એફ્ડીઆઇ નો મુદ્દો ખુબજ ચર્ચાયો, કહો કે ચગાવાયો. તેના લાભ અને ગેરલાભ વિષે નિષ્ણાતો નુ વાગ્યુધ્ધ પણ ખુબ જ ચાલ્યુ. સામાન્ય પ્રજાજન ના દિમાગમાં ન આવે એટલા મતમતાંતરો બહાર આવ્યા. અને છેવટે લોકસભામાં 253 વિરુધ્ધ 218 મતની પાતળી બહુમતિ થી એફ્ડીઆઇ લોકસભામાં પસાર કરી દેવાયુ.રાજ્ય સભામાં પણ જરુરી બહુમતિથી તે બીલ પસાર કરી દેવાયુ.એફ્ડીઆઇ ના ગુણાવગુણો વિષે બહુ બધુ લખાયુ છે, અને એ બધુ લખનારા સારા અભ્યાસી અને વિદ્વાનો છે એટલે એ વિષયમાં અહીં પીપુડી વગાડવા નુ યોગ્ય નથી. એફડીઆઇ નો મુદ્દો અહીં લાવવાનુ કારણ જુદુ છે, આપણા ચુંટાયેલા પ્રતિનિધિઓ કેવી ચાલાકી થી પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે એ તરફ દ્રષ્ટિ નાખવાની જરુર છે.
સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદીપક્ષ એફડીઆઇ ના વિરોધિ તરીકે લોકોના મનમાં એમ ઠસાવી રહ્યા છે કે તેઓ ના મનમાં જનતા નુ હિત રહેલુ હોઈ તેઓ એફ્ડીઆઇ ની વિરુધ્ધમાં છે, તો બીજી તરફ મતદાન થી વેગળા રહી સરકાર ની મદદ પણ કરી રહ્યા છે. જો તેઓ એફ્ડીઆઇ ના વિરોધી છે તો સરકારના પ્રસ્તાવ ની વિરુધ્ધ મતદાન કરવુ જોઈએ, તેઓ શું નહોતા જાણતા કે તેઓ મતદાન થી દૂર રહેશે તો જે બીલ નો તેઓ વિરોધ કરી રહ્યા છે તે સાદી બહુમતિથી પસાર થઈ જવાનુ છે..!તેમનો ઇરાદો શો હતો..?એક તરફ જનતા ના હિતિષ્વિ હોવાનો દેખાવ કરી ને એફ્ડીઆઇ નો વિરોધ કરવો અને પછી મતદાન ન કરી ને બીલ પસાર થવા દઈ ને સરકાર ને મદદ કરવી એ પાછળ રાજકિય સોદા બાજી નહી થઈ હોય એવુ કોણ માની શકે..?જો તમે આ બીલ ના વિરોધિ છો તો તેની વિરુધ્ધમાં મત કેમ નથી આપતા..?સપા અને બસપા ના 43 મત મળ્યા હોત તો આ બીલ કદી પસાર થયુ ન હોત. એટલેજ સરકારની આ જીત કેવળ આભાસી અને ટેકનીકલ જીતજ છે. અને તે માટે સપા અને બસપાએ પ્રજા સાથે કરેલો દગોજ જવાબદાર છે.
