|
એન્ટી ઓક્સીડંટ એટલે શું ?
માનવ શરીરમાં 'ઓક્સીડેશન પ્રોસેસ' થતો અટકાવે એ સઘળા પદાર્થોને 'એન્ટી ઓક્સીડંટ' કહેવાય. ઓક્સીડેશન કરનારા પદાર્થોનું વૈજ્ઞાાનીકોએ 'ફ્રીરેડીકલ' એવું નામ આવ્યું છે. ફ્રીરેડીકલ એટલે એવા પદાર્થો જે એક્સીન્સ અથવા દુષીત પદાર્થો તરીકે હવા ખોરાક અને પ્રવાહી મારફતે માનવ શરીરમાં દાખલ થાય છે. જો ફ્રીરેડીકલની સંખ્યા કે પ્રમાણ શરીરમાં વધી જાય તો શરીર કેન્સર-હાર્ટએટેક-સ્ટ્રોક-યાદ શક્તિ જતી રહેવાનો રોગ (આલ્ઝામેર ડીસીઝ), રૃમેરોઈડ આર્થાઈટીસ અને કેટેરેકટ (મોતીઓ) જેવા રોગનો ભોગ બને. એન્ટી ઓક્સીડંટ ન્યુટ્રીઅન્ટસ (પોષક પદાર્થો) એટલે કે વિટામિન અને મિનરલ હોઈ શકે અને એન્ઝાઈમ (પાચક રસો) હોઈ શકે. ફ્રીરેડીકલ્સને એક અથવા વધારે જોડીના હોય (અનપેરડ) તેવા ઇલેકટ્રોન હોય છે તે આખા શરીરમાં બીજા ઇલેકટ્રોનની શોધમાં ફરે છે આને કારણે તે તંદુરસ્ત અવયવના કોષોને ઈજા કરે છે. જીનેટીક મટીરીઅલ (ડી.એન.એ.)ને નુકશાન પણ પહોંચાડે છે. ઓક્સીડેટીવ પ્રોસેસના દાખલા સમારેલા કેળા, સફરજન અને રીંગણા કાળા પડી જાય, તેલ ખોરૃ થાય લોખંડને કાટ ચઢી જાય વગેરે. વૈજ્ઞાાનિકોએ ફ્રીરેડીકલને કુંવારા પુરૃષો સાથે સરખાવ્યા છે જે પોતાની જોડી (કન્યા) શોધે છે અને તેમાં તંદુરસ્ત અવયવોને નુકશાન પહોંચાડે છે.
શરીરમાં ફ્રીરેડીકલથી થતું નુકશાન અટકાવવું ઘણું મુશ્કેલ છે. શરીરમાં બહારથી દાખલ થતા ફ્રીરેડીકલ 'એક્સોજીનસ' કહેવાય છે. જ્યારે શરીરમાં ઉત્પન્ન થતા ફ્રીરેડીકલને 'એન્ડોજીનસ' કહે છે. એક્સોજીનસ એટલે કે બહારથી શરીરમાં દાખલ થતા ફ્રીરેડીકલથી પ્રદૂષીત હવા, સૂર્યનો તડકો, વધારે પડતી કસરત, એક્સરે અને સિગરેટ તમાકુ તેમજ આલ્કોહોલને કારણે થાય છે જ્યારે શરીરની અંદર (એન્ડોજીનસ) ઉત્પન્ન થતા ફ્રીરેડીકલ મેટાબોલીઝમ એટલે કે ખોરાકની ચયાપચય (મેટાબોલીઝમ) ક્રિયા થયા પછી બાકી રહેલા કચરામાંથી, શ્વાસોશ્વાસની ક્રિયામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ અને શરીરમાં કોઈ કારણસર આવેલા ચેપ અને સોજાને કારણે ઉત્પન્ન થાય છે. જો માનવીને એન્ટી ઓક્સીડંટનો ઉપયોગ યોગ્ય રીતે કરતાં આવડે તો માનવીને ઘડપણ મોડું આવે. જ્યારે ફ્રીરેડીકલનો સામનો કરવા અને તેમનો નાશ કરવા એન્ટીઓક્સીડંટ ઓછા પડે ત્યારે આગળ જણાવ્યા પ્રમાણે અનેક રોગો પણ થાય.
