ચલણી નોટ માટે જ
જરૂર છે ફોટાની,
બાકી હવે,
બાપને પણ 'બાપુ' કહેવાનું ચલણ નથી..!
નેશનલ હોલિડે માટે જ,
૨-જી ઓક્ટોબરની રાહ જોવાય છે,
બાકી હવે
ખુદની જ વર્ષગાંઠ પણ પોસાતી નથી..!
ખાદીના ખીસ્સા ભરવા માટે જ,
દારુબંધીની જરૂર છે,
બાકી હવે,
પરમીટની કંઈ કમી નથી..!
ચૂંટણી ને સમયે,
ખાદી વેચાય છે
બાકી હવે.
રેંટીયા ચાલતા નથી..!
અસત્યોની જ
બોલબાલા છે બધે,
બાકી હવે,
સત્યના પ્રયોગો કોઇ ને કરવા નથી..!
સારુ જ છે કે
આપે પુનઃજન્મના લીધો,
બાકી હવે,
સત્યાગ્રહ કરવા...અંગ્રેજોની જરુર નથી..!
ચાર રસ્તા શોભાવવા,
જરૂર છે પૂતળાની….
બાકી હવે,
આપના સિધ્ધાંતે આજે,
'ગાંધી' પણ ચાલતા નથી…! ..................... -
જરૂર છે ફોટાની,
બાકી હવે,
બાપને પણ 'બાપુ' કહેવાનું ચલણ નથી..!
નેશનલ હોલિડે માટે જ,
૨-જી ઓક્ટોબરની રાહ જોવાય છે,
બાકી હવે
ખુદની જ વર્ષગાંઠ પણ પોસાતી નથી..!
ખાદીના ખીસ્સા ભરવા માટે જ,
દારુબંધીની જરૂર છે,
બાકી હવે,
પરમીટની કંઈ કમી નથી..!
ચૂંટણી ને સમયે,
ખાદી વેચાય છે
બાકી હવે.
રેંટીયા ચાલતા નથી..!
અસત્યોની જ
બોલબાલા છે બધે,
બાકી હવે,
સત્યના પ્રયોગો કોઇ ને કરવા નથી..!
સારુ જ છે કે
આપે પુનઃજન્મના લીધો,
બાકી હવે,
સત્યાગ્રહ કરવા...અંગ્રેજોની જરુર નથી..!
ચાર રસ્તા શોભાવવા,
જરૂર છે પૂતળાની….
બાકી હવે,
આપના સિધ્ધાંતે આજે,
'ગાંધી' પણ ચાલતા નથી…! ..................... -