, બિરલા, અંબાણી. સરસ્વતી કહે કે મારા ખોળામાં બેસીને શું કરીશ? પણ એક-બે જીદ્દી છોકરાઓને બેસાડે ત્યારે એનું નામ પડે કાલીદાસ, શંકરાચાર્ય, હેમચંદાચાર્ય, સેક્સ્પીઅર, જેને બેસાડે એનો બેડો પાર થઇ જાય. તમારે જો પ્રતિભા, સરસ્વતીનો વિકાસ કરવો હોય તો ગ્રંથ બદ્ધતા અને વ્યક્તિ બાદ્ધાતામાંથી બદ્ધતામાંથી મૂકત થવું જોઈએ. @17.59min. એક હોક્લીવાળા ભગવાનની વાત સાંભળો કે જેના દશ-દશ કરોડના બે-ત્રણ મંદિરો બંધાય છે. @21.35min. આપણે ત્યાં ગુણ પૂજા છે. રામાયણમાં સીતાજી અને અનસુયાનું ઉદાહરણ સાંભળો. "गुणाः पूजा स्थानम् , नच वय: नच लिङ्गं" પૂજાનું સ્થાન ગુણ છે. પતિ જ્યારે વન-વનનો થઇ જાય ત્યારે છાયાની જેમ પતિને સાથ આપે, એથી મોટું કોઈ તપ નથી. @25.00min. દુનિયાની કોઈ પ્રજાએ માર નથી ખાધો એટલો આપણે માર ખાધો છે. આપણે જજિયા વેરો ભર્યો, આપણી મૂર્તિઓ તૂટી, આપણાં મંદિરો તૂટ્યાં, જનોઈઓ તૂટી, આપણી બહેન દીકરીઓને ગુલામ બનાવી વેચવામાં આવી, હવે કરશો શું? હવે કરવાનું એકજ છે કે "वीरता परमो धर्म" બહાદુર બનો. આ દેશમાં આવનારા વર્ષોમાં મોટામાં મોટો પ્રશ્ન આતંકવાદનો છે અને એ આતંકવાદને સમયસર નાથી નહિ શકશો તો બધું કરેલું ધૂળ ધાણી થઇ જશે. આ વીરતા તમે નેવીના દ્વારા, એરફોર્સ દ્વારા, લશ્કરના દ્વારા, SRP, પોલીસના દ્વારા બતાવો. એક તરફ લોકોને ધંધો મળે, રોજી મળે, એની પ્રકૃતિને અનુકુળ કાર્ય મળે અને બીજી તરફ રાષ્ટ્રનું કાર્ય થાય, આ તો બહું સુંદર વ્યવસ્થા છે એટલે આપણે ગુણોની પૂજા કરવાની છે. @26.52min. પ્રતિભા પૂજા - કેટલીક વાર એવું બને કે માણસ ગુણવાન હોય પણ પ્રતિભાવાન ન હોય અને કેટલીક વાર એનાથી ઉલટું પણ બને. ગુણ અને પ્રતિભા બંનેનો સંવાદ કરવાનો છે. પ્રતિભા પરમેશ્વર આપે છે. ગરીબાઇ(દરિદ્રતા) અને પ્રતિભાને ભારે મૈત્રી છે. આપણે પ્રતિભાની પૂજા કરવાનું બંધ કર્યું અને પશ્ચિમે શરુ કર્યું એ વિષે સાંભળો. આપણે પ્રતિભાને ગ્રંથ બદ્ધ કરી દીધી. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર વિષે સાંભળો. દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે આ જ્યોતિષ વિદ્યાએ ભારતને પારાવાર નુકશાન કર્યું છે. પાણીપતના મેદાનમાં જ્યોતિષ વિદ્યાએ પેશ્વાનું પતન કર્યું. @32.23min. જ્યોતિષ વિદ્યાથી લોકોના મગજ ખરાબ કરવામાં આવ્યા, પરિણામ એ આવ્યું કે માણસ દરેક બાબતથી ડરતો થઇ ગયો. આ અંધશ્રદ્ધા છે, વહેમ છે. જ્યાં પ્રતિભાનું પૂજન થતું હોય તેજ દેશ આગળ વધે છે. વીજળી કોણે શોધી? આપણે શું કર્યું? આપણું તો એકજ કામ છે કે કંઈ શોધાય એટલે કહેવાનું કે એ તો આપણાં ગ્રંથોમાં હતુંજ. આપણે પ્રતિભાને બે જગ્યાએ બાંધી દીધી, એક તો વ્યક્તિના પગમાં અને બીજી ગ્રંથમાં. મુસલમાનોએ પણ આજ કર્યું. આપણે તો ઘણા આગળ નીકળી ગયા, મુસ્લિમો આપણા કરતાં પણ પછાત છે. આપણાં હાથ કમાય છે, પશ્ચિમ વાળાનું મગજ કમાય છે. આપણે દુબઈ-અરબસ્તાનમાં મજુરો મોકલીએ છીએ, પશ્ચિમ વાળાના ટેકનીશીયનો, એન્જીનીયરો જાય છે. @36.50min. એવી એક પ્રતિભા 100 વર્ષ ઉપર ધોલેરામાં જન્મે અને જેમનું નામ કરણસિંહજી કહેવાય. વિજ્ઞાનના એપ્રોચમાં સચોટતા છે. કેલિફોર્નિઆમાં બહું ઓછો વરસાદ થાય