[આ વખતની ચૂટણીમાં કોંગ્રેસ અને બી જે પી, બંને પાર્ટીએ ઘર નું ઘર આપવાનું વચન આપ્યું હતું . અહીં આપણો આમ આદમી તેને આશામાં મળેલ ઘરને શોધતો ફરે છે અહીં એ આમઆદમીની વ્યથાની કથા છે .]
ઘરનું ઘર વિઠ્ઠલ તલાટી
[સમય રાત્રીના પ્રથમ પ્રહરનો . બે શરાબી શરાબમાં ચકચૂર થઇ જાહેર રસ્તા પર ફરી રહ્યા છે . ]
એક શરાબી: (આકાશના તારાઓને જોઈ .) અલ્યા, જગુ! આ ઉપર જોતો ખરો! છાપરામાં કેવડાં બધાં કાણાં છે! તને તો દેખાય છે ને?
જગુ: હા, લ્યા, ગજું, એનું કાંક તો કરવું પડશે! પણ, જો અત્યારે રાત પડી ગઈ છે . એટલે હમણાં તું નિરાંતે સૂઈ જા! હું સવારે કાણાં ઝારનારને બોલાવી લાવશ!
ગજું: હા, ભાઈ, પણ, આળસના કરતો! પછી વરસાદ પડશેને તો આપને પલળી જઈશું . પણ, ભાઈ, જગુ! કાલે તો રજા છે .
જગુ: લે આપણે ક્યાં રજા છે?
ગજું: કાલે દેશલો કે'તો હૂતો કે કાલે આખા દેશના કર્મચારી રજા પર જવાના છે .
જગુ: જા, જા, હવે, રજા હોય તો મને ખબર ના પડે! બોલ્યા, સુનતા ભી દીવાના ઔર કહેતા બી દીવાના!
ગજું: મેં તને કીધુને રજા છે એટલે રજા છે .તને ખબર છે, આ લોકશાહી છે। એમાં ગમે ત્યારે રજા પડે .કોઈ મોટા ગજાનો માણસ મોટી રજા પર જાયને તો પણ, રજા પડે ને પડે જ . બોલ, પડે કે નહી? બે આખલા લડે ત્હોય રજા પડે! અને વળી કોઈ ઓફિસોના બાબુઓને વાંકું પડેને તો પણ રજા પડે!
જગુ: ભાઈસાબ! તું નકામો કન્ફયુઝ કરે છે .
ગજું: આમ ખોટ્ટું નઈ બોલવાનું . બોલ, હું તને કન્ફયુઝ કરું છું કે મને તું કરે છે? સાચ્ચું કેવાનું હઅઆ!
જગુ: નહીં તો ડોબા, તને આ આપણું ઘર લાગે છે?
ગજું: આ આપણું ઘર નથી તો શું છે? હા,હા, તું સાચું કે છે .આ તો આકાશ છે . નીલ ગગનકે તળે! તો જગલા, આપનું ઘર ક્યાં છે?
જગુ: તને ચોક્કસ ખબર છે કે આપણું પણ એક ઘરનું ઘર છે?
ગજું: અલ્યા, ગાંડિયા, તને કશું યાદ જ નથી રે'તું . બોલ, પેલા સાહેબ આવેલા ત્યાર કાગળિયા પર મત્તું કોણે મારેલું? આપણે મારેલું કે નહીં ?
જગુ: હા, હા, યાદ આવયુ। પણ, હવે એને ક્યાં શોધીશું!
ગજુ: એતો બબાલ છે . ઊભો રહે આપણે કો'કને પૂછવું પડશે!
જગુ: (વિચારતાં .) કોણે પૂછીશું! ચાલો પેલા લાલ ટોપી વાળાને પૂછીએ!
ગજુ : નારેના, એતો એના ખુદાનું ઘર બતાવશે!
જગુ: તો પછી પેલા ધોતી, ઝબ્બાવાળા ત્રિપુંડધારી મહારાજને પૂછીએ!
