20130501

ઉપયોગી વેબસાઈટની યાદી




[1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.
[2] Tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય.
મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ,
75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાનકરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
 
[5] Gujaratilexicon.com આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ.
ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી
તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.
 
[6] Bhagwadgomandal.com ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ
કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો.
 ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં
ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.
 
[7] Vmtailor.com ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ.
 સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.
 
[8] Vicharo.com વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા,
ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.
 
[9] Mitixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો,ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો,
ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
 
[10] sheetalsangeet.com ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.
 
[11] Rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય,ભજન, બાળગીતો, લગ્નગીત,
સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
 
[12] Urmisaagar.com
 સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.
 
[13] Cybersafar.com
કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.
 
[14] Saurabh-shah.com
જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.
 
[15] Jhaverchandmeghani.com
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.
 
[16] Anand-ashram.com સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર
ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.
 
[17] Adilmansuri.com
 કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.
 
[18] Rajendrashukla.com
જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.
 
[19] Manojkhanderia.com
કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.
 
[20] Pannanaik.com
કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.
 
[21] Rameshparekh.in
કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.
 
[22] Harilalupadhyay.org
સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.
 
[23] Gujaratisahityaparishad.org
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.
 
[24] Nirmishthaker.com
સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.
 
[25] Vicharvalonu.com
જાણીતા સામાયિક ‘વિચારવલોણું’ન વેબસાઈટ. એકાંતરે સામાયિક અને
પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી
પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.
 
[26] Uddesh.org સાહિત્ય અને જીવન વિચારના
સામાયિક‘ઉદ્દેશ’ની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા.
નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની
સુવિધા.
 
ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક જ સ્થાનેથી માણી શકાય
તેવી સુવિધા.
 
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.
 
[29] Bhashaindia.com
ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.
તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત
કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
 
[30] Vishalon.net
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના
અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.
 
Swamiji's Lectures on Hinduism & Blind Faith
 
ON LINE FREE LINK AVAILABLE FOR INTERNET USER

For English into English Words, Idioms, Synonyms, Antonyms, etc.
http://www.websters-online-dictionary.org/




For Gujarati Words http://www.bhagwadgomandal.com/

For Gujarati into Gujarati, English into Gujarati and Gujarati into English words.  http://www.gujaratilexicon.com/

For reading good Guajarati Literature http://http://www.readgujarati.com/

For Listening to Gujarati Songs, lyrics.
http://tahuko.com/




For Gujarati Writing/Typing through computer easily.


For the recipes of edibles: http://swaadindia.com/

For reading many Gujarati and English newspapers and magazines:
 

Organic farm near Manglore


http://oddoorfarm.com/product.html    Their organic products , website is very interesting   
A visit to Oddoor farms near Mangalore, Karnataka, provides an inspiring example of the efforts made by Rajesh Naik to transform 120 acres of barren land into a lush green farm through his persistent efforts of creating a 2 acre wide and 50 feet deep lake, which has not only transformed the surrounding area, but has also helped in improving the water table in the surrounding village, besides helping in the development of a self sufficient organic farm and a dairy.