છે, છતાં ત્યાં લીલું છમ છે, કેમ? હુવર ડેમ બાંધ્યો. આપણાં અહી પણ આ બધું થઇ શકે છે પણ એક માતાજી (મેઘા પાટક) આડા આવે છે. આખા દેશને તરસે મારવા બેઠી છે, એને કોઈ આતંકવાદી કહેવા તૈયાર નથી. બે અમેરિકનોની આપણને પથ્થર મારવાની વાત સાંભળો. @42.02min. આ સાચી વાત છે, એટલે એમાંથી સૂત્ર પહેલું નીકળ્યું "वीरता परमो धर्म" તમે વીર ન થયા એટલે પરદેશીઓએ તમારા પર રાજ કર્યું. આશ્રમમાં આવેલા બે જૈન મિત્રોને સ્વામીજીએ પૂછ્યું કે આપણો આખો દેશ જૈન થઇ જાય તો આ દેશ કેવો થાય? જવાબ આપ્યો કે ખાવાનુંયે ન મળે અને પીવાનું પાણીયે ન મળે અને આખો દેશ શીખ થઇ જાય તો? આતંકવાદનું નામજ ન રહે? કેમ? શીખો બધા વાણીયાઓ હતા, ગુરુ ગોવિંદસિંહે એમનું ઘડતર કર્યું. @44.58min. નારલીકર ભારતનો બ્રાહ્મણ છે, ભારતમાં નોકરી માટે ચંપલ ઘસતો હતો. અમેરિકા ગયો અને એને નોબલ પ્રાઈઝ મળ્યું. અહી પ્રતિભાની પૂજા નથી થતી પણ લાગવગ અને રોકડની કિંમત છે. વિવેકાનંદ અમેરિકા ગયા પછી વિવેકાનંદ થયા. પ્રતિભા એજ પૂજાનું સ્થાન છે. ધોલેરામાં કરણસિંહજી પેદા થયા, એમણે પોતાની મેળે નવા નવા સંશોધન કર્યા. તેઓ ખેડૂત હતા એટલે ખેડૂતો માટે સંશોધનો કર્યા કે ગાડું કેવું હોવું જોઈએ? વાવણી કેવી રીતે થવી જોઈએ? લીપી કેવી હોવી જોઈએ? સાહિત્યની રચના કેવી રીતે થવી જોઈએ? આને સર્જન કહેવાય. આવા નરરત્નોનાં દર્શન કરો તો પણ તમને પ્રેરણા મળે. જ્યાં સુધી તમે વર્ણ પૂજક, વેશ પૂજક, વ્યક્તિ પૂજક હશો ત્યાં સુધી તમે પ્રતિભા પૂજક ન થઇ શકો. @48.11min. સુફી બુલ્લેશા વિષે સાંભળો. મુસલમાનોમાં પણ પ્રતિભા છે પણ તે વ્યક્તિમાં કે ગ્રંથમાં બદ્ધ થઇ ગઈ છે. @50.32min. રાજીવ દિક્ષિત વિષે સાંભળો. એમણે કહ્યું કે ઇષ્ટ ઇન્ડિયા કંપની આવેલી અને આખા દેશને ગુલામ બનાવેલો તો અત્યારે મલ્ટી નેશનલ કંપનીઓ આવી છે તો આ દેશને કરશે શું? મારે એમ કહેવું છે કે આ ઇષ્ટ ઇન્ડિયા કંપની આવીજ ન હોત તો શું થયું હોત? આ દેશ 100% મુસ્લિમ થઇ ગયો હોત. ઇષ્ટ ઇન્ડિયા કંપની આવી પછી એણે સંસ્કૃતિનું, મંદિરોનું, હિન્દુત્વનું, મંદિરોનું, મૂર્તિઓનું રક્ષણ કર્યું. પીંઢારાઓનો ત્રાસ મિટાવ્યો. આપણે ત્યાં વેક્યુમ હતું એટલે મલ્ટી નેશનલ કંપનીઓ આવી. ચાઈનામાં આપણાં કરતા દશ ઘણી મલ્ટી નેશનલ કંપનીઓ છે. શું થયું? યુરોપને ટક્કર મારે એવું ચાઈના થઇ ગયું છે. @53.50min. પ્રતિભાને પ્રોત્સાહન ક્યારે મળે? એ વિષે સાંભળો. તમે ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવો તો તમને કોઈ દરીદ્રતામાથી છોડાવી ન શકો. ચાણક્ય કહે છે પ્રજા વૈભવી હોવી જોઈએ. સગવડો વિજ્ઞાનને આધીન છે, વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન છે અને પ્રયોગશાળા બુદ્ધિને આધીન છે. સુખનું મૂળ સગવડોમાં છે. એટલે દેશને મહાન કરવો હોય તો પ્રતિભાની પૂજા કરવી જોઈએ. આવી એક પ્રતિભા મારી બાજુમાં બેઠેલી છે અને મને આનંદ છે કે એમના 100મા વર્ષે હું એમના દર્શન કરી શકું છું. આપણે બીજી બધી પૂજાઓ ઓછી કરી અને ગુણ પૂજા, પ્રતિભા પૂજા કરીએ. હું પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, અભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.
 
