૧. લગ્ન-જીવનની કરુણતા એ છે કે પત્ની પતિનું જીવવું હરામ કરી નાખે
છે.... અને ઉપરથી એની લાંબી
જીંદગી માટે "કડવા ચોથ" નું વ્રત રાખે છે.....!!!
૨. એક પ્રસિદ્ધ મંદિરની
બહાર મોટું પાટિયું માર્યું હતું: " ભક્તોને ખાસ વિંનતી કે દર્શનાથ્રીઓની
ભીડમાં તમારી પત્નીને અલગ થવા દેશો નહિ. ક્યાંક ભીડમાં એ ખોવાઈ જશે તો
તમે ભૂલથી એમ સમજી લેશો કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી
છે...."!!!
૩. સચ્ચાઈમાં કોઈને વિશ્વાસ નથી... અને જૂઠને પુરાવાની જરૂર નથી પડતી....
તમે જ જુવો, દારૂ વેચનારને ક્યાય જવું પડતું નથી પણ દૂધ વેચનારો રોજ ઘેર
ઘેર ભટકે છે....
૪. એક જાહેર સભામાં રાહુલ ગાંધી બોલ્યા: " કોન્ગ્રેસમેં અબ ભ્રષ્ટ્ર
લોગોકે લિયે કોઈ જગહ નહિ હૈ.."...
અને ભીડમાંથી એક અવાજ આવ્યો: "હાઉસફુલ હો ગયા હૈ ક્યા?...."!!!
૫. ત્યાગનો મહિમા અનેરો છે......
પણ "કબજિયાત" ના દર્દીથી વધારે એને કોણ સમજી શકે!!!
૬. ઔરંગઝેબ: "સેનાપતિ!! ઇતની કોશીશોકે બાવજૂદ હમ શિવIજીકો કયું નહિ ઢુંઢ શકતે?..
સેનાપતિ: "ક્યુકી હમ મુગલ હૈ....ગુગલ નહિ.....!!!!"
૭. અગર લાઈફમે આપસે કોઈ ગલતી હો જાય તો દો મીનીટકે લિયે આંખે બંધ કર કે
સોચિયે...........
....કે ઇસકા ઇલ્જામ કિસ કે ઉપર ડાલા જાય...."
૮. સુહાગરાતે પતિ પત્નીને પલંગ પર બેસાડીને
કહી રહ્યો હતો: "બધાને માન આપજે; બધાનું દિલ જીતજે; બધાની સાથે હળીમળીને
રહેજે; બધાના સંસ્કાર શીખજે.....અને..."
પત્નીએ અચાનક ઊભા થઈને રૂમનો દરવાજો ખોલીને બુમ પાડી: " એ, બધા અંદર
આવી જજો... અહી સત્સંગ ચાલે છે..."!!!
૯. એપલના સ્ટોરમાંથી એક ફેમીલી બહાર આવે છે...
છોકરાના હાથમાં 'આઈ પેડ' છે..
છોકરીના હાથમાં 'આઈ પોડ' છે...
મમ્મીના હાથમાં 'આઈ ફોન' છે...
અને પપ્પાના હાથમાં એક પાટિયું છે, જેના ઉપર લખ્યું છે: ' આઈ પેઈડ'...!!!!
૧૦ ઈંગ્લીશ મીડીયમ છોકરીને ટેડી બેર ગીફ્ટમાં આપો તોકહેશે,: 'વાઉ.. સોક્યુટ....'ઉર્દુમીડીયમવાળી છોકરી કહેશે,: ' વલ્લાહ... કિતના પ્યારાહૈ'....
પંજાબી મીડીયમવાળી છોકરી કહેશે,: ' ઓજી.. કિન્ના સોણા હૈ જી...'
અને ગુજરાતી મીડીયમવાળી છોકરી કહેશે,: ' આ શું? તારા જેવો વાંદરો લઇ
આવ્યો'....
૧૧. છોકરો: તુમ મેરે સપનોમે;મેરે ઝ્બાતોમે; મેરે અંદાઝો મેં; મેરે
ખ્યાલો મેં...... આ બધામાં રહેતી હો....
છોકરી: ટોપા, હું તો પોળમા રહું છું!!!
૧૨. એક સ્માર્ટ હસબન્ડનું સિક્રેટ: 'મેં મારી ગર્લ ફ્રેન્ડનો નંબર 'બેટરી લો' ના નામ થી
સેવ કરી રાખ્યો છે. એટલે જયારે હું આમતેમ હોઉં અને મારે ગર્લ ફ્રેન્ડનો
ફોન આવે તો મારી વાઈફ તરત જ ફોનને પ્લગમાં ભરાવી દે છે
આજે બસ આટલું જ..
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.