મારે વૈભવી સિસ્ટર સાથે ઝઘડો થઈ ગયો. કારણ સાવ મામૂલી હતું, પણ વિવાદ મોટો થયો. ઝેરનું ટીપું નાનું હોય પણ એની કડવાશ ભયંકર હોય છે એના જેવું જ. મારો ગુસ્સો સારાસારનું ભાન ભૂલી ગયો...
'ડોક્ટરની ડાયરી’ના વાચકો વિવિધ વર્ગના લોકો હોય છે. એમના બે મુખ્ય વિભાગો પાડવા હોય તો મેડિકલ અને નોન-મેડિકલ પાડી શકાય. મેડિકલ વિભાગમાં ડોક્ટરો, મેડિકલ સ્ટુડન્ટ્સ ઉપરાંત એક મોટો વર્ગ નર્સ બહેનોનો પણ છે. સમાજનો એ એક અત્યંત ઉદ્યમી છતાં કંઈક અંશે ઉપેક્ષિત વર્ગ છે. છેલ્લાં વીસ વર્ષમાં સેંકડો નર્સ બહેનોએ ફોન કરીને, પત્રો દ્વારા કે રૂબરૂ મળીને મારી કોલમ વિષે મને પ્રતિભાવો આપ્યા છે. એ પછી પૂછયું છે, 'તમારી કોલમમાં ક્યારેય અમને સ્થાન કેમ નથી આપતા?’
એમની ફરિયાદ સાચી છે. નર્સ બહેનોની અવિરત ફરમાઈશ અને અકાટય ફરિયાદને માન આપીને આજે એક પ્રકરણ મારા નર્સિંગ એન્કાઉન્ટર ઉપર લખું છું. એ મારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો સમય હતો. અમદાવાદની પ્રખ્યાત વી. એસ. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં હું હાઉસમેનશિપ કરતો હતો. નર્સિંગ સ્ટાફમાં મારી છાપ એક કડક ડોક્ટર તરીકેની હતી. નર્સ બહેનો પ્રત્યે ઊંચી કક્ષાનો આદરભાવ ધરાવતો હોવા છતાં હું ક્યારેય એમની સાથે મૃદુતાપૂર્વક વાત કરી શક્યો નથી. કામથી કામ. મારા વર્તનમાં કદાચ રુક્ષતા પણ ભળી જતી હશે, પણ મારા સાથી ડોક્ટરોની જેમ મને ક્યારેય ચાલુ ફરજે નર્સિંગ સ્ટાફની સાથે ટાયલાવેડા કરવાનું ફાવ્યું નથી. બાકી મોટા ભાગના ડોક્ટરોની સાથે ફરજ બજાવતી કર્મચારી બહેનો સાથે નિકટની આત્મીયતા બંધાઈ જાય છે.

આવી આત્મીયતા બંધાવાની વાત તો દૂર રહી, મારે વૈભવી સિસ્ટર સાથે ઝઘડો થઈ ગયો. કારણ સાવ મામૂલી હતું, પણ વિવાદ મોટો થઈ ગયો. ઝેરનું ટીપું ભલે સાવ નાનું હોય છે, પણ એની કડવાશ ભયંકર હોય છે ને એના જેવું જ.
વૈભવીએ છણકો કર્યો એટલે મેં સંભળાવી દીધું, 'કામ કરવામાં જોર શેનું પડે છે? કંઈ મફતમાં નથી કરતાં, તગડો પગાર ચૂકવવામાં આવે છે.’
સામે વૈભવીએ પણ ચોપડાવી દીધું, 'પગાર તમે નથી આપતા, ર્કોપોરેશન આપે છે અને હું નોકરી વી. એસ. હોસ્પિટલની કરું છું, તમારી નહીં.’
'તો હું પણ ક્યાં તમને મારું અંગત કામ કરવાનું કહું છું? દરદીના કામ માટે મારે કડવા થવું પડે છે.’
'ત્યારે ફર્યા કરો કડવાલાલ બનીને મારી સાથે વાત કરવી હોય તો મીઠાશપૂર્વક જ બોલવાનું.’ વૈભવીએ ગુમાનમાં હોઠ મરડીને કહી દીધું.
'માય ફૂટ’ હું છંછેડાઈ ગયો, 'મને તારી સાથે વાત કરવાના અભરખા નથી જાગતા. આ તો સાથે કામ કરીએ છીએ એટલે પરાણે વાત કરવી પડે છે.’