Oddoor farms, around 25 kilometres away from Mangalore city is a great example of a very successful effort made by Rajesh Naik who has transformed 120 acres of barren land into a self sufficient organic farm by developing a 50 feet lake on two acres of land. The journey has been a long one and not without its share of challenges, but persistence and constant optimism and hard work to overcome challenges has reaped results in the last twenty years, informs Rajesh.
A view of the two acre lake at Oddoor farms, Mangalore
A view of the two acre lake at Oddoor farms, Mangalore
He further adds, “I come from a family of agriculturalists and this land is my ancestral land, which was written off as barren and of no use because of lack of water and the hard laterite rock structures making it very difficult for holding water and for the vegetation to grow. People thought I was taking a great risk when I shared my plan of developing this land and thought that it was impossible and that I was throwing away my career. However, I was determined to do something about it and that is how I gradually came upon the idea of first working on developing the water resources in the area”.
Rajesh Naik near the lake he has developed at the Oddoor farms near Mangalore
Rajesh Naik near the lake he has developed at the Oddoor farms near Mangalore
It took a lot of financial resources and time to create a lake that gradually started filling up with water and now it generates around 40,000 litres of water that is used for irrigating the whole farm. This has not only helped in creating and developing greenery in the area, but has also helped in increasing the water table in the surrounding areas of the farm. There is plenty of water in the two wells in the surrounding areas in the farm. Rajesh plans to and has already started working on creating another lake adjacent to the area of this lake. The earlier lake has now established itself, springs have already started appearing in the area.
It is very difficult to believe that this was a land that was once uncultivable, when one sees the two acre lake filled with water and the lush green vegetation surrounding the lake. Oddoor farms is one of the largest organic farms in the area with areca nut plantations spread across ten acres of land besides growing coconut, mangoes, haldi, pepper, bananas, cashew nuts, fruits and vegetables.
Calves in the cattleshed from the Oddoor dairy near Mangalore
Calves in the cattleshed from the Oddoor dairy near Mangalore
Besides growing fruits and vegetables, Rajesh has also started a diary farm that has around 200 cows that supply approximately 800 to 1000 litres of milk that is regularly taken up by the Karnataka Milk Federation. We look around at the cattle shed that houses the cows and separate ones for the calves. There is a big grass cutting machine in one of the sheds that provides the ample supply of green grass to the cattle. “We grow the grass on our own farm”, informs Rajesh, “and there is plenty of space here for the cattle to move around”.
Methane gas generated from the biogas plant at Oddoor farms near Mangalore
Methane gas generated from the biogas plant at Oddoor farms near Mangalore
The peculiarity of the farm is its self sufficiency in every aspect including manure production as well as electricity generated for the farm. The farm uses manure generated from cowdung and cow urine is used with other local herbal products to generate organic pesticides to take care of the pests on the farm. The cowdung and urine along with the wash water are collected in a tank, which after fermentation generates large amounts of methane, which is used to run a 60KV generator that produces its own electricity to run the whole farm. The biogas is also used for cooking. The slurry generated is used in the fields and is rich in minerals and calcium.
A 60 KV generator used to convert methane gas to generate electricity at the Oddoor farms, Mangalore
A 60 KV generator used to convert methane gas to generate electricity at the Oddoor farms, Mangalore
“If this model can be replicated in every part of the country, the whole country will be able to take care of its water problems and will have agriculture totally based on organic farming. If I could do this on this piece of land, it can be replicated anywhere, what is important is the will of the people and the support from the government to do so”, signs off Rajesh.

અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?


