20130620

ભીતર સાત સમંદર

 "બંસી... રેડીયો બંધ કર અથવા કોઈ એક ચેનલ વાગવા દે. મહેરબાની કરી સવાર સવારમાં મારા દિમાગનું દહીં નહીં કર..."
     "બંસી બેટા સુવા દે ભાઈ ને કાલ રાતનો ઊજાગરો છે", મમ્મીનાં ઠપકા ભર્યા શબ્દ બાદ અવાજ ધીમો થયો  વાતાવરણમાં ફરી નિરવતા પ્રસરી કે અર્ધનિંદ્રાધીન આંખો સામે વળી વળી એ જ ચહેરો પ્રગટ થયો જે વિતી રાત્રીનાં ઊજાગરા માટે દોષી હતો. મુલાયમ
હિમાદ્રીત રૂપેરી દેહ લાલીત્ય સહ અવિરત સોહામણું સ્મિત. જેવો મોહીતે આંખો સમક્ષ અંધારપટ સર્જવા ચહેરો રજાઈ ભીતર સંતાડ્યો કે અનીજ સહાયે રેશમી વાળ ચહેરા પરથી હટે ને દર્શન થાય એ ઈન્દ્રલોકની અપ્સરાનાં કેટલી સુંદર,નિર્મળ,અતુલ્ય, અલૌકીક ખરૂ જ કહેવાય છે સૌંદર્યને વળી શૃંગારની શી જરૂર..! જેવો મોહીત કરવટ બદલી વાળેલા પગ પછાડી ઊંધને ટેકો જાહેર કરે કે મોરપીછ રંગનો ડ્રેસ, કંગનથી થોડા નાના ઝુમકા, ગળામાં સામાન્ય કરતા પાતળો ચેઈન એક હાથમાં ટાઈટન રાગા તો બીજામાં વળી સપ્તરંગી બેંગલ પહેરેલ આધીરા સર્વીંગ ટ્રેમાં ચા લઈ ઢાળેલી નજરે દિવાન ખંડમાં વડીલોના જમાવડા વચ્ચે પ્રવેશે... કે એજ ક્ષણ વર પક્ષે ઊપસ્થિત સર્વેનાં મોઢામાં આંગળી નાખી બોલાઈ જાય  'અદભુત સોંદર્ય.' જ્યાં વડીલોની શરમ અને આદર ખાતર મોહીત અકળામણ છતાં સ્વસ્થતા ધરે કે આધીરાનાં માતા કહી બેસતા 'બેટા દિદિ ને અને મોહીત ને ઊપરનાં ઓરડામાં લઈ જા થોડી વાર એકાંતમાં વાત કરશે તો એકબીજા ને સારી રીતે સમજી શકસે' અને પછી થોડી વારે આછું હસી કહેતા '...ને શરમ પણ છુટસે' કે દિવાન ખંડમાં હાસ્યનું મોઝુ ફરી વળતું.  જ્યાં રજાઈની સળવળાટ પર એકાદ લાત ઘુસ્સા વરસાવી મોહીત પડખુ ફરી પગ લંબાવતો કે નેત્ર પટલ સમક્ષ ઊત્તમ ક્ષણ આવી થોભતી. જ્યાં મોહીત એકીટસ કોઈની પરવા કોઈની ચિંતા કર્યા વિના સોંદર્યનું રસપાન કરવામાં વ્યસ્ત હતો જ્યારે આધીરા શરમાળ ઢાળેલ નયને ચાય નો કપ બનાવવામાં. એકાએક સુંદર નયનો ઉપર ઊઠે અને કોમળ કંઠ રણકી ઊઠે..."તમને કેવી ચા ફાવશે ?", અચાનક થયેલા નેત્રધુનન બાદ મોહીત ઝબકી જાગતો અને સફાળો જવાબ આપતો “ચાય...” જાણેકે પુછેલો સવાલ તમને ચાય ફાવશે કે કોફી ન હોય... હકીકત નો થોડો અણસાર આવતા આધીરા મંદ સ્મિતે કહેતી “ચાય જ... કેવી ફાવશે ?”, જવાબમાં જાણે ક્યારેય સવાલ સાંભળ્યો ન હોય તેવી મુંઝવણ અનુભવતો મોહીતનો વ્યાકુળ ચહેરો... બેબસ નજરે આધીરાને જોયા કરે જાણે કે કહેતો ન હોય 'મને જવાબ નથી આવડતો પ્લીસ મને બેવકુફ સમજી રિજેક્ટ ન કરતી...', પણ ત્યાં અધીરા જ ઊત્તર ચાહક પ્રશ્ન કરતી... "મતલબ મીઠ્ઠી કે મોળી આઈ મીન શક્કર કેટલી ?"
