20140526

રમેશભાઇ પારેખ (Kavi Ramesh Parekh)


ઉપનામ           છ અક્ષરનું નામ
જન્મ               27-11-1940- અમરેલી
અવસાન           17-5-2006 રાજકોટ
Ramesh Parekh recently passed away leaving Gujarati language poor. However he has in his lifetime brought Gujarati language and literature to greater height.
May his soul rest in peace.
પ્રસિધ્ધ ગુજરાતી કવિ રમેશભાઇ પારેખનું ભારતમાં અવસાન થયું છે. આ અત્યંત દુ:ખદ સમાચાર છે. ભગવાન તેમના આત્માને શાંતિ અપૅ.
રમેશભાઇ પારેખને તમે કદાચ જાણતા ન હોય તો તેમના વિષે જાણવા આ website પર મુલાકાત કરશો. Click here. Also see his જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)

Here are some glimpses of an Interview with Rameshbhai Parekh:



રમેશ પારેખ- few more on Dhaval Shah's website.
રમેશ પારેખ

હું મરી ગયો
હું મરી ગયો.
અંતરિયાળ.
તે શબનું કોણ ?
તે તો રઝળવા લાગ્યું.
કૂતરૂં હાથ ચાવી ગયું
તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ
કાગડા મજેથી આંખો ઠોલે
કાન સોંસરી કીડીઓ આવે-જાય
સાલું, સાવ રામરાજ ચાલે..
પવન દુર્ગંધથી ત્રાસીને છૂ
તે વાળ પણ ન ફરકે
-ને આ બાજુ સાંજ પડું પડું થાય.
ઘેર જવાનું તો હતું નહીં.
આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.
હું સારો માણસ હતો.
નખમાં ય રોગ નહીં ને મરી ગયો.
કવિતા લખતો.
ચશ્માં પહેરતો.
ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.
પાછળ ઘર કલ્પાંત કરતું હશે.
અને એમ સહુ રાબેતાભેર.
ખરો પ્રેમ માખીનો
જે હજી મને છોડતી નથી.
હું બિનવારસી,
ને જીવ સાલો, જલ્સા કરતો હશે.
પણ કાકો ફરી અવતરશે.
ને માણસગીરી કરશે, હી હી હી..
-આમ વિચારવેડા કરતો હતો
તેવામાં
બરોબર છાતી પર જ
ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.
પણ નહોતું.
છાતી પર પતંગિયું બેઠું’તું
પતંગિયું..
આલ્લે..
સડસડાટ રૂંવાડાં ઊભાં..
લોહી ધડધડાટ વહેવા માંડ્યું
ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે
હું મરી ગયો નથી..
સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

સ્તબ્ધ આંખોમાં કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એમાંથી ક્યાં ક્યાં નીકળે

એ શું ક્બ્રસ્તાનનું કાવતરું છે
મુઠઠીઓ ખોલો તો મડદા નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

ર નીરંતર મેશમાં સબડે સતત
સુર્ય નીકળે તો કાળા નીકળે

-રમેશ પારેખ
બંધ પરબીડીયામાં મરણ મળે તમને
બચી શકાય તો બચવાની પળ મળે તમને

ખજૂરી જેવડો છાંયો મળે અ સિક્કાની
બીજીય બાજુ છે કે રણ મળે તમને

તમારા કંઠમા પહેલાં તો એક છિદ્ર
પછી તરસ ને પછી હરણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને
સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને

 -રમેશ પારેખ


 

સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai


srani_desai.jpg“ગરવી ગુજરાતની ‘ સંસ્કૃતિ ‘ …. કવિતા અને કરાટેની કૈસી યે સગાઇ! “
“કલ્ચર ક્વીનનો અધિવાસ્તવિક કૂદકો. ગુજરાતી ગીરા પર ત્રાટકેલી, મોટે ભાગે સરળ ગદ્યમાં કવિતા રચતી, જમ્પિંગ જેકી…. “
રાધેશ્યામ શર્મા
“ લખવાનું ચાલુ રાખજે હોં, બેટા ! “
ઉ. જોશી
પ્રેરક વાક્ય
‘બધું અનિત્ય છે. શાશ્વત નથી. આપણે તો માત્ર દ્રષ્ટાભાવ રાખવાનો છે.’
‘Tough times do not last, but tough people do.’
તેમના શબ્દો -
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું
માથા વગરના શરીરને લઇને.”
“ખોળામાં ભરેલાં બીજને
નાજુક હાથે વાવી દઉં છું
ઊગે છે ત્હેમાંથી
કવિતાનાં ગુલમહોર ક્યારેક. “
# રચનાઓ :      -   1   -       :     -   2   -
# અંગ્રેજીમાં એક રચના
________________________________________________________________
સમ્પર્ક    2-સી, નાનક નિવાસ, વોર્ડન રોડ, મુંબાઇ- 400 026
જન્મ
  • 10- ઓક્ટોબર , 1958; વડોદરા
કુટુમ્બ
અભ્યાસ
  • એમ.એસ.સી.( આંકડાશાસ્ત્ર)
  • એમ.બી.એ..( ફાઇનાન્સ)
  • ડીપ્લોમા ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ
  • કોમ્પ્યુટરના 15 કોર્સ
વ્યવસાય
  • જનરલ મેનેજર ( કોમ્પ્યુટર ડીપા.) – જાણીતી પબ્લીક લીમીટેડ કમ્પનીમાં
જીવનઝરમર
  • બાળકમાં શક્તિ હોય, માબાપ પૈસેટકે સુખી હોય અને બાળકને સાચા સંસ્કાર આપે તો કઇ ઊંચાઇએ બાળક પહોંચી શકે તેનું જ્વલંત ઉદાહરણ એટલે ‘સંસ્કૃતિરાણી’
  • આઠમે વર્ષે એક કાવ્ય પ્રસીધ્ધ થયું હતું.
  • સાહિત્યમાં પ્રેરણા- પહેલાં પપ્પા અને પછી ઘણા સાહિત્યકાર કાકાઓ !
  • ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી, સંસ્કૃત અને રશિયન પણ જાણે છે.
  • વૈજ્યંતીમાલા પાસે 13 વર્ષ ભરત નાટ્યમ્ શીખ્યાં
  • પરવેઝ મિસ્ત્રી પાસે કરાટેની આઠ વર્ષની તાલીમ લીધી
  • ચિત્રકળાની ઇન્ટરમિજિએટ પરીક્ષા પાસ અને હરીફાઇમાં ઘણાં ઇનામ જીત્યાં
  • સ્વીમીંગ હરીફાઇમાં ઘણાં ઇનામો જીત્યાં છે.
  • 1976-77  એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ!
  • મહાન રશિયન કવયિત્રી ‘અન્ના અખ્યાતોવ’ ની કવિતા પર વ્યાખ્યાન આપેલું છે !
  • શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કરેલું, પણ સમયના અભાવે છોડી દીધેલું !
  • કોમ્પ્યુટર ટેક્નોલોજીના આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં તજજ્ઞ તરીકે વ્યાખ્યાનો આપેલા છે.
  • આકાશવાણી અને ટી.વી પર અનેક કાર્યક્રમો આપેલા છે.
  • ’Pen International’ માં તેમના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ છપાયો છે અને તેનું પઠન પણ થયું છે.
  • જાતે પાઠપૂજા પણ કરે છે ! ઇશ્વર પર પૂરો વિશ્વાસ છે.
  • અલંકારો અને વસ્ત્રોની પસંદગી માટે સમય આપવો જરા ય ન ગમે !
શોખ
  • નૃત્ય, ગાયન, તરવાનું, કરાટે, ચિત્ર
  • બીજા ઘણા બધા પણ છે ( પ્લેન ઉડાડવાનો, હેન્ગ ગ્લાઇડીંગ, સ્કીઇંગ, વોટર સર્ફીંગ વિ. વિ. ) પણ સમયના અભાવે નથી કરી શકતાં. એક દિવસ એ પણ અમલમાં મૂકાશે !!
  • કડક મીઠી ચા અને કલકત્તી પાન
રચનાઓ
  • કવિતા -  સૂર્યો જ સૂર્યો
સન્માન
  • ફણીશ્વરનાથ રેણુ સાહિત્ય પુરસ્કાર
  • ગુજરાતી સાહિત્ય પરિષદના બે એવોર્ડ
  • તખ્તસિંહ પરમાર પારિતોષિક
  • દિનકર શાહ કવિ ‘જય’ પારિતોષિક
  • 1995 – ગીરા ગુર્જરી પારિતોષિક 
સાભાર
  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન 

દિશા વાકાણી, Disha Vakani


નામ
દિશા વાકાણી
જન્મ
૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ ; અમદાવાદ
કુટુંબ
  • પિતા – ભીમ વાકાણી
  • ભાઇ – મયૂર વાકાણી (તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદર બનેલ અભિનેતા)
અભ્યાસ
  • સિદ્ધાર્થ હાઇસ્કુલ, અમદાવાદ
  • નાટ્ય ડિપ્લોમા, ગુજરાત કોલેજ
થોડું તેમના વિશે
  • નાનપણથી જ નાટક અને અભિનયમાં ઊંડી રુચી
  • ગુજરાતી નાટકોમાં નાના રોલથી અભિનયનો પ્રારંભ
  • મુંબઇ આવી રંગભૂમીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કર્યા.
  • ચાલ ચંદુ પરણી જઇએ ‘ પ્રથમ સફળ નાટક
  • દૂરદર્શન નિર્મિત ‘સખી’ અને ‘સહીયર  કાર્યક્રમોનું સંચાલન
  • હિન્દી ફિલ્મોમાં નાના રોલ
  • હિન્દી સિરિયલ ‘હમ સબ એક હૈ’થી નામના મળી.
  • ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ધારાવાહિક દ્વારા પ્રચંડ લોકચાહના મળી છે.
સન્માન
  • ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા ૮ અને ૯મો શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય) પુરસ્કાર
  • ગોલ્ડ એવોર્ડ ૨૦૧૧
ફિલ્મોમાં અભિનય
  • જોધા અકબર, દેવદાસ, મંગલ પાંડે – ધ રાઇસિંગ, જાના-લેટ્સ ફૉલ ઇન લવ, ફૂલ ઔર આગ, કમસીન
ટીવીધારાવાહિકો
  • ઇતિહાસ, રેશમડંખ, હમ સબ એક હૈ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, ગીત ગૂંજન
નાટકો
  • આઘાત, દેરાણી જેઠાણી, બા રિટાયર થાય છે, અષાઢ કા એક દિન, લગ્ન કરવા લાઇનમાં આવો, ખરાં છો તમે, અલગ છતાં લગોલગ, સો દાહડા સાસુના, ચાલ ચંદુ પરણી જઇએ, અશ્વસ્થામા હજી જીવે છે, લાલી-લીલા, કમાલ પટેલ – ધમાલ પટેલ,
વધુ વાંચો

મીરાંબાઇ, Mirabai


mira_1.jpgરામ રમકડું જડીયું, રાણાજી મને…
હાં રે! કોઇ માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે…
કાનુડો ન જાણે મારી પીડ…
ગોવિન્દો પ્રાણ અમારો રે! …. 
# રચનાઓ  : 1 : 2 : 3 : 4 : 5 :
_____________________________
ઉપનામ
પ્રેમદિવાની
જન્મ
આશરે 1498 મેડતા, રાજસ્થાન (જુદાં જુદાં સાક્ષરોમાં તેમના જન્મ સમય અંગે સંવત ૧૪૦૩, ૧૪૧૯, ૧૪૨૪, ૧૪૮૦, ૧૫૫૯, ૧૫૫૫ એવા વિવિધ મત છે.)
અવસાન
આશરે 1565 (આશરે સંવત ૧૫૨૬માં દ્વારકામાં)
કુટુમ્બ
  • દાદા – દુદાજી રાઠોડ
  • પિતા રત્નસિંહજી રાઠોડ(માણેકલાલ સુતરીયાને મતે), જેમલ રાઠોડ (દયારામ અને નર્મદના મતે)
  •  પતિ મેવાડના પાટવી કુંવર ભોજરાજ  , કુંભારાણા (દયારામ અને નર્મદના મતે)