     ઘણા બધા લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો જુદાં છે. ‘દુન્યવી વીજ્ઞાનમાં બુદ્ધી વપરાય; પણ અધ્યાત્મમાં શ્રદ્ધા જોઈએ – એમાં બુદ્ધી ના વપરાય.’ જીવનમાં ક્યાં અને ક્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો અને કયાં ક્ષેત્રોમાં બુદ્ધી વાપરવી, એ પેચીદો છતાં બહુ મહત્ત્વનો પ્રશ્ન છે.
         અધ્યાત્મના વીષયમાં બુદ્ધીની જરુર ખરી કે નહીં ?
         મનુષ્યની બુદ્ધી અત્યંત મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો આપણને બધાને ખબર છે. બીજી બાજુ, સમ્પુર્ણ તો આ દુનીયામાં કશું જ નથી. જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય અને અપુર્ણ હોય તે બધું બાજુ પર મુકી દેવાય, એવું શા માટે ? બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાઓનો આશરો શોધવો ? રોકેટ શક્ય ન જ હોય, તો હાથવગી કાર વાપરવી કે ઘોડો શોધવા નીકળવું? અથવા તો, પોતાને સંત-મહંત માનતા-મનાવતા હોય, તેવાઓમાં શ્રદ્ધા રાખી તેઓ જે કહે તે બધું માની લેવું ?
          આજ સુધીમાં ઈશ્વરનો, આત્માનો કે દેવદુતોનો સાક્ષાત્કાર પોતાને થયો છે, એવા દાવા પ્રામાણીકપણે સેંકડો વ્યક્તીઓએ કે તેમના ભક્તોએ કર્યા છે. એક વીદ્વાન હીન્દુ સ્વામીજીએ થોડા સમય પહેલાં જ મને મોટું આશ્ચર્ય આપ્યું: એમણે કહ્યું કે તેમણે પોતે ઈશુ ખ્રીસ્તને જોયા. ફલાણા સંતને ‘આત્મ સાક્ષાત્કાર થયેલ છે.’ દાદા ભગવાનને ‘જ્ઞાન થઈ ગયું’. ‘સ્વામી રામકૃષ્ણ પરમહંસે બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું.’ આવું આવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ. દરેક સંતની ભાષા ને શૈલી જુદી હોય છે; દરેકની કલ્પના જુદી, દરેકનું વર્ણન ને તારણ જુદું. તેથી બધાયને માની લેવાનું તો શક્ય જ નથી. મારા મનમાં એ બધાય માટે આદર હોય તો પણ; કોની વાત મારે સાચી માનવી ? સામાન્ય બુદ્ધી વાપર્યા વીના એ બાબત કેમ નક્કી કરાય ? રામ કે રહીમ ? મહમદ કે મહાવીર ? જેવી છે તેવી પણ બુદ્ધીને વાપર્યા વીના માણસ જાતને છુટકો જ નથી.
         અધ્યાત્મના જ્ઞાનીઓ અને પ્રચારકોએ પણ બુદ્ધી કે તર્ક (Logic)નો ભરપુર ઉપયોગ કર્યો છે. ભગવાન શંકરાચાર્ય (ઈ.સ. 788-820) મહાન તર્કશાસ્ત્રી વીદ્વાન હતા. ખ્રીસ્તી ધર્મના સંત થોમસ અકીનાસ (ઈ.સ. 1225-1274)ની તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટી નામના છે. રજનીશ અને કૃષ્ણમુર્તીને આપણે સાંભળ્યા છે. એમના સીવાયના પણ બીજા અનેક સંતો બુદ્ધીનો ઉપયોગ કરીને રજુઆત કરે છે. તો પછી બુદ્ધી પર બંધન શા માટે ? સામાન્ય સમજનો અવીશ્વાસ શા માટે ? પ્રજ્ઞા પર પ્રતીબંધ શાથી ?
         બુદ્ધી જેમ અપુર્ણ છે, તેમ શ્રદ્ધા આંધળી હોઈ શકે; અનુભવ એકપક્ષી અને તુક્કાઓ બનાવટી હોઈ શકે. માનો કે આપણે કોન્ક્રીટની જાડી તોતીંગ દીવાલ સામે ઉભા છીએ. એની આરપાર પેલી બાજુ શું છે એ જોવાનો કે જાણવાનો કોઈ માર્ગ જ નથી. તો પછી એના વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. એ દીવાલની પેલે પાર માણસ હોય, મર્કટ હોય, મચ્છર હોય, કે કશુંય ના હોય, એવુંય બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ. અજ્ઞાનને જ્ઞાન માની લેવા કરતાં, અજ્ઞાનને અજ્ઞાન તરીકે જ સ્વીકારવું શું ખોટું ?
         કુતુહલ કે જીજ્ઞાસા જરુર, પણ પ્રજ્ઞા એ જ પુરાવો હોય; સામાન્ય સમજ એ જ વીવેક હોય. બુદ્ધી નામની સન્નારીને બે સુપુત્રીઓ છે: જીજ્ઞાસા અને પ્રશ્નશીલતા. શ્રદ્ધા એ કોઈ વાર ગતાનુગતીકતા હોય, કોઈવાર વીચાર કરવાની અનીચ્છા કે અશક્તી હોય; પણ મોટા ભાગે તો એ ચીલાચાલુ રુઢી કે શૈશવના સંસ્કાર માત્ર જ હોય છે.
          અધ્યાત્મની બાબતમાં વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન હોઈ શકે એ વાત સાવ સાચી છે. પણ સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ તો હોવાં જોઈએ કે નહીં ? એમાં વીરોધાભાસ કે તર્કની વીસંગતતા (Inconsistency) ચલાવી લેવાય ખરી ? ગૌતમ ૠષીનું ન્યાયશાસ્ત્ર અને કણાદ ૠષીનું વૈશેષીક શાસ્ત્ર, એ બન્ને સહીતનાં આપણાં મહાન છ દર્શનશાસ્ત્રો અત્યંત પ્રાચીન હોવા છતાં; બુદ્ધીની કોઈ વીસંગતતા ચલાવી લેવા તૈયાર ન હતાં. વીજ્ઞાનમાં જેમ ગણીતશાસ્ત્ર છે, તેમ ફીલસુફીમાં તર્કશાસ્ત્ર (Logic) હોય છે. એના ઉપર જ તે દર્શનશાસ્ત્રો આધારીત હતાં. (તર્કશાસ્ત્ર એટલે કલ્પના નહીં, પણ બુદ્ધીયુક્ત દલીલનું શાસ્ત્ર).