એન્ટી ઓક્સીડંટ કેવી રીતે કામ કરે છે બહુ વિગતમાં ગયા વગર ફક્ત એટલું જાણવું જરૃરી છે કે ફ્રી રેડીકલ શરીરના અંગોને નુકશાન કરે તે પહેલા તમે એન્ટી ઓક્સીડંટથી ફ્રીરેડીકલનો નાશ કરો તો શરીરમાં રોગો થાય નહીં. આ ક્રિયાને 'ચેઈન બ્રેકીંગ' અને 'ઓક્સીડેશન'ની ક્રિયા કહે છે. આ ક્રિયામાં પણ કોઈવાર ફ્રીરેડીકલ વધારે પાવરફૂલ હોય ત્યારે અમુક અંગોના રક્ષણ કરી શકતા નથી કારણ તેની અસરથી 'એન્ટી ઓક્સીડંટ' પણ 'પ્રોઓક્સીડંટ' બની જાય છે આવા વખતે વૈજ્ઞાાનિકો દર્દીની ઉંમર, જાતી, વજન, જીવનશૈલી અને માનસિક સ્થિતી અને ખોરાકમાં લીધેલા પદાર્થોનો અભ્યાસ કરી 'એન્ટી ઓક્સીડંટ' નો ઉપયોગ કરે છે.
એન્ટી ઓક્સીડંટના પ્રકાર
૧. એન્ટી ઓક્સીડંટ ન્યુટ્રીઅન્ટસ (પોષક પદાર્થો)
એ. વિટામિન ઈ (આલ્ફા રોકોફેરોલ) ઃ કુલ આઠ પ્રકારના આઇસોમર છે જે ફેટ સોલ્યુબલ છે જેની શરીરમાં ૬ થી ૧૫ મી.ગ્રામ (૯ થી ૨૫ ઈ.યુ.) જેટલા પ્રમાણની જરૃરત છે. આ વિટામિન ઈ મુખ્યત્ત્વે બદામ, સફરજન, મકાઈના તેલ, કેરી, પીનય બટર, પીનર ઓઈલ, સેફલાવર અને સનફલાવરનું તેલ શક્કરીઆ, વ્હીરજઝમાંથી મળે. બજારમાં તૈયાર ગોળીઓ પણ મળે.
બી. વિટામિન સી (એસ્કોર્બાક એસીડ) ઃ જે વોટર સોલ્યુબલ છે. શરીરમાં જરૃરત ૭૦ થી ૯૦ મી.ગ્રામ છે. મુખ્યત્વે બધા જ ખટમધુરા ફળો અને શાકભાજી, આંબળા, લીંબુ, નારંગી, મોસંબી, સફરજન, કેળા, બ્રોકોલી, કોબીજ, ટેટી, ગાજર, ફલાવર, જામફળ, કેરી, પપૈયુ, પેર, પાઈનેપલ, પાલખ, બટાકા, ટમેટા, આંબલી, કાકડી વગેરેમાંથી અને દવાની ગોળીઓ તરીકે મળે. વિટામિન સી અને વિટામીન ઈ બન્ને ભેગા થઈને ફ્રીરેડીકલનો નાશ કરે.
સી. વિટામિન એ (બીટાકેરોટીન)ઃ જે ફેટ સોલ્યુબલ વિટામિન છે વનસ્પતિમાં ૬૦૦ જેટલા કેરોટેનોઈઝ છે. શરીરમાં તેમાંથી લીવર વિટામિન એ બનાવે છે. શરીરની જરૃરત ૨૦૦૦ થી ૪૦૦૦ ઈ.યુ. (ઈન્ટરનેશનલ યુનીટ) છે. બધા જ પીળા પદાર્થો (ફળો અને શાકભાજી) ગાજર, પીળી હળદર, કેરી, કેળા, નારંગી, સયણ, સફરજન, જરદાળુ, બીટ, બ્રોકોલી, કોબીજ, ટેટી, ફલાવર, મકાઈ વગેરેમાંથી અને તૈયાર ગોળીઓ તરીકે મળે. પાવરફૂલ એન્ટી ઓક્સીડંટ છે.
