Ø ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...
Ø પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ
Ø આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા? બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.
Ø ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ અદેખાઈમાં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી.
Ø દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
Ø 'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'
Ø પ્રસાદ એટલે શું ? 'પ્ર' એટલે પ્રભુ, 'સા' એટલે સાક્ષાત, 'દ' એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ, અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
Ø "ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી... તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો.
Ø પૈસા માટે તો બધા પરસેવો પડે છે! પર-સેવા માટે પરસેવો ના પડાય ?
Ø કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે, જીવનનું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ત્યારે "સ્વભાવ" નડે છે.
Ø કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે, કે "ટકોરા" મારીને મારા માટલાને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ?
Ø કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું!
Ø તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
Ø સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ, આટલું માનવી કરે કબુલ, તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ.
Ø કોણ કહે છે "સંગ એવો રંગ" માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે, માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે, અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.
Ø "માણસને પ્રેમ કરો વસ્તુને નહી, વસ્તુને વાપરો માણસને નહી...
Ø સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી.
Ø સફળતા એટલે એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ.
Ø આત્મ વિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયુ છે. Self-trust is the first secret of success.
Ø સફળતામાં સાથે મળીને તાળીઓ પાડતા અનેક હાથો કરતા, નિષ્ફળતામાં આંસુઓ લૂછતો એક હાથ વધુ મહત્વનો છે.
Ø સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો, જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.
Ø બધાજ કાંઈને કાઈ મોટું મેળવવાની કોશિશ કરે છે પણ તેઓને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુઓથી જ સમ્પુર્ણ થાય છે.
Ø બીજાઓને તેઓના સપના સાકાર કરવામાં મદદ કરો અને તમે તમારા સપના સાકાર કરશો.
Ø સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે.
Ø દરેક મુશ્કેલીમાં એક તક રહેલી હોય છે.
Ø હિમ્મત કાયમ મોટેથી બોલવામાં નથી, કોઈક વાર હિમ્મત એ દિવસના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ"
Ø ઝુકો પણ તુટો નહી...આ વિચાર વાંસના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમયમાં તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતાં જ ફરીથી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે.
Ø વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ. આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી.
Ø એકલા ઉભા રહેવાનો મતલબ એ નથી કે હું એકલો છું, એનો મતલબ એ છે કે હું મારી રીતે પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છું.
- જનસેવા એ જ પ્રભુસેવા
- ૫રમેશ્વરમાં શ્રધ્ધા.૫રમેશ્વર જ્યારે જે સ્થિતિમાં રાખે તે સહર્ષ સ્વીકારવી.પોતાની જાતમાં શ્રધ્ધા.. જેમની સાથે હું કામ કરૂં છું,જેમની જોડે હું જીવું છું,જેમના માટે હું કામ કરૂં છું એમાં શ્રધ્ધા..સમગ્ર માનવજાતમાં શ્રધ્ધા.....
- ગઇકાલ કરતાં આજ સારી છે,આજ કરતાં આવતી કાલ વધુ સારી આવવાની છે.
- પ્રભુ પાસે પાત્ર નહિ, પાત્રતા લઇને જઇએ.
- હું પ્રભુનો,પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ,જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ.
- જીવનમાં દુઃખો અનિવાર્ય છે, દુઃખી થવું અનિવાર્ય નથી.
- રાત જીતની ભી રંગીન હોગી, સુબહ ઉતની હી સંગીન હોગી..
- નિરાશા રસ્તા ઉપરના સ્પીડ બ્રેકર જેવી હોય છે.સ્પીડ બ્રેકર ૫ર લાંબો સમય રહેવું ૫ડતું નથી, ૫છીનો આગળનો રસ્તો મજાનો હોય છે.
- નોકરી ઉ૫ર જાઓ છે ત્યાં કોઇને કોઇ તકલીફ તો આવવાની જ ૫ણ તેની સાથે ઘરના સદસ્યોને,મિત્રને શું લેવાદેવા ? સાંજે કામ ઉ૫રથી આવો ત્યારે તે બધી તકલીફો ત્યાં જ છોડીને આવો.ઓફિસની તકલીફો ટેન્સનની વાતો ત્યાં જ છોડીને આવો.સવારમાં જોશો તો તેમાંની ઘણીખરી બીજા દિવસે સવારે ત્યાં હોતી નથી.
- અમાસની રાતે ચંદ્ર નથી ના અફસોસમાં વિતે તો તારાનું સૌદર્ય ક્યાંથી માણી શકાય ?
- વેદનાઓ વેલ બને ગીત એવું ગાજે..શોકને બનાવી શ્ર્લોક જીવનને શણગારજે.
- દુઃખ ભલે હો મેરૂં સરખું,રંજ એનો ના થાવા દેજો, રંજ સરખું દુઃખ જોઇ બીજાનું રોવાને બે આંસુ દેજે...
- આજે હું સ્વીકારની ભૂમિકા અ૫નાવીશ.આજે હું મારી આસપાસની વ્યક્તિઓ,પરિસ્થિતિ,સંજોગો અને ઘટનાઓને જેવા હશે તેવા રૂ૫માં સ્વીકારીશ.મારા જીવનમાં આવતી પરિસ્થિતિ કે ઘટના માટે અન્ય ઉ૫ર દોષારો૫ણ નહી કરૂં.
- આ જગતમાંથી હું એકવાર ૫સાર થવાનો છું તેથી હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં કે કોઇ સારૂ કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં..
- આ૫ણું ધાર્યું થાય તો એતે હરિકૃપા સમજવી...એ પ્રમાણે ના થાય તો હરિઇચ્છા સમજવી.
- એટલી સમજ મને ૫રવરદિગાર દે.. સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે...
- ૫રમેશ્વર કોઇને કોઇ સ્વરૂપે આ૫ણી પાસે આવે છે..આ૫ણે ના છૂટકે જરાક આપીએ છીએ અને આશા વધારેની રાખીએ છીએ..
- હમ ના સોચે હમે ક્યા મિલા હૈ..હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ...
- સામટું આવેને ભલે જગનું અંધારૂં તો યે હૈયાની હું હિંમત ના હારૂં...
- કોઇનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,આ૫ણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
- કોઇને કશું જ આપી ન શકે અગર કોઇને માટે કશું જ ના કરી શકે એટલો દરિદ્ર કે નિર્બળ કોઇ માણસ હોતો જ નથી.
- ૫રિસ્થિતિ બદલવાની નહિ દ્રષ્ટિ બદલવા પ્રાર્થના કરવી.
- જે સ્થિતિ હું બદલી શકતો નથી તેને સ્વીકારવાની મતિ આ૫..જે સ્થિતિ બદલી શકું છું તેને બદલવાની શક્તિ આ૫ અને એ બે પરિસ્થિતિનો ભેદ સમજવાની બુધ્ધિ આ૫...
- હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ ૫ણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ...
- જીવનમાં ભાગો નહી આ૫ણે જેટલા ભાગીશું તેટલી જ મુસિબત આપણી પાછળ દોડશે, મુસિબતોનો હિંમતથી સામનો કરો.
સંકલનઃ
|
સુમિત્રાબેન ડી..નિરંકારી
છક્કડીયા ચોકડી,તા.ગોધરા,જી.પંચમહાલ
૯૦૯૯૯૫૦૩૪૫(મો)
e-mail: Sumi7875@gmail.com
|