જીવન ઝરમર
  • તેઓ જ્ઞાતિએ રાજપૂત હતાં. તેઓ મારવાડના મેડતાના વતની હોવાનું મનાય છે. જોકે કેટલાક વિદ્વાનો અજમેર પાસેના કુકડીને તથા રજપૂતાના ખાતે આવેલ નેહેરાને પણ મીરાંબાઇનું વતન ગણે છે.
  • તેઓ જોધપુરનું રાજ્ય સ્થાપનાર રાવ જોધાજીના પુત્ર દુદાજીના પૌત્રી હતાં.
  • કેટલાક વિદ્વાનો જેમલ રાઠોડને મીરાંબાઇના ભાઇ તરીકે ને વીરમદેવ ઠાકોરને તેમના પિતા તરીકે ગણાવે છે.
  • તેમનું લગ્ન સંવત ૧૪૯૫માં મેવાડના પાટવીકુંવર સાથે થયા હતાં.
  • તેઓ નરસિંહ મહેતાના સમકાલીન હોવાનું માનતો વિદ્વાનોનો એક મત છે. તેમના અને નરસિંહ મહેતાના મિલનની દંતકથા પણ પ્રસિદ્ધ છે.
  • જોકે વિદ્વાનોનો બહોળો વર્ગ તેમને નરસિંહ મહેતા પછી થઇ ગયા હોવાનું માને છે.
  • બાળપણમાં દાસી અને દાદા પાસેથી કૃષ્ણભક્તિના સંસ્કાર મળ્યાં.
  • ખુબ જ નાની ઉંમરે તેઓ વિધવા થયાં. આથી તેઓ ઉત્કટપણે ભક્તિમાર્ગ તરફ વળ્યાં.
  • જોકે તેમનિ કૃષ્ણભક્તિ તેમના સાસરાપક્ષને ખૂંચતી હતી કારણકે તેમના સાસરિયાં શૈવભક્ત હતાં.
  • ભજન, કીર્તન, નર્તન અને સાધુઓના સંગ વચએ મિંરા જાતને વીસરી જતાં. એક રાજપૂતાણી દ્વારા ખુલ્લે આમ સાધુનો સંગ કરવો એ તત્કાલીન રૂઢિચુસ્ત વાતાવરણમાં ટીકાનો વિષય બની ગયો. પણ મીરાં તો આ બધાથી પર પોતાના કૃષ્ણને સમર્પિત હતાં.
  • લોકવાયકા મુજબ તેમના દિયર વિક્રમાદિત્યએ તેમને ઝેરનો પ્યાલો મોકલ્યો હતો, જે મીરાંબાઇની ભક્તિના પ્રતાપે અમૃત સમાન બની ગયો હતો. આ ઘટનાનો ઉલ્લેખ તેમના ઘણાં પદોમાં છે. જોકે આ ‘ઝેરનો પ્યાલો’ ઉપમા હોય અને તેનો સંદર્ભ પોતાના દિયર અને સાસરાપક્ષ તરફથી થતી ઝેરસમાન સતામણી હોય તે વધુ તર્કસંગત છે.
  • અંતે શ્વસુરગ્રુહના ત્રાસથી કંટાળીને રાજરાણિ એવી મીરાં મેવાડ છોડીને ભારતની યાત્રાએ નીકળિ ગયાં. મથુરા, વૃંદાવન તરફની યાત્રા કરી અંતે દ્વારિકામાં સ્થાયી થયાં.
  • મીરાંની કવિતા બહુધા પદમાં લખાઇ છે. તેમણે વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીને ઉત્તમ ઊર્મિગીતોથી સમૃદ્ધ કરી છે. મીંરાની કવિતા ફક્ત ગુજરાત કે મેવાડ જ નહીં, સમગ્ર ભારતવર્ષનો સહિયારો વારસો છે.
  • મીરાંની કવિતાઓમાં  પ્રભુપ્રેમનિ ઉત્કટ લગની છે, ઝંખનાનો ઉત્કટ ઉછાળો છે, નારીહ્રદયની કુમાશ અને પારદર્શકતા છે.
  • ગુજરાતી ભાષાની પ્રથમ સ્ત્રીકવિયત્રી તરીકે મીરાંબાઇ અમર છે.
  • ભારતભરમાં ઘેરે ઘેર તેમનાં પદો હજુ પણ ગવાય છે અને ગવાતા રહેશે.
રચનાઓ
  • સતભામાનું રુસણું, કૃષ્ણકીર્તનના પદ, પ્રેમભક્તિના પદ, ભજન, નરસિંહજીકા માયરા (હિન્દીમાં), ગીતગોવિંદની ટીકા, રાગગોવિંદ
સંદર્ભ
  • આપણા પ્રતિનિધિ સારસ્વતો પ્રા. રમેશ શુકલ પ્રવીણ પુસ્તક ભંડાર
  • ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ’ – સં. રમણિક દેસાઇ
  • ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો
વધુ માહિતી

દાસી જીવણ, Dasi Jivan


” દાસી જીવણ ભીમ પ્રતાપે,  મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. “
___
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો ?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ

# રચના  - 1  -      :        – 2 -   :  - 3 – :  - 4 –  :  - 5 –  :
________________________________________________________________________
નામ
દાસી જીવણ, જીવણદાસ, જીવણ
જન્મ
સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)
અવસાન
સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)
કુટુંબ
  • પિતા – દાફડા
  • માતા – સામબાઇ
  • પત્ની – જાલુમા
  • પુત્ર – દેશળ
જીવનઝરમર
  • તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
  • તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
  • તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
  • રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ;  ગુરુ ભીમસાહેબ
  • દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
  • યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
  • રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
  • તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
  • તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
સંદર્ભ

ગંગા સતી, Ganga Sati

 “મેરુ રે ડગે ને જેનાં મન ના ડગે ,મન રે ભાંગી રે પડે ભરમાંડ રે!
વિપદ પડે પણ વણસે નહીં ,ઇ તો હરિજનના પરમાણ રે!” 


_____
ગંગાસતીના બધા ભજનો ડાઉનલોડ કરો – અહીંથી

નામ
  • ગંગાબાઇ ફહળુભા ગોહિલ
ઉપનામ
  • સોરઠનાં મીરાંબાઇ
જન્મ
  • 1846 રાજપરા પાલીતાણા
અવસાન
  • 1894
માતા
  • રૂપાળીબા
પિતા
  • ભાઇજી જેસાજી સરવૈયા
ભાઇ બહેન
  • ચાર ભાઇ બહેન
લગ્ન               1864 સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે; જ્ઞાતિના રિવાજ પ્રમણે લગ્ન સાસરે જ થયા.
સંતાનો            એક માન્યતા બે પુત્રીઓ બાઇ રાજબા અને હરિબા , પાનબાઇ પિયરમાંથી સાથે આવેલી ખવાસ-કન્યા અને દાસી; બીજી માન્યતા- એક પુત્ર અજોભા અને પૂત્રવધુ પાનબાઇ
અભ્યાસ
  • કાંઇ નહીં પણ પીપરાળી ગામના ગુરૂ ભૂધરદાસજી પાસેથી મળેલ જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે.
વ્યવસાય
  • ઘરકામ અને ભક્તિ
પ્રદાન
  • સૌરાષ્ટ્ર માં બહુ જ ગવાતા 51 ગીતો
જીવન
  • પતિ પણ ધર્મપરાયણ, બન્ને દંપતિ ભક્તિ ભાવ અને સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા.
  • ગામનું ઘર સાંકડું પડતાં વાડીમાં ઝુંપડી અને હનુમાનજીની દેરી બનાવીને રહ્યા.
  • ચમત્કારિક ઘટના બનતાં લોકો કહળુભા ની પૂજા લોકો કરવા લાગ્યા. આથી તેમણે જીવતાં સમાધિ લીધી
  • પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી.
  • આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ  જીવતા સમાધિ લીધી
સાભાર
  • જયશ્રી ભક્ત
વધુ માહિતી

નવી શરૃઆત નિમિત્તે



સ્પષ્ટ બહુમતી ધરાવતી પહેલી બિનકોંગ્રેસી સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાનપદનો હોદ્દો ધારણ કરશે. એ સાથે જ તે બંધારણીય રીતે કોઇ એક પક્ષના કે ચોક્કસ હિત ધરાવતા પક્ષના નેતા મટીને ભારતના નેતા બનશે. તેમની વફાદારી ટેક્નિકલ રીતે કોઇ વિચારધારા સાથે નહીં, પણ ભારતના બંધારણ પ્રત્યે રહેશે. વડાપ્રધાન બન્યા પછી મોદીએ શું કરવું જોઇએ, તેમની પ્રાથમિકતા કઇ હોવી જોઇએ, તેમની પાસેથી કેવી અપેક્ષા રાખવામાં આવે છે, તેની ઘણી વાતોનો રાષ્ટ્રિય પ્રસાર માધ્યમોમાં વરસાદ થઇ રહ્યો છે. પરંતુ આ તબક્કે યાદ એ પણ કરવું જોઇએ કે છેલ્લી બે મુદતમાં યુપીએ સરકારે ક્યાં કાચુ કાપ્યું? અને તેને શા માટે સૂપડાંસાફ હારનો સામનો કરવો પડયો? યુપીએ સરકારની મર્યાદાઓ એનડીએ સરકાર માટે માર્ગદર્શક અને દિશાસૂચક બની શકે છે - ખાસ કરીને શું ન કરવું એ મામલે.
યુપીએ સરકારની જેમ એનડીએ સરકારને 'કોએલિશન ધર્મ'ના નામે સાથીપક્ષોની દાદાગીરી વેઠવાની નથી. તેમ છતાં, કેટલીક બાબતો કોઇ એક સરકારની નહીં, તમામ સરકારોની ખાસિયત અને દેશના વિકાસના આડેની મર્યાદા બની રહી છે. તેમાં સૌથી અગ્રક્રમે આવતી બે બાબતો છે ઃ વહીવટમાં રાજકીય દખલ અને બંધારણીય કે બીજી તટસ્થ સંસ્થાઓની વિશ્વસનીયતાના પ્રશ્નો. યુપીએ સરકારમાં થયેલી સ્પેક્ટ્રમ કૌભાંડ જેવી મોટી ગેરરીતિમાં એ.રાજા જેવા મંત્રીને એવી સગવડ હતી કે સચિવ તેમનું કહ્યું ન કરે તો તેને બદલી નાખવાના. સ્ટીલફ્રેમ તરીકે ઓળખાતી દેશની બાબુશાહી નેતાઓના ગુડબુકમાં રહેવા માટે દેશહિત કે ફરજ પ્રત્યે ગાફેલ બને તેની બિલકુલ નવાઇ નથી. અફસરો નેતાને નહીં, પણ દેશની પ્રજાને ઉત્તરદાયી છે, એ બાબત સૌથી સારી રીતે નેતાઓ પોતાના વર્તન દ્વારા પુરવાર કરી શકે. પરંતુ નેતાઓ જ અફસરોને પોતાના હાથા બનાવવા માટે તલપાપડ હોય અને મોટા ભાગના અફસરોને તેમાં કશો વાંધો પણ ન હોય ત્યારે એ જ થાય છે, જે અત્યાર સુધી થતંુ આવ્યું છે. નવી સરકાર અગાઉની જેમ અફસરોને પોતાના રંગમાં પલોટવાનો પ્રયાસ કરે છે કે તેમની કાર્યક્ષમતાને મોકળું મેદાન આપે છે, એ જોવાનું રહે છે.
૨૦૦૨ની સામે ૧૯૮૪નું ઉદાહરણ આપવાની માનસિકતા ધરાવતા મોદીપ્રેમીઓ શપથવિધિ પહેલાંથી એવી દલીલ કરતા થઇ ગયા છે કે અત્યાર સુધી યુપીએની સરકાર ચાલતી હતી ત્યારે કેમ સૌ ચૂપ હતા? અને મોદીને સલાહ આપવા બધા નીકળી પડયા છે? આવી બાલિશ દલીલનો શો જવાબ હોય? કારણ કે આ પ્રકારના દલીલબાજો ટૂંકી અને સગવડીયા (વિ)સ્મૃતિ ધરાવે છે. યુપીએની સરકાર સામે સૌ ચૂપ રહ્યા હોત તો એ સરકારની આવી દશા શી રીતે થઇ હોત? અને મોદીએ યુપીએ સરકારને ભાંડવામાં કશું બાકી ન રાખ્યું હોય ત્યારે તેમની સરકાર યુપીએ કરતાં ફક્ત રંગબાજીની નહીં, લોકહિતની બાબતમાં પણ જુદી અને ચડિયાતી પુરવાર થાય, એવી અપેક્ષા સ્વાભાવિક ગણાય.  એ માટે વડાપ્રધાન મોદીને પૂરતો સમય પણ મળવો જોઇએ. છતાં, સમય આપ્યા પછી તેમના દાવા સાકાર થયા કે નહીં એ માપવાનો ગજ ટૂંકો ન કરાય.
યુપીએ સરકારના સમયગાળામાં સીબીઆઇ જેવી તપાસસંસ્થા સરકારી પિંજરાના પોપટ જેવી બની હોવાની ટીપ્પણી સર્વોચ્ચ અદાલતે કરવી પડી હતી. સીબીઆઇની બિનઅસરકારકતા અને તેનો રાજકીય ઉપયોગ હાંસીનો વિષય બન્યાં છે. તેમનું પુનઃસ્થાપન જરૃરી છે.
રાજકીય તરફેણ કે રાજકીય કિન્નાખોરી વિના સીબીઆઇ કામ કરી શકે એ માટે રાજકીય નેતાઓએ એટલું જ કરવાની જરૃર છે કે તેમાં દખલ ન કરવી. રોબર્ટ વાડ્રાથી માંડીને અમિત શાહ સુધીના સૌ કોઇ સામે સીબીઆઇ સ્વાયત્ત ધોરણે અને શેહશરમ રાખ્યા વિના ન્યાયી તપાસ કરી શકે અને એ તપાસ ન્યાયી રીતે થઇ, એટલો લોકોને ભરોસો આપી શકે તો મોટું કામ થાય.
જાહેર સાહસોને નેતાઓ હંમેશાં પોતાના ગરાસ જેવાં ગણે છે. એવી જ રીતે, સરકારી કંપનીઓના ભાગે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાની વૃત્તિ પણ યુપીએ સહિતની સરકારોની મોટી મર્યાદા રહી છે. જાહેર સંસાધનોની આ રીતે થતી લૂંટ અટકે તે જરૃરી છે. યુપીએ સરકારે ગરીબકલ્યાણના નામે આડેધડ સબસીડીનું રાજ ચલાવ્યું છે. તેમાંથી જરૃરતમંદોને અલગ તારવવાની તસ્દી કદી લેવામાં આવી નથી. તેનું મુખ્ય કારણ મધ્યમ વર્ગને નારાજ કર્યા વિના ગરીબોના હિતરક્ષણનો દેખાડો કરવાની વૃત્તિ છે. કહેવાતી ગરીબલક્ષી નીતિને કારણે લાભ કરતાં ગેરલાભ વધુ થયો છે. સાથોસાથ, મોંઘવારી જેવા મુદ્દાએ સરકાર સામે બેદિલી ફેલાવવામાં મોટો ફાળો આપ્યો છે. આ મુદ્દે એનડીએ સરકાર કેવું વલણ લે છે, એની પરથી યુપીએ અને એનડીએ વચ્ચેની આર્થિક નીતિ અને તેની અસરોનો તફાવત સ્પષ્ટ થશે. યુપીએ સરકારની એક ખામી એ રહી કે પોતાના સમયગાળાનાં થોડાઘણાં સારાં કામ તે લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શકી નહીં. આ એક બાબતમાં એનડીએ સરકાર યુપીએ જેવી ભૂલ નહીં કરે એવું અત્યારથી ખાતરીપૂર્વક કહી શકાય.

