20121214

ચુંટણી ના વચનો


 આવતી કાલે ગુજરાતના કેટલાક વિસ્તારો માં મતદાન થશે. બીજો તબક્કો 17 મી એ છે,

   આપણા દેશ ની એ પ્રથા છે કે ચુંટણી આવે ત્યારે મતદારો ને આકર્ષવા માટે જાતજાતના વચનો આપવા માં આવે છે, અન્ય દેશોમાં આ પ્રથા છે કે નહી એ ખબર નથી, પણ ભારતમાં તો દરેક રાજકિયપક્ષો  'જો સત્તામાં આવીશુ તો "આમ કરીશુ તેમ કરીશુ, જેવા અશક્ય લાગે તેવા વચનો ની લહાણી કરતા હોય છે, કેટલાક વચનો ભવિષ્યમાં પાળવા ના હોય છે જ્યારે ગરીબ પ્રજામાં સાડી, પોષાક અને કેટલાક વિસ્તારોમાં દારુ જેવી ભેટો તત્કાળ આપી ને વચન પાળવામાં આવે છે. ક્યાંક વળી રસ્તા રીપેર થવા લાગે છે તો કોઈ સ્થળે કચરો સાફ થવા લાગે છે. આચાર સંહિતા નુ ધ્યાન રાખી ને નાના મોટા જાહેર કામો થવા લાગે છે. આ બધુ તો ઠીક છે, પણ હવે લોકો આવા નાની કામગીરીથી રીઝતા નથી, તેમને કાંઈક નક્કર અને ટકાઉ વસ્તુ જોઈતી હોય છે.
      આ સંદર્ભમાં આ વખતે રાજકિયપક્ષો એ 'સત્તામાં આવીશુ " તો દરેકમતદાર ને ઘરનુ ઘર , લેપટોપ. ટેબલેટ વીગેરે આપવાનુ વચન આપી દીધુ છે. આમાં શરત એ છે કે જો તેઓ સત્તાસ્થાને આવશે "તો" આ બધુ આપશે. એટલે લોકો એ આ બધુ જોઈતુ હોય તો પ્રથમ તેમણે આ વચન આપનાર પક્ષ ને બહુમતિથી ચુંટી કાઢવો જોઈએ..!જો આપવુજ હોય, જો લોકોની આટલી ચિંતા હોય તો ચુંટાયા પહેલા કેમ નથી આપતા..?ચુંટાયા પછી રાજ્ય ની તીજોરી હાથમાં આવે, સત્તાના જોરે ઉધ્યોગપતિઓ ને તેમજ પબ્લિક ને ખંખેરી શકાય એ પછી જો ઠીક લાગે તો આ વચનો પાળવા ની ફીઝીબીલીટી તપાસવામાં આવે , અને જો આ વચનો નુ પાલન શક્ય ન હોય તો પાંચવર્ષ સુધી અભેરાઈ પર ચઢાવી શકાય. વચન ન પળાય તો કોઈ ફાંસી એ ચઢાવી દેતુ નથી..,ન પાળવાના અનેક બહાના મળી આવે છે,અને જો કોઈ વાર દેખાવ પુરતુ એકાદ વચન પાળવા મા આવે તો તેના લાભાર્થિ રાજકારણીઓ ના લાગતાવળગતા જ હોય છે, કોઈ ને ઘર તો કોઈ ને લેપટોપ મળી જાય છે, બીજાઓ પ્રતિક્ષા કરતા રહે ત્યાં પાંચવર્ષ પુરા થઈ જાય..!પછી નવુ ઇલેક્શન અને નવા વચનો..!
        આપણી પ્રજાપણ કોઈ નિતિવિષયક સ્પષ્ટ વિચારધારા ધરાવતી નથી, તેથી આવા વચનો થી ભરમાઈ જાય છે, કોઈ એમ વિચારતુ નથી કે જો આપવુજ હોય તો ચુંટણી પહેલા કેમ નથી આપવામાં આવતુ..?કદાચ આચારસંહિતા નડતી હોય તો તે લાગુ થયા પહેલા જ ઘર કે લેપટોપ વહેંચી શક્યા હોત,આમ થયુ હોત તો પ્રજાને ખાત્રી થઈ શકે કે આ પક્ષ ખરેખર આપણા માટે ઘણુ કરે છે, અને પ્રજા ની સહાનુભૂતિ તે પક્ષ ને ચુંટણી પહેલાજ મળી ગઈ હોત.
     આ સંદર્ભમાં એક નાની સરખી જોક અપ્રસ્તુત નહી ગણાય. એક દુકાનદાર પાસે એક ગ્રાહક આવ્યો અને શિંગતેલ નો ભાવ પુછ્યો. દુકાનદારે તેલના ડબા નો ભાવ 2500 કહ્યો પેલા ગ્રાહકે કહ્યુ કે તેમની બાજુવાળો વેપારી તો તેલનો ડબો રુ.2200 માં વેચે છે.દુકાનદારે કહ્યુ કે જ્યારે મારીપાસે પણ માલ નથી હોતો ત્યારે હું પણ રુ.2200 માંજ તેલ વેચુ છું..!આનો ભાવાર્થ એ કે જ્યારે પોતે સત્તામાં આવના ન હોય તો વચન આપવામાં શું જાય છે..?આપણી પાસે માલ હોયજ  નહી તો ગમે તે સસ્તો ભાવ કહોને..! માલ હોય તો વેચવો છે ને..!એવુજ આ વચનો નુ છે, સત્તામાં આવીયે તો ઘરનુ ઘર કે લેપટોપ કે ટેબલેટ આપવાનુ છે ને..!સત્તા ન મળે તો વચન પાળવા નુ ક્યાં રહે છે..? ઉલ્ટુ લોકો ને કહી શકાય કે તમે અમને સત્તા આપી નહી, બાકી અમે અમારુ વચન પાળવા નાજ હતા. ઘરનુ ઘર કે લેપટોપ ન મળ્યુ એમાં વાંક તમારોજ છે..! તમે ખોટા માણસો ને ચુંટી મોકલ્યા છે તો હવે ભોગવો...!તો બીજી તરફ જો નસિબજોગે સત્તા મળી ગઈ તો પાંચવર્ષ રાજ્ય કરવા મળવાનુ છે, વચનો તો પાળવા હશે તો પાળીશુ. નહીતર પ્રજા ક્યાં પાછા બોલાવવાની છે..!

