કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દેદો….’
મેડમ : ‘મેં તને ક્યાંક જોયો છે….’
ભિખારી : ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ….!’******છોકરી : ‘કાલે મારા પપ્પાએ મને તારી બાઈક પાછળ બેઠેલી જોઈલીધી હતી.’
છોકરો : ‘પછી શું થયું ?’
છોકરી : ‘આજથી બસની ટિકિટના પૈસા બંધ ! મારું ફેમિલી બહુ કડકછે…..યુ નો… !’
******નટુ : ‘ભારતીય નારીઓ શા માટે વ્રત કરીને આવતા જન્મમાં એ જ પતિમળે એવી પ્રાર્થના કરે છે ?’
ગટુ : ‘અરે, આટલી મહેનત કરીને ટ્રેનિંગ આપી હોય, એ કંઈ નકામીથોડી જવા દેવાય ?’
******પત્ની : ‘જો, પેલા દારૂડીયાને જો.’
પતિ : ‘એ કોણ છે ?’
પત્ની : ‘દસ વરસ પહેલાં એણે મને લગ્ન માટે પ્રપોઝ કરેલું. પણ મેં નાપાડી હતી.’
પતિ : ‘ઓ વાઉ ! તો એ માણસ હજી સેલિબ્રેટ કરી રહ્યો છે !’
******કેરેલાના ઉચ્ચ ભણતરનો એક નમૂનો.
પોલીસે એક ભિખારીને રડતો જોઈને તેને અંગ્રેજીમાં પૂછ્યું : ‘What is the matter ?’
ભિખારીએ અંગ્રેજીમાં પોતાની રીતે અભ્યાસપૂર્ણ જવાબ આપ્યો : ‘Matter is anything that has mass and occupies space.’
******‘પાર્ટી માટે તમારી પત્ની કેમ તૈયાર થાય તો ગમે ?’ એ વિષય પરપચ્ચીસ કે એથી ઓછા શબ્દોમાં જવાબ લખી મોકલવાની એક હરીફાઈયોજાઈ હતી. કાંતિકાકાને ઈનામ મળ્યું. તેમણે જવાબમાં માત્ર એક જશબ્દ લખ્યો હતો : ‘જલદીથી…’
******એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ.એણે પૂછ્યું :
‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારોચહેરો…..’
‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’******કવિ : ‘આ દુનિયામાં અંધેર ચાલે છે !’
મિત્ર : ‘કેમ ?’
કવિ : ‘જો બેંકર બોગસ કવિતા લખે તો કોઈ ગુનો બનતો નથી પણ કવિખોટો ચેક લખે તો ગુનો બને છે…!’******અમદાવાદની જેલની દીવાલો વધારે ઊંચી લેવાઈ.
અધિકારી : ‘કેમ, કેદીઓ દીવાલ કૂદીને ભાગી જાય છે ?’
જેલર : ‘ના રે સાહેબ, મફતિયા લોકો અંદર આવીને જમી જાય છે !’******છગને જાહેરાત આપી છાપામાં : અમને જણાવતાં ગર્વ થાય છે કે અમારામોટા ભાઈએ પાણીમાં શ્વાસ રોકીને 35 મિનિટ રહેવાનો વિશ્વરેકોર્ડસ્થાપ્યો છે. એમનું બેસણું ગુરુવારે રાખેલ છે !******છગન : ‘આપણાં લગ્નની 25મી તિથિની ઉજવણી માટે હું તમનેઆંદામાન-નિકોબાર લઈ જઈશ.’
પત્ની : ‘અરે વાહ રે વાહ…. આજ સૂરજ કઈ દિશાથી ઊગ્યો છે ! તોપછી 50મી લગ્નતિથિએ શું કરશો ?’
છગન : ‘પાછો તને લેવા આવીશ…. ઠેઠ આંદમાન-નિકોબાર…’******એક માણસ ભગવાનને એકધારો પ્રાર્થના કર્યે જ જતો’તો. કંટાળીનેભગવાન પ્રગટ થયા :
‘માગ…. તારે માગવી હોય તે મન્નત માગ….’
પેલો માણસ હાથ જોડીને કહે : ‘ભગવાન મને પાછો કુંવારો બનાવીદો….’
ભગવાન : ‘દીકરા મારા… મન્નત માગ, જન્નત નહીં….’પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાંવિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તેપિયર ગઈ છે !’******હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’******રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણીછાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓશાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’******શિક્ષક : ‘બોલ રામુ, અકબર કોણ હતો ?’
રામુ : ‘મને ખબર નથી સાહેબ.’
શિક્ષક : ‘ડોબા, ભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને ?’
રામુ : ‘પણ સાહેબ, તમને ખબર છે કે મુકેશ કોણ છે ?’
શિક્ષક : ‘ના, એ વળી કોણ છે ?’
રામુ : ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને ?’******રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’******છગન : ‘જલ્દી બારીમાંથી કૂદી જા, પોલીસ આવી રહી છે.’મગન: ‘અરે પણ આ તો 13મો માળ છે.’
છગન: ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમયનથી…જલ્દી કર…’******ઈન્દ્રદેવ : ‘શું કરે છે ભાઈ ?’
યમરાજા : ‘કંઈ નહિ બાપા, નવરો બેઠો છું.’
ઈન્દ્રદેવ : ‘તો જા….પાન લઈ આવ….’
(થોડીવાર પછી…)
ઈન્દ્રદેવ : ‘અરે, આ શું છે ? કોણ છે આ બધા ?’
યમરાજા : ‘તમે જ તો કીધું હતું કે જાપાન લઈ આવ…..’******છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’******પિતા : ‘બેટા, આ વર્ષે તારે 95% લાવવાના છે !’
પુત્ર : ‘ના પપ્પા, હું આ વર્ષે 100% લાવીશ !’
પિતા : ‘બેટા, વાતની મજાક ન ઉડાવ.’
પુત્ર : ‘પપ્પા, તમે જ તો શરૂઆત કરી.’******હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તેજ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?******બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકાઆવીને કહેવા લાગ્યા :
‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોનેસુખ કેમ મળતું નથી ?
એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખકેવી રીતે મળી ગયું ?******સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જાને !’******મગનએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ મગન પાસે આવીપહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’
મગનએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’******છગન : ‘અહીંથી તમે ગધેડાનું ટોળું જતું જોયું, ભાઈ ?’
મગન : ‘કેમ ? તમે ટોળામાંથી છૂટા પડી ગયા છો કે શું ?’******મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’
છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’
મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથેબોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’******‘સ્વર્ગમાં જે કન્યા હોય તેને શું કહેવાય ?’
‘દેવકન્યા.’
‘સ્વર્ગમાં ઘણી કન્યાઓ હોય તો ?’
‘દેવકન્યાઓનું જૂથ.’
‘બધી કન્યાઓ સ્વર્ગમાં હોય તો ?’
‘પૃથ્વી પર શાંતિ !’******છગન : ‘યાર, હું બાળપણમાં બહુ તાકાતવાન હતો.’
મગન: ‘તને કેવી રીતે ખબર ?’
છગન : ‘મારી મા કહેતી હતી કે હું જ્યારે રડતો હતો ત્યારે આખું ઘરમાથે લઈ લેતો હતો !’******શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણહું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારુંઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એઆપનો વહેમ જ રહેશે !’******
Vijay Pithadia, Fellow IETE, PhD https://www.srkinstitute.in/DirectorMsg ORCID ID: 0009-0003-8222-4306 M: +91 989 842 2655 https://scholar.google.com/citations?hl=en&user=F2-1SQ8AAAAJ