મારો ગુસ્સો હવે સારાસારનું ભાન ભૂલીને મર્યાદા ઓળંગી ગયો હતો. વૈભવી પણ સાંભળી લેવાના મૂડમાં ન હતી. આખરે મેં ફરમાન જારી કરી દીધું, 'હવે પછી મારે જે કામ કરાવવું હશે તેના માટે હું કેસપેપરમાં લિખિત સૂચના આપી દઈશ. આજથી તારી સાથે બોલવાનું બંધ.’
મારો ઘાંટો સાંભળીને વૈભવીએ પણ નાક ફૂંગરાવ્યું, મોં ફુલાવ્યું અને પગ પછાડતી ચાલી ગઈ. એણે તો એ ક્ષણથી જ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. એ પછી અમારી વચ્ચે નાની નાની વાતમાં પણ લખાણપટ્ટી ચાલુ થઈ ગઈ. નાઇટ ડયૂટીમાં અમે સાથે હોઈએ, બાજુ બાજુમાં હોઈએ તો પણ વૈભવી સિસ્ટર મને કાગળ ઉપર લખીને આપે : 'ત્રણ નંબરના લેબરરૂમમાં ચાર નંબરના ટેબલ ઉપરની ડિલિવરી થઈ ગઈ છે. ટાંકા લેવાના બાકી છે. યુ આર ઈન્ફોમ્ડર્ ટુ કમ એન્ડ ડુ ધી નીડફુલ.’
હું પણ ટાંકા લીધા પછી ઓર્ડર બુકમાં શેરો મારી દઉં : 'એપિઝિયોટોમી સુચર્ડ એટ ટેન મિનિટ્સ પાસ્ટ ટ્વેલ્વ ઓ’ક્લોક મિડનાઇટ.’
આજે સમજાય છે કે વૈભવી સિસ્ટર ખરેખર એક કાર્યદક્ષ અને સંસ્કારી યુવતી હતી. હું પણ બરાબર હતો. દોષ માત્ર અમારા સ્વભાવનો હતો. બંનેના અહમ્ ટકરાયા અને જે તણખા ઝર્યા એમાં અમારો બે વર્ષનો કાર્યકાળ કડવાશભર્યો બની ગયો. હું એમ.ડી. પાસ થઈને વી. એસ. હોસ્પિટલને અલવિદા કરીને ચાલ્યો ગયો. છેલ્લા દિવસે ર્વોડબોય આવીને મારા હાથમાં એક કાગળ મૂકી ગયો. હું એ અક્ષરોથી સારી રીતે પરિચિત હતો. વૈભવી સિસ્ટરે લખ્યું હતું : 'હાશ છૂટયાં’ મેં એની નીચે લખી દીધું : 'છૂટયાં તો એને કહેવાય જે છોડીને જઈ રહ્યું હોય. તમે તો અહીં ને અહીં જ ગુડાણાં છો. છૂટીને જઈ તો હું રહ્યો છું. ભગવાન ન કરે તમારું મોં જિંદગીમાં ફરીથી ક્યારેય જોવું પડે.અમદાવાદમાં સ્થાયી થતાં પહેલાં મેં બે જગ્યાએ નોકરીઓ કરી, જેમાંની એક તો એવું નાનું શહેર હતું જ્યાં એકમાત્ર ગાયનેકોલોજિસ્ટ હું હતો. પચાસ પચાસ કોસ દૂર કા જબ કોઈ બચ્ચા રોતા થા તો ઉસકી પહેલી આવાઝ મૈં હી સૂનતા થા ખૂબ કામ રહેતું હતું. રાત-દિવસ લેબરરૂમ અને ઓપરેશન થિયેટરમાં પસાર થઈ જતાં હતાં. એક સાંજે હું ઓ.પી.ડી.માં બેસીને દરદીઓ તપાસી રહ્યો હતો, ત્યાં એક પ્રેગ્નન્ટ યુવતી અને સાથે એની મા જેવી દેખાતી એક આધેડ વયની સ્ત્રી અંદર પ્રવેશ્યાં. હું યુવતીને જોઈને ચોંકી ઊઠયો. 'અરે આ તો વૈભવી સિસ્ટર એ અહીં ક્યાંથી?’ હું મનોમન બબડી રહ્યો. એની પણ એવી જ હાલત હતી. જો એનું ચાલત તો એ પાછી બહાર નીકળી ગઈ હોત.

એની મમ્મીએ કેસપેપર ટેબલ ઉપર મૂકીને વાતની શરૂઆત કરી, 'મારી દીકરી છે, સાહેબ એ પણ અડધી દાગતર જેવી છે. અમદાવાદમાં નર્સ છે. પિયરમાં સુવાવડ માટે આવી છે. એ તો અહીં આવવાની ના જ પાડતી હતી, પણ અમે ખૂબ આગ્રહ કરીને બોલાવી લીધી. અમે એને કીધું કે અમારા નવા ડોક્ટર હોશિયાર છે. અમદાવાદથી જ આવ્યા છે. ત્યારે માંડ એ આવી. લે, બેટા, હવે તું જ દાગતર સાથે વાત કર જે થતું હોય તે જણાવી દે.’