 
Side B - DHARMA-NU MAAP - NADIAD, ધર્મનું માપ - વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, નડીયાદ - કોઈપણ સમાજનું કે ધર્મનું માપ કાઢવું હોય તો એ સમાજ, ધર્મમાં આવેલી સ્ત્રીઓની શું દશા છે? એ જો તમે સાચી રીતે જાણી શકો તો તમે ધર્મ અને સમાજનું સાચું માપ કાઢી શકો. ધર્મનું માપ તમે કેટલા મોટા, વિશાળ મંદિરો બાંધ્યા છે, કેટલા મોટા યજ્ઞો થાય છે, કેટલા મોટા પગપાળા સંઘો નીકળે છે, એ દ્વારા નહિ પણ ધર્મ - સમાજનું માપ એ રીતે કાઢવાનું કે એનો સ્ત્રી વર્ગ ક્યા છે? કેવો છે? અને શું છે? મારી સમજણ પ્રમાણે બહેનો જે આજની સ્થિતિએ પહોંચી છે, એણે ઓછામાં ઓછા ચાર વણાંકો લીધા છે. જીન્દગી એક એવી વસ્તુ છે કે તમે કદી સીધા ચલીજ ન શકો. નાના-મોટા વણાંકો લેવાજ પડે. @2.19min. પ્રાચીન કાળ એ આપણો વૈદિક યુગ છે. વેદોની મહત્તા છે, વેદો માર્ગ દર્શન કરે છે, દિશા સુચન કરે છે કે આખા સમાજે કઈ દિશા તરફ જવું એનું નિદર્શન કરે છે, ત્યારે સ્ત્રીઓ ક્યાં છે? સ્ત્રી પોતાનું એક મહત્વનું સ્થાન રાખે છે, એકલો પુરુષ કે એકલી સ્ત્રી પૂર્ણ નથી. બંનેના મિક્ષ થવાથી પૂર્ણતા આવે છે અને એ પૂર્ણતા લાવવી હોયતો જેટલો પુરુષ યોગ્ય છે એટલીજ યોગ્યતા સ્ત્રીને પણ મળવી જોઈએ. પ્રાચીન કાળમાં સ્ત્રીની સ્થિતિ ઘણી ઉંચી છે. ગાર્ગી, લોપા, મુદ્રા વગેરે ઋષિ કન્યાઓ છ, તે વિદ્યા કે જ્ઞાનમાં, શૌર્યમાં, બાહોશીમાં અને કોઈપણ ક્ષેત્રમાં પુરુષ કરતાં ઊતરતી નથી તે જનક રાજાના ઉદાહરણથી સાંભળો. @8.23min. ઉપનિષદ એ વૈદિક પિરિયડ છે, એમાં શાસ્ત્રાર્થ છે. વાત માનવી છે, મનાવવી છે પણ યુક્તિથી, તર્કથી, દલીલોથી પણ તલવારથી નહી. ગાર્ગીના પ્રશ્નોથી યાજ્ઞવલ્ક્યને પરસેવો છૂટી ગયો એ વિષે સાંભળો. વૈદિક યુગમાં પતિ-પત્ની સરખાં છે, બંને મળીને એક અંગ થાય છે, પણ પછી આપણે ત્યાં એક વણાંક આવ્યો અને એ વાણાંકમાં શ્રમણ યુગ આવ્યો. પહેલા જે લક્ષ્ય હતું ધર્મ, અર્થ, કામ, મોક્ષ તે બદલાઈ ગયું, એનું બેલેન્સ બદલાઈ ગયું કે મોક્ષ મેળવી લો કેમકે આ જીવનમાં કશું નથી, કંઈ ભેગું આવવાનું નથી એટલે અર્થ અને કામ ઉપર ચોકડી મૂકી દીધી. એક મોટું પરિવર્તન આવ્યું કે પૈસો પાપ છે, સ્ત્રી