આ બન્ને પાર્ટીઓ એ જનતા નુ હિત જોવાનો દેખાવ કરી ને જનતા ને રાજી રાખવા સાથે સરકાર ની તરફેણ મેળવવા સરકાર ને મદદ કરી, આ દગાખોરી કહેવાય. શું મતદાન કરવુ એ આપણી , સામાન્ય નાગરિકો નીજ "પવિત્ર" ફરજ છે..?આ પ્રજાના પ્રતિનિધિઓ ની ફરજ નથી..?પ્રજા ને વારમ્વાર મતદાન કરવા માટે આગ્રહ કરનારા વિદ્વાનો આ ચુંટાયેલા પ્રતિનિધિઓ ને મતાધિકાર નો ઉપયોગ કરવા ની પવિત્ર ફરજ બજાવવાનુ કેમ કહેતા નથી..?જો બધાએજ મતદાન કર્યુ હોત તો સ્થિતિ જુદીજ હોત. તમે જે માનો છો તે મત રુપે વ્યક્ત કરવાની તમારી ફરજ છે. આ તો પ્રજા સાથે ખુલ્લી છેતરપીંડી કહેવાય.. તમે મત ન આપ્યો એટલે તમને અણગમતુ હતુ તે બીલ પસાર થઈ ગયુ. અને આની પાછળ કેવી રાજરમત રમાઈ હશે એ સમજવુ અઘરુ નથી.મતદાન થવુજ જોઈએ, તેનાથી દૂર કેમ અને શામાટે રહેવુ જોઈએ..?બધાજ સમજે છે કે મુલાયમસિંહજી ને યુ.પી. માટે મોટુ આર્થિક પેકેજ જોઈએ છે અને માયાવતિજી ને પોતાની સામે ના વધુમિલ્કત ના કેસો માંથી છુટકારો જોઈએ છે, તેથી બન્ને એ જનતા તરફી હોવાનો દેખાવ રાખી ને પાછલે બારણે થી સરકાર ને સહાય કરી દીધી.પણ બીજી રીતે આ પ્રજાદ્રોહજ કહેવાય. પોતાનાજ વ્યક્ત કરેલા વિચારો નો દ્રોહ કહેવાય.
એટલેજ અહીં વારંવાર કહેવાયુ છે કે આ સાંસદો કે વિધાન સભ્યો આપણા પ્રતિનિધિ તરીકે દિલ્હી માં કે ગાંધીનગર માં જતા નથી, તેઓ તેમના પક્ષ ના હિત માટે, પોતાના અંગત લાભ માટે ત્યાં જઈ ને બેસે છે, અને ચુંટાયા પછી મતદાતાઓ ને વિસરી ને પક્ષની નિતિઓ માટે કામ કરતા હોય છે. તેઓ આપણા પ્રતિનિધિ નહી પણ તેમના પક્ષ ના પ્રતિનિધિઓ હોય છે.
ઘણા વર્ષો પહેલા ભાવનગર નરેશ શ્રી ક્રુષ્ણકુમાર સિંહજી નો એક લેખ અથવા અભિપ્રાય વાંચવામાં આવ્યો હતો, તેમાં તેમણે લખ્યુ હતુ કે કોઈ પણ પક્ષ હોવા ન જોઈએ, દરેક વિસ્તાર દીઠ સન્નિષ્ઠ વ્યક્તિ ને જેતે વિસ્તાર ના લોકો એ પક્ષના લેબલ વીના, માત્ર ગુણવત્તા ના આધારે ચુંટી કાઢવા જોઈએ, અને તેમાંથીજ સરકાર બનાવવી જોઈએ, જો આમ થાય તો એ લોકો ના સાચા પ્રતિનિધિ કહેવાશે અને બધાજ પોતા ના મતવિસ્તાર ના લોકો ના હિતમાં સરકાર ને કામ કરવા નુ કહી શકશે.આ એક ઉત્તમ વિચાર હતો, પણ આપણા રાજકારણીઓ ના ગળે એ કેમ ઉતરે..! પરિણામે આપણા દેશ માં લોકશાહીના નામે આ નાટક ચાલી રહ્યુ છે. એ વીના જે માં તમે ખુદ નથી માનતા, તમારા મતદાતાઓ નથી માનતા એ બીલ પસાર કેવી રીતે થઈ જાય..?