        આપણી પ્રજા પણ જાણતી હોય છે કે ગમેતે પક્ષ સત્તા ઉપર આવે, તેમની સ્થિતિ માં કોઈ તત્કાળ સુધારો થવાનો નથી, એટલે જે નાનીમોટી ભેટ્સોગાદોમળતી હોયતે  સ્વિકારી ને મત જેને આપવો હોય તેને આપી આવે છે કે પછી કોઈને પણ મત આપતા નથી.જે મળતુ હોય તે મેળવી લેવુ, એ વ્રુતિ પાછળ પ્રજાની લાલચ નહી પણ રાજકારણીઓ ઉપર નો અવિશ્વાસ ભાગ ભજવતો હોય છે.

       ઘણી વખત એવા ઉમેદવારો ચુંટણીમાં ઉભા હોય છે કે તેમનામાં તેમના પક્ષ ના લેબલ સિવાય બીજી કશી ગુણવત્તા જોઈ શકાતી નથી હોતી, તેમ છતા કોઈ પણ ઉમેદવાર મતને લાયક ન લાગવા છતા ગમેતે એક ને તો મત આપવોજ પડે છે, એટલે પછી લોકો જેતે પક્ષના જાણીતા નેતા ને નામે તે પક્ષ ના ઉમેદવાર ને  મત આપે છે.મજકુર ઉમેદવાર જરાપણ પસંદ ન હોવા છતા આ પક્ષ સારો છે એમાન્યતાના આધારે ન ગમતા ઉમેદવાર ને મત આપવો પડે છે.
      ટુંકમાં પક્ષિયરાજનિતિ ના કારણે આપણે મતદાતાઓ ને માટે વધુ વિકલ્પ હોતા નથી, ઉભારહેલા ઉમેદવારો પૈકી કોઈ પણ એક  ને, તેઓ અણગમતા હોવા છતા પક્ષ ને સત્તા ઉપર લાવવા માટે મત આપવો પડે છે.આપણે પણ એજ રીતે મત આપી ને આપણો અધિકાર અને ફરજ બન્ને બજાવવાના છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.