પાપ છે, એનાથી દૂર રહો, સ્ત્રીનો તો પડછાયો પણ ન લો, એના હાથની રસોઈ ન ખાવો, એનું મોઢું ન જુઓ, પરિણામે સ્ત્રીઓ પોતાના સ્થાનથી નીચે ઉતરવા લાગી એટલી નીચે કે જાણે એનું અસ્તિત્વજ નથી. @12.20min. ભગવાન બુદ્ધ થયા, જ્યાં જુઓ ત્યાં ભિક્ષુકોજ ભિક્ષુકો. વૈદિક કાળમાં કોઈ સાધુઓ નથી, ફક્ત ઋષિઓજ છે. ઋષિઓ બાળકોને ભણાવે છે અને ભણાવીને સમાજને પાછા આપે છે. પછી પરાવલંબી સાધુ પ્રથા આવી. તમારે સારામાં સારો સમાજ રચવો હોય તો સ્વાવલંબી માણસો પેદા કરો, મને લાગે છે કે ગાંધીજીએ આજ કર્યું. એક સ્વામીજી એમની સાથે જોડાવા આવેલા, તેની પાસે ભગવાં કપડાં ઉતરાવી કાઢેલા નહિ તો લોકો એને પૂંજવાનું શરુ કરી દે. @15.07min. ભગવાન બુદ્ધે પત્નીનો ત્યાગ કર્યો, રાહુલનો ત્યાગ કર્યો, અડધી રાત્રે નીકળી ગયા. વર્ષો પછી ફરી આવ્યા ત્યારે યશોધરા મળવા ન ગઈ. આનંદે પૂછ્યું ભગવાન, તમારા ધર્મમાં સ્ત્રીને ભિક્ષુણી નહિ બનાવવાની? આગળ કહે છે, બ્રાહ્મણ અને શુદ્ર બંને સરખા છે તો નર અને નારી કેમ સરખા નથી? બુદ્ધે છેવટે ભિક્ષુણીઓ બનાવી, એટલે ભિક્ષુક અને ભિક્ષુણીઓના ટોળે-ટોળાં થયા. આપણી વૈદીકતા લુપ્ત થવા માંડી અને એની જગ્યાએ પૌરાણિકતા આવી. સ્ત્રીઓને ભિક્ષુણી કે સાધ્વી નહિ પણ દાસી બનાવી અને સતી પ્રથા ચાલુ થઇ. આવું ચાઈના પણ થતું હતું, ત્યાં રાજા મરી જાય એટલે બધી રાણીઓને જીવતી દાટી દેવાની. ઈજીપ્તમાં પણ આજ પ્રથા હતી. પેરેલલ એક બીજી દેવદાસી પ્રથા પણ ચાલુ થઇ તે વિષે સાંભળો. @19.35min. આપણે ત્યાં મોગલો, બાદશાહો, સુલતાનો આવ્યા પણ સમાજ સુધારો ન આવ્યો, કારણકે એમણે પણ આવાજ પ્રશ્નો ઊભા કાર્ય હતા. જહાંગીરને 800 બેગમો હતી. નિઝામ હૈદ્રાબાદને પણ સેંકડો બેગમો હતી. અંગ્રેજો મોટું પરિવર્તન લઈને આવ્યા. અંગ્રેજની એકજ પત્ની અને તે એની જોડેજ બેસે. એક વૃદ્ધ ડોક્ટરની વાત સાંભળો. આપણે પત્ની સાથે બેસતા નથી કારણકે આપણે પૌરાણિક અસર નીચે છીએ. @23.11min. દયાનંદ સરસ્વતીએ આપણને ગજબનો માર્ગ બતાવ્યો, એમણે કહ્યું ફરી પાછા વૈદિક યુગમાં જાવ. પુરુષ અને સ્ત્રી બંને સરખા છે, બંને એકબીજાનું રક્ષણ કરે છે એમણે આર્ય કન્યાઓ માટે ગુરૂકુળની સ્થાપના કરી. જે વધારે