શરીફ- મોદી ઃ હાથમાં હાથ
નવી દિલ્હી, તા.૨૪
પોતાના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને પાઠવેલા આમંત્રણના સ્વીકારથી વિધેયાત્મક પડઘા પડયા છે. ભાજપે એની પ્રશંસા કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વિશ્વાસ વ્યકત કર્યો છે. કોંગ્રેસે એને માત્ર સાથે ફોટો પડાવવાની તક ગણાવી, મોદી ૨૬-૧૧ના હુમલાને ઉખેડે એવી ઇચ્છા રાખી છે. દરમિયાન, મોદીના આમંત્રણનો સ્વીકાર કરતા અગાઉ શરીફે પાકિસ્તાનના લશ્કરની સલાહ લીધી હોવાનું સમજાય છે. આથી ભારત- પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાંતોના મતે, શરીફની આગામી ભારત- મુલાકત, બે દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં નવું પૃષ્ઠ અને મોદીની રાજદ્વારી ચાલ ગણાવ્યા છે. પોતાના સલાહકાર તારિક અઝીમ, વિદેશપ્રધાન સરતાજ અઝીજ અને પુત્રીની સાથે અહી આવી રહેલા શરીફ મંગળવારે મોદી સાથે ટુંકી બેઠક પણ યોજાશે. અઝીઝે કહ્યું કે આ પ્રદેશમાં શાંતિ બંને રાષ્ટ્રોને મદદરૃપ થશે. ત્યારે પાકિસ્તાનના પીપીપી પક્ષના નેતા શેર્રી રહેમાને કહ્યું છે કે મહત્વના મુદ્દે ચર્ચાની અપેક્ષા રાખશો નહી. સહુએ થોભીને રાહ જોવી રહી.
ગાંધી કુટુંબ જોડાશે ?
મોદીના શપથવિધિ કાર્યક્રમ સંબંધી વિવાદનો ચરૃ ઉકળતો જ રહે છે... પછી એ ઘરઆંગણાનો મુદ્દો હોય કે અન્ય કોઇ. મમતા, જયલલિતા અને ભાજપના તમિલનાડુના સાથીઓ કાર્યક્રમથી અળગા રહેવાની ધમકી આપી રહ્યા છે. તેઓ શ્રીલંકાના પ્રમુખ રાજાપક્ષાને નિમંત્રણ પાઠવાયાથી વ્યગ્ર છે. અને હવે સહુની નજર સોનિયા અને રાહુલ ગાંધી પર છે. પ્રશ્ન એ છે કે શું તેઓ સોમવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં આવશે ? રાષ્ટ્રપતિએ તા.૨૦ મેએ મોદીને વડાપ્રધાનના સ્થાન માટે પદનામિત કર્યા એ પછી સોનિયા ગાંધીએ મોદીને અભિનંદન પત્ર પાઠવ્યા છે, પરંતુ તા.૨૬ મેના કાર્યક્રમ બાબતે  રહસ્ય જેમનું તેમ છે.
પંડિતો માટે આશકિરણ
મોદીએ કાશ્મીરી પંડિતો માટે માદરે વતન પાછા વળવાની આશાને પુનર્જિવિત કરી હોવાનું લાગે છે. ''મોદીએ ચોક્કસપણે અમારા આશાવાદને ઇંધણ પુરૃ પાડયુ છે... અમે એમના પગલાંને અવલોકી રહ્યા છીએ,'' એમ અખિલ ભારતીય કાશ્મીરી સમાજના અધ્યક્ષ કૌલે જણાવ્યું. આ સંગઠન કાશ્મીરી પંડિતોની મોટી પ્રાતિનિધિક સંસ્થા છે, જેનો વિશ્વભરમાં ૫૦ શાખાઓ છે.
નિવાસનો નિર્ણય બાકી
દેશના વિદાય લઇ રહેલા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ દિલ્હીના રેસકોર્સ રોડ પરના ૭ નંબરનાં બંગલે વડાપ્રધાન તરીકે કાર્ય કરતા હતા, જ્યારે ૩, રેસકોર્સ રોડ એમનું નિવાસસ્થાન હતું. પરંતુ કેન્દ્રીય જાહેર બાંધકામ ખાતાને ખાતરી નથી કે મોદી કયા બંગલાને કાર્યાલય બનાવશે અને કયા બંગલાને ઘર? જો કે ૫, રેસકોર્સ રોડ મકાનને નવેસરથી ચમકાવાયું છે, અને જો મોદી ઇચ્છે તો એમની શપથવિધિ પછી તેઓ તુર્ત જ સ્થળાંતર કરી લઇ શકશે. ગમે એમ, પરિવાર વિના રહેનારા મોદી પ્રથમ વડાપ્રધાન બનશે.
ખમણ, ઢોકળા..!
રાષ્ટ્રપતિએ શપથવિધિ પછી યોજાનારા ભોજન સમારંભમાં ગુજરાતી વાનગીઓ પીરસવા માટે ખાસ સૂચના આપી છે. આ માટે દિલ્હીના ગુજરાત ભવનના સ્ટાફની મદદ લેવાઇ રહી છે. મોદી એમના વિદાય સમારંભમાં બોલ્યા હતા કે ''હવે પીએમઓમાં ગુજરાતી બોલાશે અને તમને ખમણ, ઢોકળા ખાવા પણ મળશે...''
રાષ્ટ્રપતિએ મોદીના આ શબ્દોમાંથી ''પ્રેરણા'' લીધી હોવાનું જણાય છે.
- ઇન્દર સાહની
 

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે જાણીતી કંપની ફ્લિપકાર્ટે મિન્ત્રા ડોટકોમને ખરીદી લઈ પોતાનું કદ વિસ્તાર્યુ છેઃ ઓનલાઈન શોપિંગ સતત વધી રહ્યું છે

ઓનલાઈન શોપિંગ ઃ ક્લિકવગા વેપાર-વ્યવહારનું વિસ્તરતું વિશ્વ

ભારતમાં મોબાઈલ-કમ્પ્યુટરમાં ઈન્ટરનેટના વધતા વપરાશ સાથે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સારી ચીજો સસ્તા ભાવે મળવા ઉપરાંત પણ ઓનલાઈન શોપિંગના ઘણા લાભ છે. સાથે સાથે કેટલીક સાવચેતી પણ રાખવી રહી.

સ્માર્ટફોન વાપરનારી પેઢી ફ્લિપકાર્ટ નામથી અજાણ નથી. ઓનલાઈન શોપિંગ માટે ભારતમાં આ વેબસાઈટ વ્યાપકપણે વપરાય છે. ફ્લિપકાર્ટે પોતાનું વિસ્તરણ કરતાં મિન્ત્રા ડોટકોમ નામની અન્ય એક ઓનલાઈન વેબસાઈટ ખરીદી લીધી છે. બેંગલોર સ્થિત મિન્ત્રા મોટેભાગે ફેશનેબલ ચીજો, કપડાં, જુત્તાં-પટ્ટા વગેરે ચીજોનું વેચાણ કરે છે. એ કંપનીને ફ્લિપકાર્ટે ૩૩ કરોડ ડોલરમાં ખરીદી લીધી છે. ચૂંટણીની પૂર્ણાહૂતી અને નવી સરકારની પા પા પગલી વચ્ચે આ સમાચાર ચમક્યા તો હતાં. પણ તેનું મહત્ત્વ વિસ્તારપૂર્વક સમજવું પડે એમ છે, કેમ કે ઓનલાઈન શોપિંગનો યુગ આરંભાઈ ચુક્યો છે અને તેનું કદ સતત મોટું થતુ જાય છે.
હાથમાં કપડાંની થેલી લઈ માર્કેટમાં જવું, જરુરી ચીજો પસંદ કરવી, એક પછી એક થેલીમાં પધરાવવી અને બધો સામાન લઈ ઘરે પરત આવવું. ખરીદીની આ પરંપરાગત વ્યખ્યા છે. હવે સ્થિતિ બદલાઈ રહી છે. ઈન્ટરનેટના વધતા વપરાશ સાથે ઈન્ટરનેટ પરથી ખરીદી થઈ શકે એવી પ્રથા અસ્તિત્વમાં આવી છે. એનું નામ ઓનલાઈન શોપિંગ. હવે ખરીદી કરવા માટે થેલીની નહીં પણ ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ કનેક્શનની જ જરૃર રહે છે. ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી સંખ્યાબંધ વેબસાઈટો હાજર છે. એમાંથી કોઈ એક સાઈટ પર જઈ, જરૃરી ચીજોનો ઓર્ડર આપી શકાય છે. વિવિધ સાઈટો પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કે પછી ઘરે ડિલિવરી મળે પછી પૈસા ચુકવવાનો વિકલ્પ અપનાવી શકાય છે. આ આધુનિક શોપિંગનો ટ્રેન્ડ છે. આ ઓનલાઈન શોપિંગ છે. હવે ભારતમાં સતત તેનો વ્યાપ વધતો જાય છે.
ભારતમાં સ્માર્ટ ફોન વપરાશકારો વધી રહ્યાં છે. સ્માર્ટ ફોન હોય એટલે ઈન્ટરનેટ કનેક્શન હોવાનું જ. એ ઉપરાંત પણ ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં વૃદ્ધિ જ થતી રહે છે. ઈન્ટરનેટનો ઘણો બીનજરૃરી વપરાશ થતો હોય છે. પરંતુ રચનાત્કમ ઉપયોગ પણ થાય છે. એમાંનો એક રચનાત્મક ઉપયોગ એટલે ધોમ તડકામાં કે વરસતા વરસાદમાં બહાર નીકળ્યા વગર ઘરબેઠા શોપિંગ કરવું. ઈન્ટરનેટના વ્યાપ સાથે ઓનલાઈન શોપિંગના વિકલ્પો આપતી વેબસાઈટો પણ વધી રહી છે અને લોકોની જાગૃકતા પણ વધી રહી છે. એટલે ૨૦૦૯ના ડિસેમ્બરમાં આખા ભારતમાં રૃપિયા ૧૯૨ અબજની ખરીદી ઓનલાઈન નોંધાઈ હતી. એ વધતી વધતી ડિસેમ્બર ૨૦૧૩માં સવા છસ્સો અબજ રૃપિયાએ પહોંચ્યુ હતું.
પુસ્તકો અને રેવલે-વિમાનની ટિકિટો, ઉપરાંત હવે તો જુત્તાં, કપડાં, ઘરેણા, ગિફ્ટ આર્ટિકલ્સ, મોબાઈલ-ટેબલેટ, ઘરવખરીનો સામાન, ફિલ્મની ટિકિટો, હોટેલ બૂકિંગ, રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, આરોગ્ય વિષયક ચીજો, રમત-ગમતના સાધનો.. વગેરે ચીજો વ્યાપક પ્રમાણમાં ઓનલાઈન ખરીદાય છે.
ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી કંપનીઓ પોતાની એપ ધરાવે છે એટલે મોબાઈલ દ્વારા ખરીદી કરવી અત્યંત સરળ થઈ ગઈ છે. ભારતીય પ્રજા એ સરળતાનો ભરપુર ઉપયોગ કરે છે. ચીનમાં મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરતા લોકો પૈકી ૧૮ ટકા ઓનલાઈન શોપિંગ કરે છે. ભારતમાં આ પ્રમાણ ૧૫ ટકા છે. મોબાઈલ દ્વારા ઓનલાઈન ખરીદી કરતાં દેશોમાં ભારત બીજા ક્રમે છે.
અત્યારે ભારતમાં વ્યાપક બની રહેલા ઓનલાઈન શોપિંગની શરૃઆત છેક ૧૯૭૯માં માઈકલ એલ્ડ્રીચ નામના અમેરિકન ઈજનેરે કરી હતી. ૧૯૮૦માં ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી સાઈટો શરૃ થઈ અને અમેરિકામાં ૧૯૮૦ના દાયકામાં જ તેનો વિકાસ થયો. પિઝા હટ કંપનીએ ઓનલાઈન પિઝાનો ઓર્ડર લેવાની શરૃઆત કરી. પછી તો ૧૯૯૪માં ઓનલાઈ શોપિંગની દુનિયાની આજે બેતાજ બાદશાહ બનેલી એમેઝોન ડોટકોમની સ્થાપના થઈ. ઓનલાઈન શોપિંગનો વૈશ્વિક વ્યાપક સમજવા માટે એમેઝોનનું ઉદાહરણ પુરતું થઈ પડે એમ છે. એ દુનિયાની સૌથી મોટી ઓનલાઈન વેપાર કરતી કંપની હોવા ઉપરાંત જગતની સૌથી મોટી બ્રાન્ડ પૈકીની એક ગણાય છે. એમેઝોન પછી ઈ-બે કંપની સ્થપાઈ અને હવે તો અનેક કંપનીઓ એક ક્લિક સાથે હાજરા-હજુર છે.
ઓનલાઈન શોપિંગના ઘણા દેખીતા ફાયદા છે. સૌથી મોટો ફાયદો દસથી માંડીને પચાસ ટકા સુધીના ડિસ્કાઉન્ટનો છે. એટલે મોબાઈલ ફોન કંપનીની દુકાનમાં દસ હજારનો મળતો હોય તો ઓનલાઈન સાઈટો પર હજાર-પંદરસોની ઓછી કિંમતે મળતો હોય જ. તો પછી જાણકારો શા માટે ઓનલાઈન શોપિંગ ન કરે? ઓનલાઈન વેચાણો કરતી સાઈટો ઉત્પાદક કંપનીઓ પાસેથી જથ્થાબંધ સામગ્રી ખરીદી લેતી હોવાથી તેમને ભારે ડિસ્કાઉન્ટ આપવુ પોસાય છે. દુકાનમાંથી ખરીદી કર્યા પછી માલ બદલાવી શકાય એવી સગવડ હોય છે, જે ઓનલાઈન શોપિંગમા પણ મળે છે. વધતા વ્યાપ સાથે ઓનલાઈન શોપિંગમાં વિકલ્પો વધી રહ્યાં છે. કપડાં લેવા હોય તો હજારો ડિઝાઈન-કલર મળે છે. ટેલિવિઝન ખરીદવું હોય તો તમામ બ્રાન્ડના તમામ કિંમતના ટીવી હાજર હોય છે. અલબત્ત, બજારમાં હટાણુ કરવા જતી વખતે છેતરાવાનો ભય રહે એમ ઓનલાઈન શોપિંગ વખતે પણ કંઈક લોચો થવાની શક્યતા રહે જ છે. પરંતુ એ માટે થોડો અભ્યાસ કરી લેવાથી વધુ કોઈ તૈયારીની જરૃર હોતી નથી. જે સાઈટ પરથી ખરીદી કરતાં હોઈએ એ સાઈટ પર આપેલી શરતો વાંચી લેવાથી ક્યાં ક્યાં છેતરાઈ શકાય એમ છે અને ન છેતરાવા માટે શું કરવું એ સમજવું સરળ થઈ જાય છે.
મોટી ખરીદી વખતે એક સાથે હજારો રૃપિયાની ચુકવણી ન કરવી હોય તો હપ્તાની સગવડ મળે જ છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી શોપિંગ થઈ શકે છે. કેશ ઓન ડિલિવરી એટલે કે ઘરે મંગાવેલી સામગ્રી આવે, જોઈ-ચકાસી લીધા પછી જ પૈસા ચૂકવાય એવો વિકલ્પ પણ મળે છે. અને કેશ ઓન ડિલિવરી એ જ શોપિંગ માટેનો સૌથી વધુ સરળ રસ્તો છે. ઓનલાઈન શોપિંગ વખતે સૌથી મોટો ભય કોઈ નકલી વેબસાઈટ પર ઓનલાઈન્ટ પેમેન્ટ કરી બેસવાનો હોય છે. એ ટાળવા માટે બને ત્યાં સુધી અજાણી વેબસાઈટ પર ઓનલાઈન ચૂકવણી કરવી જ નહીં. ઓનલાઈન ચૂકવણી કરવી અનિવાર્ય હોય તો ખરીદી જ પડતી મુકવી. સરળ ખરીદી કરવાનો એક વિકલ્પ ધીમે ધીમે શરૃઆત કરવાનો છે. સીધી જ કોઈ બે-પાંચ હજારની ચીજ ઓર્ડર કરવાને બદલે બસ્સો-પાંચસો રૃપિયાની ચીજ ખરીદી જોઈ ઓનલાઈન શોપિંગનો જાત અનુભવ કરી લેવો જોઈએ. એ પછી સંતોષ થાય તો જ આગળ વધવું એ સહેલો રસ્તો છે. એક ગ્રાહકને ખરીદી કરતી વખતે થતી હોય એવી ઘણીખરી મૂંઝવણો દૂર થઈ જાય છે. શોપિંગનું ચલણ વધવાનું એક કારણ આ પણ છે.
કપડાં ખરીદતી વખતે ઈન્ટરનેટ પર કલર ગમે અને ઘરે આવ્યા પછી ન ગમે એવુ પણ બનતું હોય છે. તો હવે કેટલીક કંપનીઓ ગ્રાહકના ઓર્ડર ઉપરાંત તેને મળતી આવતી ચીજો ઘરે લઈ જવાની પ્રથા શરૃ કરવા જઈ રહી છે. એટલે એક ટી-શર્ટ ખરીદ્યુ હોય તો ડિલિવરી વખતે તમને ત્રણ-ચાર ટી-શર્ટ જોવા મળે અને તેમાંથી ગમે એ ખરીદી લેવાનું. ટૂંકમાં પસંદગીનો વિકલ્પ પણ ઘરે બેઠા જ મળી રહેવાનો છે.
રેલવે-વિમાન-બસોની ઓનલાઈન ટિકિટ બૂકિંગ સુવિધાને કારણે એજન્ટોની દાદાગીરીથી બચી શકાય છે. ઈન્ટરનેટ વાપરતો કોઈ પણ વ્યક્તિ રેેલવેની ટિકિટ બૂક કરી શકે છે. વિમાનની ટિકિટ તો એનાથી પણ સરળ રીતે મેળવી શકાય છે. એેટલે ટિકિટ માટે એજન્ટોના હાથ-પગ જોડવા પડે એવી સ્થિતિ ઓછી થઈ રહી છે. એ જરૃરી પણ છે. ઓનલાઈન શોપિંગ કરનારા આપણે પહેલા નથી હોતા. આપણને ગમે એ ચીજ અગાઉ કોઈકે તો ખરીદી જ હોય. એટલે એ ખરીદનારને જે-તે પ્રોડક્ટ કેવી લાગી, તેનો અભિપ્રાય પણ વેબસાઈટ પર વાંચીને ખરીદી સરળ બનાવી શકાય છે.
ઓનલાઈન શોપિંગમાં ભારતની આગળ એક જ દેશ છે, ચીન. ચીનમાં ૨૦૧૨માં ૨૨ કરોડ લોકોએ ઓનલાઈન શોપિંગ કર્યું હતું, તો ભારતમાં એ આંકડો ૧૫ કરોડ હતો. જે રીતે ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે, એ જોતાં આગામી દિવસોમાં ઘરની મોટા ભાગની ચીજો ઓનલાઈન ખરીદાતી થઈ જાય તો નવાઈ નહીં.