૧. સેલેનીઅમ ઃ ઘણા થોડા પ્રમાણમાં જરૃર છે તેવા આ ક્ષાર (ટ્રેસ એલીમેન્ટ) જો તમે ખોરાકમાં ના લઈ શકો તો તમે જલદી ઘરડા થઈ જાઓ અને મૃત્યુ પામો. ૨૦ થી ૭૦ માઈક્રોગ્રામની શરીરને જરૃર છે. આ ક્ષાર વગર તમારા શરીરમાં 'ગ્લુટાથીઓન પેરોક્ષીડેઝ' નામનો પાવરફૂલ એન્ટી ઓક્સીડંટ એન્ઝાઈમ ના બની શકે. સેલેનીઅમની સાથે બીજા ટ્રેસ એલીમેન્ટ મેંગેનીઝ, ઝીંક, આયર્ન, કોપર, કોબાલ્ટ વગેરે પણ તમારે લેવા જોઈએ. આ બધા જ ટ્રેસ એલીમેન્ટ તમને સુકાધાન્ય અને કઠોળ - ઘઉં, મકાઈ, બાજરી, જાુવાર, રાગી, મગ, ચણા, મઠ, ચોળા, સફરજન, વટાણા, વાલ વગેરેમાંથી મળે.
૨. એન્ટી ઓક્સીડંટ એન્ઝાઈમ્સ
એ. સુપર ઓક્સાઈડ ડીસ્મ્યુરેઝ (એસ.ઓ.ડી.)
બી. કેટાલેઝ (સી.એ.ટી.) અને સી. ગ્લુટાથીઓન પેરોક્ષીડેઝ (જી.પી.એક્સ) આ ત્રણ એન્ઝાઇમ સાથે રહીને ફ્રીરેડીકલનો નાશ કરે છે.
એ. સુપર ઓક્સાઈડ ડીસ્મ્યુરેઝ (એસ.ઓ.ડી.) પ્રથમ ફ્રીરેડીકલ સુપર ઓક્સાઈડ (ઓ-૨)નું હાઇડ્રોજન પેરોક્ષાઈડ અને ઓક્સીજનમાં રૃપાંતર કરે છે.
બી. ત્યાર પછી કેટેલેઝ (સી.એ.ટી.) અને ગ્લુટાથીઓન પેરોક્ષીડેઝ (જી.પી.એક્સ) હાઇડ્રોજન પેરોક્ષાઈડ અને ઓક્સીજનમાંથી પાણી (એચ.ટુ.ઓ.) બનાવે છે અને નાશ કરે છે.
૩. આગળ જણાવેલા એન્ટી ઓક્સીડંટ ન્યુટ્રીઅન્સ (વિટામીન ઈ-વિટામિન સી- વિટામીન એ - સેલેનીઅમ) અને એન્ટી ઓક્સીડંટ એન્ઝાઇમ (એસ.ઓ.ડી.-સી.ઓટી- અને જી.પી.એક્સ) ઉપરાંત કેટલાંક બીજા પદાર્થો જે એન્ટી ઓક્સીડંટની ખાસીયત (પ્રોપર્ટી) ધરાવે છે તેમાં એક 'કો એન્ઝાઈમ ક્યુ-૧૦' છે અને બીજો ''યુરીક એસીડ'' છે. આ સિવાય દરેક વનસ્પતિમાં ''ફાયટો-કેમીકલ્સ'' રહેલાં છે. આ ફાયટો કેમીકલ્સની વિગત પણ જોઈએ - ટેબલ જાુઓ.
|