ગજુ: ગાંડો ના થા! એતો આપણને ભગવાનને ઘેર મોકલશે!
જગુ: તો આપને શું કરશું? આપણે આપણું ઘર તો શોધવું પડશેને?
ગજુ: ચાલ, પેલા ટેણીયાને પૂછીએ?
જગુ: તું ઠીક કહે છે . (બંને ફૂટપાથ પર ઊભેલ એક છોકરા પાસે જાય છે; જે દેખાવમાં ટેણીયો લાગે છે . પણ, ઉંમરમાં વીસ બાવીસનો લાગે છે .તેની નજીક ફૂટપાથના એક ખૂણા પર તેની ફાટેલ તૂટેલ ગોદડી અને બીજી તેને જરૂરી પરચુરણ વસ્તુ પડી છે ). અલ્યા। ભાઈ, ટેણીયા!
ટેણીયો: ભાઈ, જોઈ વિચારીને બોલો! હું તમોને ટેણીયો લાગુ છું?
જગુ: ના, ભાઈ! ના, તું તો ટેણીયો નઈ મણીયો છે .
મણીલાલ: હવે તમે બરાબર કીધું! મારું નામ મણીયો જ છે . મારી શકરી ફૂઈએ પડેલું . બોલો કેવું લાગ્યું? છે ને રૂડું રૂપાળું!
ગજું : સાચે જ મણીલાલ, તમારું નામ રૂડું રૂપાળું છે . પણ, અમારે તમારું એક કામ પડ્યું છે।
મણીયો : તે કેઓને બાપલા! આ મણીલાલ પાહે બધ્ધી જ વાતનો નિવેડો મળે! બોલો હું કોમ છે?
ગજું: મણીલાલ! તમોને ખબર છે; અમારું ઘર ક્યાં આયવું?
મણીલાલ : (હાથને આકાશ તરફ કરતાં .) દૂર દૂર ચાંદા મામાને ઘેર!
જગુ : મણીલાલ! આમ મઝાક નહીં! સાચેસાચ કહો, અમારું ઘર ક્યાં છે?
મણીલાલ : લ્યો, તમે તમારું ઘર શોધો છો! તો હું ય બાપલા, કિયરનો ઇજ કરું છું . હું એ મારું ઘર હોધું છું . તમોને મળે તો બાપલા મને ખબર કરજો! તમાર ભેરુ મારું!
જગુ : લે ગજલા! આય ઈનું ઘર શોધે છે . અલ્યા, મણીયાભાઈ, તમારું ઘર ક્યાં આવ્યું?
મણીયો : એ તો મોંકાણ છે! માળું કયારનું યાદ કરું છું, પણ, માળું યાદ જ ની આવતું . (એકએક) આયવું આયવું, યાદ આયવું। આશા ...
ગજુ : એટલે આશા તમારી બૈરીનું નામ છે?
જગુ : શું તું ય, આશા તેની ગર્લફ્રેન્ડ હશે!
મણિલાલ : શું તમે ય મારા ભાઈ! આશા, મારા ઘરનું નામ છે . આ વખતની ચૂંટણીમાં બૌ મોટા સાબ્બ આયેલ . તી એ મારા ઘરવગરના ઘરમાં આવી ઘર ના ઘરનો અંગૂઠો લેઈ ગીયા હુતા . કે'દિનો મેં એ ઘર હોધ્યા કરું સુ . પણ, ભદ્દદરકાલીના સમ મને ઈ મળતું જ નઈ . બાપલીયા, તમોને ખબર હોય તો કેઓ , મારું ઘર ક્યાં આયવું?
ગજુ : ટેણીયા, ભૂલ્યો મણિયાભાઈ, અમે પણ, એજ શોધીએ છીએ જે તમે શોધો છો .
મણિલાલ : કોણે આશાને?