સરકાર નવી, સમસ્યાઓ જૂની (લેખાંક ઃ ૨)

- નવી સરકાર માટે સૌથી મોટો પડકાર મોંઘવારીને નાથવાનો છે
- વિદેશમાં રહેલું કાળું ધન વળી બીજી મોટી સમસ્યા
- કાળું ધન પાછું લાવવાની માંગણી ભાજપ અને નરેન્દ્ર મોદી વારંવાર કરતા રહ્યા છે


મોદીની સરકાર નવી છે પણ એની સામેની સમસ્યાઓ, પ્રશ્નો, પડકારો વગેરે આપણા દેશના જે છે એ વર્ષો જૂના છે.
મનમોહન સરકાર ૧૦ વર્ષ રહી પણ એણે એ સમસ્યાઓને ઉકેલવા કશું જ કર્યું નહીં એટલે ઉલટાની એ સમસ્યાઓ વકરી. નરેન્દ્ર મોદીને જનતાએ જે પ્રચંડ સાથ આપ્યો એનું કારણ મનમોહનસિંહ પણ ઘણા અંશે ખરા ! (નરેન્દ્ર મોદીએ એટલો મનમોહનસિંહનો આભાર માનવો જોઈએ) દા.ત. દેશનો જે વિકાસદર ૯ ટકા પર પહોંચેલો એ ઘટીને ૪.૯ ટકા પર મનમોહનસિંહના શાસનમાં જ પહોંચ્યો.
એ વિકાસદરને પાછો ઉપર લાવવાનું કામ નવી સરકારે કરવાનું છે. નરેન્દ્ર મોદીની કસોટીઓ હવે જ આવી દરેક સમસ્યાઓને ઉકેલવામાં જ છે. જોકે એમનામાં દ્રષ્ટિ અને પરિશ્રમ કરવાની તૈયારી છે એટલે તેઓ ધારે તો ગમે તેવી કસોટી પાર કરી શકે તેમ છે. (આ ચૂંટણી જીતવાની કસોટી જેવી તેવી હતી ? પરંતુ પહેલાંથી જ એ ''કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં ખાતુ પણ ખોલી શકશે નહીં.'' એવું કહેતા હતા અને પછી થયું એમ જ !)
આ વિકાસદર ઊંચે લાવવા નવી સરકાર કેવી રણનીતિ અપનાવવા માંગે છે એનો અંદાજ જુલાઈ મહિનામાં ૨૦૧૪-૧૫નું પૂર્ણ બજેટ રજૂ કરશે એમાં અંદાજ મળી જશે.
એ બજેટ દેશની આર્થિક ગતિવિધિઓને ગતિ દેનારૃં નહીં હોય તો દેશની વિકાસયાત્રાનો અંત નક્કી છે. મોદીની પહેલી કસોટી એ દ્રષ્ટિએ, બજેટ બનશે.
આના કરતાં પણ વધુ ગંભીર પડકાર નવી સરકાર સામે મોંઘવારીને કાબુમાં લેવાનો છે. આ પ્રશ્ન દેશની દરેક જનતાને એટલે કે રંક અને તવંગર, બાળકોથી માંડી વૃદ્ધોને, દરેકને સ્પર્શનારો છે. મોંઘવારીને અંકુશમાં લેવાના જોકે પ્રયત્નો થયા છે પણ બધા નિષ્ફળ ગયા છે કારણ કે એ બધા ઉપર છેલ્લા પ્રયત્નો થયા છે. ઉલટાનું શરદ પવાર જેવા પ્રધાનો ૧૦-૧૫ વર્ષથી કેન્દ્રમાં હતા એ એવી કપટી નીતિ કરતા કે મોંઘવારી ઉલટાની વધે. અને વધતી જ રહી. (નેટવર્કમાં દસ વર્ષથી ચેતવવામાં આવતું હતું કે ''શરદ પવારને દૂર કરવામાં નહીં આવે તો કોંગ્રેસને એ જ હરાવશે'' અને એવું જ બન્યું. કોંગ્રેસની હારનું એક કારણ જેમ મનમોહનસિંહ છે એમ બીજું કારણ શરદ પવાર છે.)
રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને હમણાં કહ્યું હતું કે, મોંઘવારી ૨૦૧૬ સુધી કાબુમાં આવે તેમ નથી.
અર્થશાસ્ત્રનો એક સામાન્ય અને પાયાના સિદ્ધાંત છે કે, માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધવાથી મોંઘવારી માથું ઉચકવા લાગે છે. પરંતુ મનમોહન સરકારે તો મોંઘવારી વધતી જતી હતી છતાં પુરવઠો વધારવાનો પ્રયત્ન જ નહીં કરેલો. ખાસ કરીને અનાજ અને શાકભાજી જેવી દરેક નાગરિકની દરરોજની જીવન જરૃરિયાતની ચીજોના ભાવ વધતા ગરીબોની થાળીમાંથી એમાંની એક એક ચીજ ઓછી થતી ગઈ. દા.ત. અત્યારે કેરીની સીઝન છે.  કેરી એટલી મોંઘી છે કે ગરીબો આખી સીઝનમાં કેરી ખાય શકતા જ નથી. દૂધનું પણ એવું જ થયું છે. દૂધ સરકારે જ ધીરે ધીરે એટલું મોંઘું કર્યું છે કે વધુ પાણી વાળુ દૂધ હોય એની જ ચા ગરીબો બનાવીને એકાદવાર સવારમાં પીએ છે.
દેશમાં અનાજના સરકારી ભંડારો ભરેલા પડયા છે જ્યાં અનાજ સડે છે પણ ગરીબની થાળીમાં રોટી નથી. એનું કારણ અનાજ પ્રધાન શરદ પવાર છે. એ શરદ પવાર જોકે હવે સત્તામાં નથી પરંતુ નરેન્દ્ર મોદીએ એવા પ્રધાનને એમની જગ્યાએ નીમવા જોઈએ કે જે મોંઘવારી દૂર ન કરે તો કાંઈ નહીં પણ મોંઘવારી વધવા તો ન દે !
શરદ પવારની નીતિ એવી હતી કે ખેડૂતોને પણ લાભ ન મળે પણ વેપારીને જ લાભ મળે. વેપારી સંઘરાખોરી કરીને મોંઘવારી વધારવાનું કામ કરે અને શરદ પવાર એ વેપારીઓ સાથે ભાગીદારી રાખે ! (શરદ પવારે નરેન્દ્ર મોદીમાં ઘુસવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મોદીએ હજી સુધી એને દાદ નથી આપી.)
શરદ પવારે અનાજના ભંડારો ભરી ભરીને ગોડાઉનો ઉપર ઘણો ખર્ચ કર્યો (ગોડાઉનોમાં પણ શરદ પવારની ભાગીદારી હોય) પણ એ અનાજ ગરીબોના ભાણા સુધી નથી પહોંચ્યું.
આવી માનવસર્જિત મોંઘવારીને તોડવી નરેન્દ્ર મોદી માટે અઘરૃં નથી. નવી સરકારમાં શરદ પવાર નથી પણ એણે ઊભા કરેલા ટટ્ટુઓ તો બેઠા જ છે.
 એ પૂરું વિષ ભરેલું વર્તુળ નરેન્દ્ર મોદીએ તોડવાનું છે અને તોડશે જ.
આવી બીજી ગંભીર સમસ્યા વિદેશોમાં રહેલા કાળા નાણાની છે. નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનોમાં હંમેશા આ કાળા નાણાનો ઉલ્લેખ કરતા આવ્યા છે. કાળા નાણા વિષે સંસદમાં અને બહાર સતત ચર્ચાઓ થતી હોવા છતાં દસ વર્ષમાં મનમોહનસિંહે આ બાબતે પણ કશું કર્યું નથી.
વિદેશોમાં કાળું નાણું આપણા દેશનું (એટલે આપણા ધનિકો અને રાજકારણીઓનું) કેટલું છે એનો અંદાજ પણ ન મળે છતાં અનુમાન એવું કરવામાં આવે છે કે આપણા દેશમાં જેટલું કાળું નાણું છે એ આપણા દેશમાંના ધોળા નાણા કરતાં પણ વધુ છે !
મનમોહનસિંહે અને એમની સરકારે આ દિશામાં કશું કર્યું નહીં કે કશું કરતા નથી એની સુપ્રિમ કોર્ટે પણ ઝાટકણી કાઢેલી. સુપ્રિમ કોર્ટે ટીકા કરેલી કે કાળા નાણા પાછા લાવવા બાબત મનમોહનસિંહે બંધ લીફાફામાં કાગળો રાખીને કશું જ કર્યું નથી. સુપ્રિમ કોર્ટે કાળુ નાણું પાછું લાવવા માટે એક સમિતિ રચવાનું મનમોહનસિંહને કહેલું પણ એ પણ મનમોહનસિંહે ન કર્યું. નરેન્દ્ર મોદીને જે જનતાનો પ્રચંડ ટેકો મળ્યો એનું એક કારણ આ કારણે મનમોહનસિંહ જ છે. મનમોહનસિંહે એક પણ કામ કર્યું હોત તો કોંગ્રેસની આટલી બધી ખરાબ દશા ન થાત.
ગ્લોબલ ફાયનાન્સીયલ ઈન્ટીગ્રીટી નામની જે આંતરરાષ્ટ્રીય વિદેશી સંસ્થા છે (જી એફ આઈ) એ જણાવે છે કે, ભારતમાંથી દર વર્ષે ૨૭,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર કાળું નાણું વિદેશી બેન્કોમાં જમે થાય છે.
એ જ રીતે, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટે પણ ૨૦૦૯માં પોતાના રિપોર્ટમાં જણાવેલું કે, સ્વીસ બેન્ક અને બીજા ટેક્સ હેવન દેશોમાં ભારતીયોના ૭/૦૦/૦૦/૦૦/૦૦/૦૦/૦૦૦ રૃપિયા હોવાની ગણતરી છે.
એ પછી આટલા વર્ષોમાં એ રકમ બમણી થઈ ગઈ હોય તો નવાઈ નહીં.
આ બધા રૃપિયા ડોલર દેશમાં પાછા આવે તો આપણા દેશના કોઈને પણ ઈન્કમટેક્સ ભરવાની જરૃર ન રહે. (જોકે ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ ચાલુ જ રહે, બંધ જ ન થાય એવું ઈન્કમટેક્સ વિભાગનો સ્ટાફ ઈચ્છે છે કારણ કે એ બંધ થઈ જાય તો એ સ્ટાફની કાળા નાણાની આવક બંધ થઈ જાય. વિદેશોમાં જે કાળું નાણું છે એમાં આપણા દેશના ઈન્કમટેક્સના સ્ટાફનો ફાળો ઘણો છે. સરકારી નોકરિયાતોનો ફાળો પણ ઘણો ! પછી વેપારીઓ આવે)
આ કાળું નાણું પાછું આવે તો આપણો ઔદ્યોગિક વિકાસ પણ ઝડપી અને બેગણો થઈ જાય.
એટલે મોદી સરકારે આ કાળું નાણું પાછું લાવવાનું ઘણું મોટું કામ કરવાનું છે. જોકે છે મુશ્કેલ પણ મોદી ધારે તો અઘરૃં પણ નથી.
આ પછીની સમસ્યા છે. આંતરિક અને બાહ્ય સુરક્ષા. આંતરિક સુરક્ષા બહુ આયામી સમસ્યા છે. દા.ત. રોજેરોજની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સંગઠિત ગુનાખોરી, નકસલવાદ, પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદ, વગેરે પ્રશ્નો આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા છે. ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે પણ નકસલી આતંકવાદ અને પાકિસ્તાની આતંકવાદના હુમલા ચાલુ હતા. ચૂંટણી પછી પણ આતંકવાદી હુમલા ચાલુ જ છે.
મનમોહનસિંહની સરકાર આ બાબતમાં પણ અકર્મણ્ય રહી હતી. જનતાની સુરક્ષા માટે એણે ધ્યાન આપવાના બદલે મનમોહનસિંહ વારંવાર બોલતા જ રહ્યા કે નકસલવાદ અને આતંકવાદ દેશ માટે મોટો ખતરો છે પણ એમણે કશું એની સામે કર્યું નહીં. કરવાનું જે હોય તે એમણે કરવાનું હોય... જનતા શું કરવાની હતી ?
હવે, નરેન્દ્ર મોદીએ એ કરવાનું આવ્યું છે. એ માટે એ સક્ષમ છે.
* ગુણવંત છો. શાહ