એફડીઆઇ ની આ એક રાજકિય બાજુ થઈ. તેનાથી છુટક વેપારીઓ ને નાના દુકાનદારો અને ફેરીયાઓ ને નુકશાન થશે એમ કહેવાતુ હોય છે. નાના અને છુટક વેપારીઓ ને નુકશાન ન થાય એ સૌ ને ગમે, એમાં બે મત નથી. પણ બીજી બાજુએ આપણે જેમની દયા ખાઈ રહ્યા છીએ તે નાના વેપારીઓ. દુકાનદારો કે ફેરીયાઓ ની પ્રામાણિકતા નો વિચાર કરવો જોઈએ કે નહી..?આપણા બધાનો અનુભવ છે ,એ આ નાના દુકાનદારો વજન તોલમાપમાં, વસ્તુ ની ગુણવતામાં . વસ્તુની સ્વચ્છતા માં આપણ ને પળે પળે છેતરતા હોય છે, મોટામોટા મોલ માં પણ છુટ્ટા પૈસા ની જગ્યાએ સસ્તી ચોકલેટ પધરાવવામાં આવ્તી હોય છે, વસ્તુઓમાં ભેળ સેળ અને ઓછુ વજન તો એક સ્વિક્રુત પ્રથાજ બની ગઈ છે. એક કિલો ટામેટા ખરીદવા જાઓ તો વજન તો ઓછુ હોયજ પણ સડેલા ટમાટા પણ બેત્રણ જાણી જોઈ ને પધરાવી દેવામાં આવતા હોય છે.આ, જે છુટક દુકાનદારો ની આપણે દયા ખાઈ છીએ, તેમનુ કલ્ચર છે.
પરિણામે જો તેમની સામે સ્પર્ધા કરનાર કોઈ તત્વ ઉભુ થાય તો સામાન્ય પ્રજાને કાંઈ મોટુ નુકશાન હોય એવુ લાગતુ નથી. ઉલ્ટુ સ્પર્ધાનુ તત્વ આવશે તો તેમના માં અનુશાશન આવશે, તેઓ ગ્રાહક ને છેતરવાથી દૂર રહેશે, અને ગ્રાહક ને પણ અન્ય વિકલ્પ મળી રહેશે.અને ભારત નો ગ્રાહક ખુબજ શાણો હોય છે તે કોઈની ઝાકજમાળ થી અંજાતો નથી, તે જ્યાંથી સસ્તુ અને સારુ મળે ત્યાંથીજ ખરીદી કરવા નો છે. પરિણામે વિદેશી સ્ટોરો કે દેશી દુકાન દારો બન્ને જાગ્રુત રહેશે, અને ગ્રાહક ને ઉત્તમ અને વ્યાજબી કિમતે માલ મળી રહેશે. આ મોંઘવારી ના જમાનામાં સસ્તુ તો મળવુ શક્ય નથી, પણ ગુણવતા અને તોલમાપમાં અનુશાશન આવે એ જરુરી છે, જે સ્પર્ધાવીના થવુ શક્ય નથી.
એફડીઆઇ આવવાથી દેશ લુંટાઈ જશે કે ઇસ્ટ ઇંડિયા કંપની પાછી આવશે કે નહી એ અંગે અભિપ્રાય આપવા ની અધિકારિતા મારામાં નથી, એ મહાન વિદ્વાનો અને અર્થશાશ્ત્રીઓ નો વિષય છે, પણ જો આપણે આપણા સ્વદેશી વેપારીઓ ને ગુણવતા ના , પ્રામાણિકતા ના પાઠ શિખવવા હશે તો તેમને હરિફાઈ સામે તો મુકવાજ જોઈએ એમ અવશ્ય કહી શકાય.
છેવટે તો આપણી સિસ્ટમ માં લોકો ના નામે બધુ થતુ હોય છે પણ લોકો ને ક્યાંય સામેલ કરવામાં આવતા નથી. લોકપ્રતિનિધિઓ મનસ્વિ રીતે અભિપ્રાય આપે છે, પોતાના પક્ષ ને ધ્યાનમાં રાખી ને નિતિ ઘડે છે, એટલે સારી વસ્તુ પણ ખરડાઈ ને બહાર આવતી હોય છે, તો ખરાબ વસ્તુ આવરણ નીચે રહી ને ઘુસી જતી હોય છે. આપણે ત્યાં જ્ઞાનીઓ. વિધ્વાનો, નિષ્ણાતો , તજજ્ઞો,અને વિચારવંતો એટલા બધા છે કે કોઈ પણ વિચાર સારો છે કે ખરાબ એ સમજવામાં ભલભલા ગુંચવાઈ જતા હોય છે. અને છેવટે જે થવાનુ હોય તે થઈ નેજ રહે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.