     ગઈ કાલનો પ્રસંગ તાઝો થતા ‘કેવો બુધ્ધીહીન છું હું’, શબ્દ સાથે અર્ધબીડેલી નજરે પથારીમાં પડ્યા પડ્યા જ મોહીતે પોતાની વર્તણુંક બદલ ખેદ વ્યક્ત કર્યો..ત્યાં પથારીની પાસે પડેલો મોહીતનો મોબાઈલ રણકી ઊઠ્યો. નિંદ્રા ત્યજી પથારીમાંથી એક હાથ બહાર લંબાવી કોલ કટ કરી મોહીતે જાગૃત મનનું સુચન સાંભળ્યુ 'હું પણ પાગલ છું કાલ રાતથી નાહક સ્વપ્ન જોવામાં પડ્યો છું વિચારવાદ ત્યજી મારે વાસ્તવીક્તા સ્વિકારવી જોઈએ. જમાનાં સાથે તાલ થી તાલ મિલાવી ચાલતી એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી યુવતી એ પણ મુંબઈ જેવા ફોરવર્ડ સિટીમાં જ્યારે હું... હજી સુધી તો જાત મહેનતનાં નામે ઝીરો અને આવડતનાં નામે ચોકડી. સામાન્ય એકેડમીક રેકોર્ડ છતાં આઈ.એ.એસ થવાનાં સ્વપ્ન સેવું છું.ખાલી મોટા સપના જોવા જ સર્વસ્વ નથી યુવાન માત્ર સ્વ્પનદ્રષ્ટા જ નહી વાસ્તવીકતાવાદી હોવો જોઈએ એટલી સમજતો એનામાં હોવાની જ.પ્રેમાળ સંયુક્ત પરિવાર અને પિતાનું મોટુ નામ જ સર્વસ્વ નથી હોતુ. ન મારે સ્વાર્થી બનવુ જોઈએ.’,વાસ્તવીક્તાની પીપુડી વગાડી દિલ અને દિમાગનાં વિરોધાભાસી વમળો સુલઝાવવાનાં પ્રેયત્ન મોહીત પથારીમાં પડ્યો પડ્યો કરી જ રહ્યો હતો કે પપ્પાનો ફોન પર કોઈની સાથે મોટેથી વાત કરવાનો અવાજ સંભળાયો...
     “હાં હાં ચોક્કસ અમને એવી જ આશા હતી. હરીની જ મરજી. આપણે તો માત્ર નીમીત છીએ બાકી તો વિધાતાના લેખે જ બન્નેને મળાવ્યા. અરે... અમારા તરફથી તો વાત પાક્કી જ સમજો. સારુ મુહરત જોઈ સહપરિવાર પધારો એટલે મીઠું મોઠું કરી લઈએ.ભલે ત્યારે આવજો...", પથારીમાં પડ્યા પડ્યા વાત સાંભળતા મોહીતનાં ધબકારા વધી રહ્યા હતાં જાણે કે બોર્ડની એક્ઝામનું રિઝ્લ્ટ ડિક્લેર થવાનું ન હોય. ફોન મુકતાની સાથે જ મોહીતનાં પપ્પા સહર્ષ બોલી ઊઠ્યા 'એમના તરફથી હાં છે....' અને એ સાથે જ ખુશ ખબરની રાહ જોઈ બેઠેલા અઠાર જણાંનાં સંયુંક્ત કુટૂંબમાં ખુશીની લહેર દોડી ગઈ. બાળકો એ કિકિયારી અને હર્ષનાદ કરી ખુશી વધાવી. મોહીતનાં મમ્મી એ બાલ કૃષ્ણને મસ્તક નમાવી સહુનું મીઠું મોઠુ કરાવ્યું. હકીકતનો અણસાર આવતા વળી મોહીત અવઢવમાં. 'હાં આવી છે ?આશ્ચર્ય!!!' ખુશ થવું કે દુઃખી મોહીતને સમજાયું નહી વિચારશીલ મન ફરી વંટોળે ચઢ્યું. ‘શું કારણ હશે ? શું જોઈ આધીરા એ હા કહી હશે ? નક્કી પરિવાર તરફથી દબાણ હશે નહીતર કાલની ડૉક્ટર મને શાં માટે... ? મારે જ અધીરાને મળી હકીકત જાણવી જોઈએ. કાલે સોંદર્ય આગળ પાંગળા બનેલા મારા મનથી ઘણી વાત અધુરી રહી છે ઘણી હકીકત અજાણ રહી છે.ઘણા સવાલો વણ ઊકેલ્યા રહ્યાં છે. મને કોઈ અધીકાર નથી કોઈનું ખુશાલ જીવન સ્વ સ્વાર્થે વેરાન કરું. કોઈના સ્વપ્ન પર પાણી ફેરવું. કદાચ અધીરા એ પોતે ઊતાવળમાં ખોટું પગલું ભર્યું હોય તો પણ મારે તેને મળી સમજાવવી જોઈએ હકીકતથી રૂબરૂ કરાવવી જોઈએ.’
     મોહીત કોઈ ચોક્ક્સ નિર્ણય પર પહોંચે તે પહેલા ફરી ફોન રણક્યો.પહેલેથી અકળામણ નો શીકાર મોહીત અધીરો બની મનોમન બોલી 'ઊઠ્યો કોણ છે ઈડીયડ ? સવાર સવારમાં..' ફોન ઊઠાવી  હાથમાં લીધો તો એ ઈડયડ બીજુ કોઈ નહીં..
     "હાં પ્રણવ.."
     "ફટાફટ તૈયાર થા ખુશ ખબર છે ?",મોહીત ચમક્યો આને કઈ રીતે ખબર મળી 'બસીં.. એ ચાપલી ના પેટમાં કોઈ વાત ન રહે' મનમાં જ બબડ્યો.
     "તને કોણ કહ્યું ?"
     "મને મતલબ શું તને પણ કોલ કરેલ ચંદુએ ?"
     "ચંદુ ?"
     "અરે હાં એ જ તુ શું સમજ્યો ? ફટાફટ તૈયાર થઈ જા રેલ્વે સ્ટેશન જવાનું છે ચંદુ આવે છે. રિમેમ્બર... કોલેઝનો ફ્રેન્ડ... અરે ચંદ્રવદન.
     "અચ્છા વો મોટું... એ હજુ જીવે છે મને તો એને જોઈ ને જ કંટાળો આવે છે મારે નથી આવવુ તુ મળી આવ આમ પણ મારી તબીયત થોડી ખરાબ છે."                                                                                                                         
                                                                                                                                                  ક્રમશ...
                                                                                                                                          - પ્રણવ ત્રિવેદી