ચૂંટણી ચાટ
* મોદીની રેલીમાં થતી ભીડનોે યશ મનમોહનસિંહને જાય છે. કારણ કે દસ વર્ષના એમના શાસનમાં ભણેલાઓ તો બેકાર રહ્યા પણ વેપાર- ધંધાવાળા બેકાર થઈ ગયા. એ બધા રેલીમાં આવી જાય છે.
* અમેઠીમાં મોદીએ સભા કરી ત્યારે નારો હતો 'ઉપર છત્રી, નીચે છાયો, ભાગ રાહુલ મોદી આયા' (જે સાચું પડયું... એમ જ થયું.)
* ગુજરાતમાં મોદીની અસર એટલી બધી રહી કે બધા વોટીંગ મશીનમાં ભાજપનું બટન ઘસાઈ ગયું હતું.
* રાહુલ ગાંધી ચૂંટણી શા માટે લડે છે ? લોકસભામાં ચર્ચામાં ભાગ નથી લેતા. શું ઘરમાં એ.સી. નથી ?
* રાહુલ ગાંધી પંખો અને એ.સી. બંધ કરીને દસ મિનિટ સુધી બેઠા રહ્યા એથી પરસેવો ખૂબ થતાં એ બુમ પાડીને બોલ્યા, 'જોયું ? હું નથી કહેતો કે દેશમાં ક્યાંય મોદી હવા નથી ?'
* પ્રિયંકાએ એક સભામાં કહ્યું, 'જુઓ મારું નામ પ્રિયંકા છે. મારો ફોટો લેવો હોય તો અત્યારે લઈ લો, નહીંતર ૨૦૧૯ પછી જ મોકો મળશે.'

સાવધાન! કૌભાંડ! કૌભાંડ!
કેળાં, કેરી, પપૈયું, સફરજન અને બીજા ફ્રુટોની જેમ તરબુચ (કલીંગર) પણ કેલ્શીયમ કાર્બાઇડથી પકવે છે
આજકાલ તરબુચની પુર બહાર સીઝન છે. રસ્તા પર ઢગલે ઢગલા ખડકેલા તરબુચ જોવા મળે છે પણ હવેના તરબુચ પહેલાં જેવા સ્વાદીલા નથી લાગતા. એનં કારણ છે એ કુદરતી રીતે પકવેલા નથી હોતા એ. કેલ્શીયમ કાર્બાઇડ, ઈથીલીન, ઈસીટીલીન વગેરે અનેક પ્રકારના રસાયણો વાપરીને શાકભાજી અને ખાસ કરીને ફ્રુટને કૃત્રિમ રીતે પકવવાનું દરેક શહેર-ગામમાં વ્યાપક કૌભાંડ ચાલે છે. ગમે તે ફ્રુટ લો, પણ એ કૃત્રિમ રીતે એટલે કેલ્શ્યમ કાર્બાઇડ, ઈથીલીન, ઈસીટીલીન, વગેરે કેટલીય જાતના રસાયણો આવે છે જેનાથી ફ્રુટના વેપારીઓ ફ્રુટ પકવે છે અને એવા ઝેરી ફળો આપણને એ કસાઇ વેપારીઓ ખવરાવે છે.એમને પકડવાનો કોઇ કાયદો નથી. વિશાળ કોલ્ડ સ્ટોરેજોમાં પણ ફ્રુટ અને શાક આ જ રીતે પકવવામાં આવે છે. આ રસાયણોથી ફ્રુટની છાલ તરત પીળી થઇ જાય છે જેથી આપણને લાગે કે ફ્રુટ પાકી ગયું છે. જ્યારે હકીકતમાં એ કાચું જ હોય છે. કેળાં, પપૈયું અને કેરી આ રીતે જ પકવવામાં આવે છે. આ રીતે પકવનાર વેપારીને ફાંસીની સજા હોવી જોઇએ એના બદલે એને સજા કરવાનો કોઇ કાયદો જ નથી અને જે છે એ સાવ પાંગળો એટલે કે ફરી ગુનો કરવા પ્રેરે એવો છે. કોઇ ન્યાયાધિશ પણ સુઓમોટો વાપરવાની હિંમત કરતો નથી અને વકીલો તો ડરપોક જ હોય છે!
આ બધા રસાયણોનો પાવડર ફ્રુટો ઉપર છાંટીને અથવા રસાયણવાળા પાણીમાં ફ્રુટોને ડુબાડીને કૃત્રિમ રીતે પકવવામાં આવે છે.
આ ઝેરથી બચવું હોય તો આવા ફ્રુટોને ઘરે લાવીને તરત ખાવા નહીં પણ પાંચ-સાત- દસ-પંદર દિવસ પછી એ કુદરતી રીતે પાકે પછી જ ખાવા. જોકે ેએનો પણ ઓરીજનલ સ્વાદ નહીં હોય પણ પેલા કૃત્રિમ કરતાં તો સારા!
સરકાર કે મ્યુનિ.ના જે ફુડ ઈન્સ્પેકટરો હોય છે એ તો હપ્તા ખાવામાં જ રાચે છે. ઈન્સ્પેકટરોને પણ સજા કરવાની જરૃર છે.


૧૪મા વડાપ્રધાન તરીકે આજે મોદીના શપથ

શપથની સાથે સદભાવના શરીફે પણ હાથ લંબાવ્યો...

દેશભરના સેલિબ્રીટી, કોર્પોરેટ જગત અને પાડોશી દેશોના વડાઓની હાજરી

નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાનપદે શપથ લેશે ત્યારે દેશ અને દુનિયાની નજર તેના સમારોહ પર છે. પાકિસ્તાનના વડા નવાઝ શરીફ વાઘા બોર્ડર થઈને આવવાના છે. લાંબી અવઢવ પછી તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે. ભારતના તમામ પાડોશી દેશોના વડા અમિતાભ બચ્ચન સહિતની દેશની સેલિબ્રીટી, રાજકીય નેતાઓ, ટોચની કોર્પોરેટ કંપનીઓના બોસ જેવાં કે અંબાણી બ્રધર્સ, ટાટા, બિરલા, અદાણી પણ હાજર રહેવાના છે. દેશના ત્રણ હજાર વીઆઈપીઓને આમંત્રણ અપાયા છે.
આવા ભવ્યાતિભવ્ય શપથ કોઈ વડાપ્રધાને લીધા નથી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સરકાર ચલાવશે. જ્યાં આટલી મોટી સંખ્યામાં સેલિબ્રીટી આવશે ત્યાં ત્રાસવાદીઓ પણ પોતાની હાજરી પુરાવવા હુમલો કરી વિશ્વનું ધ્યાન ખેંચે એવા પ્રયાસોમાં વ્યસ્ત છે.
શપથના બે દિવસ અગાઉ અફઘાનિસ્તાનમાં ભારતની એલચી કચેરી પર હુમલો અને જયપુરમાંથી પકડાયેલા ઈન્ડિયન મુજાહીદીનના બે ત્રાસવાદીઓ દિલ્હીમાં મોદીને ટાર્ગેટ બનાવવાના હતા તે ઘટના પ્રકાશમાં આવતા શપથ પણ પડકાર સમાન બની ગયા છે.
દિલ્હીમાં સલામતીના કડક પગલાં લેવાયા છે. સલામતી એજંસીઓને ખ્યાલ આવી ગયો છે કે ત્રાસવાદીઓનું ટાર્ગેટ નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાનના શપથમાં નાનું છમકલું કરીને ત્રાસવાદીઓ વિશ્વનું ધ્યાન ખેંચવા માગે છે.
આ બધા ટેન્સન વચ્ચે પાકિસ્તાનના વડા નવાઝ શરીફ રાહતની વાત લઈને આવ્યા છે. તે ભારતના ૧૫૦થી વધુ માછીમારોને શપથના દિવસે મુક્ત કરવાના છે.
 આમ તો, શરીફ સોમવારે સવારે આવીને બીજા દિવસે નીકળી જવાના છે. એટલે મોદી સાથે મંત્રણાનો કોઈ અવકાશ નથી પરંતુ થોડો સમય તો આ બંને બેસશે અને બંને દેશ વચ્ચે સંબંધો સુધારવાની ફોર્મ્યુલા તૈયાર કરશે. નવાઝ શરીફ ભારત આવશે એટલે અમેરિકાએ પણ ભારત તરફનો એપ્રોચ બદલવો પડશે, ચીનને પણ સંકેત જશે કે ભારત - પાકિસ્તાન એક થાય તો ચીનનું ઘૂષણખોરીનું ષડયંત્ર બહાર આવી શકે છે.
એક માણસે આમંત્રણ સ્વીકારવાની સાથે દેશભરમાં ચહલ-પહલ બની ગઈ છે. મોદી શપથના દિવસે ક્યો ડ્રેસ પહેરશે, ક્યા સેન્ડલ પહેરશે, ક્યો ખેસ પહેરશે તે અંગે ટીવી ડીબેટો ચાલી રહ્યા છે.
શ્રીલંકાના વડા રાજપકાસે શપથમાં આવવાના હોઈ તમિળનાડુ નારાજ છે. એનડીએનો સાથી પક્ષ એમએમકેએ નારાજગી વ્યક્ત કરી છે એમ યુપીએનો સાથી પક્ષ ડીએમકે તેમજ તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથાએ પણ સખ્ત વિરોધ નોંધાવ્યો છે. જોકે કેન્દ્ર સરકારે આ વાંધાને ગણકાર્યો નથી અને શ્રીલંકાના વડાને આવકારવાની તૈયારીઓ કરી દીધી છે.
સમગ્ર શપથ સમારોહને નરેન્દ્ર મોદીએ પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવાનો મેળાવડો બનાવી દીધો છે. પાકિસ્તાનના વડા નવાઝ શરીફને આમંત્રણ આપીને મોદીએ રાજકીય માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે શરીફે આમંત્રણને લાંબા વિચાર બાદ સ્વિકાર્યું હતું.
અટલબિહારી વાજપેઈના શાસનકાળમાં વાજપેઈ અને શરીફ વચ્ચેની સમજૂતીના પગલે સમજૌતા એક્સપ્રેસ શરૃ કરી હતી. હવે મોદી અને શરીફ કદાચ સદ્ભાવના એક્સપ્રેસ શરૃ કરશે !!
એક રાજકીય સમિક્ષકે કહ્યું છે કે નરેન્દ્ર મોદી ઈંદિરા ગાંધીની સ્ટાઈલ અપનાવી રહ્યા છે. ઈંદીરાની જેમ તે કડક પણ છે અને કૂણા હૃદયના પણ છે. કોંગ્રેસમાં જેમ ઈંદીરા ગાંધી વનમેન-શો છે એમ ભાજપમાં નરેન્દ્ર મોદી છે. ઈંદીરાજી ધાર્યું કરતા હતા એમ મોદી પણ કરે છે.
મોદી ઈંદીરા સ્ટાઈલ કરે કે વાજપાઈની સ્ટાઈલ મારે પણ તેમનો વડાપ્રધાન પદનો શપથ સમારોહ યાદગાર બની રહેશે. પાકિસ્તાનના વડાએ પણ શુભેચ્છાના પ્રતિક સમાન આમંત્રણ સ્વિકારતા વિશ્વભરમાં તે મુદ્દો ટોકિંગ પોઈંટ બન્યો છે.
આજની સાંજનો શપથ સમારોહ જોવા અમેરિકાના પ્રમુખ ઓબામા પણ ટીવી સામે ગોઠવાઈ જશે અને રશિયા તેમજ ચીનના વડાઓ પણ સમય ફાળવશે. નવાઝ શરીફે આમંત્રણ સ્વિકારતા મોદીના શપથ વૈશ્વિક રાજકારણ સાથે સંકળાઈ ગયા છે.