          ‘બુદ્ધીથી પર, એનાથી પેલે પાર, એવું કંઈક છે’ એમ કહેવાય છે, તે માન્યતા છે. એ સાચી પણ હોય, ખોટી પણ હોય; તોય એ પુર્વધારણા (Assumption) જ છે, સાબીતી નથી કે તર્કશુદ્ધ હકીકત પણ નથી. અધ્યાત્મનો વીષય બુદ્ધીથી પર હોય તો પણ આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે, બીજું કંઈ નથી. તો પછી એને વાપરવી કેમ નહીં ?
        ઉત્ક્રાંતીના ક્રમમાં મનુષ્ય તદ્દન નવો છે. એનું મગજ લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. બુદ્ધીનું કેન્દ્રસ્થાન એવો આપણા મગજનો Cerebral Cortex કે Neo-cortex નામનો અગ્રભાગ એથીય વધુ નવો છે. તે વીકાસ પામી શકે છે અને હજી પણ વીકસી રહ્યો છે. પહેલાં નહોતી સમજાતી એવી અનેક ચીજો આજના વીજ્ઞાને બુદ્ધીનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. તેમ છતાં, જીવનના કેટલાક પ્રશ્નોને સમજી શકવા આપણે તદ્દન અસમર્થ છીએ એ પણ સર્વમાન્ય હકીકત છે. પામર માનવ પ્રાણીનાં ટચુકડાં મગજની એ અનીવાર્ય અશક્તીનો નમ્રતાપુર્વક સ્વીકાર કરીને, તુક્કાઓ દોડાવ્યા વીના, એ પ્રશ્નોને આપણે જરુરથી બાજુએ રાખી શકીએ. સમય વીતશે, વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર પ્રગતી કરશે, તેમ તેમ જ્ઞાનના રણદ્વીપો વીસ્તરતા જશે ને અજ્ઞાનનાં રણને આંબશે. આજ સુધી આમ જ થતું આવ્યું છે. દુનીયાની બધી પ્રજાઓ સુર્યને દેવ માનતી. આજે એ સુર્યદેવનું ઉષ્ણતામાન, અંતર ને કદ, બધુંય માણસે માપી લીધું છે. વરુણદેવ પર વહાણો ચાલે છે. અને વાયુદેવ પવનચક્કીઓ ચલાવે છે. Quantum Theory નો પ્રખર વૈજ્ઞાનીક રીચાર્ડ ફેઈન્મેન લખે છે: ‘ખોટા જવાબોમાં રાચવા કરતાં અજ્ઞાનમાં રહેવું વધારે સારું.’  હું જાણતો ના હોઉં, ને છતાં ‘જાણતો નથી’ એમ કહેતાં શરમાઉં, તો એ મારી અપરીપક્વતાનું લક્ષણ છે.
           ઉપર વર્ણવી તેવી એક અભેદ્ય દીવાલ તે મૃત્યુ છે. એની પાછળ શું છે તે (અનેકના દાવાઓ છતાં) કોઈને ખબર નથી. જન્મ, જરા અને મૃત્યુને જાણવા, એમનો ઉપાય શોધવા, ઉપનીષદ્‌ યુગમાં નચીકેતા મથ્યો; ગૌતમ બુદ્ધે પણ સર્વસ્વ છોડ્યું. ભગવાન બુદ્ધને સુદ્ધાં એ જ્ઞાન મળી શક્યું નથી. તો પછી મારા કે તમારા જેવાનું શું ગજું ? દાવો તો બધાય કરે છે; પણ ખરેખર કોઈને જાણવા મળ્યું ? ઉપાય મળ્યો ? ના. રડતી કીસા ગોતમીને ભગવાન બુદ્ધે સમજાવ્યું તેમ, કોઈ ઉપાય નથી. કોઈ રસ્તો નથી. મૃત્યુ અભેદ્ય છે, અનીવાર્ય છે; એને સ્વીકારો. જીવનને સ્વીકારો. વૃદ્ધત્વ અને મૃત્યુને સ્વીકારી લઈ બની શકે તેટલી સારી રીતે જીન્દગી જીવો. બધી શોધના અંતમાં શોધની નીરર્થકતા સમજાય. બધા જ્ઞાનના અંતમાં જણાય કે તમે કેટલું ઓછું જાણો છો; કેટલું ઓછું જાણી શકો છો; સારું જીવવા ખાતર તો કેટલું ઓછું જાણવાની જરુર હોય છે!
        વીજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, બન્નેની ગમે તેટલી પ્રગતી થાય, કેટલાક પ્રશ્નો હંમેશાં ઉભા જ રહેવાના. માત્ર એ કારણે જ નહીં કે આ બન્ને અધુરાં છે; એ પ્રશ્નોનું સ્વરુપ અને પુછવાની રીતના કારણે સુધ્ધાં પ્રશ્નો તો રહેવાના જ. જીવન શું, ચેતન શું, આત્મા શું, એવું એવું આપણે જ્યારે પુછીએ છીએ, ત્યારે ભુલી જઈએ છીએ કે આપણે ઘણીબધી ધારણાઓ (Axioms) સ્વીકારી લઈને બોલીએ છીએ:
૧. કે જીવન અને મૃત્યુ વચ્ચેની લાઈન સ્પષ્ટ ને સુરેખ હોય છે; (એ નથી)
૨. કે મગજ, મન અને આત્મા, ત્રણેય એકમેકથી તદ્દન જુદાં ને સ્વતંત્ર છે; (એમ પણ નથી)
૩. કે મુશ્કેલ પ્રશ્નોના સરળ ઉત્ત્તરો હોય છે ને એ હાથવગા છે. (એમ પણ નથી.)
         ઉપરની ત્રણેય ધારણાઓ બાંધવા માટે કોઈ જ આધાર નથી.
         એ જ રીતે, જ્યારે આપણે પુછીએ છીએ કે જીવનનો અર્થ શો કે પ્રયોજન શું, ત્યારે આપણે અકારણ માની લીધેલું (Assumed) હોય છે કે દરેક ચીજનો અર્થ હોવો જ જોઈએ. વળી એ પણ આપણે ભુલી જઈએ છીએ કે દરેક બાબતનો અર્થ તો એ જ હોય છે કે જે ખુદ આપણે જ એને અર્પેલો હોય છે. જીવનનો અર્થ પુછવો એટલે પ્રશ્નના સ્વરુપમાં એનો ઉત્તર સ્વયં ગૃહીત ધરવો.
        સારમાં સાર એક જ છે : ઉટપટાંગ વાતોને છોડો. શ્રદ્ધાને બાજુએ રાખો; બુદ્ધીને અપનાવો. શ્રદ્ધાને કીનારો નથી, બુદ્ધી વીના આરો નથી.
–સુબોધ શાહ
 લેખક શ્રી. સુબોધ શાહનું એક અંગ્રેજી પુસ્તક ’Culture Can Kill - How Beliefs Blocked India’s Advancement’ એ શીર્ષકથી અમેરીકાથી પ્રકાશીત થયું છે. એના કેટલાક અંશોનો, મુળ લેખક શ્રી. સુબોધ શાહ દ્વારા જ થયેલો આ ભાવાનુવાદ, અહીં લેખકની અનુમતીથી રજુ કર્યો છે. તે પુસ્તક મેળવવા માટે લેખકનો સંપર્ક કરવા વીનંતી.
–ગોવીન્દ મારુ
લેખક સમ્પર્ક:
Subodh Shah, 7 Nightfall court, OFALLON, MO – 63368 – USA