સારામાં સારી વ્યવસ્થા થઇ તે ગાંધીયુગમાં થઇ, એમણે જોયું કે દેશ તો આઝાદ થવાનોજ છે પણ આપણને એવી આઝાદી નથી જોઈતી કે જ્યાં ગુલામોના ગુલામો રહેતા હોય પણ આપણને એવી ઉન્નતી પ્રકારની આઝાદી જોઈએ છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંને મહાન હોય, બ્રાહ્મણ પણ મહાન હોય અને શુદ્ર પણ મહાન હોય. એટલે એમણે આઝાદીની લડાઈ સાથે સાથે એક રચનાત્મક પ્રવૃત્તિ શરુ કરી કે પાયાની જરૂરીયાતને પૂરી કરો. પ્રશ્નો ઉકેલો અને એના પર ધૂળ ન નાંખો. ગાંધીજીએ જોયું કે જો તમારે દેશને મહાન બનાવવો હોય તો દેશના માણસોને મહાન બનાવવા જોઈએ, પણ તેમાં 50% તો સ્ત્રીઓ છે અને તેઓ અંધશ્રદ્ધામાં, વહેમમાં હોય તો સ્ત્રીઓ પુરુષોને આગળ ન જવા દે. એટલે એમણે પાયાની પ્રવૃત્તિ શરુ કરી. એમણે ભિક્ષુઓ, સાધુ-સાધ્વીઓ ન બનાવ્યા પણ કાર્યકર્તાઓ બનાવ્યા. ખાદી પહેરો, થેલો લટકાવો, ગામમાં જાવ, યોગ નથી શીખવાડવો, કોઈની સમાધિ નથી લગાડવી, કચરો સાફ કરો, ગામ ગંધાઈ ગયું છે, ગામને ચોખ્ખું કરો, કુવાનું પાણી બગડી ગયું છે, કુવો સાફ કરો. આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની ખાતવિધિ ગાંધીજીના હસ્તેજ થયેલી. ગાંધીજી જેવા ખરા યોગી છે તે હજારોને જીવન આપે છે. @29.17min. 26મી જાન્યુઆરીના દિવસે વડોદરાની દીકરી લશ્કરી પ્લેન ઉડાડે છે તે વિષે સાંભળો. આપણે તકો આપીએ તો બહેનો ઘણી આગળ વધી શકે છે. ધર્મનું કામ તકો આપવાનું છે, તકો ઝૂંટવી લેવાનું નથી અને ઝૂંટવી લો તો ધર્મ મંગલમય, કલ્યાણકારી ન થઇ શકે. રાજારામ મોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધીજી અને મારી બાજુમાં બેઠેલા કાર્યકર્તા મનુભાઈ તથા ગોરધનભાઈ ગામડે ગામડે ફરી અને પેલા સંદેશને દૂર દૂર સુધી ફેલાવ્યો, એના કારણે આજે આટલી બધી દીકરીઓ ભણી રહી છે. અહિયાં આ વિદ્યાલયમાં ઘડતર અને ભણતર છે. આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં કોઈ ભેદ નથી, પાયાના આચાર્યોને તમે છાત્રાલય અર્પણ કર્યું અને આ બધી દીકરી ભણે, ગણે અને નામ કમાય એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત @35.30min. ગાંધીજી એક રાષ્ટ્રિય સંત @42.58min. પ્રાર્થનાના પદો
 