દીકરી કેવી રીતે વાત કરે? ખોટું ખોટું હસીને માથું નીચું કરીને એ બેસી રહી, હવે ડોક્ટર તરીકે મારી ફરજ બનતી હતી કે દરદીને શું થાય છે તે વિષે મારે પૂછવું, પણ હુંય ભારે જિદ્દી હતો. નોકરી છોડવી પડે તો છોડી દઉં, પણ મારી પ્રતિજ્ઞા ન તોડું.
ડોક્ટર-દરદીની અભૂતપૂર્વ જુગલબંધી શરૂ થઈ. પ્રથમ વારની તપાસ તો જેમ તેમ કરીને પતાવી દીધી, પણ બીજી મુલાકાત વખતે વૈભવી એક કાગળમાં એની તમામ મૂંઝવણો અને મુશ્કેલીઓ લખીને લાવી હતી. માથું દુ:ખે છે, ભૂખ લાગતી નથી, પગે સોજા આવે છે, ચાલતી વખતે તકલીફ પડે છે. અંતમાં એણે શરીર બહારનો સવાલ પૂછયો હતો : અનુભવથી જાણું છું કે એક ડોક્ટર તરીકે તમે હોશિયાર છો, પણ જૂની દુશ્મનાવટ યાદ રાખીને મારી ઉપર દાઝ તો નહીં ઉતારો ને?’
જવાબમાં મેં એ જ કાગળ ઉપર લખી આપ્યું : એ પણ અનુભવથી જ જાણવા મળશે. ડોક્ટર તરીકે હું એટલો હોશિયાર નહીં હોઉં, કદાચ માણસ તરીકે મારા દરદીઓ માટે સારો છું. જો તમારે અમદાવાદ ચાલ્યા જવું હોય તો મારી ના નથી અને જો અહીં રહેવું હોય તો... બીજું શું કહું? તમે અને તમારું આવનારું બાળક મારા સર-આંખો ઉપર’
વૈભવી સિસ્ટરે મારા જ હાથે ડિલિવરી કરાવવાનો નિર્ણય લઈ લીધો. મને યાદ છે કે જ્યારે તે લેબર પેઇન્સ સાથે દાખલ થઈ ત્યારે સવારના સાત વાગ્યા હતા, જ્યારે એની ડિલિવરી થઈ ત્યારે રાત પડી ગઈ હતી. એ દરમિયાન હું સતત એની બાજુમાં ઊભો રહ્યો હતો. અમે એક પણ શબ્દ બોલ્યા વગર એકબીજાની સાથે સંવાદ કરી રહ્યાં હતાં. હું એની વેદના સંવેદી શકતો હતો, એ મારા હાથના સ્પર્શમાંથી હૂંફ, ધીરજ અને હિંમત મેળવી રહી હતી. જગતમાં આમ પણ સૌથી વધારે વાચાળ માત્ર મૌન જ હોય છે.
ડિલિવરી સમયે અન્ય ચાર-પાંચ નર્સો હાજર હતી. તેમના દ્વારા મેં સૂચનાઓ આપીને કામ લીધા કર્યું. વૈભવીની ચીસો છેક બહાર સુધી ફેલાતી રહી. પછી એમાં એના નવજાત દીકરાનો અવાજ ઉમેરાઈ ગયો. મારું કામ પૂરું થયું. હું વૈભવીનો ગાલ થપથપાવીને રવાના થઈ ગયો. પાંચમા દિવસે વૈભવી ઘરે ગઈ. પાછળ મારા માટે મોંઘું ગ્રિટિંગ્ઝ કાર્ડ મૂકતી ગઈ : થેન્ક યુ, સર
ચાર મહિના પછી હું અમદાવાદ જતી બસમાં ચડયો. છેક આગળની સીટ ઉપર જઈને બેસી ગયો. પછી બસ ભરાતી ગઈ. છેલ્લે તો વીસેક પેસેન્જર્સને ઊભા રહેવું પડયું. કન્ડક્ટર 'પંચ’ ખખડાવતો નીકળ્યો, 'ટિકિટ... ટિકિટ...’ બસ તો ચાલુ થઈ ગઈ. કન્ડક્ટર તમામ મુસાફરોની ટિકિટ કાપીને મારા સુધી પહોંચ્યો. ત્યાં સુધીમાં સારી એવી વાર થઈ ગઈ હતી. એ આવ્યો એટલે મેં પાકીટ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો. કન્ડક્ટરે મને અટકાવી દીધો, 'તમારી ટિકિટના પૈસા આવી ગયા છે.’ એણે એક ટિકિટ મારા હાથમાં મૂકી દીધી. મારી આંખોમાં સવાલ વાંચીને એણે માહિતી પૂરી કરી, 'છેલ્લી સીટ ઉપર એક કપલ બેઠું છે. બહેનનું નામ વૈભવી કહ્યું છે. એણે તમને જોઈ લીધા હશે. એના હસબન્ડને ઓર્ડર આપતાં દમામથી કહી દીધું, 'એ મારા ડોક્ટર સાહેબ છે, ટિકિટના રૂપિયા કાઢ’ તમે એમને ઓળખો છો, સાહેબ?’ કન્ડક્ટર ચાલ્યો ગયો.