જગુ : ના નાં હવે શું તમેય મણિલાલ! અમારા ઘરના ઘરને!
મણિલાલ : મળી જશે બાપલિયા, મળી જશે! હમણાં નઇ તો આવતી ચુંટણીમાં આશા રાખો! કેવતમાં કીધું નઈ આશા અમર છે .
જગુ : ગજલા! હવે શું કરશું! ચાલ, પેલા સેક્યોરેટીવાળાને વાત કરીએ . ઈને તો બધ્ધી જ વાતની ખબર હશે!
મણિલાલ : મુર્ખાઓ, એતો જમાદાર સાહેબ છે .
ગજુ : આ તો સાવ ગાંડો લાગે છે . ચાલ, આપણે સેક્યોરેટીભાઈને જ પૂછીએ! પણ, જગલા, તને આપના બ્લોકનો નંબર બ્મ્બર યાદ છે?
જગુ: ભૂડા! જિયાં ઘર જ યાદ નથી તીયાં બ્લોક તો કિયાંથી યાદ હોય?
ગજુ : હેંડ તો ખરો! કાંઈક તો ભાળ જરૂર મળી જશે! (બંને જમાદાર પાસે જાય છે .)અરે! સેક્યોરેટીભાઈ! તમોને ખબર છે આમારું ઘર કઈ આયું?
પોલીસ : તમારું ઘર!
ગજું : હા, અમારું ઘરનું ઘર!
પોલીસ : ચાલો, બતાવું, તમારું ઘર!
જગુ: જોયું ગજુડા! પૂછીએ તો ભગવાન પણ, મળી જાય!
પોલીસ: અલ્યા, તમોને ક્યાંથી ખબર મારું નામ ભગવાન છે?
ગજુ : એટલે તમે હાચમહાચ ભગવાન જ છો?
પોલીસ : તો શું હું સલમાન છું?
જગુ: ગજુડા! સાંભળ્યું તેં ? આ તો હાચમહાચ ભગવાન જ છે .કેવતમાં કીધું નથ્ય, દુ;ખિયાના બેલી ભગવાન! ચાલો, પરભુ! અમોને અમારું ઘર બતાવો એટલે બાપલા, ઠરીઠામ થઈએ .
પોલીસ : મારી સાથે ચાલો! હું તમોને ઘર બતાવું! તમારા ઘરનું ઘર!
(હવે ઉપરનું દ્રશ્ય ફેડ ઓફ થાય છે અને સ્પોટ લાઈટ પોલીસ ચોકીમાં આવેલ કસ્ટડીમાં પડે છે .)
પોલીસ : લ્યો, આ તમારું ઘર આવી ગયું . હવે મઝા કરો!
ગજુ : (આનંદથી નાચે છે .) ઘર આવી ગયું, ઘર આવી ગયું! જગલા, આપણું ઘર!
જગુ: હા, આપણા ઘરનું ઘર! પણ, જમાદાર સાહેબ! ઇયાં સંધૂય ખાલી ખાલી કેમ લાગે છે? અલ્યા, ગજલા! રસોડું કિયાં છે? રસોડા વના તે આપણે ખાવા કેમનું કરશું?
ગજુ : હા, જગા! ઇયાં તો બાથરૂમ પણ, દેખાતો નથી .ભગવાનભાઈ, ભગવાનભાઈ! ઈયા બધું ખાલી ખાલી કેમ લાગે છે?
પોલીસ : અંધારું છે ને?
જગુ: ગજા! સવાર સુધી ખમી ખા, બાપલા! પછી સંધૂય આંખે ચડશે!
ગજુ : પણ, ભાઈ જગા! સવાર તો પડશેને?
જગુ: અરે! ભગવાનભાઈ, સવાર તો પડશેને?
પોલીસ: તમે બંને ય ભોળા છો! અંધારું જશે તો સવાર પડશે ને?
ગજુ: ભોલાના ભગવાન છે!