 
(C) AUDIO BOOKS - (ધ્વનિ મુદ્રિત પુસ્તકો)
ALL BOOKS, PL. CLICK HERE Then Search. બધી બુકો સાંભળવા માટે અહી ક્લિક કરો.
 
VAASTAVIKTAA - Prakaran 19 - 23
 
આઝાદીની સાથે આપણને ગાંધીચિંતન પણ વારસામાં મળ્યું. આ ચિંતનનો ત્યારે ભારે પ્રભાવ હતો. તેથી વર્ષો સુધી આપણું  અર્થતંત્ર, રક્ષાતંત્ર, ગૃહરક્ષા વગેરે ગાંધીવિચાર પ્રમાણે ચાલતાં રહ્યાં. ક્રમે ક્રમે  ગાંધીવિચારોથી શાસકો દૂર હટવા લાગ્યા.કેમ? તે સાંભળો. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં લખ્યું છે, 1 - દારૂગોળો એ હિંદને સદે તેવી વસ્તુ નથી. 2 - ગાયની રક્ષા કરવાનો ઉપાય  એકજ છે, મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો ગાયને જતી કરવી. મને એ ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારા પ્રાણ દેવા પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહિ. (હિન્દ સ્વરાજ પૃ. 27) 
 
 
(D) SWAMIJI'S BLOG - (સ્વામીજીનો બ્લોગ)

  • HOME HOME PAGE WITH ARCHIVES
  • AUDIO LECTURES ON WEBSITE
  • VIDEO MANAS GANGA & SWADDHYAY LECTURES - SURAT
  • BOOKS LIST OF PUBLICATIONS
  • ABOUT SWAMIJI'S INTRODUCTION
  • CONTACT YOUR FEEDBACK

(E) SWAMIJI'S VIDEO, BOOKS ETC.
 