હું આખા પ્રવાસમાં વિચારતો રહ્યો, 'વૈભવીનો આભાર કેવી રીતે માનવો? મારી પાસે તો ગ્રિટિંગ્ઝ કાર્ડ પણ નથી.’ મેં બસની ટિકિટના પાછળના ભાગમાં લખી દીધું, 'થેન્ક યુ, સિસ્ટર’ અમદાવાદમાં મારે ઊતરવાનું આવે તેની પાંચેક મિનિટ પહેલાં હું ઊભો થયો અને ભીડને ચીરીને છેલ્લી સીટ પાસે પહોંચી ગયો. અમે એકબીજાની સામે જોયા વગર આખરી મિનિટો પસાર કરી રહ્યાં. બસ ઊભી રહી. મેં નીચે ઊતરતાં પહેલાં મારી ટિકિટ વૈભવીના હાથમાં પકડાવી દીધી. મને લાગ્યું કે અમારો મૌનનો સિલસિલો જળવાઈ રહ્યો. ન હમ હારે, ન તુમ હારે હું બેગ ઊંચકીને જવા માટે પગ ઉપાડું ત્યાં જ પીઠ પાછળથી અવાજ સંભળાયો 'શરદભાઈ, એક મિનિટ, પ્લીઝ...’ મારા આશ્ચર્યની કોઈ સીમા ન હતી. વૈભવી સિસ્ટર પોતાનો વટ છોડીને, વચન તોડીને મને બોલાવી રહ્યાં હતાં?
હું ખોડાઈ ગયો. એ આવી. સાથે એનો પતિ હતો. હાથમાં એનું બાળક. આંખોમાં આંસુ અને હોઠ પર પ્રશ્ન,'આઈ એમ સોરી. હું તમને ખોટી રીતે સમજી રહી હતી. તમે બહુ સખત લાગતા હતા, પણ... ખેર, તમે તો એક દુશ્મન તરીકે પણ સારા નીકળ્યા.’
મેં હસીને કટાક્ષ કર્યો, 'આ બધું તમે લખીને પણ કહી શક્યાં હોત, સિસ્ટર એમાં આપણા અબોલા તોડવાની શી જરૂર હતી?’
એ રડી પડી, 'જરૂર હતી ચોક્કસ હતી મારાં આ આંસુને કઈ રીતે કાગળ ઉપર ઉતારવાં? હજુ પણ અબોલા રાખવા છે? એવું હતું તો આ મુન્નાને જીવતો શા માટે રહેવા દીધો? જન્મ વખતે જ મારી નાખવો હતો ને? જેથી ભવિષ્યમાં મારે એને એવું તો ન કહેવું પડે કે તારો જન્મ મારા દુશ્મનના હાથે થયો હતો’
મેં એનો ગાલ થપથપાવ્યો. એને છાની રાખી. મુન્નાને ઊંચકી લીધો. એને કહી દીધું, 'આઈ લવ યુ, મુન્ના મને તું પણ ગમે છે અને તારી મમ્મી પણ’ પછી વૈભવી તરફ જોઈને પૂછયું, 'આટલું કહ્યું તે ચાલી જશે ને કે પછી કાગળ ઉપર લખી આપું?’
'ચાલશે...’ વૈભવી સિસ્ટર અને એનો પતિ એકસાથે ઝૂકીને મને પગે લાગવા ગયાં, પણ મેં વચ્ચે જ રોકી લીધાં. મને તો વિરોધીઓને ઝુકાવવામાં પણ સુખ નથી મળતું, ત્યારે ચાહનારાઓને ઝુકાવવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે?'
(સત્ય ઘટના)