__._,_.___
Reply via web postReply to senderReply to groupStart a New TopicMessages in this topic (1)
RECENT ACTIVITY: 
Kindly visit the Group's website for Entertainment and Infotainment @ www.dilsedesi.co

***DIL SE DESI GROUP***
You can join the group by clicking the below link or by copying and pasting it in the browser bar and then pressing 'Enter'.

http://groups.yahoo.com/group/dilsedesigroup/join/

OWNER           : mia.raman03gmail.com (Mia Kainth}     
MODERATOR       : rajeshkainth03@gmail.com (Rajesh Kainth)


To modify your list subscription, please send a blank email to:           

SUBSCRIBE           :  dilsedesigroup-subscribe@yahoogroups.com      
UNSUBSCRIBE           :  dilsedesigroup-unsubscribe@yahoogroups.com      
INDIVIDUAL MAILS     :  dilsedesigroup-normal@yahoogroups.com           
DAILY DIGEST           :  dilsedesigroup-digest@yahoogroups.com           
VACATION HOLD           :  dilsedesigroup-nomail@yahoogroups.com     
FOR POSTING MESSAGES :  dilsedesigroup@yahoogroups.com
MARKETPLACE


.

__,_._,___
Click here to Reply, Reply to all, or Forward
Why this ad?Ads –
Jobs For Freshers In Hyderabad Connect with Employers. Apply Now!
© Copyright Sify Technologies Ltd, 1998-2010. All rights reserved. See Disclaimer, Privacy Policy & Parental Guidance on pornography.
83% full
Using 8.5 GB of your 10.1 GB
©2013 Google - Terms of Service - Privacy Policy -Program Policies
Powered by Google
Last account activity: 0 minutes ago
Details