MANAS GANGA LECTURES AT SURAT
સચ્ચિદાનંદ સ્વામી, Sachchidanad Swami
Swami Sachchidanand MOST Books For You
Swami Sachchidanand - 130 Videos
Swami Sachchidanand (Open Library)
Swami sachchidanand Polytechnic College Visnagar
 
 
(F) MISCELLANEOUS:  
 
 
(1) Literature:
 
DESH GUJARAT - News, Business, Politics etc.
પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય
ગુજરાતી ભજન, ગીત, ગરબા વિગેરે
ગુજરાતી ભક્તિ, લોક ગીત, બાળ ગીત વિગેરે
ગુજરાતી ન્યુઝ પેપર
http://www.globalgujaratnews.com/ GLOBAL GUJARATI NEWS PAPER
Art World of Ravishankar Raval (RMR)
નવાનદીસર પ્રાથમિક શાળા
http://gadyasoor.wordpress.com/2013/03/26/bani_azad/     બની આઝાદ – શા માટે?
મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે
અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?
નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો
ભૂરું કવર વાર્તા # ૫૩
પશુ – પક્ષીઓમાં પણ માતૃપ્રેમની પ્રબળ લાગણી હોય છે એનું દર્શન – બે વિડીઓમાં
Chiman Patel "chaman"
 
(2) Health:
 
आयु–Digest
Kidney Education - Gujarati, Hindi, English
Understanding your Blood Test Report
VIDEO ON HUMAN LIFE - Conception to Birth
Tufts Health & Nutrition Letter
Vegetarian Recipes - 141 items - in ENGLISH
Tv9 Gujarat - Liquor tomatoes in Ahmedabad !
Stay Calm, Dad - Video
 
(3) Music / Entertainment:
 
GHAZALS ALPHABETICAL LISTING
AMAZING !!! Alphabetical, Old & New U-Tube Film Songs
FILM SONGS IN RAGS (RAGAS)
SWAR GANGA
Kalkeri Sangeet Vidyalaya- MUST WATCH
Tv9 Gujarat - Aerobics Wt. Reducing Garba : Surat
Mamta Soni shayari.... MUST WATCH
Indian guy robbing a bank - Gabriel Iglesias
What the Ancient India Did for Us?
 
(4) Religion:
 
HINDU Couple Showing their Humanity towards MUSLIM Girl from Child to get her married.
The magic of Vedic math - Gaurav Tekriwal - MUST WATCH & Teach Your Children
A little girl gives a speech, gets pat on her back by CM(Video)
RATHA YATRA 2011 ISKCON ARGENTINA 2 (JagadGHDas JPS)
‘A Chinese Threat to Afghan Buddhas’
Pakistan MUST watch this video to respect HINDUISM
Arya Samaj Gandhidham - EDUCATE A CHILD FOR ONLY RS. 9600 PER YEAR......
Dr. Pawan Agrawal - Mumbai Dabbawalas
 
(5) Raashtra / Gujarat / Abroad:
 
Asifa Khan for BJP - Watch all Videos
The Narendra Modi, We have never heard before. 
Watch Shri Narendra Modi Speeches on Various Occasions

 
(6) More Useful Information:
 
Photograph shows a lion, tiger, and bear that live together in the same enclosure at an animal sanctuary.
Oklahoma devastating tornedo with photos
Obama urges black American males to stop blaming for personal failures
Photograph shows a lion, tiger, and bear that live together in the same enclosure at an animal sanctuary.
Technology of Spirituality (Full Version)
Hindu sheikh, Khimji Ramdas from Mandvi, Gujarat
14bVideos: UGANDA -10Min. Ea.
Water-bus, sightseeing
Bride goes on horse to groom's house
Click on Any City You Want to Visit
Find Sex Offenders in Your Neighborhood W/Pictures
Do You Know Your Neighbours?
Criminal History Check For Any Preson.
 
 
 
THANK YOU FOR LISTENING SWAMIJI


B J Mistry
Houston, Texas, USA
Phone: 281 879 0545