ટેકનોલોજીનો ગુલામ બનીને માણસ શું મેળવી રહ્યો છે ?

- ફુરસદમાં એકલા બેસીને વિચાર કરવાનો પણ અનેરો આનંદ હોય છે


આપણા જમાનાની એક કટોકટી એ છે કે ટેકનોલોજી આપણાં જીવન ઉપર એટલી બધી સવાર થઇ ગઇ છે કે આપણે જીવનમાંથી સાહજિકતા અને સ્વાભાવિકતા ગુમાવી દીધી છે. ટેકનોલોજી જીવન માટે જરૃરી છે. વિજ્ઞાાન અને ટેકનોલોજીતી આપણું જીવન સુખી અને સમૃધ્ધ બન્યું છે. પણ 'અતિ સર્વત્ર વર્જયેત' એ ન્યાયે કોઇ પણ વસ્તુનો અતિરેક હાનિકારક બની જાય છે. ટેકનોલોજી આપણી ગુલામ બનવી જોઇએ એને બદલે આપણે ટેકનોલોજીના ગુલામ બની ગયા છીએ.
આજે માણસ વિમાનમાં ઊડતો થઇ ગયો છે. દરરોજ નવી નવી એરલાઇન્સ દ્વારા નવી નવી ફ્લાઇટની ઘોષણા થતી રહે છે. કોનકોર્ડ વિમાન અવાજની ગતિથી પણ વધુ ઝડપે ઊડવા માંડયાં છે. અમેરિકાના ડલાસ હવાઇ મથકે બેઠાં હો તો ખબર પડે કે માથેથી દર સેકંડે એક વિમાન ઊડયા કરે છે. ત્યાં હવે બહુ ઓછા લોકો બસ કે ટ્રેનમાં પ્રવાસ કરે છે. સિંગાપુર અને કુઆલાલુમ્પુર વચ્ચે દર અડધા કલાકે વિમાન ઊડયા કરે છે. એમાં હજારો લોકો બે શહેરો વચ્ચે નિયમિત અપડાઉન કરતા રહે છે. એક જમાનામાં નર્મદ સુરતથી મુંબઇ કાં ચાલીને જતો કાં બળદગાડામાં બેસીને જતો ત્યારે રેલવે ટ્રેનની શોધ હજી નવીનવી હતી. લોકો દરિયો ઓળંગવાનું નામ જ લતા નહીં. રાજકોટથી અમદાવાદ જવું હોય તો પણ વિદેશપ્રવાસ જેવી તૈયારી કરવી પડતી, જમવાનું સાથે લઇ જવું પડતું. ત્યારે પ્રવાસનાં સાધનો તો બહુ ઓછા હતા એની જગ્યાએ આજે ખરીદી કરવા માટે પણ સિંગાપુર સુધીમાં આંટો મારી આવે છે.
આમ જુઓ તો આ એક સારી વાત છે, પણ કડવી વાસ્તવિકતા એ છે કે ટેકનોલોજી જેમ આગળ વધે છે તેમ આપણાં જીવનમાંથી ઉષ્મા અને લાગણી ઘટતાં જાય છે. સ્ટેશન અને એરપોર્ટ ઉપર એકબીજા સાથે માણસો અથડાતા જાય છે. પણ એમનામાં જે પ્રેમ ઉભરાતોહતો તે હવે બહુ ઓછો જોવા મળે છે. માનવસંબંધો છીછરા અને ઉપરછલ્લા બની ગયા છે. એક અંદાજ મુજબ અમેરિકન નાગરિક દર વરસે એની મોટરકારમાં સરેરાશ ૧૬૦૦ કલાક ગાળે છે અને ૧૫૦૦ માઇલનો પ્રવાસ કરે છે. આજનો માણસ ઘડિયાળના કાંટે ફરે છે.
ઘડિયાળની શોધ થઇ ત્યારે આપણી સગવડ માટે થઇ હતી. પણ ટેકનોલોજીની જેમ જ આપણે ઘડિયાળના પણ ગુલામ થઇ ગયા છીએ. કોઇ મિત્રને અચાનક મળવાનો મનમાં ઉમળકો હોય તો પણ એને દાબી દેવો પડે છે કેમકે આજે એપોઇન્ટમેન્ટ યુગ છે. કોઇની એપોઇન્ટમેન્ટ લીધા વિના મળવા જવાય જ નહીં. અચાનક જઇ ચડો તો પેલાનું મોઢું બગડી જાય. આજે ઈલેકટ્રોનિકનો જમાનો છે. ઘેરઘેર ટેલિવિઝન આવી ગયાં છે. એક જમાનામાં રેડિયોની બોલબાલા હતી પણ રેડિયોએ કદી સમાજજીવન ઉપર ટી.વી. જેવું આક્રમણ કર્યું નહોતું. રેડિયો ઉપરના કાર્યક્રમો થોડાક કલાક પૂરતા જ આવતા. એમાં મુખ્યત્વે સમાચાર અને સંગીતના કાર્યક્રમો સમય રોકી લેતા હતા. રેડિયો એ સાંભળવાનું માધ્યમ હતું. ટેલિવિઝન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. હવે ટેલિવિઝનની ૪૦ થી ૫૦ ચેનલો ઉપર જાતજાતની સિરિયલો જોવા મળે છે. તમે અચાનક કોઇને ઘેર જઇ ચડો એ જ સમયે લોકો કોઇ સિરિયલ જોતા હોય તો યજમાન ડિસ્ટર્બ થઇ જાય છે. મનુષ્યજીવન આટલી હદે કૃત્રિમ બની ગયું છે. ટેકનોલોજીએ સમાજજીવનની સમગ્ર સમતુલા જ ખોરવી નાખી છે.
એપોઇન્ટમેન્ટ લઇને જાઓ તો પણ પેલાનું ધ્યાન તો ઘડિયાળ ઉપર ચોંટેલું હોય છે. તમને ફાળવેલો સમય પૂરો થઇ જાય એટલે તમને ગેટઆઉટ નહીં કહે, પણ એના ચહેરા ઉપર અણગમો જરૃર ઊપસી આવે છે. સમય અહીં જીવનને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
માર્શલ મેકલુહાનની કલ્પના મુજબ આજની દુનિયા ગામડામાં ફેરવાઇ જાય છે. પણ બે દેશો વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી ગયું અને બે વ્યક્તિ વચ્ચેનું માનસિક અંતર વધી ગયું છે. વિમાનમાં બાજુબાજુમાં બેસીને પ્રવાસ કરનાર બે માણસો વચ્ચેનું ભૌગોલિક અંતર એકાદ ફૂટનું હોય છે પણ એ બે વ્યક્તિઓ વચ્ચેનું માનસિક અંતર તો અનેકગણું વધુ હોય છે. બે ફ્લેટમાં વરસોથી રહેનાર પડોશીઓએ એકબીજાનું મોઢું પણ ન જોયું હોય એવા દાખલા અનેક જોવા મળશે. મોટાં શહેરોના રસ્તા માણસના મેળાથી ઊભરાતા હોય છે, પણ એ મેળામાં પણ માણસ તો એકલો જ હોય છે. જૂની ફિલ્મ 'મેલા'માં એક ગીત હતું, 'મેલે મેં હમ અકેલે.'
૧૮૯૫માં ફિલ્મોની શોધ થઇ ત્યારે આખી દુનિયામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી એ પછીના ૧૦ જ વરસમાં હોલિવુડમાં સંખ્યાબંધ ફિલ્મો ઊતરવા માંડી હતી. આમાં ખૂબીની વાત એ છે કે લુમિયર બ્રધર્સે સિનેમાની શોધ મૂળ તો જીવનના યાદગાર પ્રસંગોને કચકડે મઢી લેવા માટે કરી હતી. આજના જેવી રંગીન અને સંગીતમય ફિલ્મો બનશે એવી તો એમને કલ્પના જ નહોતી. સિનેમા એ વિજ્ઞાાને કરેલી સૌથી કલાત્મક શોધ હતી.
આજે હવે સિનેમાનું સ્થાન ટી.વી. સિરિયલોએ લઇ લીધું છે. આ સિરિયલોમાં પણ જે પ્રકારનો સમાજ દર્શાવાય છે એ તદ્દન અવાસ્તવિક હોય છે. અત્યારની સિરિયલોમાં મોટે ભાગે ખટપટ, પ્રપંચ અને કાવાદાવા જોવા મળે છે. એમાં ક્યાંય લાગણી સ્વાભાવિકતા શોધ્યે જડતી નથી. આની સીધી અસર સમાજ ઉપર થાય છે. ભવિષ્યનો સમાજ કેવો હશે એની કલ્પના આસાનીથી થઇ શકે છે. એનું વાસ્તવિક ચિત્ર મેળવવું હોય તો કોઇ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવો પડે.
સંગીતને નામે રિમિક્સ થયેલા ગીતોની ભરમાર જોવા મળે છે. એમાં નૃત્યના નામે કસરતનાં દાવ દેખાય છે. કમ્પ્યુટરની મદદથી દર સેકંડે દ્રશ્ય બદલાતું હોય છે. એમાં પણ મૌલિકતાના અભાવે જૂનાં ગીતો નવા સ્વરૃપે રજૂ થાય છે. નૃત્યના નામે જાતજાતનાં અટકચાળાં કરવામાં આવે છે. એમાં પણ અશ્લીલતા ભારોભાર ઠાંસોઠાંસ ભરી દેવાય છે. એક જમાનામાં ભવાઇ જેવા લોકમાધ્યમોમાં સ્થાનિક સંસ્કૃતિની અનેરી ઝલક જોવા મળતી. આજના રિમિક્સ ગીતોમાં કોઇ સંસ્કૃતિ કે કોઇ સંદેશો હોતો નથી. કમ્પ્યુટરની મદદથી નાના પડદા ઉપર ચમત્કાર સર્જી શકાય. ભારત જેવા દેશમાં વિકાસના કાર્યક્રમો પણ આપી શકાય. એમાં શરત એ છે કે ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરતાં આવડવું જોઇએ. આજનું ટેલિવિઝન નકલી ઘીદૂધની જેમ જ ભેળસેળિયું થઇ ગયું છે.
આજના સમારંભો પણ તદ્દન કૃત્રિમ થઇ ગયા છે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવવાના હોય ત્યારે એરપોર્ટ ઉપર લેવા માટે કોણ જશે, કેવી રીતે હાથ મિલાવશે, ભાષણમાં શું બોલશે એનું પણ રિહર્સલ કરવામાં આવે છે. ભાષણ કરનારા પોપટની જેમ ગોખેલું બોલી જાય છે. બધું અગાઉથી ગોઠવેલું હોય છે. કશું સાહજિક હોતું જ નથી. પ્રોટોકોલને નામે એક પ્રકારની યંત્રવત સ્થિતિ આવી ગઇ છે. ધીમે ધીમે માણસ પોતે જ ચાવી દીધેલો રોબોટ બની જશે.
ટી.વી. ઉપરની જાહેરખબરો પણ જીવનને કૃત્રિમ બનાવવાના આ ક્રમમાં ઉમેરો કરે છે. જેની જીવનમાં કોઇ ઉપયોગીતા જ ન હોય એવી ચીજોનો સતત પ્રચાર કરીને એક પ્રકારનો મનોવૈજ્ઞાાનિક હુમલો કરવામાં આવે છે. પરિણામ એ આવે છે કે ગૃહિણીઓ અને બાળકો જાહેરખબરો જોઇને ઢગલાબંધ બિનઉપયોગી ચીજો ખરીદવાની હઠ પકડે છે. ઉપભોક્તાવાદની આ નબળી કડી છે. માણસ એક સમયે ગુફામાં વસતો હતો અને શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો. ધીમે ધીમે એ ગુફામાંથી ઝૂંપડાંમાં વસતો થયો. આજે માણસ મોટાં શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રિટના જંગલોમાં વસે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. આજનો માણસ સંસ્કૃતિ તરફ વધુ પડતો આકર્ષાયો છે. પરિણામે પ્રકૃતિથી એ ખૂબ દૂર થઇ ગયો છે.
ઔદ્યોગિક ક્રાંતિને પગલે દુનિયાની સમગ્ર સુરત બદલાઇ ગઇ. હવે ધીમે ધીમે માણસ ઉદ્યોગ અને યંત્રનો ગુલામ બની ગયો છે. દરેક વસ્તુને આજે પૈસાથી માપવામાં આવે છે. કોઇ માણસ બીજા માણસને સલાહસૂચન આપે તો એના પૈસા માંગે છે. આને એક પ્રકારની સાંસ્કૃતિક કટોકટી ગણી શકાય. ઔદ્યોગિક ચીજો ઉપર વધુ પડતો આધાર રાખવો એ એક પ્રકારની આપત્તિ છે. આખી દુનિયા આજે એક પ્રકારની બજારમાં ફેરવાઇ ગઇ છે. આ બજારના ફાયદા એટલા જ ગેરફાયદા પણ છે.
આજે માણસ સતત પ્રવૃત્તિશીલ રહે છે. થોડી ફુરસદ મળે ત્યારે એ કંટાળી જાય છે અને તરત જ ગામની બહાર આવેલી કોઇ હોટલમાં મજા કરવા ઉપડી જાય છે. એ સમજતો નથી કે ફુરસદમાં એકલા બેસીને વિચાર કરવાનો પણ અનેરો આનંદ હોય છે. વિચારો અનેક પ્રકારના હોય છે. વિચારો કરવાથી ભવિષ્યનું આયોજન પણ કરી શકાય. ઈવાન ઈલિચે 'યુઝ ફુલ અનએમ્પલોયમેન્ટ' નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. એમાં એણે ફુરસદનો જ મહિમા ગાયો છે. આપણે ત્યાં કહેવત છે કે નવરો માણસ નખ્ખોદ વાળે. પણ એની સામે એ પણ હકીકત છે કે જીવનમાં નવરાશ પણ જરૃરી છે. ફુરસદે માણસ વિચારે તો એને સમજાય કે અંતરાત્માનો અવાજ કોને કહેવાય.
આજે સી.ડી.ના ઘોંઘાટમાં લોકસંગીત તણાઇ ગયું છે. દાંડિયારાસમાં પણ ડિસ્કોની ભેળસેળ થઇ ગઇ છે. એક નવા પ્રકારની લોકપ્રિય સંસ્કૃતિ આકાર લઇ રહી છે. સંસ્કૃતિના ત્રણ પ્રકાર છે. (૧) ઉચ્ચ સંસ્કૃતિ (૨) પરંપરાગત સંસ્કૃતિ (૩) લોકપ્રિય સંસ્કૃતિ. શાસ્ત્રીય સંગીત પ્રથમ પ્રકારમાં આવે, ભવાઇ બીજા પ્રકારમાં આવે અને રિમિક્સ ગીતો ત્રીજા પ્રકારમાં આવે. આજે લોકપ્રિય સંસ્કૃતિના જબરદસ્ત આક્રમણમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. પ્રગતિની આ ખરાબ આડપેદાશ છે.
જીવન સ્વાભાવિક અને સાજહિક પણ હોય છે અને કૃત્રિમ પણ હોય છે. આજની ટેકનોલોજીએ જીવનને કૃત્રિમ બનાવી દીધું છે. માણસ સ્વેચ્છાથી ફુરસદ મેળવે એને આપણે આળસ કહીએ છીએ. વાસ્તવિકતા એ છે કે આવી સ્વેચ્છાથી મેળવેલી આળસ સ્વાભાવિક અને સાહજિક જીવન માટે અનિવાર્ય છે. માણસ થોડો આરામ કરીને ફરી કામે વળગે એને સાહજિક પ્રક્રિયા ગણાય. એ સતત કામ કરતો રહે તો યંત્રમાનવ બની જાય. યંત્ર પાસેથી વધુને વધુ કામ લેવા માટે માણસ અવનવા નુસખા શોધે છે પણ એ ભૂલી જાય છે કે માણસ એ યંત્ર નથી.

જામ રણજીતસિંહ

“The Prince of a state of India,
but the King of a great game.”
-
# જીવન ઝાંખી   -1-     -2- ______________________ – હરીશ દવે
નામ
જામ/ પ્રિન્સ –  રણજીતસિંહજી જાડેજા (જામનગરના જામસાહેબ/ મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર)
જન્મ તારીખ
સપ્ટેમ્બર 10, 1872
જન્મ સ્થળ
જામનગર પાસે સરોદર ગામે.
અવસાન
એપ્રિલ 2 -  1933, જામનગર.
કુટુમ્બ
પિતા – વિભાજી જાડેજા; ભત્રીજા દુલીપસિંહજી પણ જાણીતા ક્રિકેટર
અભ્યાસ
રાજકોટની રાજકુમાર કોલેજ માં માધમિક શિક્ષણ, હેરો અને ટ્રિનીટી કોલેજ કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) ખાતેથી સ્નાતક
જીવન ઝરમર
1888 અભ્યાસ-અર્થે કેમ્બ્રિજ ઈંગ્લેંડ, પ્રથમ કક્ષાના ક્રિકેટ રમવાની શરૂઆત સસેક્સ તરફથી એમ. સી. સી. વિરુદ્ધ – આ મેચના બે દાવમાં 77 અને 150 રન કર્યા, 1896 કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમ્યા – ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેંડ(એમ. સી. સી.) તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ; તે મેચમાં પ્રથમ દાવમાં 32 તથા બીજા દાવ માં 154 રન કર્યા ; ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ભારતીય ; 1896 -સીઝનમાં 2780 રન કરી વિક્રમ નોંધાવ્યો, દસ સળંગ સીઝનમાં 1000 થી વધુ રન નોંધાવ્યા, 1904 -  આઠ સદી સાથે 2077 રન કર્યા; 1907 – નવાનગરની રાજ્યગાદી પર
ઇંડીયન ચે મ્બર ઓફ પ્રીન્સીસના ચાન્સેલર; પ્રથમ વિશ્વયુધ્ધ પછી લીગ ઓફ નેશન્સમાં ભારતના રાજાઓના પ્રતિનિધિ; રાજ્યમાં ઘણા પ્રજાને ઉપયોગી કામો પણ કર્યા
ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 307 મેચમાં 500 દાવમાં 62 વખત નોટ આઉટ રહી, 56.37ની એવરેજથી, 72 સદી તથા 14 બેવડી સદી સાથે કુલ 24,692 રન કર્યા; ‘લેગ ગ્લાન્સ’ નામની બેટીંગની નવી શૈલીના પ્રણેતા
                        jam_ranjitsinhji_1.jpg
રચના
1897 – Jubilee book of cricket 
સન્માન
ગુજરાતના આ મહાન ક્રિકેટરની યાદમાં 1935 ની સાલથી ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાને “રણજી ટ્રોફી” કહેવામાં આવે છે.

દયાનંદ સરસ્વતી, Dayanand Saraswati

- “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”
- Main message – “Back to the Vedas” 
- “कृण्वन्तो विश्वं आर्यं”
‘ આર્યસમાજ’ના સ્થાપક
( આર્યસમાજ વિશે)
દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતી
( દિવ્ય ભાસ્કર માં લેખ )

- ‘સ્વર્ગારોહણ’ પર સરસ લેખ
- વિકીપિડિયા ઉપર
- Biography in English
- ‘મહર્ષિ દયાનંદ મારી નજરે’- શ્રી.ભાવેશ મેરજા દ્વારા અનુવાદિત સંપાદિત ઈ-બુક
Dayanand_Swami_4
——————————————
મૂળ નામ 
  • મુળશંકર તિવારી
જન્મ
  • ૧૨, ફેબ્રુઆરી – ૧૮૨૪, ટંકારા, મોરબી
અવસાન
  • ૩૦,ઓક્ટોબર- ૧૮૮૩; અજમેર, રાજસ્થાન
કુટુમ્બ
  • માતા- ? ; પિતા - કરશનદાસ
       મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.
    એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.
Dayanand_Swami_1
Dayanand_Swami_2

10 Principles* of the Arya Samaj

  1. God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.
  2. God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.
  3. The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.
  4. One should always be ready to accept truth and to renounce untruth.
  5. All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.
  6. The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.
  7. Our conduct towards all should be guided by love, righteousness and justice.
  8. We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).
  9. No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.
  10. One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.
તેમના વિશે વિશેષ
  • ૧૮૪૬- બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
  • ગુરૂઓ - પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
  • ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
  • ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
  • હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
  • તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
  • અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
  • ૧૦,એપ્રિલ ૧૮૭૫ - મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
  • તેમના બીજા જાણીતા પ્રશંસકો
    Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
  • આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
  • પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
  • કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.
રચનાઓ
  • પચાસ જેટલાં પુસ્તકો  - સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
    ( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)
સાભાર
  • વિકિપિડિયા
  • શ્રી. ભાવેશ મેરજા

દાદાભાઇ નવરોજી

“The grand old man of India”
# જીવન ઝરમર
નામ
દાદાભાઇ નવરોજી
જન્મ
4 સપ્ટેમ્બર, 1825; નાસિક
અવસાન
30 જુન, 1917,મુંબઇ
કુટુમ્બ
  • માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
  • પત્ની – ગુલબાઇ ; સંતાનો – પુત્રી – ડો. માણેકબાઇ
અભ્યાસ
  • પ્રાથમિક, માધ્યમિક – નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
  • ઉચ્ચ - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )
વ્યવસાય
  • 1850 – એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
  • 1855 – લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
  • 1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
  • 1869 – બરોડા રાજ્યના દિવાન
  • 1892 – લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
  • 1886, 1893, 1906 – ભારતીય કોંગ્રેસના પ્રમુખ
                    dadabai_navroji_statue_bombay.jpg  -  મુંબાઇ
જીવન ઝરમર
  • 1849 – મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
  • 1867 – લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
  • 1869 - લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
  • 1885 - ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
  • 1892 – લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
  • Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
  • 1906  -  કોંગ્રેસના  પ્રમુખ તરીકે  ‘સ્વરાજ’ની  માંગણી.  ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.
 સન્માન
દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે

રાષ્ટ્પતિ ભવન

નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીઓ નક્કી, રાષ્ટ્રપતિને યાદી મોકલવામાં આવી

- શપથગ્રહણમાં હવે ગણતરીના કલાકો બાકી છત્તા સસ્પેન્શ યથાવત

- વાંચો આટલા મંત્રીઓ કેબિનેટમાં હશે...

અમદાવાદ તા. 26 મે, 2014

નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદીના કેબિનેટના મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સંભવિત મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે. આજે મોદીની કેબિનેટના મંત્રીઓનું લીસ્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યું છે. 18 કેબિનેટ અને 16 રાજ્યસ્તરના મંત્રીઓનું લીસ્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવાયું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદીની કેબિનેટમાં રાજનાથ, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને મંત્રાલયમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. તે ઉપરાંત જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે તે પ્રમાણે બીજેપી નેતા રવિશંકર પ્રસાદ, ગોપીનાથ મુંડે, નિર્મલા સીતારમણ. હર્ષવર્ધન, ધર્મેન્દ્ર પ્રધાન અને પુર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ ઉપરાંત પીયુષ ગોયનું પણ નામ શપથ લેનાર મંત્રીઓના લીસ્ટ હોવાના સમાચાર છે.

કલરાદ મિશ્રા અને રાધામોહન સિંહને પણ મોદીનું આમંત્રણ મળ્યું છે. જ્યારે નીતિન ગડકરીને પરિવહન મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જેમા રલ્વે મંત્રાલય પણ સામેલ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ ગુજરાત ભવન તમામ સંભવિત મંત્રીઓને ચા પર બોલાવવામાં આવ્યા છે. મોદીના કહેવાથી તમામ એક એક કરીને તેમને મળવા પહોંચી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, ગઠબંધનવાળા નેતાઓ અને સાંસદોના નામ પણ છે.

રાષ્ટ્પતિ ભવનમાં યોજાનારા ડીનરમાં શું પિરસાશે ..ચીકન બીરીયાની બાકાત

ગુજરાતથી લઈને તામીલનાડુ સુધીની વાનગીઓને થાળીમાં સ્થાન મળશે

વાંચો આજના ડીનરનુ મેન્યુ

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ બાદ રાષ્ટ્રપતિ દ્વારા જે ડીનરનુ આયોજન કરવામાં  આવ્યુ છે તેના મેન્યૂમાં આખા ભારતની વાનગીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
મહત્વની વાત એ છે કે આ મેન્યુમાંથી ચીકન બીરીયાની બાકાત રાખવામાં આવી છે.એવુ મનાય છે કે લાખો લોકોની ફેવરીટ વાનગી મોદીને પસંદ નથી.એટલે આ વખતે ડીનરમાં નવાઝ શરીફને ચીકન બીરીયાની ખવડાવવામાં નહી આવે.

રાષ્ટ્પતિ ભવનના યલો ડ્રોઈંગ રુમમાં આ ડીનરનુ આયોજન કરવામાં આવ્ય છે.જેમાં દેશ વિદેશના આમંત્રીત મહેમાનો તેમજ વડાપ્રધાન મોદી અને તેમની કેબીનેટ ટી શામેલ થશે.

ડીનરમાં મહેમાનોને ગુજરાની વાનગી કેળા મેથીનુ શાક, તામિલનાડુનુ ચિકન ચેટ્ટીનાદ, પંજાબની દાલ મખની, બંગાળની પૌટોલ દોરમા વાનગી પિરસવામાં આવશે.રાષ્ટ્પતિ ભવનના સલાહકારો અને શેફે ચર્ચા વિચારણા બાદ કાળજીપૂર્વક મેન્યુની પસંદગી કરી છે.આ સીવાય તેમાં મુગલઈ વાનગી બીરબલી કોફ્તા કરી અને રાજસ્થાની વાનગી જયપુરી ભીંડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શપથગ્રહણ સંપન્ન થયા બાદ લોકોને ગુજરાતી ઢોકળાનો આસ્વાદ માણવા મળશે.જ્યારે વિદાય લેતી વખતે આમંત્રિતોને પાન ખવડાવાશે.વડાપ્રધાન ગુજરાતના છે એટલે ઢોકળા પિરસાઈ રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં રાષ્ટ્પતિ ભવનના પ્રવક્તાએ હસતા હસતા જવાબ આપ્યો હતો કે ના આ વાનગી રાષ્ટ્પતિ ભવનની પોતાની ઈચ્છાથી પીરસવામાં આવશે.

ડીનરમાં સ્ટાર્ટર તરીકે ચિલ મેલન સુપ,ચિકન હજારી,મટન, ગીલોટી કબાબ,તંદુરી આલુ પીરસાશે.

જ્યારે મીઠી વાનગીઓમાં મેંગો સ્વીકન, પાઈનેપલ હલવો, સંદેશ,શ્રીખંડ,ફ્રુટ,ગ્રીન ટી,સાઉથ ઇન્ડિયન કોફી રાખવામાં આવી છે.

સેમ પિત્રોડા, Sam Pitroda


Sam_Pitroda

-   ‘It’s a journey. There are no destinations’

- ” Why do you say we have a 19th century mindset?”
   Because we are still so bothered by the questions of who you are, which caste you belong  to, which religion, which race, which nationality, as opposed to just saying we  are human beings, we have only one planet earth and that’s it. We breathe the same air. We can’t say this is my air and that is your air.
So we need to start our dialogue with prior unity-
-  ‘  ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમનો ઈન્ટરવ્યુ

તેમની વેબ સાઈટ

- ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘પ્રયોગ ઘર પર’
૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘રીડ ગુજરાતી પર’
-  ભારત સરકારની તેમની વેબ સાઈટ
——————————————————————————–
મૂળ નામ
  • સત્યનારાયણ ગંગારામ પિત્રોડા
જન્મ
  • ૪,મે-૧૯૪૨; તિતલાગઢ, ઓરિસ્સા
કુટુમ્બ
  • માતા-?; પિતા- ગંગારામ; ભાઈ બહેનો – સાત
  • પત્ની- ?; સંતાનો -?
શિક્ષણ
  • શાળાકીય – વલ્લભ વિદ્યાનગર; જિ. ખેડા
  • એમ.એસ.સી.( ફિઝિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ) – મહારાજા સયાજીરાવ યુનિ.
  • એમ.એસ.( ઇલે.એન્જિ.) – ઇલિનોઈસ યુનિ. શિકાગો
વ્યવસાય
  • આઈ.ટી. તજજ્ઞ
  • સરકારી વહીવટકાર
Sam_Pitroda_1
Sam_Pitroda_web_2
————-
Sam_Pitroda_web
—-
તેમના વિશે વિશેષ
  • તેમના કુટુમ્બને ગાંધીજીના જીવન અને કવન માટે ઘણું માન હતું; આથી તેમને અને તેમના ભાઈને વડોદરા ભણવા મોકલ્યા હતા.
  • ‘Worldcom’ કમ્પનીમાં ચેરમેન હતા.
  • ૧૯૭૪ –  Wescom Switching  માં જોડાયા હતા.
  • ૧૯૭૫- ઇલેક્ટ્રોનિક ડાયરીની પાયાની શોધ કરી હતી.
  • ૧૯૮૦ –  Wescom Switching ને ટેક ઓવર કરી લેનાર કમ્પની –‘રોકવેલ’માં વાઈસ પ્રેસિડન્ટ બન્યા.
  • ૧૯૮૩ – બાઈનરી આંકડાઓના આધારવાળા ગંજીપાના પત્તાંની ડિઝાઈન પણ બનાવી હતી!
  • ૧૯૮૪ – ભારતના વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા; જે અન્વયે Center for Development of Telematics ‘C-DOT’  ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.
  • ૧૯૮૭ – ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન,  રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન
  • બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.
  • ૧૯૯૦ – અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન
  • ૨૦૦૪ – શ્રી, મનમોહનસિંહની સરકારે સ્થાપેલ ‘ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન
  • ૨૦૦૯ – ભારત સરકારમાં જાહેર ઇન્ફ્રા સ્ટ્રક્ચર બાબતો અંગે, કેબિનેટ મિનિસ્ટર કક્ષાનો હોદ્દો
  • ૨૦૧૦ – નેશનલ ઈન્નોવેશન કાઉન્સિલના ચેરમેન
  • આન્ધ્ર યુનિ. , સંભલપુર યુનિ. અને યુનિ. ઓફ ઇલિનોઈસ તરફથી માનદ પી.એચ.ડી.ની ડીગ્રી
સન્માન
  • ૨૦૦૨- ‘ડેટાક્વેસ્ટ’( આઈ.ટી. અંગેનું સુપ્રસિદ્ધ, ભારતીય મેગેઝિન) તરફથી’ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’\
  • ૨૦૦૯ – ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ’ ઇલ્કાબ
  • ૨૦૧૧- જિનિવામાં મળેલી કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટીનો એવોર્ડ

હોમી ભાભા, Homi Bhabha

Father of nuclear sciences in India.
”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”
#  વેબ સાઇટ  - 1 -  :  - 2 -
____________________________
નામ
હોમી જહાંગીર ભાભા   
જન્મ
30- ઓક્ટોબર, 1909, મુંબાઇ
અવસાન
24 – જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ – વિમાની અકસ્માતમાં
કુટુમ્બ
પિતા – જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ
અભ્યાસ
  • 1927- કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
  • 1935 - કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
  • નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં
વ્યવસાય
  • જાણીતા અણુ વિજ્ઞાની
  • ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી


                 
જીવન ઝરમર
  • 1939 – ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
  • 1945- જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
  • 1948 -  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
  • 1954 – ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
  • 1955- જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
  • 1966 – માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત -  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
  • ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા

સન્માન
તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું

પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સહિતના વિદેશી રાજનેતાઓનાં આગમનની તસવીરો


- શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પણ દિલ્હી પહોંચ્યા

- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ પણ પહોંચ્યા

અમદાવાદ તા. 26 મે, 2014

આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આજે સવારથી જ દિલ્હીમાં દેશ-વિદેશના રાજકીય નેતાઓનું આગમન શરુ થઈ ગયું છે.

શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફને આમંત્રણ મળ્યા બાદ આ અંગે અનેક અટકળો ચાલી હતી જ્યારે અંતે તેઓ ભારત આવવા માટે રાજી થઈ ગયા હતા. શરિફ ભારત આવશે કે કેમ? આ સમાચારે ભારે વેગ પકડ્યા હતો પરંતુ અતે તેઓ આજે દિલ્હી પહોંચી ગયા છે

ઉલ્લેખનીય છે કે આજે દેશ - વિદેશના 3000થી પણ વધુ હસ્તીઓ મોદીના શપથગ્રહણ સમારોહના સાક્ષી બનવાના છે ત્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પણ દિલ્હી પહોંચ્યા છે સાથે સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ, નેપાળના સુશિલ કોયરાલા પણ દિલ્હી પહોંચ્યા છે. હાજર રહેનાર તમામ હસ્તીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
 શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે
 નેપાળના સુશિલ કોયરાલા
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ
 

દેશના નવા PM નરેન્દ્ર મોદીનો દબદબો આવો હશે


- મનમોહનને મળતું એસપીજી સુરક્ષાકવચ હવે મોદીને

- દર મહિને ૧ લાખ ૬૦ હજારનો પગાર

નવી દિલ્હી, તા. 26 મે, 2014

કોંગ્રેસના મનમોહનસિંહે શનિવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. હવે ટૂંક સમયમાં નરેન્દ્ર મોદી દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સાથે જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેના તમામ લાભ-ભથ્થા-સલામતી મળવાનું શરૃ થઇ જશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએએ ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આ વિજય મળ્યો તેના ગણતરીના કલાકમાં જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનને અપાતી એસપજીની સુરક્ષા પૂરી પાડવાનું શરૃ પણ થઇ ગયું છે.
બેઝિક - ૫૦૦૦૦
સત્કાર ભથ્થું - ૩૦૦૦
મતક્ષેત્ર માટે ફંડ - ૪૫૦૦૦
દૈનિક ભથ્થુ - રોજના બે હજાર - ૬૨૦૦૦


* * * * *
દર મહિને ૧ લાખ ૬૦ હજારનો પગાર
વડાપ્રધાનને બેઝિક તરીકે રૃપિયા ૫૦ હજારનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત મહિને રૃપિયા ૩ હજાર સત્કાર ભથ્થું, રૃપિયા બે હજાર પ્રતિદિન લેખે મહિને રૃપિયા ૬૨ હજાર, મતક્ષેત્ર માટે ફંડ રૃપિયા ૪૫ હજાર આપવામાં આવે છે. આમ, વડાપ્રધાનને દર મહિને રૃપિયા ૧ લાખ ૬૦ હજારનો પગાર મળતો હોય છે.

* * * * *
ભૂતપૂર્વ વડાપ્રધાનને મહિને ૨૦ હજારનું પેન્શન
ભૂતપૂર્વ વડાપ્રધાનને દિલ્હી ખાતેના વૈભવી એવા લુત્યેન્સમાં કોઇ પણ ભાડું ચૂકવ્યા વિનાનો આજીવન બંગલો મળે છે. દર મહિને રૃપિયા ૨૦ હજારનું પેન્શન અપાય છે જેમાં સમયાંતરે પુનઃ મૂલ્યાંકન થતું રહે છે. પદથી પરથી વિદાયના પાંચ વર્ષ સુધી ૧૪ સેક્રેટરીની ટીમ મળે છે. પાંચ વર્ષ બાદ એક પીએ અને પટ્ટાવાળો રાખી શકે છે. દેશમાં કોઇ પણ સ્થળે ટ્રેનમાં, વર્ષમાં છ વાર ડોમેસ્ટિક ફ્લાઇટના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી નિઃશુલ્ક પ્રવાસ કરી શકે છે. પ્રથમ પાંચ વર્ષ વડાપ્રધાન સમકક્ષ જ ઓફિસ ખર્ચ અપાય છે. આ પછી ઓફિસ ખર્ચ માટે વાર્ષિક રૃપિયા ૬ હજાર આપવામાં આવે છે. પદ પરથી વિદાયના એક વર્ષ સુધી એસપીજી દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે.

* * * * *
ફાઇવ સ્ટાર સુવિધા ધરાવતા વિમાન
વિદેશમાં જવા માટે એર ઇન્ડિયા વનનું બોઇંગ ૭૪૭-૪૦૦ હોય છે. આ ફ્લાઇટનો નંબર કાયમ AI 1 હોય છે. આ પ્લેનમાં વડાપ્રધાન માટે બેડરૃમ, લોન્જ, છ લોકો બેસી શકે તેવી ઓફિસ તેમજ એસએટી ફોન ધરાવતા સ્યૂટ હોય છે. ફ્લાઇટ દરમિયાન ૮ પાઇલોટ શોર્ટલિસ્ટ કરવામાં આવે છે અને તેમાંથી છેલ્લે ચાર ઉપર પસંદગી ઉતારવામાં આવે છે. આ પ્લેનમાં શસ્ત્રો પણ રાખવામાં આવે છે. પાલમ એર ફોર્સ સ્ટેશનથી ફ્લાઇટ ઉપર સતત નજર રાખવામાં આવે છે. વડાપ્રધાનની મુસાફરીના એક સપ્તા અગાઉ ફ્લાઇટને એસપીજી કવર આપી દેવામાં આવે છે. દેશમાંને દેશમાં જવા માટે રાજદૂત, રાજહન્સ, રાજકમલ એમ ત્રણ વીવીઆઇપી બોઇંગ બિઝનેસ જેટ હોય છે. પાંચ હજાર કિલોમીટર ઉડવાની ક્ષમતા ધરાવતા આ પ્લેનમાં મિસાઇલનો સામનો કરવાની વ્યવસ્થા તેમજ સેટેલાઇન ફોનની વ્યવસ્થા હોય છે. આ પ્લેનમાં વડાપ્રધાન માટે ઓફિસ, બેડરૃમ હોય છે.

* * * * *
અદ્યતન સુરક્ષાવ્યવસ્થા સાથેનો કાફલો

વડાપ્રધાનના કાફલામાં મહત્વનું અંગ એટલે કાળા રંગની મર્સિડિઝ. અદ્યતન સુરક્ષા સાથેની કાળા રંગની બી-૭ આર્મર્ડ ૨૦૦૯ બીએમડબલ્યુ સેવન સિરીઝમાં વડાપ્રધાન મુસાફરી કરતા હોય છે. આ કારની વિશેષતા એ છે કે તે તાપમાન આધારિત છોડાતી મિસાઇલ કે ફોડવામાં આવતા બોમ્બ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત ગેસ હૂમલાથી બચાવવા ગેસ પ્રૂફ ચેમ્બર પણ કારમાં હોય છે.એવા પ્રકારની ઇંધણની ટાંકી હોય છે કે નુકસાન થાય તો પણ તેમાં વિસ્ફોટ થતો નથી. જામર સાથેની ટાટા સફારી, 5 આર્મર્ડ બ્લેક BMW X5s, મર્સિડિઝ એમ્બ્યુલન્સ સહિત ચાર કાર પણ તેમાં સામેલ હોય છે.